મલ્ટિ-ચૅનલ નેટવર્ક (MCN) ઑપરેશન મેન્યુઅલ

તમારા MCNમાંથી ચૅનલને દૂર કરો

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

તમારા નેટવર્કમાંથી ચૅનલ કાઢી નાખો

મલ્ટિ-ચૅનલ નેટવર્ક (MCNs) આ પગલાંનો ઉપયોગ કરીને તેમના નેટવર્કમાંથી ચૅનલ દૂર કરી શકે છે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, ચૅનલ  પસંદ કરો.
  3. તમે જે ચૅનલને દૂર કરવા માગો છો, તેને શોધો અને પસંદ કરો.
  4. અનલિંક કરો અને પછી કન્ફર્મ કરો પર ક્લિક કરો.

MCN નેટવર્ક છોડવાની વિનંતી રદ કરો

જો તમે આનુષંગિક નિર્માતા હો અને તમને લાગતું હોય કે તમારા MCN સાથેનો તમારો કરાર તમને આમ કરવાની મંજૂરી આપે છે, તો તમે તમારી ચૅનલમાંથી MCNનો ઍક્સેસ કાઢી નાખવાની વિનંતી કરી શકો છો.

દાવાઓ પર થતી અસર સમજો

ચૅનલ MCN છોડે તે પહેલાં અસેટની માલિકીની માહિતી અપડેટ કરવામાં આવે છે કે નહીં તેના આધારે, ચૅનલની અસેટ દ્વારા જનરેટ કરાયેલા દાવાઓ પાછા ખેંચી લેવામાં આવે એવું બની શકે છે:

  • જો અનલિંક કરતા પહેલાં અસેટની માલિકી નવા કન્ટેન્ટ મેનેજરને ટ્રાન્સફર કરવામાં આવે, તો તમામ દાવાઓ સક્રિય રહે છે.
  • જો અનલિંક કરતા પહેલા અસેટની માલિકી કાઢી નાખવામાં આવે, તો તમે અનલિંક કરી રહ્યાં છો તે ચૅનલ દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયો અને વપરાશકર્તાએ જનરેટ કરેલા વીડિયો એ બંને પરના દાવાઓ નિષ્ક્રિય કરવામાં આવશે. 
  • જો અનલિંક કરતા પહેલાં અસેટની માલિકીમાં ફેરફાર ન કરવામાં આવે, તો વપરાશકર્તા દ્વારા જનરેટ કરાયેલા વીડિયો પરના દાવાઓ સક્રિય રહેશે. તે અસેટ સાથે સંકળાયેલી રેફરન્સ ફાઇલ નિષ્ક્રિય કરવામાં આવશે. તમે અનલિંક કરી રહ્યાં છો તે ચૅનલ દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયો પરના તમામ દાવાઓ પાછા ખેંચી લેવામાં આવશે.

કન્ટેન્ટ મેનેજર પરથી ચૅનલ અનલિંક કરવા વિશે વધુ જાણો.

નોંધ: કેટલાક કિસ્સાઓમાં, તમારા MCNમાંથી દૂર કરવામાં આવેલી ચૅનલ અને કન્ટેન્ટ મેનેજર વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવેલી ચૅનલ, તમારા નેટવર્કનો ભાગ હતી ત્યારથી આવકનો પહેલાંનો ડેટા ગુમાવશે. ચૅનલને દૂર અથવા ટ્રાન્સફર કરવામાં આવે તે પહેલાં કદાચ તે આવકનો ડેટા ડાઉનલોડ અથવા રેકોર્ડ કરવા માગે. ચૅનલની માલિકી ટ્રાન્સફર કર્યા બાદ રિપોર્ટિંગમાં ફેરફારો વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1447345305601211291
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false