કૉપિરાઇટ દાવો એટલે શું?

કૉપિરાઇટ દાવો, કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી અથવા તો Content IDના દાવાનો સંદર્ભ આપે છે, જે YouTube પર કૉપિરાઇટની માલિકીનો દાવો રજૂ કરવાની 2 અલગ-અલગ રીત છે.

કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીઓ અને Content IDના દાવા કેવી રીતે અલગ છે?

જો કોઈપણ કૉપિરાઇટના માલિકને તેમના અધિકરણ વિના YouTube પર તેમનું કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ મળે, તો તેઓ કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી શકે છે, તેને "દૂર કરવાની નોટિસ" અથવા માત્ર "દૂર કરવું" તરીકે પણ ઓળખવામાં આવે છે. કૉપિરાઇટના કથિત ઉલ્લંઘનને કારણે YouTubeમાંથી કન્ટેન્ટ કાઢી નાખવાની આ કોઈ કાનૂની વિનંતી છે. આ વિશે નીચે વધુ જાણો.

કેટલાક કૉપિરાઇટના માલિકો Content IDનો ઉપયોગ કરે છે, આ એવું ટૂલ છે, જે કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ માટે YouTubeને ઑટોમૅટિક રીતે સ્કૅન કરે છે. જ્યારે Content IDને મેળ ખાતું કોઈ કન્ટેન્ટ મળે, ત્યારે મેળ ખાતા કન્ટેન્ટ પર Content IDનો દાવો કરવામાં આવે છે. મેળ ખાતા કન્ટેન્ટનું શું થાય છે, તે કૉપિરાઇટના માલિકના Content IDના સેટિંગ પર આધાર રાખે છે. આ વિશે નીચે વધુ જાણો.

આ વીડિયોમાં કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીઓ અને Content IDના દાવા વચ્ચેના તફાવત વિશે વધુ સમજાવવામાં આવ્યું છે:

કૉપિરાઇટ દૂર કરવાની પ્રક્રિયાઓ અને Content ID - YouTube પર કૉપિરાઇટ

કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીઓ

કૉપિરાઇટના કાયદા અનુસાર, YouTube જેવી સાઇટ દ્વારા કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી પર પ્રક્રિયા કરવી આવશ્યક છે. કાઢી નાખવાની વિનંતીઓને માન્ય ગણવા માટે, તમામ કાનૂની જરૂરિયાતો પૂરી કરવી આવશ્યક છે.

કૉપિરાઇટ કાઢી નાખવાની કોઈ વિનંતીને કારણે જો મારું કન્ટેન્ટ કાઢી નાખવામાં આવે, તો શું થાય?

કૉપિરાઇટ કાઢી નાખવાની કોઈ વિનંતીને કારણે જ્યારે તમારું કન્ટેન્ટ કાઢી નાખવામાં આવે, ત્યારે તમારી ચૅનલ પર કૉપિરાઇટ સ્ટ્રાઇક લાગુ કરવામાં આવે છે.

તમે કોઈ કૉપિરાઇટ સ્ટ્રાઇકનું નિરાકરણ કેવી રીતે કરી શકો છો, તેના વિશે વધુ માહિતી મેળવો. આમાંનો કોઈપણ વિકલ્પ તમારી ચૅનલમાંથી કૉપિરાઇટ સ્ટ્રાઇકને દૂર કરશે.

Content IDના દાવા

જેમ કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીઓ કાયદા દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે, તે પ્રમાણે Content ID, YouTube દ્વારા બનાવવામાં આવેલું ટૂલ છે. ​​જ્યારે Content IDને મેળ ખાતું કોઈ કન્ટેન્ટ મળે, ત્યારે તે મેળ ખાતા કન્ટેન્ટ પર Content IDનો દાવો લાગુ કરે છે.

જો મારા કન્ટેન્ટ પર Content IDનો દાવો કરવામાં આવે, તો શું થાય?

કૉપિરાઇટના માલિકના Content IDના સેટિંગના આધારે, Content IDના દાવા આ પ્રમાણે કરી શકે છે:

  • કન્ટેન્ટ જોવાથી બ્લૉક કરી શકે છે.
  • તેના પર જાહેરાતો ચલાવીને કન્ટેન્ટ દ્વારા કમાણી અને કેટલીકવાર અપલોડકર્તા સાથે આવક શેર કરી શકે છે.
  • કન્ટેન્ટ પર દર્શકોની સંખ્યાના આંકડા ટ્રૅક કરી શકે છે.

આમાંની કોઈપણ ક્રિયા ભૌગોલિક સ્થાન સંબંધિત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ દેશ/પ્રદેશમાં કોઈ વીડિયો દ્વારા કમાણી કરી શકાય છે અને કોઈ બીજા દેશ/પ્રદેશમાં તેને બ્લૉક કે ટ્રૅક કરી શકાય છે.

ધ્યાનમાં રાખો કે જ્યારે કન્ટેન્ટ ટ્રૅક કરવામાં આવે કે તેના દ્વારા કમાણી કરવામાં આવે, ત્યારે તેના પર સક્રિય Content IDના દાવા સાથે તે YouTube પર દેખાતું રહે છે. સામાન્ય રીતે, કૉપિરાઇટના માલિકો વીડિયોને બ્લૉક કરવા કરતાં તેમને ટ્રૅક કરવાનું કે તેમના દ્વારા કમાણી કરવાનું પસંદ કરે છે.

તમે Content IDના કોઈ દાવાનો જવાબ કેવી રીતે આપી શકો છો, તેના વિશે વધુ માહિતી મેળવો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8108897491024964893
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false