YouTube Kids પર જાહેરાત

YouTube Kids ઍપમાં વેચાતી તમામ જાહેરાતોએ નીચે દર્શાવેલ વધારાની જાહેરાત સેવા સંબંધિત પૉલિસીઓ તેમજ YouTube ની સામાન્ય જાહેરાત સેવા સંબંધિત પૉલિસીઓનું પાલન કરવું આવશ્યક છે. YouTube Kids જાહેરાત સેવા સંબંધિત પૉલિસીઓ સમય સાથે બદલાઈ શકે છે. અમે તમને નવીનતમ અપડેટ વાંચવા માટે વારંવાર ચેક કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. YouTube Kids ઍપમાં સેવા આપતાં પહેલાં તમામ YouTube Kids સશુલ્ક જાહેરાતો YouTube ની નીતિ ટીમ દ્વારા પૂર્વ-મંજૂર હોવી આવશ્યક છે. વધુમાં, જાહેરાતકર્તાઓએ લાગુ કાયદા અને નિયમનો (કોઈપણ સંબંધિત સ્વ-નિયમનકારી અથવા ઉદ્યોગ માટે દિશાનિર્દેશો સહિત)નું પણ પાલન કરવું આવશ્યક છે. તમે નીચે અમારી જાહેરાતનું ફૉર્મેટ આવશ્યકતાઓ વિશે વધુ વાંચી શકો છો.

YouTube Kids માં સશુલ્ક જાહેરાત શું છે?

નિઃશુલ્ક અનુભવ પ્રદાન કરવા માટે, YouTube Kids મર્યાદિત જાહેરાતો સાથે જાહેરાત સમર્થિત છે. જ્યારે તમે ઍપમાં YouTube વીડિયો પસંદ કરો છો, ત્યારે તમે પસંદ કરેલ વીડિયો પહેલાં એક જાહેરાત બમ્પર- પછી "જાહેરાત" અસ્વીકરણ સાથે ચિહ્નિત થયેલ વીડિયો જોઈ શકો છો. આ પેઇડ જાહેરાતો ("સશુલ્ક જાહેરાતો") છે.

વપરાશકર્તાઓ દ્વારા YouTube પર અપલોડ કરવામાં આવતા વીડિયો સશુલ્ક જાહેરાતો હોતી નથી અને તેથી તેમના પર જાહેરાત તરીકેનો માર્ક હોતો નથી કે તે અમારી જાહેરાત પૉલિસીઓને આધીન હોતી નથી. તેમાં એવી કંપનીઓનું અથવા તેમની માહિતી આપનારું કન્ટેન્ટ પણ શામેલ હોઈ શકે છે, જેમણે કદાચ ઍપમાં પણ જાહેરાતોની ખરીદી કરી હોય. ઉદાહરણ તરીકે, ટ્રેન સંબંધિત પરિણામોની શોધ કરવાથી કોઈ વપરાશકર્તા અથવા ટ્રેનના રમકડાં બનાવતી કંપની દ્વારા અપલોડ કરવામાં આવેલા ટ્રેનના કાર્ટૂન, ગીતો તેમજ અસલી ટ્રેનના વીડિયો દેખાઈ શકે છે. આમાંના કોઈપણ વીડિયોને અમે સશુલ્ક જાહેરાત માનતા નથી, કારણ કે તે YouTube Kidsના જાહેરાત કાર્યક્રમનો ભાગ નથી. એ જ પ્રમાણે, ચોકલેટ સંબંધિત પરિણામો શોધવાથી, ભલે અમે ચોકલેટ બનાવતી કંપનીઓને સશુલ્ક જાહેરાતોની મંજૂરી આપતા નથી, છતાં પણ કોઈ વપરાશકર્તા દ્વારા અપલોડ કરવામાં આવેલો ચોકલેટ ફજ બનાવવાનો વીડિયો બતાવવામાં આવી શકે છે. YouTube Kids પરના વીડિયો વિશે વધુ જાણો.

જાહેરાતના ફૉર્મેટ માટેની જરૂરિયાતો

  • ફૉર્મેટ: આ સમયે અમે YouTube Kids માં ફક્ત ઇનસ્ટ્રીમ વીડિયો જાહેરાત ફૉર્મેટ સ્વીકારીએ છીએ.
  • મહત્તમ સમય લંબાઈ: છોડી ન શકાતી જાહેરાત માટે 15-20 સેકન્ડ લાંબી (દર્શક સાથે આધારિત છે કે કેમ તે પ્રમાણે) અને છોડવા યોગ્ય માટે 60 સેકન્ડ (માર્કેટના આધારે લંબાઈ બદલાઈ શકે છે). તેમાં સશુલ્ક જાહેરાત પહેલાં ચાલતી 3 સેકન્ડની જાહેરાત બમ્પરને બાકાત રાખવામાં આવી છે.
  • નિર્ધારિત URL: નિર્ધારિત URL અને આઉટબાઉન્ડ લિંક્સ (કૉલ-ટુ-ઍક્શન ઓવરલે અને ઇન્ફોકાર્ડ્સ સહિત) ઍપમાંથી બંધ કરાઈ છે. YouTube Kids માં જાહેરાતો ક્લિક કરી શકાશે નહીં.
  • Site-served: બધી સશુલ્ક જાહેરાતો YouTube પર હોસ્ટ કરવી આવશ્યક છે. તૃતીય-પક્ષ દ્વારા આપવામાં આવતી જાહેરાતો પ્રતિબંધિત છે.

જાહેરાતનું લક્ષ્યીકરણ અને ડેટાનો સંગ્રહ

  • અમે YouTube Kids માં હિત-આધારિત જાહેરાતોને પ્રતિબંધિત કરીએ છીએ.
  • રીમાર્કેટિંગ અથવા અન્ય ટ્રૅકિંગ પિક્સેલ સાથેની સશુલ્ક જાહેરાતો પ્રતિબંધિત છે.

પ્રતિબંધિત પ્રોડક્ટ શ્રેણીઓ

YouTube Kids માં નીચેની પ્રોડક્ટ માટેની સશુલ્ક જાહેરાતો પ્રતિબંધિત છે.

વય સંવેદનશીલ મીડિયા કન્ટેન્ટ

13 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓને બતાવવા માટે સંવેદનશીલ મીડિયા પ્રતિબંધિત છે. ઉદાહરણોમાં MPAA દ્વારા 'PG' કરતાં વધુ રેટિંગ ધરાવતી ફિલ્મો માટેની જાહેરાતો અને ટીવી પેરેંટલ માર્ગદર્શિકા દ્વારા 'G' કરતાં વધુ રેટિંગ ધરાવતા ટેલિવિઝન શોનો સમાવેશ થાય છે.

સૌંદર્ય અને ફિટનેસ

બાહ્ય વ્યક્તિગત સંભાળ, ફિટનેસ, કસરત, વજન-ઘટાડો, આહાર અને પોષણ સંબંધિત ઉત્પાદનો પ્રતિબંધિત છે.

ડેટિંગ અથવા સંબંધ

ડેટિંગ સાઇટ્સ, કુટુંબ પરામર્શ, અને વૈવાહિક અથવા છૂટાછેડા સેવાઓ માટે સશુલ્ક જાહેરાતો પ્રતિબંધિત છે.

ભોજન અને પીણાં

ન્યુટ્રિશન કન્ટેન્ટને ધ્યાનમાં લીધા વિના, ખાદ્ય ખોરાક અને પીણાંથી સંબંધિત ઉત્પાદનો પ્રતિબંધિત છે.

ગેરકાયદેસર અથવા નિયંત્રિત પ્રોડક્ટ્સ

પ્રતિબંધિત કન્ટેન્ટ અને પ્રતિબંધિત કન્ટેન્ટ સહિત બાળકો માટે જાહેરાત કરવા માટે નિયંત્રિત અથવા ગેરકાયદેસર હોય તેવી પ્રોડક્ટ્સ પ્રતિબંધિત છે. આમાં એવી પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે જે બાળકો માટે સલામતીનું જોખમ ઊભું કરી શકે છે.

ઓનલાઇન અથવા વર્ચ્યુઅલ સમુદાયો

વર્ચ્યુઅલ સમુદાયો સાથે સંબંધિત પ્લેટફોર્મ અને સેવાઓ કે જેમાં સભ્યો મુખ્યત્વે ઇન્ટરનેટ પર ક્રિયાપ્રતિક્રિયા કરે છે તે પ્રતિબંધિત છે.

રાજકીય જાહેરાતો

રાજકીય ઉમેદવારો અથવા તેમની પૉલિસીની સ્થિતિ, રાજકીય પક્ષો, ભંડોળ ઊભુ કરવા અથવા રાજકીય ઍક્શન કમિટીઓ અથવા તેમની કાર્યસૂચિ વિશેની માહિતી સહિત કોઈપણ પ્રકારની રાજકીય સશુલ્ક જાહેરાતો પ્રતિબંધિત છે.

ધાર્મિક જાહેરાતો

કોઈપણ પ્રકારની ધાર્મિક સશુલ્ક જાહેરાતો પ્રતિબંધિત છે.

વીડિયો ગેમ

જો રમતનું ઉદ્યોગ રેટિંગ 12 વર્ષ અથવા તેનાથી નાના પ્રેક્ષકો માટે યોગ્ય ન હોય તો ઇલેક્ટ્રોનિક વીડિયો ગેમ્સ (અને સંબંધિત એક્સેસરીઝ) કે જે વીડિયો ગેમ કન્સોલ, કમ્પ્યુટર અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જેમ કે સેલ ફોન અથવા ટૅબ્લેટ પર રમી શકાય છે તે પ્રતિબંધિત છે. ઉદાહરણ તરીકે, ESRB E10+, PEGI 7, અથવા IARC મુજબ કોઈપણ સમકક્ષ સ્થાનિક ઉદ્યોગ રેટિંગ સુધી તેમાં સમાવેશ કરવાની મંજૂરી છે. કોયડાઓ, કાર્યપત્રકો, ગણિતની સમસ્યાઓ, Language Learning વ્યાયામ જેવું ક્રિયાપ્રતિક્રિયાશીલ શૈક્ષણિક કન્ટેન્ટ સાથેની ઍપ અથવા વેબ સામગ્રીને પરવાનગી છે.

પ્રતિબંધિત કન્ટેન્ટ માર્ગદર્શિકા

નીચેના કોઈપણ કન્ટેન્ટને દર્શાવતી અથવા પ્રમોટ કરતી સશુલ્ક જાહેરાતો સખત પ્રતિબંધિત છે.

પુખ્ત લોકો માટેનું અને જાતીય રીતે સૂચક કન્ટેન્ટ

જાતીય અને વયસ્ક લોકો માટેનું કન્ટેન્ટ કે જે પુખ્ત ઑડિયન્સ માટે બનાવાયેલ છે અને 13 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ માટે યોગ્ય નથી.

બ્રાંડિંગ

સશુલ્ક જાહેરાતોને જાહેરાતકર્તા અને/અથવા વીડિયોમાં માર્કેટિંગ કરાયેલ પ્રોડક્ટ દ્વારા સ્પષ્ટપણે બ્રાંડેડ કરવી જરુરી છે. સશુલ્ક જાહેરાત વપરાશકર્તા માટે એવી રીતે વિશિષ્ટ હોવી જરૂરી છે કે આ એક જાહેરાત છે, અને સામાન્ય YouTube કન્ટેન્ટ નથી.

સ્પર્ધાઓ

સ્પર્ધાઓ અથવા સ્વીપસ્ટેક્સ પ્રમોશન, પછી ભલે તે દાખલ થવા માટે નિશુલ્ક હોય.

જોખમી કન્ટેન્ટ

13 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ માટે ખતરનાક અને અયોગ્ય અથવા સામાન્ય રીતે પુખ્ત દેખરેખની જરૂર હોય તેવું કન્ટેન્ટ.

ખરીદી માટે ઉશ્કેરણી

પ્રમોશનો અથવા કન્ટેન્ટ કે જે બાળકોને પ્રોડક્ટ અથવા સેવા ખરીદવા અથવા માતાપિતા અથવા અન્ય લોકોને વસ્તુ ખરીદવા માટે પ્રેરિત કરે છે.

ભ્રામક અને છેતરામણા દાવાઓ
  • સશુલ્ક જાહેરાતો બાળકોને ગેરમાર્ગે દોરતી અને કોઈપણ ભ્રામક અને/અથવા બિનસલાહભર્યા દાવા કરી શકતી નથી. તમામ દાવાઓ અને દાવા રજૂ કરવાને વીડિયોમાં જ પ્રમાણિત કરવા જરુરી છે.
  • સશુલ્ક જાહેરાતો એ રીતે સૂચિત કરી શકતી નથી કે પ્રોડક્ટ તમારા સોશિયલ સ્ટેટસને સુધારશે.
  • સશુલ્ક જાહેરાતોમાં એવી સુવિધાઓ અથવા કૉલ-ટુ-ઍક્શન શામેલ હોઈ શકતા નથી જે કામ કરતા ન હોય અથવા જેમાં ઇચ્છિત ક્રિયાઓ પૂર્ણ ન થતી હોય.
હિંસા વર્ણવતું કન્ટેન્ટ

હિંસક અને ગ્રાફિક કન્ટેન્ટ કે જે પુખ્ત પ્રેક્ષકો માટે બનાવાયેલ છે અને 13 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ માટે યોગ્ય નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15602241263924235985
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false