YouTube પર ચૅનલના સભ્ય બનો

મુખ્ય YouTube સાઇટ અને ઍપ પરની ચૅનલની મેમ્બરશિપ થકી તમે સાર્વજનિક બૅજ, ઇમોજી ખરીદી શકો અને ચૅનલ દ્વારા ઑફર કરાતા નિર્માતાના લાભ ઍક્સેસ કરી શકો.

તમારા દેશ અને તમે ઉપયોગ કરતા હો તે પ્લૅટફૉર્મના આધારે મેમ્બરશિપની કિંમત અલગ હોઈ શકે છે.

નોંધ: જાન્યુઆરી 2022થી, YouTube Android ઍપ પર ચૅનલના સભ્યો બનનારા અમુક વપરાશકર્તાઓનું બિલ Google Play મારફતે વસૂલાશે. કિંમત અથવા શુલ્ક પર આની અસર પડશે નહીં, માત્ર ખરીદીનું બિલ ક્યાંથી મોકલવામાં આવ્યું છે તેના પર અસર જણાશે. તમે તાજેતરના શુલ્ક જોવા માટે અને તમારી પાસેથી બિલ કેવી રીતે વસૂલવામાં આવે છે તે ચેક કરવા માટે pay.google.comની મુલાકાત લઈ શકો.
 

જોડાઓ, લેવલ બદલો અથવા મેમ્બરશિપ રદ કરો

ચૅનલના સભ્ય બનો

મુખ્ય YouTube સાઇટ અને ઍપ પર સહભાગી ચૅનલ મેમ્બરશિપમાં જોડાઓ.
  1. youtube.comની મુલાકાત લો અથવા YouTube ઍપ ખોલો.
  2. તમારે સપોર્ટ કરવો હોય તે નિર્માતાની ચૅનલ અથવા તેમણે અપલોડ કરેલા વીડિયો પર જાઓ અને જુઓ કે તેમણે તેમની ચૅનલ પર મેમ્બરશિપ ચાલુ કરી છે કે કેમ.
  3. જોડાઓ પર ક્લિક કરો.
  4. તમારી ચુકવણી માહિતી દાખલ કરવા માટે પ્રૉમ્પ્ટ ફૉલો કરો.
  5. ખરીદો પર ક્લિક કરો.

તમારો વહેવાર પૂરો થશે એટલે તમને સ્વાગતની ઘોષણા દેખાશે.

તમારી મેમ્બરશિપનું લેવલ બદલવું

અપગ્રેડ કરવા માટે

  1. તમારે મેમ્બરશિપ બદલવી હોય તે ચૅનલના હોમપેજ પર જાઓ અને લાભ જુઓ પર ક્લિક કરો.
  2. તમારે જેમાં જોડાવું હોય તે લેવલ અને પછી લેવલ બદલો પસંદ કરો.
  3. અપગ્રેડ કરો પસંદ કરો.
  4. ખરીદી થયે તમને તરત જ અપગ્રેડ અનુસારના લેવલનો ઍક્સેસ મળી જશે.
    1. કિંમત અંગે નોંધ: તમારી પાસેથી તમારી તે સમયની બિલિંગ સાઇકલમાં બાકી રહેલા દિવસો અનુસાર ગોઠવેલી કિંમતે લેવલની કિંમતમાં આવતા તફાવત જેટલું જ શુલ્ક લેવાશે.
    2. ઉદાહરણ: તમે $4.99 ચૂકવી રહ્યા હો અને તમારી આગલી ચુકવણીમાં અડધો મહિનો બાકી હોય ત્યારે તમે $9.99ના લેવલ પર અપગ્રેડ કરો, તો તમારી પાસેથી મહિનાના બાકી સમય માટે ($9.99-$4.99) X (0.5)= $2.50નું શુલ્ક લેવાશે.
  5. લેવલ અપગ્રેડ કરવાને કારણે તમારી માસિક બિલિંગ તારીખ બદલાશે નહીં.

ડાઉનગ્રેડ કરવા માટે

  1. તમારે મેમ્બરશિપ બદલવી હોય તે ચૅનલના હોમપેજ પર જાઓ અને લાભ જુઓ પર ક્લિક કરો.
  2. તમારે જેમાં જોડાવું હોય તે લેવલ અને પછી લેવલ બદલો પસંદ કરો.

ડાઉનગ્રેડ માટે બિલિંગ અને ઍક્સેસની વિગતો

  • લેવલ ડાઉનગ્રેડ કરવાને કારણે તમારી માસિક બિલિંગની તારીખ બદલાશે નહીં.
  • તમારી આગલી બિલિંગ તારીખ સુધી તમને તમારા મૂળ લેવલનો ઍક્સેસ રહેશે.
  • તમારી આગલી બિલિંગ તારીખે તમારી પાસેથી નવી નીચી કિંમતે શુલ્ક લેવાશે.
  • નિર્માતા દ્વારા ઑફર કરાતી હોય, તો તમારા બૅજમાં દેખાતી કોઈ ભેગી થયેલી લૉયલ્ટિ હોય તો તમે જાળવી રાખશો.

નિર્માતા દ્વારા ઑફર કરાતી હોય, તો તમારા બૅજમાં દેખાતી કોઈ ભેગી થયેલી લૉયલ્ટિ હોય તો તમે જાળવી રાખશો.

ચૅનલની મેમ્બરશિપ રદ કરવી
ચૅનલના હોમપેજ પર લાભ જુઓ પર ક્લિક કરીને મેમ્બરશિપ મેનેજમેન્ટ સ્ક્રીન ખોલો અને પછી પસંદ કરો અને પછી મેમ્બરશિપ અને લાભ સમાપ્ત કરો પર ક્લિક કરો.
તમે કોઈપણ સમયે નીચેના પગલાં ફૉલો કરીને તમારી મેમ્બરશિપ રદ પણ કરી શકો છો:
  1. YouTube પર સાઇન ઇન કરો.
  2. youtube.com/paid_memberships પર જાઓ.
  3. તમારે રદ કરવી હોય તે ચૅનલની મેમ્બરશિપ શોધો અને મેમ્બરશિપ મેનેજ કરો પર ક્લિક કરો.
  4. નિષ્ક્રિય કરો પસંદ કરો.
  5. મેમ્બરશિપ સમાપ્ત કરો પસંદ કરો.
  6. તમને રદ કરવાનું કન્ફર્મ કરવા માટેની સ્ક્રીન દેખાશે.

તમને તમારી મેમ્બરશિપ રદ કરવામાં સમસ્યા આવતી હોય, તો અહીં વધુ જાણો.

ગિફ્ટ કરવા માટે મેમ્બરશિપ ખરીદવી
મેમ્બરશિપ ગિફ્ટ કરવાની સુવિધા ખરીદી અથવા રિડીમ કરવા માટે માત્ર સહભાગી ચૅનલ પર ઉપલબ્ધ છે. દર્શકો વેબ, Android અથવા iOS ડિવાઇસનો ઉપયોગ કરીને સુવિધા પસંદ કરી ગિફ્ટ મેળવી શકે છે.

મેમ્બરશિપ ગિફ્ટ કરવાની સુવિધા થકી દર્શકો અન્ય દર્શકો માટે એક મહિના સુધી ચૅનલની મેમ્બરશિપના લાભ ઍક્સેસ કરવાની તક ખરીદી શકે છે. મેમ્બરશિપ ગિફ્ટ કરવાની સુવિધા ખરીદવા માટે, આવશ્યક છે કે તમે ગિફ્ટ કરવાની સુવિધા ચાલુ કરેલી હોય એવી કોઈ ચૅનલ પર લાઇવસ્ટ્રીમ અથવા પ્રિમિયર જોતા હોય.

મેમ્બરશિપ ગિફ્ટ કરવાની સુવિધા યોગ્ય ચૅનલ પર લાઇવસ્ટ્રીમ અને પ્રિમિયર પર ઉપલબ્ધ રહે છે. જો ચૅનલ માટે મેમ્બરશિપ ગિફ્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ હોય, તો તમે લાઇવ સ્ટ્રીમ અથવા પ્રિમિયર દરમિયાન મેમ્બરશિપ ગિફ્ટ કરવાની સુવિધા ખરીદી શકો છો:

  1. YouTubeમાં સાઇન ઇન કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરો.
  2. તમારે જે યોગ્યતાપ્રાપ્ત ચૅનલ પર મેમ્બરશિપ ગિફ્ટ કરવાની સુવિધા ખરીદવી હોય તેના પર જાઓ.
  3. ચૅનલના લાઇવ સ્ટ્રીમ અથવા પ્રિમિયરમાં જોડાઓ.
  4. લાઇવ ચૅટ અંતર્ગત,  પર ક્લિક કરો.
  5. મેમ્બરશિપ ગિફ્ટ કરવાની સુવિધા પર ક્લિક કરો.
  6. તમારે મેમ્બરશિપ ગિફ્ટ કરવી હોય તેટલા દર્શકોની સંખ્યા પસંદ કરો.
  7. આ વ્યવહાર પૂર્ણ કરો.

ગિફ્ટ કરવા માટે મેમ્બરશિપ $5 સુધી અને તે સહિતની સૌથી નજીકની ઉચ્ચત્તમ કિંમતના ઉપલબ્ધ લેવલે ઑફર કરાય છે.

તમે ગિફ્ટ કરવા માટે મેમ્બરશિપ ખરીદો એટલે એક કાઉન્ટડાઉન ટીકર સીમિત સમય માટે તમારી ખરીદીને લાઇવ ચૅટમાં હાઇલાઇટ કરશે. સમયનું પ્રમાણ ખરીદીની રકમ પર આધારિત હોય છે. નિર્માતા લાઇવ ચૅટ કે લાઇવ સ્ટ્રીમને તમારી ગિફ્ટની ઘોષણા કરવામાં આવે તે પહેલાં સમાપ્ત કરે તેમ બની શકે, તેમ છતાં YouTube તે પછીના સમયગાળા માટે પણ ગિફ્ટનું વિતરણ કરવાનું ચાલુ રાખશે.

નોંધ: ગિફ્ટ કરેલી મેમ્બરશિપની સંખ્યા, તમારી ચૅનલનું નામ અને તમારો પ્રોફાઇલ ફોટો સાર્વજનિક રીતે જોઈ શકાશે. આ માહિતી અમારી YouTube ડેટા API સેવા દ્વારા ચૅનલ પર પણ ઉપલબ્ધ હોઈ શકે છે અને ચૅનલ આ માહિતીને ત્રીજા પક્ષની સેવાઓ સાથે શેર કરી શકે છે. YouTube કોઈ દર્શકને પહેલી ગિફ્ટનું વિતરણ કરી દે એટલે તમારી ગિફ્ટ માટેની મેમ્બરશિપની ખરીદી સંપૂર્ણ થયેલી ગણાશે.

પસંદ કરો અને ગિફ્ટમાં મેમ્બરશિપ મેળવો
મેમ્બરશિપ ગિફ્ટ કરવાની સુવિધા ખરીદી અથવા રિડીમ કરવા માટે માત્ર સહભાગી ચૅનલ પર ઉપલબ્ધ છે. દર્શકો વેબ, Android અથવા iOS ડિવાઇસનો ઉપયોગ કરીને સુવિધા પસંદ કરી ગિફ્ટ મેળવી શકે છે.

ગિફ્ટ મેમ્બરશિપ ખરીદવા અને મેળવવાની રીત

મેમ્બરશિપ ગિફ્ટ કરવાની સુવિધા માટેની યોગ્યતા ધરાવવા માટે, દર્શકોએ આ સુવિધા પસંદ કરવી જરૂરી છે. એકવાર તમે પસંદ કરી લો તે પછી, તમે તાજેતરમાં એવી કોઈપણ ચૅનલ સાથે ક્રિયાપ્રતિક્રિયા (ઉદાહરણ તરીકે, તે ચૅનલ પર વીડિયો જોઈને) કરી હોય કે જેના પર ગિફ્ટ આપવાની સુવિધા ચાલુ હોય, તેમાંથી તમે ગિફ્ટમાં મેમ્બરશિપ મેળવવા માટે યોગ્યતા ધરાવો છો. જ્યારે તમને કોઈ ગિફ્ટ મળે, ત્યારે તે ઑટોમૅટિક રીતે તમારા એકાઉન્ટમાં લાગુ થશે અને તે તમને બૅજ અને કસ્ટમ ઇમોજી જેવા વિશેષ લાભનો ઍક્સેસ આપશે.

જો તમે અગાઉ માત્ર કોઈ વિશેષ ચૅનલની મેમ્બરશિપ માટે પસંદ કર્યુ હોય, તો તમે હજી પણ તે ચૅનલ પર ગિફ્ટ મેળવવાની યોગ્યતા ધરાવો છો. અન્ય ચૅનલની મેમ્બરશિપ ગિફ્ટ મેળવવાની યોગ્યતા ધરાવવા માટે, તમારે હજી પણ વૈશ્વિક રીતે પસંદ કરવું જરૂરી રહેશે.

ગિફ્ટમાં મળતી મેમ્બરશિપની સુવિધા પસંદ કરવા માટે, તમે બ્રાંડ એકાઉન્ટ ન હોય તેવી YouTube ચૅનલ વડે સાઇન ઇન કરેલું હોવું જરૂરી છે. તમે બ્રાંડ એકાઉન્ટ પર છો કે કેમ તે ચેક કરો. હાલમાં, ચૅનલના સભ્યો ગિફ્ટમાં મળેલી મેમ્બરશિપ માટે યોગ્ય ઠરતા નથી.

ગિફ્ટમાં મળતી મેમ્બરશિપની સુવિધા પસંદ કરો

ગિફ્ટની સુવિધા પસંદ કરવા માટેની ઘણી રીત છે જેમાં આ શામેલ છે પણ આટલા પૂરતું જ મર્યાદિત નથી:

  • લાઇવ ચૅટમાં
  • વીડિયોના જોવાના પેજ પર
  • ચૅનલના પેજ પર
  • નિર્માતાના અનન્ય ઑપ્ટ-ઇન URLનો ઉપયોગ કરીને (અંતે /allow_gifts આવતું હોય તેવા ચૅનલના પેજની લિંક).

લાઇવ ચૅટ મારફતે સુવિધા પસંદ કરવી

  1. યોગ્યતાપ્રાપ્ત ચૅનલના લાઇવ સ્ટ્રીમ અથવા પ્રિમિયર પર જાઓ.
  2. લાઇવ ચૅટ અંતર્ગત:
    1. ગિફ્ટની મંજૂરી આપો પસંદ કરો, અથવા
    2. પિન કરેલી મેમ્બરશિપ ગિફ્ટ કરવાની સુવિધા પસંદ કરો.
  3. "ગિફ્ટની મંજૂરી આપો" સ્વિચ ચાલુ કરીને, તમે સુવિધા પસંદ કરવા માગતા હોવાનું કન્ફર્મ કરો

ચૅનલ અથવા જોવાના પેજ મારફતે સુવિધા પસંદ કરો:

  1. યોગ્યતાપ્રાપ્ત ચૅનલના પેજ અથવા વીડિયોના જોવાના પેજ પર જાઓ.
  2. જોડાઓ  અને પછી વધુ   અને પછી ”ગિફ્ટ માટેનાં સેટિંગ” પર ક્લિક કરો.
  3. "ગિફ્ટની મંજૂરી આપો" સ્વિચ ચાલુ કરીને, તમે સુવિધા પસંદ કરવા માગતા હોવાનું કન્ફર્મ કરો.
​​નોંધ: જો મેમ્બરશિપ ગિફ્ટ કરવાની સુવિધા માટે તમને પસંદ કરવામાં આવે, તો તમારી ચૅનલનું નામ સાર્વજનિક રીતે જોઈ શકાશે. આ માહિતી અમારી YouTube ડેટા API સેવા દ્વારા ચૅનલ પર પણ ઉપલબ્ધ હોઈ શકે છે અને ચૅનલ આ માહિતીને ત્રીજા પક્ષની સેવાઓ સાથે શેર કરી શકે છે.

ગિફ્ટની મંજૂરી આપવાનું પસંદ કરવા માટે, મેમ્બરશિપની સુવિધા ચાલુ હોય તેવી કોઈપણ ચૅનલ અથવા જોવાના પેજ પર જોડાઓ પર ક્લિક કરીને, “ગિફ્ટના સેટિંગ” ખોલો અને “ગિફ્ટની મંજૂરી આપો” બંધ પર ટૉગલ કરો. તમે કોઈપણ ચૅનલ પર ગિફ્ટ મેળવવા માટેની યોગ્યતા ધરાવશો નહીં.

ગિફ્ટમાં મેમ્બરશિપ મેળવો

જ્યારે કોઈ ચૅનલના સભ્ય અથવા નિર્માતા ગિફ્ટ માટે મેમ્બરશિપ ખરીદે છે ત્યારે લાઇવ ચૅટમાં તેની ઘોષણા થાય છે. 1 મહિનાની મેમ્બરશિપ માટે તમારી પસંદગી થાય તો લાઇવ ચૅટમાં તેનું નોટિફિકેશન સપાટી પર આવશે અને અમે તમને ઇમેઇલ નોટિફિકેશન મોકલીશું.

ગિફ્ટ કરવા માટેની મેમ્બરશિપ રિફંડ કરી શકાતી નથી અને રોકડ મૂલ્યના બદલામાં તેનો વિનિમય થઈ શકતો નથી. બધી ગિફ્ટમાં મળેલી મેમ્બરશિપ ચૅનલની મેમ્બરશિપના લાભનો 1 મહિના સુધી ઍક્સેસ આપે છે અને તે પછી તેની સમયસીમા સમાપ્ત થઈ જાય છે.

તમારા મેમ્બરશિપના લાભ જોવા અને લાભ ઍક્સેસ કરવા માટે:

  • તમે જે ચૅનલના સભ્ય બન્યા હો તેનું 'મેમ્બરશિપ' ટૅબ પસંદ કરો અથવા
  • તે ચૅનલના કોઈપણ વીડિયો પેજ પર લાભ જુઓ પસંદ કરો.

ગિફ્ટમાં મળેલી મેમ્બરશિપ પુનરાવર્તિત થતી નથી અને તે સમાપ્ત થશે પછી તમારી પાસેથી કોઈ શુલ્ક લેવાશે નહીં. જો તમે તમારી ગિફ્ટમાં મળેલી મેમ્બરશિપને જલદી સમાપ્ત કરવા માગતા હો, તો સપોર્ટ ટીમનો સંપર્ક કરો. તમે ગિફ્ટમાં મળેલી મેમ્બરશિપના લાભનો ઍક્સેસ ગુમાવશો.

ચુકવણી અને બિલિંગ માહિતી

બિલિંગ માહિતી

નવા અને પ્રવર્તમાન સભ્યો

તમે સક્રિય સશુલ્ક મેમ્બરશિપ ધરાવતા હો, ત્યારે દરેક માસિક બિલિંગ સાઇકલની શરૂઆતમાં તમારી પાસેથી ઑટોમૅટિક રીતે શુલ્ક વસૂલાશે.

રદ કરેલી મેમ્બરશિપ

તમે શુલ્કવાળી ચૅનલની મેમ્બરશિપ રદ કરો ત્યારે તમે તેને ફરી સક્રિય નહીં કરો ત્યાં સુધી તમારી પાસેથી શુલ્ક વસૂલાશે નહીં. તે બિલિંગ અવધિના અંત સુધી મેમ્બરશિપના લાભ તમને મળતા રહેશે.

ફરી સક્રિય કરેલી મેમ્બરશિપ

તમે કોઈપણ સમયે તમારી મેમ્બરશિપ ફરી સક્રિય કરી શકો છો. તમે રદ કર્યું હોય તે જ બિલિંગ સાઇકલમાં તમે ફરીથી સક્રિય કરો, તો તે ચાલુ બિલિંગ સાઇકલ સમાપ્ત ન થાય ત્યાં સુધી તમારી પાસેથી શુલ્ક વસૂલાશે નહીં.

તમારી ચુકવણી માહિતીને અપડેટ કરો

તમે તમારા Google એકાઉન્ટના મારા સબ્સ્ક્રિપ્શન વિભાગમાં સશુલ્ક મેમ્બરશિપ માટે ઉપયોગમાં લેવાતું ક્રેડિટ કાર્ડ બદલી શકો છો. નોંધ લો કે તમારે પહેલા તમારા Google એકાઉન્ટમાં નવું કાર્ડ ઉમેરવું જરૂરી હોઈ શકે છે.
તમે સક્રિય સશુલ્ક મેમ્બરશિપ ધરાવતા હો, ત્યારે દરેક માસિક બિલિંગ સાઇકલની શરૂઆતમાં તમારી પાસેથી ઑટોમૅટિક રીતે શુલ્ક વસૂલાશે. તમે youtube.com/paid_memberships પર તમારી આગલી બિલિંગ તારીખ જોઈ શકો છો અને તમારી મેમ્બરશિપ મેનેજ કરી શકો છો.

ભારતમાંના પુનરાવર્તિત શુલ્ક

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની ઇ-મૅન્ડેટની જરૂરિયાતોને કારણે, તમારી પુનરાવર્તિત મેમ્બરશિપનો ઍક્સેસ જાળવી રાખવા માટે તમારે તમારી ચુકવણીની વિગતોની ચકાસણી કરવી અથવા ફરી દાખલ કરવી ફરજિયાત છે. આમ કરવા માટે, YouTube ઍપમાંની અથવા youtube.com પરની સૂચનાઓને અનુસરો. નોંધ કરો કે તમારી બેંક આ સમયે પુનરાવર્તિત ચુકવણીઓને કદાચ સપોર્ટ આપતી ન હોય તેવું બની શકે છે. પુનરાવર્તિત ચુકવણીઓને સપોર્ટ કરતી બેંકની સૂચિ ચેક કરો અથવા વધુ જાણો.

થોભાવેલી ચૅનલની મેમ્બરશિપ તમારી ચુકવણીઓ પર કેવી રીતે અસર કરે છે

“થોભાવેલો મોડ”ની સમજ

ક્યારેક ચૅનલની મેમ્બરશિપ "થોભાવેલો મોડ" પર મુકેલી હોય છે. ચૅનલ MCNs બદલે, તમેની ચૅનલને બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરે અથવા તે કમાણી કરી શકતી ન હોય, તો આમ થાય. "થોભાવેલો મોડ" થાય ત્યારે, એનો અર્થ એ કે ચૅનલ મેમ્બરશિપમાંથી કમાણી ન કરી શકે -- આ મોટે ભાગે હંગામી સ્થિતિ હોય છે. ચૅનલ "થોભાવેલો મોડ"માં હોય તો એનો અર્થ એ કે તેઓ લાભ અને અન્ય ફાયદા ડિલિવર ન કરી શકે.

ચુકવણીની વિગતો

તમે કોઈ "થોભાવેલો મોડ" માં હોય તેવી ચૅનલના સક્રિય સશુલ્ક સભ્ય હો તો તમારી માસિક પુનરાવર્તિત ચુકવણી, બિલિંગ સાઇકલ અને મેમ્બરશિપનો ઍક્સેસ પણ થોભવાશે.

તમે iOS અથવા Android પર ચૅનલ મેમ્બરશિપ માટે સાઇન અપ કર્યું હોય, તો તમારી બિલિંગ સાઇકલ પૂરી થયા પછી તમારી ચૅનલ થોભાવેલો મોડમાં હોય તો તમારી માસિક પુનરાવર્તિત ચુકવણીઓ રદ કરાય તેમ બની શકે. જો આવું થાય, તો તમારી મેમ્બરશિપ રદ થઈ હોવાની બાબતે તમને નોટિફિકેશન આપવામાં આવશે અને જો/જ્યારે ચૅનલની મેમ્બરશિપ ફરી ચાલુ કરવામાં આવે તો/ત્યારે તમે ફરીથી જોડાઈ શકશો.

કોઈ ચૅનલ પરની મેમ્બરશિપ 120 દિવસ સુધી થોભાવેલી રાખી શકાય છે, તે સમય પછી મેમ્બરશિપ અને સભ્યોની માસિક પુનરાવર્તિત ચુકવણીઓ રદ કરાશે.

બંધ કરેલી ચૅનલની મેમ્બરશિપ તમારી ચુકવણી પર કેવી રીતે અસર કરે છે

ચૅનલ બંધ થાય અથવા મેમ્બરશિપની સુવિધાનો ઍક્સેસ ગુમાવે તો (દા.ત., તે હવે YouTube પાર્ટનર પ્રોગ્રામનો હિસ્સો ન હોય) તો મેમ્બરશિપની બધી માસિક પુનરાવર્તિત ચુકવણીઓ અને મેમ્બરશિપના બધા લાભનો ઍક્સેસ તરત જ સમાપ્ત કરી દેવાશે. સમાપ્તિ સમયે સભ્યો હોય તેવા દર્શકોને સમાપ્તિનો ઇમેઇલ મોકલાશે, જેમાં રિફંડ બાબતે વિનંતી કરવાની માહિતી આપેલી હશે.

ચૅનલની મેમ્બરશિપના રિફંડ

તમે કોઈપણ સમયે શુલ્કવાળી ચૅનલની તમારી મેમ્બરશિપ રદ કરી શકો છો. એકવાર તમે રદ કરી દો, પછી તમારી પાસેથી ફરી શુલ્ક લેવામાં આવશે નહીં. બિલિંગ સાઇકલના અંત સુધી તમે બૅજનો ઉપયોગ કરી શકશો અને તમને નિર્માતાના લાભનો ઍક્સેસ રહેશે. નોંધ લો કે તમે રદ કરો અને તમારી ચૅનલની મેમ્બરશિપ સત્તાવાર રીતે પૂરી થાય તે વચ્ચેના સમયગાળાનું રિફંડ તમને મળશે નહીં.
તમારા એકાઉન્ટમાં જો કોઈ અનધિકૃત ચૅનલ મેમ્બરશિપ શુલ્ક તમારા ધ્યાનમાં આવે તો અનધિકૃત શુલ્કની જાણ કરવા માટે આ પગલાં ફૉલો કરો. તમારી શુલ્કવાળી ચૅનલની મેમ્બરશિપના નિર્માતાના લાભ અથવા અન્ય સુવિધાઓ ખામીયુક્ત હોય, અનુપલબ્ધ હોય કે જણાવ્યા મુજબ તેમનું પર્ફોર્મન્સ ન હોય તો તમે રિફંડ બાબતે વિનંતી કરવા માટે કોઈપણ સમયે અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો. અમે આંશિક રીતે વીતેલી બિલિંગ અવધિ માટે રિફંડ કે ક્રેડિટ આપતા નથી.
જો તમે Apple મારફતે સાઇન અપ કર્યું હોય તેવા સભ્ય હો, તો તમારે તમારી શુલ્કવાળી ચૅનલની મેમ્બરશિપ માટે રિફંડની વિનંતી કરવા, Appleની સપોર્ટ ટીમનો સંપર્ક કરવો જરૂરી રહેશે. Appleની રિફંડ પૉલિસી લાગુ થશે.

નિર્માતાઓ સાથે ચૅનલની મેમ્બરશિપની આવકની વહેંચણી

નિર્માતાઓને સ્થાનિક વેચાણ વેરો અને અન્ય શુલ્ક (દેશ અને વપરાશકર્તાઓને પ્લૅટફૉર્મના આધારે) બાદ કર્યા પછીની Google દ્વારા ઓળખાયેલી મેમ્બરશિપની આવકના 70% મળે છે. ચુકવણીની પ્રક્રિયાના શુલ્ક (ક્રેડિટ કાર્ડના શુલ્ક સહિત) હાલમાં YouTube દ્વારા આવરી લેવાય છે

તમારી મેમ્બરશિપના લાભનો ઉપયોગ કરવો અને તેમને મેનેજ કરવા

બધા સભ્યો માટેના ચૅનલની મેમ્બરશિપના લાભ

તમે સભ્ય બનો ત્યારે તમને અમુક લાભનો ઍક્સેસ મળે છે. તમે જોડાઓ તે વિવિધ લેવલના આધારે તમને વિવિધ લાભ મળશે.
  • માત્ર સભ્યો માટેની સમુદાય પોસ્ટ: તમે ચૅનલના સમુદાય ટૅબ પર માત્ર સભ્યો માટેની પોસ્ટ જોઈ શકો છો. વિશિષ્ટ કન્ટેન્ટ "માત્ર સભ્યો માટે" તરીકે ટૅગ કરેલું હોય છે અને તેમાં ટેક્સ્ટ ધરાવતી પોસ્ટ, GIFs, મતદાનો, વીડિયો અને બીજી ઘણી બાબતો શામેલ હોય છે.
  • સભ્યોને ઓળખ અપાવવા માટે શેલ્ફ: નિર્માતાએ જો આ શેલ્ફ ચાલુ કરેલું હોય, તો ચૅનલના પેજ પર અન્ય સક્રિય સભ્યો સાથે તમારો અવતાર બતાવવામાં આવી શકે છે. આ શેલ્ફ નિર્માતાની ચૅનલના સભ્ય બનવા બદલ સાર્વજનિક રીતે તમારો આભાર માનવાની તેમની એક રીત છે. તમે તમારી મેમ્બરશિપ રદ કરશો, તો તમે શેલ્ફ પર આવશો નહીં.
  • સભ્યની મેમ્બરશિપ માટે માઇલસ્ટોન ચૅટ: તમે સભ્ય રહો તે દરેક મહિના માટે (તમારી સતત મેમ્બરશિપના બીજા મહિનાથી શરૂ કરીને), તમને સભ્યની મેમ્બરશિપ માટે એક માઇલસ્ટોન ચૅટ મળે છે. સભ્યની મેમ્બરશિપ માટે માઇલસ્ટોન ચૅટ વિશિષ્ટ હાઇલાઇટ કરેલા મેસેજ છે જેનો ઉપયોગ લાઇવ સ્ટ્રીમ અથવા પ્રિમિયર પર લાઇવ ચૅટમાં કરી શકાય છે. આ વિશિષ્ટ મેસેજ તમે કુલ કેટલા સમયથી આ ચૅનલના સભ્ય છો તે હાઇલાઇટ કરે છે અને તે બધા દર્શકોને દેખાય છે.
  • ચૅનલના બૅજ: એક અનન્ય સાર્વજનિક રીતે દેખાતો મેમ્બરશિપ બૅજ જે તમે તે ચૅનલ પર કરેલી બધી કૉમેન્ટ અને લાઇવ ચૅટમાં તમારા ચૅનલના નામની બાજુમાં દેખાય છે.
    • અમુક ચૅનલ પર બૅજ, તમે કેટલા સમયથી સભ્ય છો તે વિવિધ રંગના ડિફૉલ્ટ બૅજ અથવા કસ્ટમ બૅજ મારફતે દર્શાવશે.
  • માત્ર સભ્યો માટેના વીડિયો: માત્ર યોગ્ય લેવલના ચૅનલના સભ્યોને જોવા માટે ઉપલબ્ધ હોય તેવા અનન્ય વીડિયો. કોઈપણ વ્યક્તિને માત્ર સભ્યો માટેનો વીડિયો મળી શકે, પરંતુ માત્ર યોગ્ય લેવલના ચૅનલના સભ્યો તે જોઈ શકે છે. આ વીડિયો ચૅનલના મેમ્બરશિપ, કન્ટેન્ટ અને સમુદાય ટૅબ પર જોવા મળી શકે છે. આ વીડિયો સભ્યના હોમ અને સબ્સ્ક્રિપ્શન ફીડમાં પણ જોવા મળી શકે છે. 
  • નવા સભ્ય માટે મેસેજ: જો તમે કોઈ ચૅનલ પરના લાઇવ સ્ટ્રીમ દરમિયાન તેના સભ્ય બનો, તો લાઇવ ચૅટમાં ચમકતા લીલા રંગનો "નવા સભ્ય" તરીકેનો મેસેજ મોકલવામાં આવશે. ચૅટમાં ઉપર તમારો પ્રોફાઇલ ફોટો પણ 5 મિનિટ સુધી પિન કરાશે.
  • માત્ર સભ્યો માટેની લાઇવ ચૅટ: સાર્વજનિક લાઇવ સ્ટ્રીમ દરમિયાન નિર્માતાઓ ચૅટને માત્ર સભ્યો માટેની બનાવી શકે છે. લાઇવ સ્ટ્રીમ જોઈ બધા જ શકે પરંતુ ચૅટ માત્ર સભ્યો પોસ્ટ કરી શકે. 
  • કસ્ટમ ઇમોજી: નિર્માતા દ્વારા અપલોડ કરાય તો ચૅનલના સભ્યો ચૅનલના વીડિયો અને લાઇવ ચૅટ પર કૉમેન્ટમાં અનન્ય ઇમોજીનો ઉપયોગ કરી શકે છે. લાઇવ ચૅટમાં ઇમોજી ઑટોમૅટિક રીતે પૂર્ણ કરવા માટે તમે નિર્માતા દ્વારા ફાળવાયેલા ફૅમિલી નામનો ઉપયોગ કરી શકો છો. 
  • અન્ય નિર્માતાના લાભ: ચૅનલ દ્વારા ઑફર કરાય તો તમે નિર્માતાના અન્ય અનન્ય લાભ પણ ઍક્સેસ કરી શકો છો.

નોંધ: "ધીમો મોડ" - જે તમે લાઇવ ચૅટમાં કેટલી વાર કૉમેન્ટ પોસ્ટ કરી શકો તેના પર મર્યાદા મૂકે છે - તે શુલ્કવાળી ચૅનલના સક્રિય સભ્યોને લાગુ થતો નથી.

વિવિધ લેવલ માટે નિર્માતાના લાભ

દરેક લેવલની પોતાની પસંદ કરેલી કિંમત હોય છે. તમે જેમ લેવલ પર આગળ વધતા જાઓ તેમ તમારા લાભ પણ વધતા જાય. આનો અર્થ એ કે તમે સૌથી વધુ મોંઘા લેવલ પર જોડાઓ, તો તમને નીચેના દરેક લેવલના લાભનો ઍક્સેસ મળશે.

દરેક લેવલ માટે મને શું મળે અને મારે કેવી રીતે જોડાવું?

આ દરેક ચૅનલ પ્રમાણે અલગ હોય છે. તમે જોડાઓ પર ક્લિક કરો ત્યારે વિવિધ લાભ તમને જોવા મળશે.

હું પહેલેથી જ સભ્ય છું, તો વિવિધ ઉપલબ્ધ લાભ મને કેવી રીતે જોવા મળે?

તમે પહેલેથી જોડાયેલા હો તે ચૅનલના હોમપેજ પર જાઓ અને પછી લાભ જુઓ પસંદ કરો.

ચૅનલની મેમ્બરશિપના નોટિફિકેશન ચાલુ અથવા બંધ કરો

ચૅનલના સભ્ય તરીકે, સમુદાય ટૅબ, મેમ્બરશિપ ટૅબ અથવા ચૅનલના કન્ટેન્ટ ટૅબમાં તમે માત્ર સભ્યો માટે હોય તેવું કન્ટેન્ટ શોધી શકો છો. તમારા હોમ અને સબ્સ્ક્રિપ્શન ફીડમાં માત્ર સભ્યો માટેના હોય તેવા વીડિયો સપાટી પર આવતા હોવાનું પણ તમારા ધ્યાનમાં આવી શકે. જ્યારે કોઈ ચૅનલમાં નીચેની બાબતો થાય ત્યારે તે તમને જણાવવા અમે નોટિફિકેશન અથવા ઇમેઇલનો પણ ઉપયોગ કરીશું:

  • નવી માત્ર સભ્યો માટે હોય તેવી પોસ્ટ બનાવાય 
  • નવો માત્ર સભ્યો માટે હોય તેવો વીડિયો અપલોડ કરાય 
  • માત્ર સભ્યો માટે હોય તેવું લાઇવ સ્ટ્રીમ શરૂ થાય
  • 30 મિનિટમાં શરૂ થવાનું હોય તેવું માત્ર સભ્યો માટે હોય તેવું લાઇવ સ્ટ્રીમ શેડ્યૂલ કરાય

તમે માત્ર સભ્યો માટે હોય તેવા કન્ટેન્ટના નોટિફિકેશન અને ઇમેઇલ મેળવવાનું નાપસંદ પણ કરી શકો છો.

નોટિફિકેશન બંધ કરો

તમારે માત્ર સભ્યો માટે હોય તેવા નવા કન્ટેન્ટ વિશે ન જાણવું હોય, તો તમે:

  • તમે સભ્ય હો તે ચોક્કસ ચૅનલ માટેના નોટિફિકેશન અને ઇમેઇલ મેળવવાનું નાપસંદ કરી શકો છો.
    • માત્ર સભ્યો માટે હોય તેવા કન્ટેન્ટ માટે નોટિફિકેશન મેળવવાનું નાપસંદ કરવા માટે: સેટિંગ અને પછી નોટિફિકેશન અને પછી પર જાઓ અને માત્ર સભ્યો માટેની બાજુમાં આપેલી સ્વિચ બંધ કરો.
    • માત્ર સભ્યો માટે હોય તેવા કન્ટેન્ટ માટે ઇમેઇલ મેળવવાનું નાપસંદ કરવા માટે: તમને મળતા માત્ર સભ્યો માટેના કોઈપણ ઇમેઇલમાં આપેલી અનસબ્સ્ક્રાઇબ કરો લિંકનો ઉપયોગ કરો. તમારે ઇમેઇલ નોટિફિકેશન માટે ફરી સબ્સ્ક્રાઇબ કરવું હોય તો સેટિંગ અને પછી નોટિફિકેશન અને પછી પર જઈ “ઇમેઇલ નોટિફિકેશન” હેઠળ “અનસબ્સ્ક્રાઇબ કરેલા ઇમેઇલ” પસંદ કરો અને તમારે જે ઇમેઇલ મેળવવા હોય તે પસંદ કરો.
  • જે-તે ચૅનલ માટે બધા નોટિફિકેશન નાપસંદ કરવા:
    • તમે સબ્સ્ક્રાઇબ કર્યું હોય તે ચૅનલ પર અને પછી નોટિફિકેશન  અને પછી કોઈ નહીં પર જાઓ. આના થકી માત્ર સભ્યો માટેના કન્ટેન્ટ પૂરતા જ નહીં પરંતુ આ ચૅનલ માટેના બધા નોટિફિકેશન બંધ થશે.
  • તમારા એકાઉન્ટ પર બધા નોટિફિકેશન બંધ કરો.

સમુદાય ટૅબમાં અનન્ય કન્ટેન્ટ જુઓ

અનન્ય કન્ટેન્ટને સમુદાય ટૅબમાં "માત્ર સભ્યો માટે" તરીકે ટૅગ કરેલું હોય છે. તેમાં ટેક્સ્ટ ધરાવતી પોસ્ટ, GIFs, મતદાન, વીડિયો અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે.

અયોગ્ય લાભની જાણ કરો

તમને એવી કોઈ ઑફરિંગ દેખાય જે તમારા માટે YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનો ભંગ કરતી હોય (જાતીય, હિંસક અથવા દ્વેષપૂર્ણ કન્ટેન્ટ, ગેરમાર્ગે દોરતી ઑફરો અથવા સ્પામ સહિતનું) તો તમે જોડાઓ બટન (અથવા જો તમે પહેલેથી સભ્ય હો તો લાભ જુઓ) પર ક્લિક કરવાથી આવતી ઑફર સ્ક્રીનમાં લાભ બાબતે જાણ કરો પર ક્લિક કરીને તેની જાણ કરી શકો છો.

પ્રાઇવસી માહિતી

મેમ્બરશિપનું જોઈ શકાતું સ્ટેટસ

તમે કોઈ ચૅનલમાં જોડાઓ એટલે નીચેની માહિતી YouTube પર સાર્વજનિક રીતે દેખાતી થશે અને ચૅનલ ત્રીજા પક્ષની કંપની સાથે માહિતી શેર કરે તેમ બની શકે:
  • તમારી ચૅનલનું URL
  • તમારી YouTube ચૅનલનું નામ
  • તમારો પ્રોફાઇલ ફોટો
  • તમે ચૅનલમાં સભ્ય તરીકે ક્યારે જોડાયા હતા તે
  • તમે જે લેવલના સભ્ય છો તે
નોંધ: ચૅનલના લાભ પ્રદાન કરવા માટે ચૅનલ આ માહિતી ત્રીજા પક્ષની કંપનીના નાના, પસંદગીના ગ્રૂપ સાથે શેર કરી શકે છે.

તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે

અન્ય દર્શકો તમારી ઉપરની માહિતી જોઈ શકે. શેર કરાતી માહિતીનો આધાર તમે જોડાયા છો તે ચૅનલ પર હોઈ શકે. આ સૂચિમાં વધારો થઈ શકે છે:
  • દરેક સભ્યો પાસે દેખાય તેવા બૅજ હોય છે જે કૉમેન્ટ અને ચૅટમાં તમારા ચૅનલના નામની બાજુમાં દેખાય છે.
  • તમે કોઈ ચૅનલ પરના લાઇવ સ્ટ્રીમ દરમિયાન તેના સભ્ય બનો તો લાઇવ ચૅટમાં એક ચમકતા લીલા રંગનો "નવા સભ્ય" લખેલો મેસેજ મોકલાશે અને તમારી લાઇવ ચૅટમાં ઉપર તમારો પ્રોફાઇલ ફોટો 5 મિનિટ સુધી પિન કરાશે, જેના પર કર્સર લઈ જવાથી તમારી ચૅનલનું નામ દેખાશે.
  • અમુક ચૅનલ તમારી ઉપરની માહિતીને તેમના વીડિયોમાં "આભાર"ની સૂચિમાં ઉમેરી શકે અથવા તમારી માહિતી ચૅનલના ઓળખ આપવા માટેના શેલ્ફમાં ઉમેરી શકાય છે.
  • અમુક ચૅનલ તમારી ઉપરની માહિતીને કોઈ સેવા (ઉદાહરણ તરીકે, ત્રીજા પક્ષની કંપની દ્વારા હોસ્ટ કરાતા ચૅટરૂમનો માત્ર સભ્યો માટેનો ઍક્સેસ) આપવા માટે શેર કરી શકે છે.

ત્રીજા પક્ષની સાઇટ અથવા ઍપનો ઍક્સેસ ચેક કરવો અને કાઢી નાખવો

ત્રીજા પક્ષની સાઇટનો ઍક્સેસ કાઢી નાખવો

તમને હવે વિશ્વાસ ન હોય તેવી સાઇટ અથવા ઍપને તમે એકાઉન્ટનો ઍક્સેસ આપ્યો હોય તો તેને આપેલો તમારા Google એકાઉન્ટનો ઍક્સેસ તમે કાઢી નાખી શકો છો. તે સાઇટ અથવા ઍપ તમારા Google એકાઉન્ટમાંથી હવે કોઈ માહિતી ઍક્સેસ કરી શકશે નહીં, પરંતુ તેમની પાસે પહેલેથી હોય તેવો ડેટા ડિલીટ કરવાની વિનંતી કરવાની તમારે જરૂર પડે તેમ બની શકે.
  1. તમારા Google એકાઉન્ટ પર જાઓ.
  2. ડાબી નૅવિગેશન પૅનલ પર, સુરક્ષા પસંદ કરો.
  3. એકાઉન્ટનો ઍક્સેસ પૅનલ ધરાવતી ત્રીજા પક્ષની ઍપ પર, ત્રીજા પક્ષનો ઍક્સેસ મેનેજ કરો વિકલ્પ પસંદ કરો.
  4. તમે કાઢી નાખવા માગતા હો તે સાઇટ અથવા ઍપ પસંદ કરો.
  5. ઍક્સેસ કાઢી નાખો પસંદ કરો.

ત્રીજા પક્ષની સાઇટ અથવા ઍપ બાબતે જાણ કરો

તમને એમ લાગે કે સાઇટ અથવા ઍપ ડેટાનો દુરુપયોગ કરી રહી છે, જેમ કે સ્પામ બનાવવો, તમે હોવાનો ઢોંગ કરવો અથવા તમારા ડેટાનો ઉપયોગ નુકસાન થાય એ રીતે કરવો, તો આ પગલાં અનુસરો.

  1. તમારા Google એકાઉન્ટના તમારા એકાઉન્ટનો ઍક્સેસ ધરાવતી ઍપ વિભાગ પર જાઓ. તમને કદાચ સાઇન ઇન કરવાની જરૂર પડી શકે.
  2. તમે જેની જાણ કરવા માગતા હો, તે ઍપ અને પછી આ ઍપની જાણ કરો પસંદ કરો.

ત્રીજા પક્ષની સાઇટ અને ઍપ માટે એકાઉન્ટના ઍક્સેસ વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4138584276437705359
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false