YouTubeની શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અને કલાત્મક (EDSA) કન્ટેન્ટનું મૂલ્યાંકન કરવાની રીત વિશે જાણો

અમારા સમુદાયના દિશાનિર્દેશોનો હેતુ YouTubeને વધુ સુરક્ષિત સમુદાય બનાવવાનો છે. કેટલીક વખત, કન્ટેન્ટ કે જેના દ્વારા અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન થયું હશે તો પણ તે શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મક (EDSA) સંદર્ભ ધરાવતું હોવાથી YouTube પર રહી શકે છે. આ કિસ્સાઓમાં, કન્ટેન્ટને EDSA અપવાદ મળે છે. આ લેખમાં તમારા EDSA કન્ટેન્ટમાં સંદર્ભ તેમજ દર્શકોને માહિતગાર કરે અથવા જાણકારી આપે તેવી વધુ માહિતી ઉમેરવાની રીત વિશેની ટિપ આપેલી છે.

નોંધ: તમારા EDSA કન્ટેન્ટમાં સંદર્ભ ઉમેરવો તે એ વાતની ગૅરંટી નથી આપતું કે તેને EDSA અપવાદ મળશે.

કન્ટેન્ટને કેવી રીતે EDSA અપવાદ મળે તે જુઓ

અમારા કન્ટેન્ટ રિવ્યૂઅર પ્રત્યેક કિસ્સામાં તથ્યોના આધારે કન્ટેન્ટને EDSA અપવાદ મળે કે નહીં તેની આકારણી કરશે. સૌથી પહેલા, અમે એ ચેક કરીએ છીએ કે કન્ટેન્ટમાં સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન છે કે નહીં. જો તેમાં કોઈ ઉલ્લંઘન મળે, તો અમે રિવ્યૂ કરીએ છીએ કે EDSA અપવાદ કરવા માટે કન્ટેન્ટમાં પર્યાપ્ત સંદર્ભ આપ્યો છે કે નહીં. અમે રિવ્યૂ કરીએ છીએ કે શું સંદર્ભ આપ્યો છે અને સંદર્ભ ક્યાં આપ્યો છે.

તમારા EDSA કન્ટેન્ટમાં શું સંદર્ભ ઉમેરવો

કન્ટેન્ટમાં શું છે તેના આધારે EDSA અપવાદ મેળવવા માટે, તમારે સંદર્ભનો પ્રકાર શામેલ કરવો આવશ્યક છે.

અમે મોટેભાગે EDSA અપવાદો ત્યારે જ કરીએ છીએ કે જ્યારે કન્ટેન્ટમાં નીચે જણાવેલી એક કે વધુ બાબતોનો સમાવેશ હોય:

1. કન્ટેન્ટમાં શું થઈ રહ્યું છે તેના વિશેના મુખ્ય તથ્યો: કન્ટેન્ટમાં કોણ છે તેનો પરિચય આપો, કન્ટેન્ટ શું બતાવે છે તેનું વર્ણન કરો અને ઘટનાનું સ્થાન અને સમય જણાવો અથવા અમુક કન્ટેન્ટ શા માટે છે તેનું કારણ સમજાવો. 

મુખ્ય તથ્યોના ઉદાહરણો

મુખ્ય તથ્યો ત્યારે સહાયરૂપ થાય છે કે જ્યારે કન્ટેન્ટ હિંસક અથવા ગ્રાફિક હોય અથવા નગ્નતા અથવા કામુકતા બતાવતું હોય. આવા કન્ટેન્ટમાં સંદર્ભ આપવામાં આવ્યો હોય ત્યારે તે દર્શકો માટે ઓછું નુકસાનકારક હોઈ શકે.

આ ઉદાહરણો એવા કન્ટેન્ટનું ઉદાહરણ આપે છે કે જેને EDSA અપવાદ મળવાની વધુ સંભાવના અને ઓછી સંભાવના હોય: 

EDSA અપવાદ મળવાની વધુ સંભાવના

EDSA અપવાદ મળવાની ઓછી સંભાવના

સુરક્ષાના ફૂટેજ કે જે વીડિયોમાં વિગતો સાથે હિંસક લૂંટનો ભોગ બનેલા લોકોને ઘાયલ થતા બતાવે છે. વિગતોમાં ગુનો ક્યારે અને ક્યાં થયો અને વીડિયો શા માટે પોસ્ટ કર્યો છે તેનો સમાવેશ હોઈ શકે.

સુરક્ષાના ફૂટેજ કે જે વીડિયોમાં હિંસક લૂંટનો ભોગ બનેલા લોકોને ઘાયલ થતા બતાવે છે તેમજ છબી ઉપર ઇમોજી, જેમ કે 😆 અથવા 😲 બતાવી હોય.

સર્જરીના ફૂટેજ કે જે વીડિયોમાં વિગતો સાથે ખુલ્લા ઘા બતાવે છે. વિગતોમાં કયા પ્રકારની સર્જરી થઈ રહી છે અને શા માટે થાય છે તેની માહિતીનો સમાવેશ હોઈ શકે.

સર્જરીના ફૂટેજ કે જે શીર્ષક સાથે ખુલ્લા ઘા બતાવતા હોય અથવા વર્ણનમાં કહેવામાં આવતું હોય કે તે દર્શકો માટે “ધૃણાસ્પદ” અથવા “આઘાતજનક” હશે.

અભિનયના પર્ફોર્મન્સના ભાગ તરીકે બિલકુલ થોડી નગ્નતા, જેમાં વધુ લાંબી સ્ટ્રોરીલાઇનના સંદર્ભમાં નગ્નતા બતાવવામાં આવી હોય.

અલગ અલગ દસ્તાવેજીઓમાંથી લીધેલી નગ્નતાની ક્લિપ કે જેમાં અભદ્ર ટેક્સ્ટ શામેલ હોય.

હિંસાના ફૂટેજ કે જેમાં લોકોને ગંભીર ઈજાઓને લીધે પીડાતા બતાવવામાં આવતા હોય તેમજ તેમાં દર્શકોને એવું જણાવતી પ્રોડક્શન ક્રેડિટનો સમાવેશ હોય છે કે હિંસા નાટકીય પર્ફોર્મન્સનો એક ભાગ છે.

હિંસાના ફૂટેજ કે જેમાં લોકોને ગંભીર ઈજાઓને લીધે પીડાતા બતાવવામાં આવતા હોય જ્યાં સામાન્ય પ્રમાણમાં દર્શકો એવું ન કહી શકે કે હિંસા વાસ્તવિક છે કે નાટકીય પર્ફોર્મન્સનો એક ભાગ છે.

 

2. નિંદા, મંતવ્યોનો વિરોધ કરવો અથવા વ્યંગ: તમારું કન્ટેન્ટ અમુક દાવાની નિંદા કરે છે એવી ચર્ચા કરવી, જેમાં મંતવ્યનો વિરોધ કરવાનો અથવા વ્યંગ કરવાનો સમાવેશ હોય છે.

નિંદા, મંતવ્યોનો વિરોધ કરવાના અથવા વ્યંગના ઉદાહરણો

નિંદા, મંતવ્યોનો વિરોધ કરવા અથવા વ્યંગ પર ભાર આપવો એ ખાસ કરીને ત્યારે સહાયરૂપ બને છે કે જ્યારે કન્ટેન્ટનો વિષય દ્વેષયુક્ત ભાષણ અથવા ખોટી માહિતી હોય. અમુકવાર કન્ટેન્ટ જ ભ્રામક હોઈ શકે પણ જો તેનો સંદર્ભ આપેલો હોય તો તે દર્શકો માટે ઓછું નુકસાનકારક હોઈ શકે. સંદર્ભમાં દ્વેષપૂર્ણ વિચારધારાની ટીકા કરવાનો અથવા સ્વાસ્થ્ય અથવા ચૂંટણી સંબંધિત સત્તાઓવાળા અધિકૃત સ્ત્રોતોમાંથી મંતવ્યોને હાઇલાઇટ કરીને ખોટા દાવાને બદનામ કરવાનો સમાવેશ થાય છે.
આ ઉદાહરણો એવા કન્ટેન્ટનું ઉદાહરણ આપે છે કે જેને EDSA અપવાદ મળવાની વધુ સંભાવના અને ઓછી સંભાવના હોય:

EDSA અપવાદ મળવાની વધુ સંભાવના

EDSA અપવાદ મળવાની ઓછી સંભાવના

કન્ટેન્ટ કે જેમાં કોઈ વ્યક્તિ એવો ખોટો દાવો કરતી હોય કે અમુક ઉંમરથી મોટી ઉંમરના લોકોને લોકશાહી ચૂંટણીમાં મત આપવાની મંજૂરી આપવામાં આવતી નથી. કન્ટેન્ટ એ પણ સ્પષ્ટ કરે છે કે દાવો ખોટો છે.

કન્ટેન્ટ કે જેમાં કોઈ વ્યક્તિ વધુ સંદર્ભ આપ્યા વિના એવો ખોટો દાવો કરતી હોય કે અમુક ઉંમરથી મોટી ઉંમરના લોકોને લોકશાહી ચૂંટણીમાં મત આપવાની મંજૂરી આપવામાં આવતી નથી.

કન્ટેન્ટ કે જેમાં કોઈ વ્યક્તિ એવો ખોટો દાવો કરતી હોય કે COVID-19ની રસીઓમાં માઇક્રોચિપ હોય છે અને તે વ્યક્તિના વિવેચક કહે છે કે દાવો ખોટો છે.

કન્ટેન્ટ કે જેમાં કોઈ વ્યક્તિ વધુ સંદર્ભ આપ્યા વિના એવો દાવો કરતી હોય કે COVID-19ની મંજૂર રસીઓમાં માઇક્રોચિપ હોય છે.

કન્ટેન્ટ કે જે કોઈ ગ્રૂપની જાતિના આધારે તેની વિરુદ્ધ હિંસા કરવા માટે કહેતી કોઈ વ્યક્તિ વિશે જણાવતું હોય. કન્ટેન્ટ કે જે વ્યક્તિની ક્રિયાઓની ટીકા અને નિંદા કરતું હોય.

કન્ટેન્ટ કે જેમાં કોઈ વ્યક્તિ વધુ સંદર્ભ વિના અથવા હિંસા માટે ઉશ્કેરતા શીર્ષક અથવા વર્ણનનો ઉપયોગ કરીને કોઈ ગ્રૂપની જાતિના આધારે તેની વિરુદ્ધ હિંસા કરવા માટે કહેતી હોય.

 

3. જોખમકારક વર્તનની ચેતવણી: દર્શકોને કહો કે વીડિયોમાં જે છે તેનું અનુકરણ ન કરો.

જોખમકારક વર્તનની ચેતવણીના ઉદાહરણો

અનુકરણ ન કરવાની ચેતવણી આપવાથી દર્શકો અને YouTube સમુદાયને નુકસાન થવાનું જોખમ ઘટાડવામાં સહાય મળે છે. આ ખાસ કરીને ત્યારે સહાયરૂપ બને છે કે જ્યારે કન્ટેન્ટ એવી પ્રવૃત્તિઓ બતાવતું હોય કે જે નુક્સાનકારક કે જોખમકારક હોય અથવા જ્યારે કન્ટેન્ટ આત્મઘાત સંબંધિત હોય. યાદ રાખો કે આને કારણે જોખમી વર્તણૂકને પ્રમોટ કે તેની ઉજવણી કરવાની છૂટ મળી જતી નથી. જો કન્ટેન્ટ સાથે સંભવિત ઈજાની કોઈ સ્પષ્ટતા આપવામાં ન આવી ન હોય, તો માત્ર એટલું કહેવાથી કે “ઘરે આ પ્રયાસ કરવો નહીં”, અપવાદ મળી શકે નહીં.
આ ઉદાહરણો એવા કન્ટેન્ટનું ઉદાહરણ આપે છે કે જેને EDSA અપવાદ મળવાની વધુ સંભાવના અને ઓછી સંભાવના હોય:

EDSA અપવાદ મળવાની વધુ સંભાવના

EDSA અપવાદ મળવાની ઓછી સંભાવના

કન્ટેન્ટ કે જે કોઈ ઘર પર આક્રમણ કરવાની મજાક બતાવતું હોય અને કન્ટેન્ટ કે જે દર્શકોને કહેતું હોય કે જોખમી પ્રવૃત્તિનું અનુકરણ કરવું નહીં કારણ કે તેનાથી શારીરિક અથવા ભાવનાત્મક રીતે નુકસાન થઈ શકે છે.

કન્ટેન્ટ કે જે કોઈ ઘર પર આક્રમણ કરવાની મજાક બતાવતું હોય અથવા ઘર પર આક્રમણ કરવાની મજાક સંબંધિત પ્રતિક્રિયાનો વીડિયો. જોખમકારક પ્રવૃત્તિ પર હસવું અથવા તેના વિશે પ્રતિક્રિયા આપવી એ તેનું અનુકરણ કરનાર દર્શકોને થઈ શકે એવા નુકસાનને ઘટાડવા માટે પર્યાપ્ત ન હોઈ શકે.

કન્ટેન્ટ કે જે રસ્તા પર જોખમકારક સ્ટન્ટ કરતા બતાવતું હોય કે જેના લીધે મૂકપ્રેક્ષકોને ઈજા થઈ શકે. કન્ટેન્ટ કે જે દર્શકને કહેતું હોય કે સ્ટન્ટનું અનુકરણ કરવું નહીં કારણ કે તે ગંભીર ઈજાનું કારણ બની શકે છે અથવા કોઈ નિષ્ણાતના નિરીક્ષણ હેઠળ સ્ટન્ટ કરવાનો સુઝાવ આપવામાં આવતો હોય.

કન્ટેન્ટ કે જે વધુ સંદર્ભ વિના રસ્તા પર જોખમકારક સ્ટન્ટ કરતા બતાવતું હોય કે જેના લીધે મૂકપ્રેક્ષકોને ઈજા થઈ શકે.

 

નોંધ: ઉપર આપેલા ઉદાહરણો એ તમે તમારા EDSA કન્ટેન્ટમાં ઉમેરી શકો તેવા સંદર્ભની પૂર્ણ સૂચિ નથી. જ્યારે શંકા હોય, ત્યારે તમારા EDSA કન્ટેન્ટમાં એક કરતાં વધુ પ્રકારના સંદર્ભ ઉમેરો. કન્ટેન્ટને નુકસાન પહોંચાડતું અટકાવવા માટે, તેમાં વીડિયોના શીર્ષક કે વર્ણન ઉપરાંત વીડિયોમાં રહેલી માહિતી પણ શામેલ કરો.

જ્યારે શંકા હોય, ત્યારે ઉપર વર્ણવેલા વિવિધ પ્રકારના સંદર્ભનો સમાવેશ કરો: તમારા કન્ટેન્ટમાં શું છે તે સમજાવતી મૂળભૂત વાસ્તવિક માહિતી, એકથી વધુ દૃષ્ટિકોણ અને જોખમી અથવા નુકસાનકારક અનુકરણ કરવા વિરુદ્ધ સ્પષ્ટ અને માહિતીપ્રદ ચેતવણી. સંભવિત રીતે નુકસાન પહોંચાડતા કન્ટેન્ટને ટાળવામાં સહાય કરવા માટે, વીડિયો અથવા ઑડિયો જેવા કન્ટેન્ટમાં જ આ માહિતી શામેલ કરવાની ખાતરી કરો. 

કન્ટેન્ટને EDSA અપવાદ તરીકે મંજૂરી મળે તો પણ અમે તેના પર ઉંમર પ્રતિબંધ અથવા ચેતવણી લાગુ કરી શકીએ છીએ કારણ કે કેટલાક દર્શકોને તે સંવેદનશીલ અથવા અયોગ્ય લાગી શકે છે (ઉદાહરણ તરીકે, યુદ્ધ ક્ષેત્રનો ફૂટેજ). કેટલાક કિસ્સાઓમાં, અમે જાહેર હિતના આધારે EDSA કન્ટેન્ટને અપવાદો તરીકે મંજૂરી આપી શકીએ છીએ. આમાં ઉદાહરણ તરીકે, ઝુંબેશ કરતા રાષ્ટ્રીય રાજકીય ઉમેદવારો, સક્રિય યુદ્ધ ક્ષેત્રો અથવા માનવતા સંબંધિત કટોકટીનો ગ્રાફિક ફૂટેજ, આરોગ્ય અધિકારીના માર્ગદર્શન સાથે મતભેદ જાહેર કરતી કૉમેન્ટ કે જે જાહેર સુનાવણી દરમિયાન કરવામાં આવી હોય અથવા જાતીય શિક્ષણના સંદર્ભમાં નગ્નતા જેવું કન્ટેન્ટ શામેલ હોઈ શકે છે.

તમારા EDSA કન્ટેન્ટમાં સંદર્ભ ક્યાં ઉમેરવો

તમે સંદર્ભને તમારા આ કન્ટેન્ટમાં ઉમેરી શકો છો:

  • વીડિયો
    • ઉદાહરણ તરીકે, તમે ફૂટેજ અથવા ટેક્સ્ટ ઓવરલે ઉમેરી શકો છો.
  • ઑડિયો
    • ઉદાહરણ તરીકે, તમે નિંદા અથવા પ્રતિકારી અભિપ્રાયો સહિત, વિગતવાર વર્ણન ઉમેરી શકો છો.
  • વીડિયોનું શીર્ષક
  • વીડિયોનું વર્ણન
નોંધ: અમે એવા વીડિયોને EDSA અપવાદો આપતા નથી કે જેમાં વીડિયોની કૉમેન્ટ, ટૅગ, ચૅનલના વર્ણનોમાં, પિન કરેલી કૉમેન્ટમાં અથવા અન્ય કોઈ જગ્યાએ સંદર્ભ આપેલો હોય. તે કન્ટેન્ટ દર્શકો હંમેશાં જોઈ શકતા નથી.
મહત્ત્વપૂર્ણ: જેમાં સૌથી વધુ નુકસાનનું જોખમ રહેલું હોય એવા કન્ટેન્ટ બાબતે, અમારા માટે વીડિયો અથવા ઑડિયોમાં સંદર્ભ હોવો જરૂરી છે. વીડિયો અને ઑડિયો એ કન્ટેન્ટના એવા ભાગો છે કે જ્યાં દર્શકોને મોટે ભાગે સંદર્ભ મળશે, જેમાં અન્ય વેબસાઇટ અથવા ઍપ પર શામેલ કરેલા કન્ટેન્ટનો સમાવેશ પણ છે. કન્ટેન્ટ કે જ્યાં EDSA અપવાદો આપવા માટે અમને ઑડિયો કે વીડિયોમાં સંદર્ભની જરૂર પડે છે તેમાં દ્વેષયુક્ત ભાષણ, હિંસક અપરાધિક સંસ્થાઓ, બાળ સુરક્ષા, આત્મહત્યા અને આત્મઘાત અને ગ્રાફિક હિંસા સંબંધિત કન્ટેન્ટનો સમાવેશ થાય છે.

કૉમેન્ટ જેવા અન્ય પ્રકારના કન્ટેન્ટ વિશે શું પૉલિસી છે?

અન્ય પ્રકારના કન્ટેન્ટ પર પણ વીડિયો પર લાગુ થાય છે એ જ પૉલિસીઓ અને દિશાનિર્દેશો લાગુ થાય છે.

કન્ટેન્ટ કે જેને EDSA અપવાદો મળતા નથી

કેટલાક કન્ટેન્ટમાં સંદર્ભ ઉમેરેલો હોવા છતાં પણ તેને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. આ પોસ્ટ કરશો નહીં:

  • બાળકોના જાતીય શોષણ સંબંધિત મીડિયા (CSAM)
  • હિંસક શારીરિક જાતીય હુમલાના વીડિયો, સ્થિર છબી અથવા ઑડિયો
  • પ્રાણઘાતક અથવા મોટી હિંસક ઘટનાના ગુનેગાર દ્વારા ફિલ્મમાં રૂપાંતરિત ફૂટેજ કે જે શસ્ત્રો, હિંસા અને ઈજાગ્રસ્ત થયા હોય એવા લોકો બતાવતા હોય
  • હિંસક આતંકવાદી અથવા અપરાધિક સંસ્થાઓ દ્વારા નિર્મિત કન્ટેન્ટમાં ફેરફાર કર્યા વિના ફરી અપલોડ કરવા અથવા તેના વખાણ કરવા
  • આત્મઘાત કરવાની કે આત્મહત્યા કરીને મૃત્યુ પામવાની રીત વિશેની સૂચનાઓ
  • અન્ય લોકોને ઘાયલ કરવા અથવા હત્યા કરવાના હેતુથી બોમ્બ બનાવવાની રીત વિશેની સૂચનાઓ
  • બંદૂક અથવા પ્રતિબંધિત ઍક્સેસરી બનાવવાની રીત વિશેની સૂચનાઓ
  • પ્રતિબંધિત વેચાણની ઑફરો
  • વ્યક્તિગત ડેટામાં ચેડાં કરવા અથવા અન્ય લોકોને ગંભીર નુકસાન પહોંચાડવાના કારણસર કમ્પ્યૂટર અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની રીત વિશે સૂચનાઓ
  • કન્ટેન્ટ કે જે કોઈ વ્યક્તિની ખાનગી માહિતી જાહેર કરતું હોય, જેમ કે તેમના ઘરનું સરનામું, ઇમેઇલ ઍડ્રેસ, સાઇન-ઇનની લૉગ ઇન વિગતો, ફોન નંબર, પાસપોર્ટ નંબર અથવા બેંક એકાઉન્ટ વિશેની માહિતી (ડૉક્સિંગ)
  • હાર્ડકોર પોર્નોગ્રાફી
  • સ્પામ

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12486758461465584770
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false