દાવો કરેલા મ્યુઝિક પરના પ્રતિબંધો

કૉપિરાઇટ હોલ્ડર નક્કી કરે છે કે તેમનું મ્યુઝિક YouTube પર તેઓ ઇચ્છે તે પ્રમાણે વપરાય. તમારો વીડિયો ઉપલબ્ધ બનશે કે કેમ અને કેવી રીતે ઉપલબ્ધ બનશે તેના પર કૉપિરાઇટ હોલ્ડરની પૉલિસીઓ અસર કરશે. તમે તમારા વીડિયોમાં મ્યુઝિકનો ઉપયોગ કરશો તો તમે કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટનો ઉપયોગ કર્યો હોવાનું જણાવતો Content IDનો દાવો તમારા પર લાગે તેમ બની શકે છે.

દરેક પૉલિસીનો અર્થ અહીં આપેલો છે:

  • કમાણી કરો: કૉપિરાઇટ હોલ્ડરે આ મ્યુઝિક પર કમાણી કરવાનું પસંદ કર્યું હોવાથી તમારા વીડિયોમાં જાહેરાતો આવે તેમ બની શકે. કૉપિરાઇટ હોલ્ડર ક્યારેક તે આવકમાંથી થોડી તમારી સાથે વહેંચવાનું પસંદ કરે તેમ બની શકે છે. આ પૉલિસી લાગુ થઈ હોય તો પણ વીડિયો બધે અથવા બધા ડિવાઇસ પર ઉપલબ્ધ ન હોય તેમ બની શકે.
  • વૈશ્વિક સ્તરે બ્લૉક કરવું: એક કે વધુ કૉપિરાઇટ હોલ્ડર આ મ્યુઝિકનો YouTube પર ઉપયોગ કરવાની મંજૂરી ન આપતા હોય. તમે આ મ્યુઝિકનો ઉપયોગ કરો તો તમારો વીડિયો મ્યૂટ કરી દેવાય અથવા YouTube પર બિલકુલ ઉપલબ્ધ ન રહે તેમ બની શકે.
  • અમુક દેશ/પ્રદેશમાં બ્લૉક કરવું: એક કે વધુ કૉપિરાઇટ હોલ્ડરે મર્યાદિત દેશ/પ્રદેશ માટે YouTube પર મ્યુઝિક ઉપલબ્ધ રાખ્યું હોય. તમે આ મ્યુઝિકનો ઉપયોગ કરો તો જ્યાં YouTube પર મ્યુઝિક બ્લૉક કરેલું હોય ત્યાં તમારો વીડિયો જોઈ શકાશે નહીં.

નોંધ: અમુક સંજોગો હેઠળ કૉપિરાઇટ હોલ્ડર તેમની પૉલિસીઓ બદલીને કૉપિરાઇટ દૂર કરવાની નોટિસ જારી કરી શકે છે. તમારા વીડિયોનું સ્ટેટસ ભવિષ્યમાં બદલાઈ શકે અને તેને YouTubeમાંથી કાઢી નખાય તેમ પણ બની શકે. કાઢી નાખવાનું પગલું ત્યારે લેવાય જ્યારે કૉપિરાઇટના માલિક ખાસ તમારા વ્યક્તિગત કેસમાં કોઈ અલગ નિર્ણય લે. તમારા વીડિયોમાંના મ્યુઝિકને લાગુ થતી પૉલિસીમાં થયેલા ફેરફારને લીધે પણ વીડિયો કાઢી નાખી શકાય છે. Content ID વિશે વધુ જાણો.

આ પૉલિસીઓ YouTube પ્લૅટફૉર્મની બહાર લાગુ થતી નથી. તમે આખું આલ્બમ અથવા મોટા ભાગનું આલ્બમ અપલોડ કર્યું હોવાનું અમને લાગે ત્યારે પૉલિસીઓ બદલાય તેમ બની શકે. તમારા મ્યુઝિકના ઉપયોગ વિશે તમને પ્રશ્નો હોય, તો તમારે ક્વૉલિફાઇડ વકીલની સલાહ લેવી જોઈએ.

અન્ય કોઈના કન્ટેન્ટનો ઉપયોગ કરવા માટે પરવાનગી લેવી

તમારા વીડિયોમાં કૉપિરાઇટ-સંરક્ષિત કન્ટેન્ટનો સમાવેશ કરવાની યોજના કરી હોય તો સામાન્ય રીતે તમારે આમ કરવા માટે પહેલા પરવાનગી લેવાની જરૂર હોય છે. YouTube તમને આ અધિકારો ન આપી શકે. તમને આ અધિકારો આપી શકે તેવી પાર્ટી શોધી તેમનો સંપર્ક કરવામાં અમે નિર્માતાઓની સહાય ન કરી શકીએ. કૉપિરાઇટ-સંરક્ષિત કન્ટેન્ટનો ઉપયોગ કરવા વિશે તમને પ્રશ્નો હોય, તો તમારે ક્વૉલિફાઇડ વકીલની સલાહ લેવી જોઈએ.

YouTubeની ઑડિયો લાઇબ્રેરીમાં રૉયલ્ટી-ફ્રી મ્યુઝિક છે, જેનો ઉપયોગ નિર્માતાઓ પોતાના YouTube વીડિયોમાં કરી શકે છે.
 

Options for using music in your videos

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8613868709261250133
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false