ઑટોમૅટિક સબટાઇટલનો ઉપયોગ કરો

કન્ટેન્ટને દર્શકો ઍક્સેસ કરી શકે તેવું બનાવવાની એક ઉમદા રીત એટલે કૅપ્શન. YouTube તમારા વીડિયો માટે ઑટોમૅટિક રીતે કૅપ્શન બનાવવા વાણી ઓળખ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે.
નોંધ: આ ઑટોમૅટિક સબટાઇટલ મશીન લર્નિંગ ઍલ્ગોરિધમ દ્વારા જનરેટ થતા હોવાથી કૅપ્શનની ક્વૉલિટીમાં ફેરફાર થઈ શકે છે. અમે નિર્માતાઓને પહેલા વ્યાવસાયિક કૅપ્શન ઉમેરવા બાબતે પ્રોત્સાહિત કરીશું. YouTube તેની વાણી ઓળખ ટેક્નોલોજીને સતત બહેતર બનાવી રહ્યું છે. જોકે, ઑટોમૅટિક સબટાઇટલ ખોટા ઉચ્ચારણ, બોલવાની ઢબ, બોલી અથવા બૅકગ્રાઉન્ડમાંથી આવતા અવાજને કારણે બોલાયેલા કન્ટેન્ટ વિશે ભ્રામક માહિતી આપી શકે. તમારે હંમેશાં ઑટોમૅટિક સબટાઇટલનો રિવ્યૂ કરવો જોઈએ અને યોગ્ય રીતે ટ્રાન્સ્ક્રાઇબ ન થયેલા કોઈ હિસ્સા હોય તો તેમાં ફેરફાર કરી લેવો જોઈએ.

લાંબા સ્વરૂપના વીડિયો અને Shorts પર ઑટોમૅટિક સબટાઇટલ

ઑટોમૅટિક સબટાઇટલ અરબી, ડચ, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, હીબ્રુ, હિન્દી, ઇન્ડોનેશિયન, ઇટાલિયન, જાપાનીઝ, કોરિયન, પોર્ટુગીઝ, રશિયન, સ્પેનિશ, ટર્કિશ, યુક્રેનિયન અને વિયેતનામીસ ભાષામાં ઉપલબ્ધ છે. કોઈ વીડિયો પર એકથી વધુ ભાષાના ઑડિયો ટ્રૅક હોય, તો ઑટોમૅટિક સબટાઇટલ ડિફૉલ્ટ ભાષામાં હશે.

અમે નિર્માતાઓને પહેલા વ્યાવસાયિક કૅપ્શન ઉમેરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. ઑટોમૅટિક સબટાઇટલ ઉપલબ્ધ હોય, તો તે ઑટોમૅટિક રીતે વીડિયો પર પબ્લિશ થશે. તમે વીડિયો અપલોડ કર્યો હોય તે સમયે ઑટોમૅટિક સબટાઇટલ તૈયાર ન હોય તેમ બની શકે. પ્રક્રિયાના સમયનો અઢાર વીડિયોના ઑડિયોની જટિલતા પર રહે છે.

YouTube તેની વાણી ઓળખ ટેક્નોલોજીને સતત બહેતર બનાવી રહ્યું છે. પરંતુ ઑટોમૅટિક સબટાઇટલ ખોટા ઉચ્ચારણ, બોલવાની ઢબ, બોલી અથવા બૅકગ્રાઉન્ડમાંથી આવતા અવાજને કારણે બોલાયેલા કન્ટેન્ટ વિશે ભ્રામક માહિતી આપી શકે. હંમેશાં ઑટોમૅટિક સબટાઇટલનો રિવ્યૂ કરો અને યોગ્ય રીતે ટ્રાન્સ્ક્રાઇબ ન થયેલા કોઈ હિસ્સા હોય તો તેમાં ફેરફાર કરી લો.

તમે ઑટોમૅટિક સબટાઇટલને કેવી રીતે રિવ્યૂ અને જરૂર પડ્યે તેમાં ફેરફાર કરી શકો તે અહીં આપ્યું છે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સબટાઇટલ પસંદ કરો.
  3. તમારે જે વીડિયોમાં કૅપ્શન અથવા સબટાઇટલ ઉમેરવા હોય તેના પર ક્લિક કરો.
  4. "સબટાઇટલ" હેઠળ, તમારે ફેરફાર કરવા હોય તે સબટાઇટલની બાજુમાં વધુ '' પર ક્લિક કરો.
  5. ઑટોમૅટિક સબટાઇટલ રિવ્યૂ કરો અને જે કોઈપણ હિસ્સા યોગ્ય રીતે ટ્રાન્સ્ક્રાઇબ ન થયા હોય તેમાં ફેરફાર કરો અથવા કાઢી નાખો.

ઑટોમૅટિક સબટાઇટલની સમસ્યાઓનું નિવારણ

તમારા વીડિયોમાં ઑટોમૅટિક સબટાઇટલ જનરેટ ન થતા હોય તો તે નીચેના કોઈ એક કે વધુ કારણોસર હોઈ શકે:

  • વીડિયોમાં રહેલા જટિલ ઑડિયો પરની પ્રક્રિયાને કારણે કૅપ્શન હજુ ઉપલબ્ધ નથી.
  • ઑટોમૅટિક સબટાઇટલ વીડિયોમાં રહેલી ભાષાને સપોર્ટ કરતા નથી.
  • વીડિયો ખૂબ લાંબો છે.
  • વીડિયોની અવાજની ક્વૉલિટી નબળી છે અથવા YouTube વાણી ઓળખી શકતું નથી.
  • વીડિયોની શરૂઆતમાં લાંબા સમય સુધી કંઈ જ બોલાતું નથી.
  • એકથી વધુ વક્તાઓ છે જેમની વાણી એકબીજાને ઓવરલેપ કરે છે અથવા એક સાથે એકથી વધુ ભાષા બોલાય છે.
લાઇવ સ્ટ્રીમ વીડિયો પર ઑટોમૅટિક સબટાઇટલ
નોંધ: લાઇવ સ્ટ્રીમ માટે ઑટોમૅટિક સબટાઇટલ માત્ર અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. ઑટોમૅટિક સબટાઇટલ માત્ર જે-તે લાઇવ સ્ટ્રીમ માટે ચાલુ કરી શકાય, આખી ચૅનલ માટે નહીં.

લાઇવ સ્ટ્રીમ માટે ઑટોમૅટિક સબટાઇટલની હાલમાં અંગ્રેજી ચૅનલ પર સાર્વજનિક રિલીઝ થઈ છે. આ ચૅનલ વ્યાવસાયિક કૅપ્શન ઉપલબ્ધ ન હોય તે રીતે, "સામાન્ય વિલંબતા" પર સ્ટ્રીમ થઈ રહી છે. અમે નિર્માતાઓને પહેલા વ્યાવસાયિક કૅપ્શનનો ઉપયોગ કરવા બાબતે પ્રોત્સાહિત કરીશું. લાઇવ કૅપ્શનની આવશ્યકતાઓ વિશે જાણો.

લાઇવ સ્ટ્રીમ પૂરું થયા બાદ, લાઇવ ઑટોમૅટિક સબટાઇટલ વીડિયો પર રહેશે નહીં. VOD પ્રક્રિયાના આધારે નવા ઑટોમૅટિક સબટાઇટલ જનરેટ થશે અને તે લાઇવ સ્ટ્રીમ દરમિયાન દેખાયા હતા તેના કરતાં અલગ હોઈ શકે છે.

લાઇવ ઑટોમૅટિક સબટાઇટલનું સેટઅપ કરો

તમે લાઇવ ઑટોમૅટિક સબટાઇટલ (માત્ર અંગ્રેજી) કેવી રીતે ચાલુ કરી શકો તે અહીં જણાવ્યું છે:

  1. YouTube પર જાઓ.
  2. ઉપર જમણી બાજુએથી, બનાવો  અને પછી લાઇવ જાઓ પર ક્લિક કરો.
  3. ડાબા હાથના મેનૂમાંથી સ્ટ્રીમ કરો  પસંદ કરો.
  4. સ્ટ્રીમ સેટિંગ અંતર્ગત, ઉપશીર્ષક ચાલુ કરો.
  5. કૅપ્શનના સૉર્સ તરીકે “ઑટોમૅટિક સબટાઇટલ” પસંદ કરો.
  6. તમારા વીડિયોની ભાષા પસંદ કરો (માત્ર અંગ્રેજી).

લાઇવ ઑટોમૅટિક સબટાઇટલ સંબંધિત સમસ્યાનું નિવારણ કરવું

લાઇવ સ્ટ્રીમમાં ઑટોમૅટિક સબટાઇટલ જનરેટ ન થતા હોય તો તે નીચેના કોઈ એક કે વધુ કારણોસર હોઈ શકે:

  • ચૅનલ માટે તે સુવિધા ચાલુ કરેલી ન હોય, કારણ કે 1,000 કરતાં વધુ સબ્સ્ક્રાઇબર ધરાવતી ચૅનલ માટે અમે ધીરે ધીરે સાર્વજનિક રિલીઝ કરી રહ્યા છીએ.
  • ચૅનલ ખૂબ નિમ્ન અથવા નિમ્ન વિલંબતા (જેમ કે મોબાઇલથી લાઇવ સ્ટ્રીમિંગ)માં સ્ટ્રીમિંગ કરી રહી હોય. લાઇવ ઑટોમૅટિક સબટાઇટલ માત્ર સામાન્ય વિલંબતાના સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે.
  • ઑટોમૅટિક સબટાઇટલ વીડિયોમાં રહેલી ભાષાને સપોર્ટ કરતા નથી.
  • વીડિયોની અવાજની ક્વૉલિટી નબળી છે અથવા YouTube વાણી ઓળખી શકતું નથી.
  • એકથી વધુ વક્તાઓ છે જેમની વાણી એકબીજાને ઓવરલેપ કરે છે અથવા એક સાથે એકથી વધુ ભાષા બોલાય છે.
નોંધ: તમારા લાઇવ સ્ટ્રીમ પર ઑટોમૅટિક સબટાઇટલ બતાવાતા રોકવા માટે નિર્માતા સપોર્ટ ટીમનો સંપર્ક કરો.

ઑટોમૅટિક સબટાઇટલના વિગતવાર સેટિંગ

ઑટોમૅટિક સબટાઇટલમાં અયોગ્ય હોવાની સંભાવના હોય તેવા શબ્દો

YouTube Studioનું "અયોગ્ય હોવાની સંભાવના હોય તેવા શબ્દો બતાવશો નહીં" સેટિંગ અયોગ્ય હોવાની સંભાવના હોય તેવા શબ્દોને બદલે ઑટોમૅટિક સબટાઇટલમાં ડિફૉલ્ટ તરીકે ઓપન બ્રૅકેટ, બે અન્ડરસ્કોર અને ક્લોઝ્ડ બ્રૅકેટ "[ __ ]" મૂકે છે. આ સેટિંગ કોઈ ઑડિયો ટ્રૅક અથવા મેન્યુઅલી ફેરફાર કરેલા કૅપ્શનને અસર કરતું નથી. તેનો ઉદ્દેશ અયોગ્ય હોવાની સંભાવના હોય તેવા શબ્દોને ઑટોમૅટિક સબટાઇટલમાં ભૂલથી દેખાતા રોકવાનો છે. તે તમારા વીડિયોની કમાણી કરવાની પ્રક્રિયાના સ્ટેટસને પણ અસર કરતું નથી.

ઑટોમૅટિક સબટાઇટલ અપલોડ કરેલા વીડિયો અને લાઇવ સ્ટ્રીમને લાગુ થાય છે.

આમ છતાં અમે નિર્માતાઓને તેમના બધા ઑટોમૅટિક રીતે જનરેટ થયેલા કૅપ્શન રિવ્યૂ કરવા પ્રેરીશું, આ સાથે અમે અમારા વાણી ઓળખ સૉફ્ટવેરને બહેતર બનાવવાનું અને ઑટોમૅટિક સબટાઇટલની ભૂલો ઓછી કરવાનું કાર્ય તો કરી જ રહ્યાં છીએ.

જરૂર પડે તો તમે આ રીતે "અયોગ્ય હોવાની સંભાવના હોય તેવા શબ્દો બતાવશો નહીં" બંધ કરી શકો છો:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી સેટિંગ પસંદ કરો.
  3. ચૅનલ અને પછી વિગતવાર સેટિંગ પસંદ કરો.
  4. "ઑટોમૅટિક રીતે જનરેટ થતા કૅપ્શન" હેઠળ અયોગ્ય હોવાની સંભાવના હોય તેવા શબ્દો બતાવશો નહીં.
નોંધ: આ સેટિંગ ઑટોમૅટિક સબટાઇટલ અને ઑટોમૅટિક રીતે અનુવાદ થયેલા સબટાઇટલ માટે ઉપલબ્ધ છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7758140911716418655
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false