તમે અપલોડ કરેલા વીડિયોની ભાષા બદલવવા વિશે જાણકારી

તમે અપલોડ ન કર્યો હોય તેવા વીડિયોની ભાષા બદલી શકાતી નથી. વિવિધ ભાષામાં વીડિયો જોતી વખતે ઉપલબ્ધ કૅપ્શન કેવી રીતે તપાસવા, તેના વિશે જાણો.

વીડિયોની ભાષાનું સેટિંગ એ એક એવી સુવિધા છે જે YouTube અને સહયોગકર્તાઓને વીડિયોની ઑરિજિનલ ભાષા સમજવામાં મદદ કરે છે. YouTube વીડિયોમાં સબટાઇટલ અને કૅપ્શન ઉમેરતી વખતે આ સુવિધા સહાય કરે છે. તેને દર્શકોને તેમની ભાષામાં વીડિયો શોધવામાં સહાય કરવા માટે પણ વાપરવામાં આવે છે.

વીડિયોની ભાષા બદલવી

જો તમે અપલોડ કરેલા વીડિયોની ભાષા ખોટી સેટ થઈ હોય, તો તમે તેને બદલી શકો છો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. વીડિયોની થંબનેલ પર ક્લિક કરો.
  4. ઇચ્છિત ભાષા સબટાઇટલના ટૅબમાં સૂચિબદ્ધ હોય એ ચેક કરો. “સબટાઇટલ” અને “શીર્ષક તથા વર્ણન” માટે સંબંધિત ભાષા ઉમેરવા, ભાષા ઉમેરો પર ક્લિક કરો.
  5. વિગતોના ટૅબ પર જાઓ.
  6. પેજમાં સૌથી નીચે, વધુ બતાવો પર ક્લિક કરો.
  7. ભાષા અને કૅપ્શન સર્ટિફિકેશનના વિભાગમાં જઈને પહેલા તમારી ઇચ્છા હોય એ “વીડિયોની ભાષા” તેમજ “શીર્ષક તથા વર્ણનની ભાષા” અને પછી સાચવો પસંદ કરો.
નોંધ: જો તમે તમારા વીડિયોની ઑરિજિનલ ભાષાના સેટિંગ બદલો, તો તમે ભવિષ્યમાં જે કોઈ સબટાઇટલનો અનુવાદ કરશો, તેમાં અનુવાદના સૉર્સ તરીકે નવી ભાષાનો ઉપયોગ કરવામાં આવશે. તમારા પ્રકાશિત કરેલા અને ડ્રાફ્ટ સબટાઇટલ અને ઉપશીર્ષકોને અસર થશે નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4436745767408378150
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false