"મોટા ભાગના જાહેરાતકર્તાઓ માટે યોગ્ય નથી" તરીકે ચિહ્નિત થયેલ વીડિયોનું માનવ દ્વારા રિવ્યૂની વિનંતી કરો

જો તમારો વીડિયો મોટા ભાગના જાહેરાતકર્તાઓ માટે યોગ્ય ન હોય, તો તેની બાજુમાં પીળા રંગના ડોલરના ચિહ્નવાળું આઇકન જોવા મળશે: . આ લેખમાં વીડિયોને કેવી રીતે "મર્યાદિત" તરીકે માર્ક કરવામાં આવે છે અને બીજા રિવ્યૂની વિનંતી કેવી રીતે કરવી, એના વિશે સમજાવવામાં આવ્યું છે.

નીચે આપેલા કારણસર વીડિયોને "મોટા ભાગના જાહેરાતકર્તાઓ માટે યોગ્ય નથી" તરીકે માર્ક કરવામાં આવે છે:

કમાણી કરવાની પ્રક્રિયાનું સ્ટેટસ કેવી રીતે લાગુ કરવામાં આવે છે

અપલોડ કરવાની પ્રક્રિયા દરમિયાન, કોઈ વીડિયો જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાનું પાલન કરે છે કે નહીં, તે જાણવા માટે અમે મશીન લર્નિંગનો ઉપયોગ કરીએ છીએ. અમે શેડ્યૂલ કરેલા લાઇવ સ્ટ્રીમ પણ ચેક કરીએ છીએ. સ્ટ્રીમ લાઇવ થાય તે પહેલાં, અમારી સિસ્ટમ શીર્ષક, વર્ણન, થંબનેલ અને ટૅગ જુએ છે.

જો તમને ખાતરી ન હોય કે તમારો વીડિયો પીળા રંગનું આઇકન શા માટે ધરાવે છે, તો અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાનો રિવ્યૂ કરો. વીડિયોના શીર્ષક, વર્ણન, થંબનેલ અને ટૅગનો રિવ્યૂ કરવાની ખાતરી કરો. શીર્ષક કે મેટાડેટા વિનાના વીડિયો કદાચ અમારી સિસ્ટમને બધા જાહેરાતકર્તાઓ માટે કન્ટેન્ટ યોગ્ય છે કે નહીં, તે સમજવામાં સહાય કરવા માટે પૂરતો સંદર્ભ આપતા નથી.

રિવ્યૂ માટે ક્યારે પૂછવું

તમારો વીડિયો અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકામાં સૂચિબદ્ધ માપદંડોની પૂર્તિ કરે છે કે નહીં, તે ચેક કરો. જો તમારો વીડિયો "આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે" સંબંધિત બધા માપદંડોની પૂર્તિ કરતો હોય, તો તમારે રિવ્યૂની વિનંતી કરવી જોઈએ. કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત રિવ્યૂની કામ કરવાની રીત વિશે વધુ જાણો.

જાહેરાત માટેની અનુકૂળતા સંબંધિત પ્રતિબંધ સામે અપીલ કરો

અમે જાણીએ છીએ કે અમારી સિસ્ટમ હંમેશાં સાચી નથી પડતી. જો તમને પીળા રંગનું કોઈ આઇકન મળે અને તમને લાગતું હોય કે અમારી સિસ્ટમે કોઈ ભૂલ કરી છે, તો તમે માનવ દ્વારા રિવ્યૂની વિનંતી કરી શકો છો. તમારો રિવ્યૂ નિષ્ણાતને મોકલવામાં આવે છે અને તેમના નિર્ણયો અમારી સિસ્ટમને સમયની સાથે વધુ સ્માર્ટ બનવામાં સહાય કરે છે.

નોંધ: વીડિયો ડિલીટ કરીને ફરીથી અપલોડ કરવાથી કોઈ સહાય મળશે નહીં

અપીલ સબમિટ કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ  પર ક્લિક કરો.
  3. તમે અપીલ કરવા માગતા હો તે વીડિયો પર જાઓ.
  4. વીડિયોની બાજુમાં, પ્રતિબંધો કૉલમમાં, જાહેરાત માટેની અનુકૂળતા પર કર્સર લઈ જાઓ.
  5. રિવ્યૂની વિનંતી કરો પર ક્લિક કરો. ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.

નોંધ: જો તમારો વીડિયો યોગ્યતા ધરાવતો હોય, તો જ તમને અપીલ કરવાનો વિકલ્પ મળે છે. તમે અપીલ સબમિટ કરો, તે પછી તમારી અપીલના સ્ટેટસ અનુસાર વીડિયોની બાજુમાં આવેલી ટેક્સ્ટ અપડેટ થાય છે.

જાહેરાત માટેની વધારાની અનુકૂળતા સંબંધિત પ્રતિબંધના રિવ્યૂની વિનંતી કરો

તમારો વીડિયો માનવ દ્વારા એક વધારાના રિવ્યૂ માટેની યોગ્યતા ધરાવતો હોઈ શકે છે. તમારો વીડિયો યોગ્યતા ધરાવે છે કે નહીં, તે જાણવા માટે, આ સેલ્ફ-હેલ્પ ફ્લોનો ઉપયોગ કરો.

રિવ્યૂની વધારાની યોગ્યતા ચેક કરો

અપીલની પ્રક્રિયાની કામ કરવાની રીત

જ્યારે તમે માનવ દ્વારા રિવ્યૂની વિનંતી કરો છો, ત્યારે નિષ્ણાત વીડિયોને જુએ છે. તેઓ વીડિયો જોવા પાછળ સમય ફાળવે છે અને અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા સામે તેના કન્ટેન્ટ, શીર્ષક અને મેટાડેટાનો રિવ્યૂ કરે છે. કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત રિવ્યૂની કામ કરવાની રીત વિશે વધુ જાણો.

જ્યારે તમારા વીડિયો પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવે, ત્યારે તમે ઇમેઇલ અપડેટ મેળવશો.

નોંધ: ધ્યાનમાં રાખો કે રિવ્યૂ માટે તમે તમારો વીડિયો સબમિટ કરો, તે પછી વીડિયોના આઇકનનું સ્ટેટસ બદલાઈ શકે છે. જ્યાં સુધી રિવ્યૂ પૂર્ણ ન થાય, ત્યાં સુધી અમારી સિસ્ટમ તેમનું સ્કૅન ચલાવવાનું ચાલુ રાખે છે.

રિવ્યૂમાં કેટલો સમય લાગે છે

અમે જાણીએ છીએ કે આ રિવ્યૂ તમારા માટે અને તમારી આવક માટે મહત્ત્વપૂર્ણ છે. માનવ દ્વારા રિવ્યૂમાં 7 દિવસ સુધીનો સમય લાગી શકે છે. રિવ્યૂ પૂર્ણ થયા પછી, તમે કમાણી કરવાની પ્રક્રિયાના નિર્ણયવાળો ઇમેઇલ મેળવશો. તમારા વધારાના એક રિવ્યૂ પછી, રિવ્યૂઅરનો નિર્ણય અંતિમ હોય છે અને વીડિયોની કમાણી કરવાની પ્રક્રિયાનું સ્ટેટસ બદલાશે નહીં.

જાહેરાત માટેની અનુકૂળતા સંબંધિત ભાવિ પ્રતિબંધોને રોકવામાં સહાય કરો

જો તમે અપલોડ કરવાની પ્રક્રિયા દરમિયાન ભાવિ પ્રતિબંધોને રોકવામાં સહાય કરવા માગતા હો, તો તમે પોતે કરેલા પ્રમાણીકરણ ટૂલનો ઉપયોગ કરી શકો છો. અમારા YouTubeના પોતે કરેલા પ્રમાણીકરણના ઓવરવ્યૂમાં "તપાસ" પેજ વિશે વધુ જાણો.
નોંધ: કૉપિરાઇટ અને જાહેરાત માટેની અનુકૂળતા સંબંધિત તપાસના પરિણામો અંતિમ હોતા નથી. ઉદાહરણ તરીકે, ભાવિ મેન્યુઅલ Content IDના દાવાઓ, કૉપિરાઇટ સ્ટ્રાઇક અને તમારા વીડિયો સેટિંગમાંના ફેરફારો તમારા વીડિયોને અસર કરી શકે છે. જો તમારા વીડિયોનો મેટાડેટા પબ્લિશ થયા પછી બદલાઈ ગયો હોય અને હવે તે જાહેરાતો માટે યોગ્ય ન હોય, તો તમારા વીડિયોની સૂચિમાં કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત નવા પ્રતિબંધો દેખાઈ થઈ શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7529216386928189441
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false