YouTube ડોનેશન વડે બિનલાભકારી સંસ્થાને ડોનેશન આપો

YouTube ડોનેશન એ YouTube પર સેવાભાવી સંસ્થામાં ડોનેશન આપીને નિર્માતાઓ અને ચાહકો વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાને મજબૂત કરવામાં સહાય કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કેટલાક વીડિયો અને લાઇવ સ્ટ્રીમમાં તમને વીડિયોના નિર્માતા દ્વારા જેને સપોર્ટ કરવામાં આવતો હોય તેવી બિનલાભકારી સંસ્થાને ડોનેશન આપવાનો વિકલ્પ મળે છે.

YouTube વ્યવહાર ફીને આવરી લે છે, તેથી તમે ડોનેશનમાં આપો છો તે 100% નાણાં યોગ્ય બિનલાભકારી સંસ્થાને મળે છે. બિનલાભકારી સંસ્થાઓમાં આપેલું ડોનેશન રિફંડને પાત્ર નથી. વધુ માહિતી માટે અમારા YouTube ડોનેશન સંબંધિત સામાન્ય પ્રશ્નો વાંચો.

ડોનેશન આપવાની રીત

ડોનેશન આપવા માટેનું બટન

કેટલાક નિર્માતાઓ તેમના વીડિયો અને લાઇવ સ્ટ્રીમની બાજુમાં ડોનેશન આપવા માટેનું બટન બતાવે છે. ડોનેશન આપવા માટે, નીચેના પગલાં અનુસરો.

તેના પર ડોનેશન આપવા માટેના બટન વડે વીડિયો પર જાઓ, પછી:

  1. ડોનેશન આપો પસંદ કરો.
  2. તમે ડોનેશનમાં આપવા માગતા હો તે રકમ અને પછી અને પછી ચાલુ રાખો પસંદ કરો.
  3. તમારી ચુકવણી પદ્ધતિ પસંદ કરો.
  4. ડોનેશન આપો અને પછી થઈ ગયું પર ક્લિક કરો.

બિનલાભકારી સંસ્થા અને YouTube નિર્માતાને વ્યક્તિગત માહિતી દેખાશે નહીં.

તમારી ચુકવણી પર પ્રક્રિયા થયા પછી તમને રસીદ ઇમેઇલ મારફતે મોકલવામાં આવશે.

લાઇવ ચૅટ ડોનેશન

લાઇવ ચૅટ ડોનેશનને બદલીને લાઇવ ચૅટ ડોનેશન માટે Super Chat for Good કરવામાં આવ્યું છે. જ્યારે કોઈ નિર્માતા લાઇવ સ્ટ્રીમ પર ફાળો ઉઘરાવે છે અને લાઇવ ચૅટ ચાલુ કરે છે, ત્યારે તમને ચેટમાં દાન કરવા માટેનું બટન દેખાશે.

ડોનેશન આપવા માટે:

  1. લાઇવ ચૅટમાં ડોનેશન આપો પસંદ કરો. લાઇવ ચૅટ જોવા માટે મોબાઇલ ડિવાઇસ પોર્ટ્રેટ મોડમાં હોવા આવશ્યક છે.
  2. ડોનેશનની રકમ પસંદ કરો અથવા કોઈ બીજું મૂલ્ય દાખલ કરવા માટે અન્ય પસંદ કરો.
  3. લાઇવ ચૅટમાં તમારું વપરાશકર્તાનું નામ બતાવવા માટે હું મારું ડોનેશન સાર્વજનિક કરવા માગું છું પસંદ કરો. અન્યથા, તમારી ડોનેશનની રકમ “અનામી” તરીકે બતાવવામાં આવશે.
  4. ડોનેશન આપો પસંદ કરો.
  5. તમારી ડોનેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.
નોંધ: જો તમે તમારા ડોનેશનની બાજુમાં તમારું વપરાશકર્તાનું નામ બતાવવા માગતા ન હો, તો હું મારું ડોનેશન સાર્વજનિક કરવા માગું છુંની બાજુના બૉક્સને અનચેક કરો.

તમારી ચુકવણી પર પ્રક્રિયા થયા પછી તમને રસીદ ઇમેઇલ મારફતે મોકલવામાં આવશે.

તમારા ડોનેશન અંગે ટેક્સ વિશેની માહિતી

ડોનેશન સહાયતા કેન્દ્રમાં ટેક્સની માહિતી વિશે જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4699660714553868472
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false