જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા

નિર્માતાની આવકમાં વધારો કરવા માટે, અમે તમારા વીડિયોની પહેલાં અથવા પછી બતાવવામાં આવતી જાહેરાતના ફૉર્મેટ માટેની પસંદગીઓ સરળ બનાવી છે. અમે શરૂઆતની જાહેરાતો, છેવટે બતાવવામાં આવતી જાહેરાતો, છોડી શકવા યોગ્ય અને છોડી ન શકાતી જાહેરાતો માટે વ્યક્તિગત જાહેરાતની પસંદગીઓ કાઢી નાખી છે. હવે, જ્યારે તમે લાંબી અવધિના નવા વીડિયો માટે જાહેરાતો ચાલુ કરો છો, ત્યારે યોગ્ય સમયે અમે તમારા દર્શકોને શરૂઆતની જાહેરાતો, છેવટે બતાવવામાં આવતી જાહેરાતો, છોડી શકવા યોગ્ય અથવા છોડી ન શકાતી જાહેરાતો બતાવીએ છીએ. આ ફેરફાર સુઝાવ આપેલી શ્રેષ્ઠ પદ્ધતિને જાહેરાતના બધા ફૉર્મેટ પર ચાલુ કરે છે, જે દરેક જણ માટે સ્ટૅન્ડર્ડ છે. વીડિયોના મધ્યભાગની જાહેરાતો માટેની તમારી પસંદગીઓમાં કોઈ ફેરફાર થયો નથી. અમે લાંબી અવધિના હાલના વીડિયો માટે તમારી જાહેરાતની પસંદગીઓ પણ જાળવી રાખી છે, સિવાય કે તમે કમાણી કરવાની પ્રક્રિયાના સેટિંગ બદલ્યા હોય.
જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો, તો તમે જાહેરાતોથી થતી આવક શેર કરી શકો છો. આ લેખનો હેતુ તમારી ચૅનલ પરના કયા વ્યક્તિગત વીડિયો અથવા Shorts જાહેરાતકર્તાઓ માટે યોગ્ય છે તે સમજવામાં તમારી સહાય કરવાનો છે. નિર્માતાઓ આ લેખનો ઉપયોગ બંને પ્લૅટફૉર્મના પોતે કરેલા પ્રમાણીકરણની પ્રશ્નાવલીને તેમજ એ બાબતો વિશેના ચોક્કસ નિયમો સમજવા માટે કરી શકે છે કે કયું કન્ટેન્ટ જાહેરાતો બતાવી શકે છે, કયું કન્ટેન્ટ મર્યાદિત જાહેરાતો બતાવી શકે છે અને કયું કન્ટેન્ટ જાહેરાતો બતાવશે નહીં અને કયા કન્ટેન્ટ માટે કમાણી કરવાની પ્રક્રિયા બંધ હોવી જોઈએ. અમારી પૉલિસીઓ તમારા કન્ટેન્ટના બધા ભાગો (વીડિયો, Short અથવા લાઇવ સ્ટ્રીમ, થંબનેલ, શીર્ષક, વર્ણન અને ટૅગ) પર લાગુ થાય છે. અમારી શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ વિશે વધુ જાણો.

અમારી સિસ્ટમ હંમેશાં સાચી નથી હોતી, પણ તમે અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ દ્વારા કરાયેલા નિર્ણયોના માનવ દ્વારા રિવ્યૂ માટે વિનંતી કરી શકો છો.

23 એપ્રિલ, 2024: અમે અમારા અનુચિત ભાષાના દિશાનિર્દેશોમાં “જાહેરાતની કોઈ આવક નહીં” રેટિંગમાં પરિણમી શકે તેવા અત્યંત ગંદા અપશબ્દો અથવા અપશબ્દોના ઉદાહરણો અપડેટ કર્યા છે. આ અપડેટ કરેલી ભાષા પૉલિસીમાં કરેલો કોઈ ફેરફાર નથી અને આનો હેતુ અમારી વર્તમાન પૉલિસીને વધુ સ્પષ્ટ બનાવવાનો છે અને તે તમારા વીડિયો કેવી રીતે રિવ્યૂ કરવામાં આવે છે તેમાં કોઈ ફેરફાર કરતો નથી.
23 માર્ચ, 2022: યુક્રેનમાં યુદ્ધને લીધે, યુદ્ધનો દુરૂપયોગ કરતું, તેને બરતરફ કરતું અથવા તેની નિંદા કરતું કન્ટેન્ટ આગળની સૂચના સુધી કમાણી કરવાની પ્રક્રિયા માટે યોગ્યતા ધરાવતું નથી. આ અપડેટનો હેતુ આ યુદ્ધ સાથે સંબંધિત અમારા માર્ગદર્શન વિશે સ્પષ્ટતા કરવાનો અને કેટલાક કિસ્સાઓમાં તેની વિસ્તૃત સમજણ આપવાનો છે.
નોંધ: YouTube પર અપલોડ કરાયેલા તમામ કન્ટેન્ટને અમારા સમુદાયના દિશાનિર્દેશો અને અમારી AdSense Google પબ્લિશરની પૉલિસી બંનેનું પાલન કરવું આવશ્યક છે. જો તમારું કન્ટેન્ટ અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું હોય, તો તેને YouTube પરથી કાઢી નાખવામાં આવી શકે છે. જો તમને ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ દેખાય, તો તમે તેની જાણ કરી શકો છો.

આ લેખમાં તમને શું જાણવા મળશે

આમાં તમને તમારી જાહેરાત માટે યોગ્ય ન હોય એવા કન્ટેન્ટના ઉદાહરણો મળશે અને જેના પરિણામે કમાણી કરવાની પ્રક્રિયા માટેની સ્થિતિ "મર્યાદિત અથવા શૂન્ય જાહેરાત" દેખાશે.

અહીં એવા બધા મુખ્ય વિષયો આપેલા છે જે જાહેરાતકર્તા માટે યોગ્ય નથી:

આ દિશાનિર્દેશોમાં વપરાયેલા મુખ્ય શબ્દો વિશે વધુ જાણવા માટે, અમારું વ્યાખ્યાઓનું ટેબલ જુઓ.

કૃપા કરીને ધ્યાનમાં રાખો કે સંદર્ભ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. કલાત્મક કન્ટેન્ટ જેમ કે મ્યુઝિક વીડિયોમાં અનુચિત ભાષા, સૉફ્ટ ડ્રગના વપરાશના સંદર્ભો હોય અથવા અયોગ્ય ન હોય તેવી જાતીય થીમ જેવા એલિમેન્ટ હોય અને જે હજી પણ જાહેરાત માટે યોગ્ય નથી.

જો તમે આ પેજમાં ચોક્કસ શરતો શોધવા માગતા હો, તો પૉલિસીની તમામ વિગતો એકસાથે ખોલવાથી સહાય મળી શકે છે. બધી માર્ગદર્શિકાઓ ખોલવા માટે અહીં ક્લિક કરો.

અનુચિત ભાષા

વીડિયોની શરૂઆતમાં અથવા વીડિયોના મોટા ભાગમાં અપશબ્દો અથવા અભદ્રતા ધરાવતું કન્ટેન્ટ જાહેરાત માટે યોગ્ય ન હોઈ શકે. અપશબ્દોના પ્રસંગોપાત ઉપયોગના (જેમ કે મ્યુઝિક વીડિયો, બૅકિંગ ટ્રૅક, શરૂઆત/અંતમાં આવતું મ્યુઝિક અથવા બૅકગ્રાઉન્ડમાં વાગતું મ્યુઝિક) પરિણામે એ જરૂરી નથી કે તમારો વીડિયો જાહેરાત માટે અયોગ્ય બનશે.

પૉલિસીની વિગત
જાહેરાતો માટે માર્ગદર્શન પ્રશ્નાવલીના વિકલ્પો અને વિગતો

આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે

શીર્ષક, થંબનેલ કે વીડિયોમાં ટૂંકાવેલા કે સેન્સર કરેલા અપશબ્દો અથવા “ભડવો” અથવા “ફટટૂ” જેવા શબ્દો હોય. વીડિયોમાં વારંવાર “રાંડ”, “ચુતીયો”, "ગાંડ તારી" અને "નખોડીયા” જેવા સામાન્ય રીતે અયોગ્ય અપશબ્દો હોય. મ્યુઝિક કે સ્ટૅન્ડ અપ કૉમેડીના વીડિયો કન્ટેન્ટમાં ઉપયોગમાં લેવાયેલા મોટા ભાગના અપશબ્દો.

વ્યાખ્યાઓ:
  • “સેન્સર કરેલા અપશબ્દો”નો અર્થ છે શબ્દને બ્લીપ કે મ્યૂટ કરવો તેમજ લખેલા શબ્દોને ઊભી કાળી લાઇન, ચિહ્નો કે પોસ્ટ-પ્રોડક્શનમાં ઉમેરેલા ટેક્સ્ટથી છુપાવવા જેવી બાબતો.
  • “ટૂંકાવેલા અપશબ્દો”નો અર્થ છે WTF (“શું ચો*વેડા છે”) જેવો ટૂંકો શબ્દ જેમાં મૂળ શબ્દને તેના પહેલા અક્ષરનો ઉપયોગ કરીને નાનો બનાવવામાં આવ્યો હોય.
આ કન્ટેન્ટ જાહેરાતની મર્યાદિત આવક મેળવે અથવા કોઈ આવક ન મેળવે તેવું બની શકે છે

પહેલી 7 સેકન્ડમાં ભારે અપશબ્દો (જેમ કે ભે*દ) અથવા શીર્ષક કે થંબનેલમાં સામાન્ય રીતે અયોગ્ય અપશબ્દો (જેમ કે “માદરચોદ”)નો ઉપયોગ કર્યો હોય.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:
  • પૂરા વીડિયોમાં અપશબ્દોનો ફોકલ ઉપયોગ (જેમ કે મોટાભાગના વાક્યોમાં અપશબ્દોનો ઉપયોગ થયો હોય).
  • મ્યુઝિક અથવા સ્ટેન્ડ અપ કૉમેડી સંબંધિત કન્ટેન્ટના શીર્ષક અથવા થંબનેલમાં અપશબ્દોનો ઉપયોગ થયો હોય.
આ કન્ટેન્ટ જાહેરાતની કોઈ આવક મેળવશે નહીં

થંબનેલ કે શીર્ષકોમાં ઉપયોગમાં લેવાયેલા ખૂબ ગંદા અપશબ્દો (જેમ કે ભે*દ). અત્યંત ગંદા અપશબ્દોનો કોઈપણ ઉપયોગ, જેમાં વીડિયો, થંબનેલ અથવા શીર્ષકમાં "કા*ડો" અથવા "ચો*રું" જેવી દ્વેષપૂર્ણ ભાષા અથવા અપમાનજનક ઉપનામોનો સમાવેશ થાય છે.

દ્વેષપૂર્ણ ભાષા અથવા અપમાનજનક ઉપનામો વિશે વધારાની માહિતી માટે, તમે અમારા સહાયતા કેન્દ્રમાં અમારા દ્વેષપૂર્ણ અને અપમાનજનક કન્ટેન્ટ સંબંધિત દિશાનિર્દેશનો સંદર્ભ પણ લઈ શકો છો.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

આ દિશાનિર્દેશોમાં વપરાયેલા મુખ્ય શબ્દો વિશે વધુ જાણવા માટે, અમારું વ્યાખ્યાઓનું ટેબલ જુઓ.

હિંસા

કન્ટેન્ટ કે જેમાં ફોકલ પૉઇન્ટ લોહી, હિંસા અથવા ઈજા હોય, જ્યારે અન્ય સંદર્ભ વિના રજૂ કરવામાં આવે, ત્યારે તે જાહેરાત માટે યોગ્ય નથી હોતું. જો તમે ન્યૂઝ, શૈક્ષણિક, કલાત્મક અથવા દસ્તાવેજીના સંદર્ભમાં હિંસા સંબંધિત કન્ટેન્ટ બતાવી રહ્યાં હોય, તો તેના વિશે વધારાનો સંદર્ભ આપવો અગત્યનું છે. ઉદાહરણ તરીકે, જો વીડિયોમાં પત્રકારત્વના સંદર્ભમાં હિંસક ઘટના વિશે જણાવતા અધિકૃત ન્યૂઝ પ્રદાન કરવામાં આવે, તો તેને કમાણી કરવાની પ્રક્રિયા માટે યોગ્ય માનવામાં આવી શકે. ફેરફાર કર્યા વિનાના વીડિયો ગેમપ્લેમાં હિંસા સામાન્ય રીતે જાહેરાત માટે સ્વીકાર્ય છે, પણ કાપકૂપ કરીને જોડેલા ભાગો કે જેમાં કોઈ હેતુ વિના હિંસા ફોકલ પૉઇન્ટ હોય, તો તે સ્વીકાર્ય નથી. બધી ગેમ (ભલે તે વાસ્તવિક કે અવાસ્તવિક હોય) આ પૉલિસીના કાર્યક્ષેત્રમાં આવે છે.

પૉલિસીની વિગત
જાહેરાતો માટે માર્ગદર્શન પ્રશ્નાવલીના વિકલ્પો અને વિગતો
આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે

નિયમિત ફરજ બજાવવી (જેમ કે બળજબરીથી ધરપકડ, ટોળાનું નિયંત્રણ, અધિકારી સાથે તકરાર, બળજબરીથી પ્રવેશ); પહેલી 15 સેકન્ડ પછી ગેમપ્લેમાં થતી ફેરફાર કર્યા વિનાની હિંસા; ઓછામાં ઓછા રક્તપાતવાળી હળવી હિંસા; સંપૂર્ણ રીતે સેન્સર થયેલા, બ્લર કરેલા, દફનવિધિ માટે તૈયાર અથવા શૈક્ષણિક વીડિયોના ભાગ તરીકે યુદ્ધ જેવી ઐતિહાસિક ઇવેન્ટમાં બતાવાતા મૃતદેહો સહિત કાયદાનું અમલીકરણ.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

સામાન્ય હિંસા

  • ગ્રાફિક વિનાની હિંસા અથવા ગ્રાફિક હિંસાનું ચિત્રણ કરતું નાટકીય કન્ટેન્ટ.
    • લાંબા વર્ણન દરમિયાન, હિંસક ઍક્શન દૃશ્યના ભાગ રૂપે શારીરિક હાનિ (જેમ કે ગોળી લાગવાથી થયેલી ઈજાઓ) શામેલ કરતું ક્ષણિક દૃશ્ય બતાવવું.
    • ઍક્શન મૂવી (જેમ કે સ્ક્રિપ્ટ પરથી બનેલા કન્ટેન્ટ)માંથી હિંસક લડાઈના ભાગો જેમાં મોટે ભાગે ઈજાઓની જાણ ન થતી હોય.
    • સ્ક્રિપ્ટ પરથી બનેલા કન્ટેન્ટમાં મૃત્યુના પરિણામે વિલાપ કરતા લોકો.
  • ગ્રાફિક વિના ઈજાનું ચિત્રણ.
    • કોઈ પાત્રનું પોતાના ઘૂંટણના પર પડવાથી થયેલી ઈજા જેમાં જરા પણ લોહી ન બતાવવામાં આવ્યું હોય અથવા મર્યાદિત પ્રમાણમાં લોહી બતાવવામાં આવ્યું હોય.
    • સ્ક્રિપ્ટ અથવા રમતગમતના ભાગ રૂપે, આકસ્મિક રીતે અથવા ઈરાદાપૂર્વક ટેકરી પરથી ગબડી પડવું અથવા દીવાલ સાથે અથડાવું.
ગેમિંગ
  • ગેમિંગ હિંસા જેમાં આ શામેલ છે:
    • વીડિયોની પહેલી 15 સેકન્ડ પછી ગ્રાફિક દૃશ્યો (જેમ કે કોઈ વ્યક્તિ પર લોહિયાળ હુમલો).
    • હિંસા કે જે અવાસ્તવિક, ગમ્મત અને સામાન્ય રીતે બધી ઉંમરના લોકો માટે સ્વીકાર્ય હોય (જેમ કે કુટુંબ માટે અનુકૂળ વીડિયો ગેમ કે જેમાં રાક્ષસોથી બચવા માટે ભાગતા બતાવવામાં આવે).
    • હિંસા કે જે સેન્સર કે બ્લર કરેલી અથવા કોઈ અન્ય રીતે છુપાવેલી હોય (જેમ કે શિરચ્છેદનું દૃશ્ય બ્લર કરીને બતાવ્યું હોય).
મૃત્યુ અને દુર્ઘટના
  • શૈક્ષણિક અથવા ઐતિહાસિક કન્ટેન્ટ કે જેમાં આ હોય:
    • મૃતદેહોના ગ્રાફિક વિનાના ચિત્રણો.
      • ગ્રાફિક વિનાનો મૃતદેહ બતાવીને મૃતકનું જાહેર સન્માન.
    • સંપૂર્ણપણે સેન્સર કરેલા (જેમ કે બ્લર કરેલા), ગ્રાફિક મૃતદેહો.
  • એક કે વધુ વ્યક્તિનું મૃત્યુ થયું હોય એવી દુર્ઘટનાઓનું કવરેજ (અત્યંત સંવેદનશીલ ઘટનાઓ જેમ કે લોકોની ભીડ પર ગોળીબાર અથવા આતંકવાદી હુમલા શામેલ નથી) જેમાં હિંસાના કૃત્યો અથવા તેના પરિણામો મર્યાદિત પ્રમાણમાં અથવા બિલકુલ બતાવ્યા ન હોય.
    • જાનહાનિના ગ્રાફિક ચિત્રણો વિના આસપાસની માનવહત્યાની ઘટનાઓના રિપોર્ટ.
  • શૈક્ષણિક, નાટકીય, પત્રકારત્વ સંબંધિત રિપોર્ટિંગ અથવા મ્યુઝિક વીડિયો જેમાં આ શામેલ છે:
    • મૃત્યુનું અથવા ગંભીર શારીરિક ઈજાનું સૂચન કરતી પળ
    • પ્રોપર્ટીને ગંભીર નુકસાન જ્યાં મૃત્યુ અથવા ગંભીર શારીરિક નુકસાન થવાની સંભાવના છે (જેમ કે બોમ્બ વિસ્ફોટ, આગ, ઇમારત ધરાશાયી થવી વગેરે).
    • સાર્વજનિક અંતિમવિધિમાં દફનાવવા માટે તૈયાર ન કરેલા હોય એવા મૃતદેહો ખુલ્લી શબપેટીઓમાં બતાવવા.
શિકાર કરવો
  • શિકાર કરવા સંબંધિત કન્ટેન્ટ કે જ્યાં પ્રાણીની ગ્રાફિક ઈજાઓ અથવા લાંબા સમયગાળાની વેદનાનું ચિત્રણ ન હોય.
    • શિકાર કરવાના વીડિયો કે જ્યાં મારવાની પળ કે ઈજાની જાણ ન હતી હોય અને ટ્રોફી કે ભોજનના હેતુઓથી આ મરેલા પ્રાણીની કેવી રીતે પ્રક્રિયા કરવામાં આવે છે તેના ફોકલ ફૂટેજ વિના.
પ્રાણી સાથે હિંસા
  • પ્રાકૃતિક દુનિયામાં પ્રાણી સાથે થતી હિંસાના ગ્રાફિક વિનાના ચિત્રણો.
    • શિકારી પ્રાણીઓ તેમના શિકારની પાછળ દોડતા હોય, જ્યાં ગ્રાફિક વિગતો (જેમ કે શિકારના શરીરના લોહિયાળ અંગો પર ફોકસ અથવા શિકાર પકડવાની ગ્રાફિક પળો) શામેલ ન હોય; થોડું લોહી ક્ષણભર જોઈ શકાતું હોય, પરંતુ તે કન્ટેન્ટનો ફોકલ વિષય ન હોય.
પ્રાણીનો દુરુપયોગ
  • પ્રાણીઓને તેમની પ્રજાતિ માટે યોગ્ય હોય એવી તાલીમ, તબીબી હસ્તક્ષેપ અથવા સ્થળાંતરિત કરતી વખતે તકલીફમાં હોવાનું બતાવવું.
  • દુરુપયોગના વાસ્તવિક ફૂટેજ વિના પ્રાણીના દુરુપયોગનું કવરેજ અથવા તેની ચર્ચા.
રમતગમત દરમિયાન હિંસા
  • હથિયારોને શામેલ કરતી લડાઈની રમતગમતમાં હિંસા (જેમ કે ફેન્સિંગ), પહેરેલા સુરક્ષા કવચ અથવા સલામતી માટેની આવશ્યક સાવચેતીઓને ધ્યાનમાં લીધા વિના.
  • રમતગમતમાં ગ્રાફિક વિનાની ઈજાઓ અથવા રમતગમતને કારણે થતી ગ્રાફિક ઈજાઓ કે જેમાં લોહી બતાવવામાં આવ્યું હોય.
    • વ્યાવસાયિક સેટિંગમાં (જેમ કે ફિટનેસ સેન્ટર અથવા અખાડામાં) આયોજિત બૉક્સિંગ જેવી લડાઈની રમતગમત.
  • રમતગમત દરમિયાન થતી ઈજાઓ (જેમ કે પગની ઘૂંટીઓ મચકોડાઈ જવી) ગ્રાફિક વિના બતાવવી.
લડાઈઓ (લડાઈની રમતગમત શામેલ નથી)
  • લડાઈઓના ચિત્રણો કે જે શૈક્ષણિક સંદર્ભમાં હોય અને કોઈ ઈજા કે બેભાન અવસ્થા ન દેખાતી હોય.
    • આત્મ-સુરક્ષાના દાવ જેને ટ્યૂટૉરિઅલ તરીકે શેર કર્યા હોય.
  • લડાઈ કરતા લોકોના ક્ષણિક ચિત્રણો કે જેમાં કોઈ ઈજા ન દેખાતી હોય.
કાયદાનું અમલીકરણ અને શારીરિક તકરાર
  • કાયદાના અમલીકરણ બાબતે લડાઈ કે ઘર્ષણ વિનાની ક્રિયાપ્રતિક્રિયાઓ.
    • પોલીસ સાથે સામાન્ય ક્રિયાપ્રતિક્રિયાઓ (જેમ કે દિશાનિર્દેશો પૂછવા, પાર્કિંગની ટિકિટ મેળવવી વગેરે).
  • પોલીસ સાથે બિન-શારીરિક તકરારો, પોલીસ દ્વારા પ્રોપર્ટી જપ્ત થવી અથવા પ્રોપર્ટીમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરવો અને પોલીસ દ્વારા પીછો.
  • શૈક્ષણિક સંદર્ભમાં અથવા પત્રકારત્વ સંબંધિત રિપોર્ટિંગમાં, કાયદાના અમલીકરણ માટે જવાબદાર અધિકારીઓ સાથે હિંસક, લડાયક અથવા ઘર્ષણયુક્ત ક્રિયાપ્રતિક્રિયાઓ.
    • નાગરિકો દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધ વિશેના સમાચારના રિપોર્ટમાંની ક્લિપનો ઉપયોગ કરતી કૉમેન્ટરી (જેમ કે નાગરિકોને ફટકારવા અથવા ધક્કો મારીને જમીન પર પછાડવા).
    • તોફાનમાં પોલીસે નાગરિકો પર કરેલા પાણીના છંટકાવ વિશે રિપોર્ટિંગ.
યુદ્ધ અને ટકરાવ
  • યુદ્ધ અને/અથવા ટકરાવનું ગ્રાફિક વિનાનું શૈક્ષણિક કવરેજ અથવા ચર્ચા.
    • પીડા અથવા વેદનાના પ્રદર્શન અથવા ચિત્રણો વિના, ન જોયેલા લક્ષ્યોને શૂટ કરવા.
સગીરો સંબંધિત હિંસા
  • વીડિયો કે જેમાં કોઈ ઈજા અથવા તકલીફ વિના સગીરોને રમતમાં લડતા અથવા ધિંગામસ્તી કરતા બતાવવામાં આવ્યા હોય.
  • સગીરો વચ્ચેની હિંસા વિશે મ્યુઝિક કન્ટેન્ટ કે જેમાં આવી તકરારોનો ફૂટેજ બિલકુલ ન બતાવ્યો હોય અથવા માત્ર ક્ષણિક ફૂટેજ બતાવ્યો હોય.
વ્યાખ્યાઓ:
  • “હળવી હિંસા”નો અર્થ છે વાસ્તવદર્શી કન્ટેન્ટમાં થતી ઝપાઝપી અથવા મુક્કો મારવા જેવા ક્ષણિક હિંસક કૃત્યો.
  • "ગ્રાફિક વિનાની હિંસા"નો અર્થ છે અન્ય વ્યક્તિ પ્રત્યે આક્રમક શારીરિક વર્તણૂકના ચિત્રણો જેમ કે બૂમો પાડતી વખતે આંગળી ચીંધવી અથવા હિંસાના અલગ-અલગ કૃત્યો (જેમ કે દિવાલ પર બોટલ ફેંકવી).
આ કન્ટેન્ટ જાહેરાતની મર્યાદિત આવક મેળવે અથવા કોઈ આવક ન મેળવે તેવું બની શકે છે

કાયદાનું ગ્રાફિક અમલીકરણ જેમ કે જોઈ શકાય તેવી ઈજાઓ; શૈક્ષણિક કે દસ્તાવેજી સેટિંગ (જેમ કે ઇતિહાસની જાણકારી આપતી ચૅનલ)માં દેખીતી ઈજા કે હાનિવાળા મૃતદેહો; થંબનેલ અથવા કન્ટેન્ટની શરૂઆતમાં જ ગ્રાફિક ગેમની હિંસા; ઈજાઓ વિના સશસ્ત્ર તકરારનો ફેરફાર કર્યા વિનાનો ફૂટેજ; કરૂણ ઘટનાઓની ગ્રાફિક વિગતોનું વર્ણન; ગંભીર અને આઘાતજનક ઈજાઓ બતાવતું નાટકીય કન્ટેન્ટ.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

સામાન્ય હિંસા

  • નાટકીય હિંસા કે જેના પરિણામે ગંભીર ઈજા થતી હોય, જ્યાં પરિણામ અથવા અસર દેખાતી અને હાજર હોય.
    • લોહી કે લોહિયાળ દૃશ્યો, જેમાં તૂટેલા હાડકાં દેખાતા હોય.
    • નાટકીય લૉન્ગ-ફોર્મ વીડિયો કન્ટેન્ટ જેમાં ટૂંકું, અલ્ટ્રા-ગ્રાફિક હિંસક દૃશ્ય (જેમ કે સામૂહિક સંહાર) અથવા આવા ગ્રાફિક દૃશ્યોનું વીડિયો સંકલન હોય.
    • દુર્ઘટનાઓના અતિશય ગ્રાફિક વર્ણનો (ઑડિયો કે વીડિયોના રૂપમાં).
    • ગૂંગણામણ અનુભવતા કે અત્યંત પીડા અને દુઃખથી પીડાતા લોકો, જેમ કે લગાતાર ખાંસી ખાતા હોય.
    • મોટી દુર્ઘટનાઓનો ફૂટેજ કે જેમાં લોકોને ક્ષતિ પહોંચવાનું અથવા તેના પરિણામે તકલીફમાં હોવાનું બતાવવામાં આવ્યું હોય, જેમ કે અતિશય ભાવનાત્મક તણાવ.
  • હિંસક ઘટનાના પરિણામે નાશ પામતી ઇમારતોના અવશેષોનો ફેરફાર કર્યા વિનાનો ફૂટેજ (જેમ કે વાવાઝોડા પછી નાશ બનેલી શાળાઓના અવશેષો) અથવા હળવી ઈજાઓવાળા લોકો (જેમ કે પગની ઘૂંટીઓ મચકોડાઈ જવી અથવા આંગળીઓ પર પાટો લગાડવો).

ગેમિંગ

  • થંબનેલમાં અથવા વીડિયોની પહેલી 8થી 15 સેકન્ડમાં ગ્રાફિક ગેમ હિંસા. 
    • “ગ્રાફિક ગેમ હિંસા”માં શરીરના પ્રવાહી અને અંગો પર ફોકસ કરતી ક્રૂર હત્યાઓ અથવા ગંભીર ઈજાઓ શામેલ છે, જેમ કે શિરચ્છેદ અને અંગ-વિચ્છેદ. 

મૃત્યુ અને દુર્ઘટના

  • અનેક લોકોને જાનહાનિ થઈ હોય તેવી દુર્ઘટનાઓનું રિપોર્ટિંગ કે જેમાં ગ્રાફિક અથવા બિહામણી વિગતો શામેલ હોય.
    • તાજેતરમાં થયેલી માનવહત્યા વિશેની દસ્તાવેજી કે જેમાં મૃત્યુના સંજોગોને વર્ણનાત્મક ભાષામાં બતાવવામાં આવ્યા હોય.

લડાઈઓ (લડાઈની રમતગમત શામેલ નથી)

  • શેરીમાં થતી લડાઈઓ જેમાં દૃશ્યક્ષમ ઈજા કે લોકોને નીચે પાડવાની ક્રિયાઓ શૈક્ષણિક સંદર્ભમાં બતાવવામાં આવી હોય.
    • શેરીમાં થતી ગ્રાફિક લડાઈઓ કે જેમાં ઈજાઓ અને ભાવનાત્મક તણાવ (જેમ કે બૂમો પાડવી) બતાવતા દૃશ્યો શામેલ હોય.

કાયદાનું અમલીકરણ અને શારીરિક તકરાર

  • કાયદાના અમલીકરણ બાબતે અત્યંત લડાયક તકરારો, જેમાં સામાન્ય રીતે કાયદાના અમલીકરણ દ્વારા અથવા તેની વિરુદ્ધ કરવામાં આવતા ક્રૂર કૃત્યો શામેલ છે.
    • જ્યાં ઈજાઓ થાય, ત્યાં નાગરિકોને લાકડીઓથી બળપૂર્વક મારવા
    • પોલીસ પર થૂંકવું 

રમતગમત દરમિયાન હિંસા

  • સંદર્ભ ધરાવતા લાંબા વીડિયોના ભાગ તરીકે રમતગમતમાં થતી ગ્રાફિક ઈજાઓ.
    • સંકલનો અથવા હઇલાઇટ કે જેમાં ગ્રાફિક ઈજાઓ શામેલ હોય પણ માત્ર તેમના પર જ ફોકસ કરવામાં આવ્યું ન હોય.

પ્રાણી સાથે હિંસા

  • પ્રાણી સાથે હિંસા કે જે પ્રાકૃતિક રીતે થઈ હોય અને માનવ કે માનવ દ્રારા પ્રશિક્ષિત પ્રાણીઓ દ્વારા ન કરવામાં આવી હોય (જેમ કે હરણોનો શિકાર કરતા સિંહ, પણ સસલાને પકડતા પ્રશિક્ષિત કૂતરા નહીં).
    • જ્યારે વીડિયોનો ફોકલ વિષય પ્રાણીઓની લાંબા સમયગાળા માટેની ફોકલ ગ્રાફિક ઈજાઓ (જેમ કે લોહી અથવા હાડકા) હોય.

શિકાર કરવો

  • ક્ષણિક ગ્રાફિક છબી બતાવતું, શિકાર કરવા સંબંધિત કન્ટેન્ટ જેમ કે ઈજાગ્રસ્ત કે પીડાતા પ્રાણીઓ (જેમ કે શરીરના લોહિયાળ અંગો)નું કન્ટેન્ટમાં ચિત્રણ કરવામાં આવ્યું હોય.

યુદ્ધ અને ટકરાવ

  • શૈક્ષણિક સંદર્ભ વિના સશસ્ત્ર ટકરાવ (જેમ કે યુદ્ધ)નો ગાફિક વિનાનો, ફેરફાર કર્યા વિનાનો વાસ્તવિક ફૂટેજ, જેમાં લોહિયાળ દૃશ્યો કે સ્પષ્ટ રીતે દેખાતી ઈજાઓ ન હોય.
આ કન્ટેન્ટ જાહેરાતની કોઈ આવક મેળવશે નહીં

બિન-શૈક્ષણિક વીડિયોમાં ગ્રાફિક મૃતદેહો; વીડિયો ગેમપ્લે જેમાં (જાતીય હુમલા જેવી) પ્રતિબંધિત થીમ બતાવી હોય. અલ્ટ્રા ગ્રાફિકવાળી હિંસક ક્રિયાઓ (કાયદાના પાલન માટેની ક્રિયાઓ સહિત) અને ઈજાઓ. હિંસા માટે ઉશ્કેરવું અથવા તેની પ્રશંસા કરવી.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

સામાન્ય હિંસા

  • ઓછા સંદર્ભ સાથે અથવા કોઈ સંદર્ભ વિના, લોહી, પાચનતંત્રના અંગો, રક્તપાત, (માણસ કે પ્રાણીના) શરીરના પ્રવાહી, અપરાધના સ્થાનના દૃશ્યો કે અકસ્માતના ફોટા પર ફોકસ.
  • હિંસક કૃત્યનું, અત્યંત આઘાતજનક છબી ધરાવતું ગ્રાફિક પરિણામ બતાવવું જેમાં આ શામેલ છે:
    • અતિશય પ્રમાણમાં લોહી અથવા રક્તપાત બતાવવા (જેમ કે કપાયેલો પગ જેવા ખુલ્લા ઘા અથવા ગંભીર રીતે દાઝવું)
    • અત્યંત પીડા (જેમ કે ખુલ્લા ઘાને કારણે થતા અતિશય દર્દને લીધે રડતા અથવા બેભાન થઈ જતા લોકો)
  • આઘાતજનક, ગ્રાફિક અને/અથવા હિંસક છબી અથવા હિંસાને ઉશ્કેરતા કે તેની પ્રશંસા કરતા દૃશ્યો ધરાવતું કન્ટેન્ટ.

ગેમિંગ

  • આઘાતજનક અનુભવ કરાવવા માટે બનાવવામાં આવેલા ગેમપ્લે પર ફોકસ. ઉદાહરણોમાં આ શામેલ છે: 
    • નિયંત્રિત ન કરી શકાતા પાત્રોનું સામૂહિક હત્યાઓ માટે એકત્રીકરણ કરવું.
  • થંબનેલમાં અથવા વીડિયોની પહેલી સાત સેકન્ડમાં ગ્રાફિક ગેમ હિંસા.
    • “ગ્રાફિક ગેમ હિંસા”માં શરીરના પ્રવાહી અને/અથવા લાંબા સમયની કે અતિશય પીડા આપતા ભાગો પર ફોકસ કરતી ગંભીર ઈજાઓ (જેમ કે શિરચ્છેદ, અંગ-વિચ્છેદન) શામેલ છે.
  • વીડિયો ગેમપ્લે જેમાં જાતીય હિંસા બતાવી હોય.
  • વીડિયો ગેમપ્લે જેમાં સંરક્ષિત ગ્રૂપને લક્ષિત કરતી ઘૃણા અથવા હિંસા દ્વારા પ્રેરિત હિંસા બતાવી હોય.
  • વીડિયો ગેમપ્લે જેમાં ગ્રાફિક ત્રાસ બતાવ્યો હોય.
  • વીડિયો ગેમપ્લે જેમાં સગીરોને લક્ષિત કરતી ગ્રાફિક હિંસા બતાવી હોય.
  • વીડિયો ગેમપ્લે જેમાં વાસ્તવિક વ્યક્તિઓના નામ આપીને તેમને લક્ષિત કરતી ગ્રાફિક હિંસા બતાવી હોય.

મૃત્યુ અને દુર્ઘટના

  • દફનાવવા માટે તૈયાર ન કરેલા હોય એવા મૃતદેહો અથવા અલ્ટ્રા-ગ્રાફિક ઈજાઓવાળા મૃતદેહોનું ફોકલ પ્રદર્શન.
  • બિન-શૈક્ષણિક સંદર્ભોમાં દફનાવવા માટે તૈયાર ન કરેલા હોય એવા મૃતદેહો બતાવવા.
  • કોઈપણ સંદર્ભમાં એક કે વધુ લોકોના મૃત્યુની પળો જોઈ શકાય તે રીતે બતાવવી.
    • ગૂંગણામણથી મૃત્યુ.
    • મુસાફરોથી ભરેલી કાર બ્રિજ પરથી નીચે પડી જવી.
  • મૃત્યુનું અથવા ગંભીર શારીરિક ઈજાનું સૂચન કરતી પળ.
    • પ્રોપર્ટીને ગંભીર નુકસાન જ્યાં મૃત્યુ અથવા ગંભીર શારીરિક નુકસાન થવાની સંભાવના છે (જેમ કે બોમ્બ વિસ્ફોટ, આગ, ઇમારત ધરાશાયી થવી વગેરે).
  • સેન્સર કરેલા (જેમ કે બ્લર કરેલા) બિન-શૈક્ષણિક ગ્રાફિક મૃતદેહો.

લડાઈઓ (લડાઈની રમતગમત શામેલ નથી)

  • શેરીની લડાઈઓનું ફોકલ અથવા લાંબા સમય સુધી પ્રદર્શન, પછી ભલે તે ઈજાઓ વિના, બિન-શૈક્ષણિક સંદર્ભોમાં હોય.

શિકાર કરવો

  • શિકાર કરવા સંબંધિત કન્ટેન્ટ જે ઈજાગ્રસ્ત અથવા પીડાતા પ્રાણીઓની ફોકલ ગ્રાફિક છબી બતાવતું હોય (જેમ કે શરીરના લોહિયાળ અંગો).

પ્રાણીનો દુરુપયોગ

  • પ્રાણીનો દુરુપયોગ (શારીરિક અથવા ભાવનાત્મક બન્ને) અથવા પ્રાણીઓ પર ક્રૂરતા, જેમ કે લાત મારતા બતાવવું અથવા ચિત્રણ કરવું.
  • પ્રાણીની માનવ-નિયંત્રિત હિંસાનો પ્રચાર અથવા પ્રશંસા (જેમ કે મરઘાને લડાવવા અથવા કૂતરાને લડાવવા) કે જેમાં ગ્રાફિક છબી શામેલ હોય કે ન પણ હોય.
  • મનુષ્યના વિક્ષેપ દ્વારા પ્રાણીઓને તકલીફ થતી હોય એવો ફૂટેજ, જેમ કે પ્રાણીઓને ઈરાદાપૂર્વક નુકસાન થાય તે રીતે, અસામાન્ય સ્થિતિઓમાં અથવા અન્ય જોખમકારક પરિસ્થિતિઓમાં મૂકવા કે જે તણાવપૂર્ણ અથવા અપ્રાકૃતિક મનાતી હોય.

કાયદાનું અમલીકરણ અને શારીરિક તકરાર

  • બિન-શૈક્ષણિક સંદર્ભમાં પોલીસની ક્રૂરતાનું ફોકલ પ્રદર્શન.

રમતગમત દરમિયાન હિંસા

  • રમતગમતના વીડિયો જ્યાં ગ્રાફિક ઈજાનું પ્રદર્શન વીડિયોનો કેન્દ્રીય વિષય છે.

યુદ્ધ અને ટકરાવ

  • ગોળીબારી, વિસ્ફોટ, મોતની સજા આપવાના અથવા બૉમ્બ ધડાકાની ગ્રાફિક છબીઓ અથવા જાણકારીઓ.
  • ઈજા, મૃત્યુ અથવા કોઈપણ સંદર્ભમાં પીડાના ગ્રાફિક ચિત્રણો ધરાવતો યુદ્ધનો ફૂટેજ.

સગીરો સંબંધિત હિંસા

  • કોઈપણ સંદર્ભમાં સગીરો વચ્ચેની હિંસાનું ફોકલ રીતે ચિત્રણ કરતું અથવા લડાઈમાં શામેલ સહભાગીઓને ઈજા અથવા તકલીફ થતી બતાવતું કન્ટેન્ટ.

આ દિશાનિર્દેશોમાં વપરાયેલા મુખ્ય શબ્દો વિશે વધુ જાણવા માટે, અમારું વ્યાખ્યાઓનું ટેબલ જુઓ.

પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ

કન્ટેન્ટ જે શીર્ષક અથવા થંબનેલમાં જાતીય રીતે અત્યંત ઉત્તેજક બનાવેલું કન્ટેન્ટ અથવા જાતીય રીતે અત્યંત ઉત્તેજક બનાવેલી થીમ બતાવતું હોય, તે જાહેરાત માટે યોગ્ય નથી. જાતીય શિક્ષણના ગ્રાફિક વિનાના વીડિયો અને મ્યુઝિક વીડિયો માટે મર્યાદિત અપવાદો છે. આ પૉલિસીમાં વાસ્તવિક અને કમ્પ્યૂટર દ્વારા જનરેટ થયેલા વિઝ્યુઅલ એ બંને શામેલ છે. રમૂજ કરવાનો હેતુ હોવાનું જણાવવાથી જાતીય રીતે અત્યંત ઉત્તેજક બનાવેલું કન્ટેન્ટ જાહેરાત માટે યોગ્ય બનતું નથી.

પૉલિસીની વિગત
જાહેરાતો માટે માર્ગદર્શન પ્રશ્નાવલીના વિકલ્પો અને વિગતો
આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે

રોમાન્સ અથવા ચુંબન; સંભોગના સંદર્ભ વિના રોમાન્ટિક સંબંધોની કે જાતીયતાની ચર્ચાઓ; સંપૂર્ણપણે સેન્સર થયેલી નગ્નતા કે જે સમજી ન શકાય તેવી અને ઑડિયન્સને ઉત્તેજિત કરવાના હેતુવાળી ન હોય; સ્તનપાન સંબંધિત નગ્નતા કે જેમાં બાળક હાજર હોય; વાસનાને પ્રેરનાર અથવા આકર્ષક દેખાવાના પ્રયાસમાં સામાન્ય રીતે જાતીય અંગો તરીકે ઓળખાતા શરીરના અંગો, પણ જે જાતીય રીતે ગ્રાફિક ન હોય, શામેલ હોય તેવું રિધમિક હિલચાલવાળું જાતીય શિક્ષણ, નૃત્ય કે જે ગ્રાફિક ન હોય; વ્યાવસાયિક સેટિંગમાં જાતીય રીતે ગ્રાફિક નૃત્ય, જેમ કે કોરિયોગ્રાફ કરેલો ડાન્સ અથવા મ્યુઝિક વીડિયો.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

જાતીય આનંદ આપતું કન્ટેન્ટ

  • રોમાન્ટિક દૃશ્યો કે જે જાતીય આનંદ ન આપતા હોય જેમ કે ઍનિમેટેડ, વાસ્તવિક કે નાટકમાં રૂપાંતરિત ચુંબન અથવા આલિંગનના દૃશ્યો.
    • જાતીય કૃત્યોના સ્પષ્ટ ચિત્રણો વિના પાત્રો વચ્ચેનું જાતીય તણાવ શામેલ કરતા દૃશ્યો.
    • ચુંબનનું બહોળા વર્ણનવાળું દૃશ્ય કે જેમાં રોમાન્સ જ મુખ્ય હોય અને જેનો હેતુ જાતીય આનંદ આપવાનો ન હોય.
    • જનનાંગો બતાવ્યા વિના, ક્ષણભર માટે સૂચિત જાતીય કૃત્યો જેમ કે હલતા પલંગ, કામુક અવાજો અથવા સંભોગનું અનુકરણ.
  • જાતીય આનંદ ન આપે તેવા/કૉમેડીના સંદર્ભમાં સેક્સ વિશે ચર્ચાઓ:
    • ગીતના બોલ અથવા સંવાદો કે જે જુસ્સા, કામના અથવા વાસનાનો સંદર્ભ આપતા હોય.
    • જાતીય શિક્ષણ.
    • જાતીય રોગો (STDs) અને તે કેવી રીતે ફેલાય છે.
    • જાતીય અનુભવો (જેમ કે જાતીય સંભોગ પછી દુખાવો થાય તો શું કરવું) જે વિશેષ રીતે સેક્સ કેવી રીતે કાર્ય કરે છે તેના પર ફોકસ કરતા હોય અને સેક્સમાં કાર્યપ્રદર્શન કઈ રીતે બહેતર બનાવવું તેના વિશે વિગતવાર ચર્ચા ન કરતા હોય.
    • સ્પર્મ ડોનેશન.
    • આકૃતિઓ અથવા પૂતળાનો ઉપયોગ કરીને શરીરના પ્રજનન તંત્રની વૈજ્ઞાનિક રજૂઆતો.
    • જાતીય અભિગમ અને/અથવા સંબંધોમાં જાતીય ઓળખ કેવી રીતે વિકસિત થાય છે.
    • જાતીય ટુચકા અને કટાક્ષોનો ઉપયોગ (જેમ કે રમૂજી રીતે જાતીય કૃત્યોની નકલ કરવી) જેમાં અભદ્ર કે અશ્લીલ શબ્દોનો ઉપયોગ ન થયો હોય (જેમ કે જાતીય તણાવનો સંદર્ભ આપતા મ્યુઝિકના બોલ).
    • કામોત્તેજક વિચિત્ર વસ્તુઓનો બિન-જાતીય રૂપે સંદર્ભ આપે તેવું કન્ટેન્ટ (જેમ કે “તમારો મનગમતો આહાર અથવા કામોત્તેજક લાગે તેવો આહાર કયો છે?”).

ડાન્સ

  • ડાન્સના સેક્સી સ્ટેપ, જેમ કે કોઈ નિતંબ કે કમર ઘુમાવે કે ફેરવે.
  • ટ્વર્કિંગ કે ગ્રાઇન્ડિંગ.
  • ડાન્સ કરતી વખતે ક્ષણિક રીતે અતિ ટૂંકા વસ્ત્રો દર્શાવવા.
  • ક્ષણિક રીતે શરીરના જાતીય અંગોને પંપાળતા દર્શાવવા.
  • શરીરને એકદમ વળગીને જોડીમાં નાચતા ડાન્સર. ઉદાહરણ તરીકે, તેમના જનનાંગના વિસ્તારો નજીકથી સંપર્કમાં હોય.
  • જાતીય કૃત્યોની નકલ કરતા ડાન્સના સ્ટેપ જેમ કે વ્યાવસાયિક સેટિંગ (દા.ત. ડાન્સ સ્ટુડિયો)માં પ્રસ્તુત, જનનાંગના વિસ્તારો અથડાવતા સ્ટેપ, કામોત્તેજક લૅપ ડાન્સ.
  • શરીરના જાતીય અંગોના શૉટ વારંવાર બતાવતા મ્યુઝિક વીડિયો.

નગ્નતા

  • સેન્સર કરેલી નગ્નતા કે જ્યાં નગ્નતા ફોકસ નથી જેમ કે એવા દૃશ્યો કે જેમાં પાત્રો નગ્ન અવસ્થામાં હોઈ શકે છે પરંતુ સ્તનની ડીંટી, નિતંબ કે જનનેન્દ્રિયો દેખાતી ન હોય (જેમ કે તેને સંપૂર્ણપણે પિક્સલેટ/બ્લર કરી હોય).
    • શૈક્ષણિક સંદર્ભોમાં મર્યાદિત વસ્ત્રો પહેરેલા ઐતિહાસિક પાત્રોની બ્લર કરેલી નગ્નતા.
    • સંપૂર્ણ રીતે સેન્સર કરેલી જનનેન્દ્રિયો કે જેને ઓળખી ન શકાતી હોય અને બિન-જાતીય હેતુઓ માટે બતાવવામાં આવી હોય જેમ કે તબીબી પ્રક્રિયા માટે.
  • મર્યાદિત વસ્ત્રો પહેરેલા લોકોના ચિત્રણો કે જ્યાં પ્રસ્તુતિનો હેતુ જાતીય આનંદ આપવાનો નથી જેમ કે સ્વિમિંગ પૂલમાં પહેરવામાં આવતી બિકિની.
    • વસ્ત્રોના રિવ્યૂ કે જે વસ્ત્રની અંદરના સ્તન જેવા શરીરના અંગો પર સતત ફોકસ કરવાને બદલે વસ્ત્રોના પ્રકાર અને ઉપયોગિતા પર ફોકસ કરતા હોય.
    • કલાત્મક અભિવ્યક્તિઓ જેમકે શિલ્પો, સ્કૅચ અથવા કમ્પ્યૂટર દ્વારા જનરેટ કરેલું ગ્રાફિક કે જેમાં સચિત્ર નગ્નતા શામેલ છે, જેમકે ક્લાસિક કલાના પાત્રો અથવા લંગોટમાં સ્થાનિક લોકોની ફોટોગ્રાફી.
    • ફેશન શો રનવે, તબીબી પરીક્ષાઓ અથવા હરવાફરવા માટેના દરિયા કિનારા જેવા યોગ્ય સેટિંગમાં જોવા મળતા સ્ત્રીના સ્તન/બે સ્તન વચ્ચેના ભાગ, નિતંબ અથવા પુરૂષના ધડના અર્ધપારદર્શક કે પાતળા આવરણો.
    • બૉક્સિંગ જેવી રમતગમતના ભાગ તરીકે જોઈ શકાતી આંશિક નગ્નતા જ્યાં આવા પોશાકની જરૂર પડી શકે છે.
    • પાતળા અથવા ખૂબ ઓછા આવરણવાળા સ્તન કે નિતંબ (જેમ કે જ્યારે સ્વિમિંગના વસ્ત્રો પહેર્યા હોય) અને તે બન્ને જાતીય આનંદ આપનારા ન હોય અને વીડિયોનો ફોકલ પૉઇન્ટ ન હોય.
  • શરીર પર જનનેન્દ્રિયોના વજન અથવા દેખાવ માટે વપરાતી વસ્તુઓ, જેમાં જાતીય આનંદ માટે વપરાતી વસ્તુઓ શામેલ નથી.
    • કૃત્રિમ સ્તન કે જેમનો ઉપયોગ સ્તન કાઢી નાખવાની સર્જરી કરાવી હોય એવા લોકો અથવા ટ્રાન્સજેન્ડર અને/અથવા નૉન-બાઇનરી સમુદાયના સભ્યો દ્વારા કરવામાં આવ્યો હોય.
    • ટ્રાન્સજેન્ડર અને/અથવા નૉન-બાઇનરી સમુદાયના સભ્યો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હોય એવા ડિવાઇસ, જેમ કે સ્ટેન્ડ ટૂ પી ડિવાઇસ અથવા ફ્લેસિડ પૅકર. 

સ્તનપાન સંબંધિત નગ્નતા

  • પોતાના બાળકને સ્તનપાન કરાવતી મહિલા જેના સ્તનની ડીંટી ખુલ્લી હોય અથવા દેખાતી હોય.
  • દ્રશ્યમાં બાળક હોય અને સ્તનની ડીંટી દેખાય તે રીતે હાથ વડે સ્તનમાંથી દૂધ કાઢીને દર્શાવવું અથવા બ્રેસ્ટ પંપનો ઉપયોગ દર્શાવવો.

વ્યાખ્યાઓ:

  • “જાતીય આનંદ આપતું”નો અર્થ છે દર્શકોને જાતીય રીતે ઉત્તેજિત કરવાની સંભાવના કે હેતુ ધરાવતું હોય.
  • “જાતીય કટાક્ષ”નો અર્થ છે જાતીય બાબતનો સંકેત આપવા માટે અથવા મજાકમાં શબ્દસમૂહનો કોઈપણ ઉપયોગ.
  • “જાતીય રીતે સૂચક”નો અર્થ છે વિઝ્યુઅલ, શ્રાવ્ય અથવા લેખિત સામગ્રીઓ કે જે પ્રેક્ષકમાં જાતીય ઉત્તેજના જગાડવાના હેતુનું સૂચન કરતી હોય.
  • “ગ્રાફિકનેસ”નો અર્થ છે પ્રેક્ષકોને ઉત્તેજિત કરવા માટે જાતીય કૃત્ય અથવા નગ્નતાનું કેટલી અયોગ્ય રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે.
  • “સ્તનપાન સંબંધિત નગ્નતા” સ્તનપાન કે લેક્ટેશનના સંદર્ભમાં ઉઘાડા સ્તનો અને/અથવા સ્તનની ડીંટીનો સંદર્ભ આપે છે. સ્તનપાનનો સંદર્ભ આપતો રેફરન્સ શામેલ હોવો જરૂરી છે, જેમ કે બાળક હવે સ્તનપાન કરવાનું જ હોય અથવા સક્રિય લેક્ટેશન ચાલુ હોય.
આ કન્ટેન્ટ જાહેરાતની મર્યાદિત આવક મેળવે અથવા કોઈ આવક ન મેળવે તેવું બની શકે છે

દૃષ્ટિગોચર થતો સંભોગ દર્શાવતી શાસ્ત્રીય કલા (જેમ કે જાતીય કૃત્યનું ચિત્ર) અથવા થંબનેલમાં જાતીય અંગો પર ફોકસ; ઍનિમેટ કરેલા જાતીય કૃત્યોવાળું બિન-ઉત્તેજક જાતીય શિક્ષણ; જાતીય થીમને શામેલ કરતી મજાક; એકદમ ઓછા વસ્ત્રો પર ફોકસ કરતું નૃત્યુ; નૃત્યમાં જાણીજોઈને શરીરના જાતીય અંગોને સ્પર્શવા અથવા તેમની પર ફોકસ કરવું.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

જાતીય આનંદ આપતું કન્ટેન્ટ

  • (ભ્રામક સંકેતો સહિત) જાતીય બનાવેલી થીમ ધરાવતા શીર્ષકો અથવા થંબનેલ.
    • (ભ્રામક સંકેતો સહિત) જાતીય બનાવેલી થીમ ધરાવતા શીર્ષકો અથવા થંબનેલવાળા મ્યુઝિક વીડિયો.
    • જાતીય પ્રવૃત્તિઓના વર્ણનો અથવા તેનું સૂચન કરતા સંદર્ભો (જેમ કે ઇમોજી અથવા ગ્રાફિકનો ઉપયોગ કરીને શરીરના જાતીય અંગોનું સૂચન કરતા સંદર્ભો).
    • થંબનેલમાં જાતીય કૃત્યોનું સૂચન કરતી કોઈ વસ્તુ તરફ, ફરતે વર્તુળ દોરી અથવા બીજી કોઈ રીતે ધ્યાન આકર્ષિત કરવું.
    • સેક્સ વર્કરને પોર્ન-સ્ટાર તરીકે બતાવ્યા હોય.
    • જાતીય પ્રવૃત્તિ (સેક્સનું સૂચન કરતા કૃત્યો સહિત).
    • જાતીય કટાક્ષો, જેમ કે આહ ભરવાના અવાજો અથવા હળવેથી કાન કરડવો.
    • કન્ટેન્ટમાં સેક્સ ટોય અથવા ડિવાઇસ બતાવ્યું હોય, તે ઉપયોગમાં ન હોય ત્યારે પણ. 
  • શૈક્ષણિક, દસ્તાવેજી અથવા નાટકીય કન્ટેન્ટમાં ઉત્તેજક ન હોય તેવી જાતીય પ્રવૃત્તિઓના ચિત્રણો.
    • તબીબી વિષયો જેવા શૈક્ષણિક હેતુઓ માટે જાતીય પ્રવૃત્તિઓ અને તેના ઇતિહાસ સમજાવવા.
  • સેક્સ-સંબંધિત કન્ટેન્ટ, જેમ કે સેક્સ ઉદ્યોગ વિશે દસ્તાવેજી કન્ટેન્ટ.
  • શૈક્ષણિક અને દસ્તાવેજી કન્ટેન્ટ કે જેમાં આ શામેલ હોય:
    • અંગત જાતીય અનુભવોની ચર્ચા જેમ કે સેક્સ વર્કર તરીકે શીખેલી તેમની અંગત ટિપ અથવા અંગત વાતચીતના ભાગ તરીકે ઉપયોગમાં લેવાતી અશ્લીલ ભાષાઓ.
  • શાસ્ત્રીય કલાઓમાં પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ દર્શાવતા શીર્ષકો અથવા થંબનેલ.

ડાન્સ

  • ટ્વર્કિંગ કે ગ્રાઇન્ડિંગ જ્યાં ડાન્સરે પહેરેલા અતિ ટૂંકા વસ્ત્રો પર ફોકસ કરવામાં આવ્યું હોય.
  • એવા ડાન્સ જેમાં પાર્ટનર તેમના પાર્ટનરના સ્તન અથવા નિતંબ પકડે છે અથવા જેમાં એક ડાન્સર તેમના પાર્ટનરના વસ્ત્રોની અંદર હાથ નાખતા હોય.
  • ડાન્સમાં શરીરના જાતીય અંગોને જાણી જોઈને ઝૂમ કરીને બતાવવા.

નગ્નતા

  • સંપૂર્ણ નગ્નતા બતાવતું શૈક્ષણિક અથવા દસ્તાવેજી કન્ટેન્ટ.
    • સેક્સ કે નગ્નતા સાથે સંબંધિત ઇતિહાસ કે ઉદ્યોગના ઓવરવ્યૂ જેમ કે પૂરા શરીર પરનું ચિત્રકામ બતાવવું.
  • શાસ્ત્રીય કલા જેમાં જનનાંગો ઓળખી શકાય તે રીતે બતાવ્યા હોય.

વ્યાખ્યાઓ:

  • "સેન્સર કરેલી નગ્નતા"નો અર્થ છે નગ્નતાને બ્લર કરવા જેવી અથવા ઊભી કાળી લાઇન વડે અથવા પિક્સલેટ કરીને છુપાવવા જેવી બાબતો.
  • સૂચિત જાતીય કૃત્ય: વર્તણૂક કે જે જાતીય સંભોગનું અનુકરણ કરતી હોય જેમ કે સંભોગનું અનુકરણ.
આ કન્ટેન્ટ જાહેરાતની કોઈ આવક મેળવશે નહીં

ઉઘાડા, ન્યૂનતમ ઢંકાયેલા શરીરના જાતીય અંગો અથવા સંપૂર્ણ નગ્નતા; સ્તનપાન સંબંધિત નગ્નતા કે જેમાં બાળક હાજર હોય; જાતીય કૃત્યો (તેને બ્લર કર્યા હોય અથવા તે ગર્ભિત હોય તો પણ), જાતીય વિષયોની ચર્ચા, જેમ કે જાતીય કલ્પનાઓ, ટિપ, અનુભવો; જાતીય કન્ટેન્ટવાળી વીડિયો થંબનેલ (ટેક્સ્ટ અથવા લિંક સહિત); જાતીય રીતે ઉત્તેજક દૃશ્યો અને સંકેતો; સેક્સ ટૉય કે ડિવાઇસનું પ્રદર્શન; દેહ વેપાર અને તેના કાર્યકરો સંબંધિત કન્ટેન્ટ; જાતીય અંગો અથવા મૈથુનના દૃશ્યો બતાવતી પ્રાણીની જાતીયતા; ડાન્સમાં જાતીય હિલચાલોની નકલ કરવી અથવા અનુકરણ કરવું; ઑડિયન્સને ઉત્તેજિત કરવાનો સ્પષ્ટ હેતુ ધરાવતા ઉત્તેજક ડાન્સ.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

જાતીય આનંદ આપતું કન્ટેન્ટ

  • (ભ્રામક સંકેતો સહિત) જાતીય બનાવેલી થીમ ધરાવતા શીર્ષકો અથવા થંબનેલ.
    • જાતીય પ્રવૃત્તિઓના વર્ણનો અથવા તેનું સૂચન કરતા સંદર્ભો (જેમ કે ઇમોજી અથવા ગ્રાફિકનો ઉપયોગ કરીને શરીરના જાતીય અંગોનું સૂચન કરતો સંદર્ભ).
    • થંબનેલમાં જાતીય કૃત્યોનું સૂચન કરતી કોઈ વસ્તુ તરફ, ફરતે વર્તુળ દોરી અથવા બીજી કોઈ રીતે ધ્યાન આકર્ષિત કરવું.
    • ભ્રામક શીર્ષક કે જ્યાં વીડિયો જાતીય કન્ટેન્ટ હોવાનું ચોક્કસપણે જણાવતો હોય, પરંતુ તેમાં એવું કંઈપણ ન હોય (જેમ કે રસોઈ બનાવવાનો વીડિયો જેનું શીર્ષક “અશ્લીલ વીડિયો જુઓ” હોય).
    • કમ્પ્યુટર વડે જનરેટ થયેલી, તબીબી સંદર્ભ ધરાવતી નગ્નતા.
  • ફોકલ, ગર્ભિત જાતીય કૃત્ય અથવા વર્તણૂક.
    • વીડિયોનો મુખ્ય વિષય સૂચવતો હોય કે જાતીય પ્રવૃત્તિ થઈ રહી છે જેમ કે ડગમગતી વસ્તુઓ અથવા આહ ભરવાના અવાજો વગેરે.
  • સેક્સ ટોય, સેક્સ સંબંધિત ડિવાઇસ અથવા અન્ય પ્રોડક્ટના ચિત્રણો કે જેનો હેતુ તે ઉપયોગમાં ન હોય ત્યારે પણ જાતીય પ્રવૃત્તિમાં વધારો કરવાનો હોય.
    • જાતીય વિષયો સાથે સુસંગત ન હોય તેવા વીડિયોમાં ઈરાદા વિના સેક્સ સંબંધિત ડિવાઇસ બતાવવું (જેમ કે બૅકગ્રાઉન્ડમાં બતાવવામાં આવ્યું હોય).
    • જનનેન્દ્રિયો જેવી લાગતી તબીબી વસ્તુ જેનો ચર્ચા દરમિયાન પરિચય આપવામાં આવ્યો હોય.
  • ઑડિયન્સને જાતીય રીતે ઉત્તેજિત કરવા માટે જાતીય રીતે ગ્રાફિક ડાન્સ, અંગ દબાવવા અથવા કામુક ક્રિયાઓ કરવી.
    • લાંબા વર્ણનના ભાગ રૂપે (સેક્સનું સૂચન કરતા કૃત્યો સહિત) જાતીય પ્રવૃત્તિઓના ટૂંકા દૃશ્યો.
    • દૃશ્યો જેમાં મુખ્ય ફોકસ જાતીય તણાવ બતાવવા પર હોય.
  • જાતીય રીતે આનંદ ન આપતી વસ્તુઓનો ઉપયોગ કરતા જાતીય કટાક્ષો:
    • જનનેન્દ્રિયો જેવી દેખાતી વસ્તુઓ, જેમ કે વાસ્તવિક જનનેન્દ્રિયોવાળી માનવ આકૃતિઓ.
    • દૈનિક વસ્તુઓ (જેમ કે રીંગણ) અથવા ઇમોજીનો ઉપયોગ કે જેનો હેતુ જનનાંગો જેવો લાગવાનો અને ઑડિયન્સને જાતીય રીતે ઉત્તેજિત કરવાનો હોય.
  • જાતીય રીતે અયોગ્ય ઑડિયો, ટેક્સ્ટ અથવા સંવાદ:
    • સેક્સ સંબંધિત મનોરંજન જેમ કે પોર્નોગ્રાફી અથવા અન્ય જાતીય સેવાઓ (જેમાં શુલ્કવાળા સબ્સ્ક્રિપ્શન પર પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ બતાવતા પ્લૅટફૉર્મની લિંકનો સમાવેશ થાય છે).
    • ગ્રાફિક જાતીય કૃત્યો અથવા અનુકરણો જેનો હેતુ આનંદ આપવાનો હોય.
    • કામોત્તેજક લાગતી વસ્તુઓ કે કલ્પનાઓના ચિત્રણો (જેમ કે માર્ગદર્શિકાઓ અથવા ડેમો).
    • સેક્સ કૌભાંડો અથવા ખાનગી અંગત સામગ્રીને જાહેર કરવા પર ફોકસ.
    • જાતીય પ્રવૃત્તિઓની નકલ કે અનુકરણ કરવું (જેમ કે પોર્નોગ્રાફિક મીડિયા).
    • વળતર બદલ જાતીય કૃત્યોનું પ્રમોશન.
    • સેક્સ ટોય (અથવા અન્ય પ્રોડક્ટ કે જેનો હેતુ જાતીય પ્રવૃત્તિમાં વધારો કરવાનો હોય)નો વાસ્તવિક ઉપયોગ.
    • ભ્રામક જાતીય વર્તણૂક અથવા નગ્નતા-સંબંધિત કન્ટેન્ટ.
      • સામાન્ય વસ્તુઓ અથવા દૃશ્યોના જાતીય ચિત્રણો વડે દર્શકોને ગેરમાર્ગે દોરવાનો હેતુ ધરાવતી થંબનેલ કે જે ઘણી વખત તો વીડિયોના વાસ્તવિક વિષયથી સંબંધિત હોતી નથી.
    • ફેરફાર કરાયેલા દૃશ્યો કે જે જાતીય રીતે જાગૃત કરવાનો હેતુ ધરાવતા હોય.
      • જાતીય આનંદ આપતી પ્રવૃત્તિઓના સંકલનો જેમ કે ઉત્તેજક રીતે રોમાન્સ કરવો અથવા સંભોગનું અનુકરણ.
      • જાતીય આનંદ આપતા શીર્ષકો (જેમ કે “ઉત્તેજક રોમાન્સનું સત્ર”).
    • પ્રાણીઓમાં જાતીયતા કે જ્યારે:
      • પ્રાણીઓનો સંભોગ બતાવતા વીડિયો કે જેમાં ફોકસ જનનાંગો પર હોય.
      • પ્રાણીઓના જનનાંગોને અથવા સંભોગને, જાતીય રીતે આનંદ આપતા હોય એ રીતે બતાવેલા હોય.
  • હસ્તમૈથુન, કામાવેશની પરાકાષ્ઠા, સંભોગ, જાતીય ટિપ અથવા અન્ય જાતીય કૃત્યો જેવા અંગત જાતીય અનુભવો વિશેની ચર્ચાઓ. આમાં જાતીય કટાક્ષો અથવા જાતીય રીતે અયોગ્ય કે અશ્લીલ ટેક્સ્ટ કે ઑડિયો જેમ કે સેક્સ વિશે વિગતવાર વાતચીતોનો સમાવેશ થઈ શકે છે.
    • સેક્સ વિશે ટિપ અથવા સેક્સ કરવાની રીત વિશેની સ્પષ્ટ ચર્ચાઓ.
    • જાતીય કૃત્યોના ઑડિયો કે સાઉન્ડના સંકલનો, કૃત્યના ચિત્રો કે વિઝ્યુઅલ દૃશ્યો વિના (જેમ કે કાન ચાટવાના અને હળવેથી કરડવાના અવાજો).
    • જાતીય પ્રવૃત્તિઓના વર્ણનો કે જેનો હેતુ પ્રેક્ષકોને જાતીય રીતે ઉત્તેજિત કરવાનો છે.
    • જાતીય ઉત્તેજનાઓના ઉલ્લેખો, તે વર્ણનાત્મક ન હોય તો પણ.
    • પુખ્ત લોકો માટેના કન્ટેન્ટનો સંદર્ભ આપતા શીર્ષકો અથવા થંબનેલ જેમ કે 18+, 21+, ‘ફક્ત પુખ્ત લોકો માટે,’ ‘પોર્ન’ વગેરે, સિવાય કે તેનો સંદર્ભ શૈક્ષણિક કે દસ્તાવેજી હોય.
    • દર્શકોને આનંદ આપવા માટે, ટેક્સ્ટમાં શરીરના જાતીય અંગો કે કૃત્યોની રજૂઆત કરતા ઇમૉટિકૉન અથવા ઇમોજીનો ઉપયોગ.
  • પુખ્ત વયના લોકોને ધ્યાનમાં રાખીને બનાવેલી જાતીય વીડિયો ગેમ અથવા ઑડિયન્સને આનંદ આપવાના હેતુથી વીડિયો ગેમના પાત્રોને જાતીય પ્રવૃત્તિ આચરતા બતાવવામાં આવતા હોય.

ડાન્સ

  • ડૅગરિંગ ડાન્સ સ્ટેપ જેમાં એક પાર્ટનર તેમના જનનાંગોને તેમના પાર્ટનરના જનનાંગ પ્રદેશમાં વિસ્તારમાં લગભગ અથડાવે છે.
  • જાતીય કૃત્યમાં શામેલ થઈ રહ્યાં હોય તે રીતે પોતાના ડાન્સ પાર્ટનર સમક્ષ પગ પહોળા કરીને ખોલવા અથવા ફેલાવવા.
  • લૅપ ડાન્સ અથવા સ્ટ્રીપ ટીઝ, સિવાય કે તે કોરિયોગ્રાફ કરેલા ડાન્સ, મ્યુઝિક વીડિયો હોય અથવા વ્યાવસાયિક સેટિંગમાં બનાવવામાં આવ્યા હોય.

નગ્નતા

  • પિક્સલેટ અથવા સેન્સર કરેલી નગ્નતા જ્યાં શરીરના જાતીય અંગો હજી પણ ઓળખી શકાતા હોય.
    • દૃશ્યો જેમાં નગ્ન શરીરને સ્ટારના ચિહ્નથી ઢાંકવામાં કે ઝાંખા કરવામાં આવ્યા હોવા છતાં પણ તેમના છાયાચિત્રોથી ઓળખી શકાતા હોય.
  • નગ્નતાના ક્ષણિક ન હોય તેવા ચિત્રણો (ઍનિમેટેડ, વાસ્તવિક કે નાટકીય).
    • (ફોકસ મારફતે અથવા વારંવાર બતાવીને) સ્તન અથવા જનનાંગના વિસ્તારો દર્શાવતું કન્ટેન્ટ (જેમ કે વ્યક્તિના આંતર્વસ્ત્રો અથવા સ્વિમવેરમાંથી બહાર નીકળેલો જનનાંગનો "ઉપસેલો" વિસ્તાર દર્શાવતું કન્ટેન્ટ).
  • શરીરના જાતીય અંગોના ચિત્રણો જેમ કે બે સ્તન વચ્ચેના ભાગ અથવા ઉપસેલા અંગોના પુનરાવર્તિત કે ફોકલ શૉટ કે જેનો હેતુ ઑડિયન્સને જાતીય રીતે ઉત્તેજિત કરવાનો હોય.
    • જનનાંગની ઉપસેલી આઉટલાઇન જેને જોઈને ઓળખી શકાતી હોય, તેના સંકલનો.
    • ખૂબ જ ઓછા વસ્ત્રો (જેમ કે થૉન્ગ)થી ઢાંકેલા શરીરના જાતીય અંગો (જેમ કે સ્તન, બે સ્તન વચ્ચેના ભાગો, નિતંબ વગેરે) કે જે વારંવાર દેખાતા હોય.
  • વાસ્તવિક અથવા ઍનિમેટ કરેલી નગ્નતા, જેમ કે શરીરના જાતીય અંગોને સંપૂર્ણ રીતે ઉઘાડા બતાવવા કે જાતીય કૃત્યો. 
  • બાળકોની નગ્નતા
    • કન્ટેન્ટ કે જે જનનાંગો જોઈ શકાય તે રીતે બતાવતું હોય, જેમ કે બાળકનું ડાયપર બદલતી વખતે અથવા બાળકો સાવ નગ્નાવસ્થામાં સ્વિમિંગ કરતા હોય ત્યારે.

સ્તનપાન સંબંધિત નગ્નતા

  • બ્રેસ્ટ પંપનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશેનું શૈક્ષણિક કન્ટેન્ટ, જેમાં સ્તનની ડીંટી દેખાતી હોય પણ કોઈ બાળક હાજર ન હોય.
  • હાથ વડે સ્તનમાંથી દૂધ કાઢીને દર્શાવતા ટ્યૂટૉરિઅલ જેમાં સ્તનની ડીંટી દેખાતી હોય પણ દૃશ્યમાં કોઈ બાળક હાજર ન હોય.
  • કોઈ મહિલાને કપમાં દૂધ કાઢતા બતાવવી જેમાં દૃશ્યમાં કોઈ બાળક હાજર ન હોય.

આ દિશાનિર્દેશોમાં વપરાયેલા મુખ્ય શબ્દો વિશે વધુ જાણવા માટે, અમારું વ્યાખ્યાઓનું ટેબલ જુઓ.

આઘાતજનક કન્ટેન્ટ

દર્શકોને હતાશ કરી શકે, તેમને ઘૃણાજનક લાગી શકે અથવા આઘાત પહોંચાડી શકે તેવું કન્ટેન્ટ જાહેરાત માટે યોગ્ય નથી. આઘાત પહોંચાડનારા સેન્સર કર્યા વિનાના એલિમેન્ટને પરિણામે જરૂરી નથી કે તમારો વીડિયો જાહેરાત માટે અયોગ્ય માનવામાં આવશે, પણ સંદર્ભ મહત્ત્વપૂર્ણ છે.

પૉલિસીની વિગત
જાહેરાતો માટે માર્ગદર્શન પ્રશ્નાવલીના વિકલ્પો અને વિગતો
આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે

સહેજ અથવા સાધારણ રીતે આઘાતજનક કન્ટેન્ટ જે સેન્સર કરવામાં આવ્યું હોય અથવા શૈક્ષણિક, દસ્તાવેજી કે અન્ય હેતુઓના સંદર્ભ માટે બતાવવામાં આવ્યું હોય.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

શરીરના અંગો, પ્રવાહી કે કચરો

  • શરીરના અંગો, પ્રવાહી અથવા કચરો કે જે બાળકો માટે બનાવવામાં આવ્યા હોય અથવા શૈક્ષણિક, વૈજ્ઞાનિક, દસ્તાવેજી અથવા કલાત્મક સંદર્ભમાં પ્રસ્તુત કરવામાં આવ્યા હોય અને જ્યાં હેતુ આઘાત પહોંચાડશે નહીં.
  • નાટકમાં રૂપાંતરિત શરીરના અંગો, પ્રવાહી અથવા કચરો કે જ્યાં મોટે ભાગે મનોરંજન કરવાના હેતુઓથી (જેમ કે જાદુઈ કરામત) આઘાત પહોંચાડવાનો આશય હોય પણ વાજબી સંદર્ભ આપવો જરૂરી છે.

તબીબી અને કોસ્મેટિક પ્રક્રિયાઓ

  • તબીબી અથવા કોસ્મેટિક પ્રક્રિયાઓ કે જે શૈક્ષણિક હોય અને શરીરના અંગો, પ્રવાહી કે કચરાને બદલે પ્રક્રિયા પર જ ફોકસ કરતી હોય.
    • ટેટૂ બનાવવા, વીંધાવવા અને બોટોક્સની પ્રક્રિયાઓને મામૂલી લોહી સાથે બતાવવી.
  • તબીબી અથવા કોસ્મેટિક પ્રક્રિયાઓ કે જે પ્રક્રિયા દરમિયાન શરીરના અંગો, પ્રવાહી કે કચરાને સેન્સર કરીને અથવા ક્ષણિક બતાવવા.
  • માણસ અને પ્રાણીના જન્મના વીડિયો કે જે શરીરના અંગો, પ્રવાહી કે કચરા પર વધુ ફોકસ કર્યા વિના દર્શકોને શિક્ષણ આપતા હોય.

અકસ્માતો અને ઈજાઓ

  • અકસ્માતો કે જ્યાં કોઈ ઉઘાડી ઈજા દેખાતી ન હોય (જેમ કે આંતરિક માંસપેશી, ઘા જેમાંથી લોહી વહેતુ હોય).
  • ફક્ત મધ્યમ અસર દેખાતી હોવાને કારણે વાસ્તવિક અસ્વસ્થતા ન સર્જતા અકસ્માતો (દા.ત. મોટરસાઇકલથી પડવું).
  • અકસ્માતો કે જેમાં અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિ તકલીફમાં ન હોય કે અકસ્માતનો ભોગ બની ન હોય (લોકોને રડતા કે ચીસ પાડતા બતાવેલા ન હોય).
  • અકસ્માતો કે જેમાં લાંબા સમય માટે તબીબી સેવાની જરૂર ન હોય.
  • સમાચાર, દસ્તાવેજી અથવા કલાત્મક સંદર્ભ (જેમ કે ફિલ્મ અથવા મ્યુઝિક વીડિયો)માં પ્રસ્તુત કરાયેલા અકસ્માતો અને ઈજાઓ.

ખાવા માટે પ્રાણીને તૈયાર કરવું અને ખાવું

  • પ્રાણીઓના અંગો સાથે સનસનાટી પેદા કરે એવી રીતે વર્તન થતું હોય.
    • કાચા અથવા ખાવા માટે તૈયાર માંસ કે માછલીના ચિત્રણો, રૅસિપિ બનાવવાનો અથવા રાંધવાની ટેક્નિકનો ડેમો આપવામાં આવતો હોય.
  • માંસાહારી ભોજનને સનસનાટી પેદા કરે એ રીતે ખાતા અથવા બનાવતા બતાવવામાં આવતું હોય તેમજ તેમાં પ્રાણીઓના અંગો દેખાતા ન હોય.
    • રેસ્ટોરન્ટમાં જીવતી અથવા હજી પણ હિલચાલ કરતી જણાતી હોય એવી શેલફિશ ખાતા બતાવવું.
    • "મુકબૅન્ગ" અથવા ASMRના કાર્યપ્રદર્શનના ભાગ તરીકે તૈયાર કરેલા ભોજન (જેમ કે ઝીંગા) ખાતા બતાવવામાં આવતા હોય.
  • પ્રાણીઓને ચહેરાના સ્પષ્ટ હાવભાવ સાથે ક્ષણિક બતાવવામાં આવ્યા હોય (જેમાં માછલી, મોલસ્કા અથવા ક્રસ્ટેશિયનનો સમાવેશ નથી, જેને ફોકલ રીતે બતાવવાની મંજૂરી આપવામાં આવી હોય.

વ્યાખ્યાઓ

  • "આઘાત પહોંચાડવાનો હેતુ"નો અર્થ છે વીડિયોનો હેતુ આઘાત પહોંચાડવાનો હોય, જે આપવામાં આવેલા સંદર્ભ તેમજ તેના ફોકસ દ્વારા નક્કી કરવામાં આવે છે.
  • "અકસ્માતો"નો અર્થ છે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ કે જેના પરિણામે સામાન્ય રીતે નુકસાન અથવા ઈજા થાય છે, જેમાં ઈજા સ્પષ્ટ રીતે દેખાતી ન હોય તેવી ઘટનાઓ શામેલ છે (જેમ કે વાહનના અકસ્માતો).
  • "ઉઘાડા"નો અર્થ છે શરીરના અંગો, પ્રવાહી અથવા કચરો (જેમ કે માંસપેશી અથવા લોહી) દેખાતા હોય.
  • "અસ્વસ્થતા"નો અર્થ છે જોઈ શકાતી કે વાજબી રીતે ધારવામાં આવેલી હાનિકારક અસર અથવા ઈજાના પરિણામે થતી બેચેની કે આશ્ચર્યની લાગણી.
  • "તકલીફ"નો અર્થ છે પીડા કે બેભાન અવસ્થાને પરિણામે માણસને થતી વેદનાની જોઈ, સાંભળી કે અનુભૂતિ કરી શકાતી પ્રસ્તુતિ. આ કિસ્સામાં, તે અકસ્માતોમાં શામેલ વ્યક્તિઓ અને (જન્મ સહિતની) તબીબી અથવા કોસ્મેટિક પ્રક્રિયાઓ કરી રહેલી અથવા તેમાંથી પસાર થઈ રહેલી વ્યક્તિઓ સાથે સંબંધિત છે.
  • “સનસનાટી પેદા ન કરે એવી રીત” (પ્રાણીના ઉઘાડા અંગો અથવા પ્રાણી/જંતુ ખાવાના સંદર્ભમાં વપરાય છે) જેનો અર્થ છે પ્રાણી વિશે જાણવાની ઉત્સુકતા જાગૃત કરવાના હેતુ વિના ખાદ્ય પ્રોડક્ટના વપરાશ પર ફોકસ કરવાની રીત. પ્રાણી અથવા તેનું માસ ખાતા બતાવવાનો હેતુ કોઈને આઘાત પહોંચાડવાનો ન હોય અને ન તો તેમાં એવી ગ્રાફિક અને અતિશયોક્તિભરી વિગતો હોય કે જેનાથી કોઈને આઘાત લાગે.
  • "અયોગ્ય હૅન્ડલિંગ"નો અર્થ છે પ્રાણીને ખાવા માટે તૈયાર કરવાની અથવા ખાવાની ક્રૂર અથવા નિર્દય રીત. ઉદાહરણ તરીકે, પ્રાણીઓને ફેંકવા અથવા છોડવામાં આવતા હોય, મનોરંજક રીતે તેમની સાથે રમવું, દબાણ કરવું અથવા શિરચ્છેદ કરવું. જે પ્રાણી સાથે ગેરવર્તન થતું હોય તે જરૂરી નથી કે તે જીવંત હોય, ગેરવર્તન કોઈપણ પ્રકારના સાધનો, વાસણો અથવા ઉઘાડા હાથ વડે થઈ શકે.
  • "વ્યાવસાયિક સંદર્ભ"નો અર્થ છે કસાઈ અથવા માછલીના વિક્રેતા હોવાના વ્યવસાયના અને તેઓ મરેલા પ્રાણીઓને કાપતા અને હૅન્ડલ કરતા હોય.
  • "ચહેરાના સ્પષ્ટ રીતે દેખાતા હાવભાવ"નો અર્થ છે પ્રાણીના ચહેરાના હાવભાવ કે જેનાથી દર્શકોને કન્ફર્મ થાય કે પ્રાણી જીવંત હતું અથવા હજી પણ જીવંત છે. હાવભાવોમાં નાક, કાન, મોં, આંખ વગેરેનો સમાવેશ થાય છે.
આ કન્ટેન્ટ જાહેરાતની મર્યાદિત આવક મેળવે અથવા કોઈ આવક ન મેળવે તેવું બની શકે છે

આઘાતજનક કન્ટેન્ટ, જેમ કે મનુષ્યના અથવા પ્રાણીના શારીરિક અંગોની સેન્સર કર્યા વિનાની ગ્રાફિક છબીઓ અથવા સામાન્ય સંદર્ભ પ્રદાન કરવા છતાં પણ જેનો હેતુ આઘાત આપવાનો હોય.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

શરીરના અંગો, પ્રવાહી કે કચરો

  • શરીરના વાસ્તવિક અંગો, પ્રવાહી કે કચરા પર ફોકસ જ્યાં હેતુ આઘાત પહોંચાડવાનો હોય.
  • શરીરના અંગો, પ્રવાહી અને કચરાની નાટકમાં રૂપાંતરિત પ્રસ્તુતિઓ કે જે બિહામણી અને લોહિયાળ વિગતો પર ફોકસ કરતી હોય.
    • સ્ક્રિપ્ટ પરથી બનાવેલા કન્ટેન્ટમાં સર્જરીના અતિશય લોહી બતાવતા દૃશ્યો.

તબીબી અને કોસ્મેટિક પ્રક્રિયાઓ

  • તબીબી અથવા કોસ્મેટિક પ્રક્રિયાઓ ધરાવતું શૈક્ષણિક અથવા કલાત્મક કન્ટેન્ટ, જે શરીરના સેન્સર ન કરેલા અંગો, પ્રવાહી કે કચરા પર વિગતવાર ફોકસ કરતું હોય અથવા તેમને બતાવતી હોય, પણ જેમાં સેન્સર કરાયા ન હોય એવા આ ઘટકો કેન્દ્રીય ફોકસ નથી હોતા.
    • ફોકલ, સેન્સર કર્યા વિનાની સર્જરી કે જેમાં શરીરના અંગો દેખાતા હોય પણ આ વીડિયોનો એક માત્ર વિષય હોવો જરૂરી નથી.
    • તબીબી વ્યાવસાયિકને સ્થિતિ વિશેની સંપૂર્ણ વિગતો સાથે ઇયરવેક્સ કાઢવાનું અથવા ખીલ પૉપિંગ કરવાનો ડેમો આપતો બતાવવામાં આવતું હોય.

અકસ્માતો અને ઈજાઓ

  • અકસ્માતો જેની અસરની ક્ષણ એટલી તીવ્ર હોય કે તેના કારણે અસ્વસ્થતા સર્જાવાની સંભાવના હોય.
  • અકસ્માતો કે જેમાં ઈજા અસ્પષ્ટ રીતે બતાવી હોય (જેમ કે કપડાં અથવા વાહનમાંથી લોહી વહેતું દેખાવું), પણ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને તકલીફ થતી બતાવી ન હોય.
  • મોટી કાર દુર્ઘટના કે જેમાં દુર્ઘટનાનો ભોગ બનેલી વ્યક્તિને તકલીફ થતી બતાવી ન હોય.

ખાવા માટે પ્રાણીને તૈયાર કરવું અને ખાવું

  • સનસનાટીપૂર્ણ “મુકબૅન્ગ” અથવા ASMR પ્રાણીને ખાતા બતાવવા કે જેમાં પ્રાણીઓના અંગો રાંધેલા ન હોય અથવા અતિશયોક્તિભરી રીતે ખાતા હોય.
  • સજીવની ઓળખી શકાતી ફોકલ તેમજ સ્પષ્ટ લાક્ષણિકતાઓ (જેમ કે રાંધતી વખતે પ્રાણીની આંખ પર ફોકસ કરવું).
  • પ્રાણીઓના ચામડીવાળા અંગો બિહામણા અને લોહિયાળ ઘટકો સાથે, પણ જ્યાં પ્રાણીઓ સાથે ગેરવર્તન થયું હોવાનું દેખાતું ન હોય (દા.ત. પ્રાણીના અંગો તૈયાર કરતી વખતે લોહી ટપકાવતા માંસ અને કંડરા પર ફોકસ કરવું).
આ કન્ટેન્ટ જાહેરાતની કોઈ આવક મેળવશે નહીં

અત્યંત આઘાત પહોંચાડનારું કન્ટેન્ટ કે જ્યાં વીડિયોનો સંપૂર્ણ હેતુ દર્શકોને આઘાત પહોંચાડવાનો હોય. સામાન્ય રીતે, કોઈ વાસ્તવિક સંદર્ભ આપ્યો ન હોય, જ્યારે બિહામણા અને લોહિયાળ એલિમેન્ટ, તણાવ અથવા અયોગ્ય રીતે હૅન્ડલ કરવું સ્પષ્ટ અને દેખીતું હોય.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

શરીરના અંગો, પ્રવાહી કે કચરો

  • ઓછો સંદર્ભ આપવાથી લઈને કોઈ સંદર્ભ ન આપવા સુધીના કિસ્સામાં, શરીરના અંગો, પ્રવાહી કે કચરાની ઘૃણાસ્પદ, બિહામણી અથવા લોહિયાળ પ્રસ્તુતિઓ.
    • પ્રક્રિયાની સ્પષ્ટ સમજૂતી વિના ઇયરવેક્સ કાઢવાનું અથવા ખીલ પૉપિંગ કરવું, જેમાં વીડિયોના સૌથી વધુ ભાગો શરીરના અંગો, પ્રવાહી અથવા કચરા પર ફોકસ કરતા હોય, પછી ભલે તે શૈક્ષણિક સંદર્ભમાં હોય.
  • આઘાત પહોંચાડવાના એકમાત્ર હેતુથી, ઓછા સંદર્ભ સાથે પ્રસ્તુત કરવામાં આવેલા નાટકમાં રૂપાંતરિત આઘાતજનક ઘટકો.

તબીબી અને કોસ્મેટિક પ્રક્રિયાઓ

  • વીડિયોના વધુ પડતા ભાગમાં શરીરના અંગો, પ્રવાહીઓ અને ખરાબ કચરાને સેન્સર કર્યા વિના બતાવ્યા હોય, જે બિહામણા અને લોહિયાળ હોય, પછી ભલે તેનો સંદર્ભ આપવામાં આવ્યો હોય.
    • કોઈ ચોક્કસ ઑપરેશન કરવાની રીત બતાવતો તબીબી વ્યાવસાયિક.
  • બિલકુલ સંદર્ભ અથવા મામૂલી સંદર્ભ સાથે પ્રસ્તુત કરેલી પ્રક્રિયાઓ કે જેમાં મોટાભાગના વીડિયોમાં શરીરના અંગો, પ્રવાહીઓ અથવા ખરાબ કચરા બતાવેલા હોય કે જે બિહામણા અને લોહિયાળ હોય.

અકસ્માતો અને ઈજાઓ

  • અકસ્માતો અને ગંભીર ઈજાઓની અસ્વસ્થ કરી દેતી પ્રસ્તુતિઓ કે જ્યાં શરીરના ઉઘાડા અંગો જોઈ શકાતા હોય અથવા જ્યાં ગંભીર ઈજા થઈ હોવાનું વાજબી રીતે ધારી શકાતું હોય.
    •  માંસમાંથી લોહી વહેતું અને ખુલ્લું પડેલું માંસ દેખાય તે રીતે બતાવવું.
  • કોઈ સંદર્ભ વિના અત્યંત કરૂણ અકસ્માતો બતાવવા.

ખાવા માટે પ્રાણીને તૈયાર કરવું અને ખાવું

  • બિહામણી અથવા લોહિયાળ રીતે વારંવાર જીવતા પ્રાણીઓને બતાવવા, ખાવા માટે તૈયાર કરવા અથવા ખાવા, જેનો પૂરેપૂરો હેતુ દર્શકોને આઘાત પહોંચાડવાનો હોય.
  • સંદર્ભ વિના ચહેરાના સ્પષ્ટ હાવભાવ પર અથવા પ્રાણીઓ સાથે થતા ગેરવર્તન પર સંપૂર્ણપણે ફોકસ કરવું.
  • પ્રાણીને તકલીફ થતી હોય તે રીતે માંસ માટે તૈયાર (ખાલ ઉતારવી) કરવાના અથવા હત્યા કરવાના ક્રૂર અથવા ગ્રાફિક ચિત્રણો.
  • જીવિત પ્રાણીઓને તકલીફ થતી દેખાય રીતે, ખાવાના હેતુથી તૈયાર કરવાના ચિત્રણો કે જેમાં કોઈ શૈક્ષણિક સંદર્ભ ન હોય.
  • પ્રાણીઓને ખાવાના બિન-શૈક્ષણિક ચિત્રણો કે જેમાં ચહેરાના સ્પષ્ટ રીતે દેખાતા હાવભાવ પર ફોકસ કરવામાં આવેલું હોય.

આ દિશાનિર્દેશોમાં વપરાયેલા મુખ્ય શબ્દો વિશે વધુ જાણવા માટે, અમારું વ્યાખ્યાઓનું ટેબલ જુઓ.

હાનિકારક કૃત્યો અને અવિશ્વસનીય કન્ટેન્ટ

કન્ટેન્ટ કે જે એવા હાનિકારક અથવા જોખમી કૃત્યોનો પ્રચાર કરતું હોય કે જેના પરિણામે ગંભીર શારીરિક, ભાવનાત્મક અથવા માનસિક હાનિ પહોંચતી હોય, તે જાહેરાત માટે યોગ્ય નથી.

પૉલિસીની વિગત
જાહેરાતો માટે માર્ગદર્શન પ્રશ્નાવલીના વિકલ્પો અને વિગતો
આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે

સ્ટન્ટ અથવા કૃત્યો જે સહેજ જોખમી હોય, પણ વ્યાવસાયિક અને નિયંત્રિત વાતાવરણમાં કરવામાં આવતા હોય કે જ્યાં કોઈને પણ ગંભીર ઈજા ન થઈ હોય. શૈક્ષણિક કે સ્ક્રિપ્ટમાં લખેલા કન્ટેન્ટમાં જોખમી સંગઠનોનો ટૂંકો સંદર્ભ.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

સામાન્ય કૃત્યો કે જે હાનિકારક અથવા જોખમી હોય

  • પ્રવૃત્તિઓ જેમાં જોઈ ન શકાતી ઈજાઓ સાથે જોખમ શામેલ હોય જેમ કે:
    • વ્યાવસાયિક સ્ટન્ટ અથવા ખૂબ જોખમી રમતગમત જેમ કે વિન્ગસુટ ફ્લાઇંગ.
    • આગળનું વ્હીલ જમીનથી અધ્ધર રાખીને વાહન ચલાવતા કે ગ્રાઉન્ડ-લેવલ પાર્કોર કરતા વ્યક્તિનું ફૂટેજ.
    • જોખમી કરામતો કર્યા વિના, મોટર વાહનો ખૂબ જ ઝડપે ચાલતા અથવા રસ્તા પર સ્લીપ થતા હોય (જેમ કે આગળનું વ્હીલ જમીનથી અધ્ધર રાખીને અથવા હૅન્ડલ પર હાથ રાખ્યા વિના વાહન ચલાવવું) અથવા અન્ય લોકો માટે વારંવાર વિક્ષેપો ઊભા કરતા હોય (જેમ કે બે લેનની વચ્ચે ડ્રાઇવ કરવું).

નિષ્ફ્ળ પ્રયાસોના સંકલનો

  • ગ્રાફિક ઈજાઓ પર ફોકસ કર્યા વિના નિષ્ફ્ળ પ્રયાસોના સંકલિત વીડિયો (જેમ કે ચાલતી વખતે કાચના દરવાજા સાથે અથડાઈ જવું). 

મજાક અને ચૅલેન્જ

  • મજાક અથવા ચૅલેન્જ જેમાં ગૂંચવણ, મૂંઝવણ અથવા અસુવિધા હોય પરંતુ કોઈ જોખમ અથવા લાંબા ગાળાની હાનિ શામેલ ન હોય જેમ કે પોતાના પર બાલદી ભરીને બરફ નાખવાની ચૅલેન્જ.
  • હાનિ થવાની પળના ફૂટેજ અથવા ઑડિયો વિના, હાનિકારક મજાક કે ચૅલેન્જ વિશેની ચર્ચાઓ અથવા રિપોર્ટ (જેમ કે પોતાના શરીરને સળગાવવાની ચૅલેન્જના રિપોર્ટ, ઘટનાની વિગતો આપ્યા વિના).
  • શૈક્ષણિક, દસ્તાવેજી અથવા સમાચારના રિપોર્ટનું કન્ટેન્ટ કે જે અતિશય ભાવનાત્મક તણાવ આપતી મજાક અથવા ચૅલેન્જ બતાવતું હોય (જેમ કે શારીરિક તકરારો, અપમાજનક ભાષા અને અપમાન જેમ કે “તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે!” એવી મજાક).

ખોટી તબીબી અને વૈજ્ઞાનિક માહિતી

  • વાયરસ, ચેપી રોગો અને COVID-19 વિશેનું ભય ફેલાવવાના હેતુ વિનાનું તટસ્થ કન્ટેન્ટ (જેમ કે વાયરસ અને જીવાણુ વચ્ચેનો તફાવત સમજાવતો બાળકો માટેનો વીડિયો).

હાનિકારક ખોટી માહિતી

  • હાનિકારક ખોટી માહિતીનો પ્રચાર કરતા ગ્રૂપ કેવી રીતે ધ્યાન આકર્ષિત કરે છે, મહત્ત્વતા મેળવે છે અને/અથવા ખોટી માહિતી ફેલાવે છે તે સમજાવતું શૈક્ષણિક અથવા દસ્તાવેજી કન્ટેન્ટ.
  • શૈક્ષણિક અથવા દસ્તાવેજી કન્ટેન્ટ જેમાં હાનિકારક ખોટી માહિતીમાંના વધુ પડતા દાવા ખુલ્લા પાડવા પર ફોકસ કરવામાં આવ્યું હોય, જેમ કે Pizzagate, QAnon, StopTheSteal, વગેરે
  • હવામાનમાં ફેરફારની ખોટી માહિતી જાહેર કરવાનો પ્રયત્ન કરતું શૈક્ષણિક અથવા દસ્તાવેજી કન્ટેન્ટ.

વૅપિંગ અને તમાકુ 

  • નિવારક કાર્યો માટે સાર્વજનિક સેવાની ઘોષણાઓ.
  • વપરાશના ફોકલ ચિત્રણ સાથે, નાટકમાં રૂપાંતરિત કન્ટેન્ટ.
  • વૅપિંગ/તમાકુ સાથે સંકળાયેલા ઉદ્યોગો બતાવતું શૈક્ષણિક અથવા દસ્તાવેજી કન્ટેન્ટ.

આલ્કોહોલ

  • બેજવાબદાર રીતે આલ્કોહોલનું સેવન કરવાનો પ્રચાર કર્યા વિના કે તેની પ્રશંસા કર્યા વિના, આલ્કોહોલની હાજરીવાળું અથવા આલ્કોહોલનું સેવન કરતી પુખ્ત વ્યક્તિઓવાળું કન્ટેન્ટ.

વિદેશી આતંકવાદી સંસ્થાઓ (FTO)

  • મુખ્ય વિષય તરીકે, આતંકવાદી હુમલાની ચર્ચા કરતા શૈક્ષણિક કે પત્રકારત્વ સંબંધિત રિપોર્ટ અથવા મ્યુઝિક વીડિયો.
  • સામાન્ય વિષય તરીકે, આતંકવાદી હુમલાઓના ફૂટેજ વિના આ સંગઠનો વિશે શૈક્ષણિક અથવા નાટકીય કન્ટેન્ટ.
  • રમૂજ કરવાના ઉદ્દેશ્ય સાથે FTOs અથવા આતંકવાદ દર્શાવતું પત્રકારત્વ સંબંધિત રિપોર્ટિંગ.
  • શૈક્ષણિક, નાટકીય, પત્રકારત્વ સંબંધિત રિપોર્ટ અથવા મ્યુઝિક વીડિયો કે જે FTO છબીઓ બતાવતા હોય પણ અન્યથા કન્ટેન્ટના મુખ્ય વિષય તરીકે તેનો ઉલ્લેખ ન હોય. 

ડ્રગનો વેપાર કરતી સંસ્થાઓ (DTO)

  • ડ્રગના સમગ્ર આંતરરાષ્ટ્રીય વેપાર પર ફોકસ કરતા શૈક્ષણિક, નાટકીય, પત્રકારત્વ સંબંધિત રિપોર્ટ અથવા મ્યુઝિક વીડિયો.
  • DTOs અને સૂત્રો જેવી સંબંધિત છબીનું ચિત્રણ કરતા શૈક્ષણિક, નાટકીય, પત્રકારત્વ સંબંધિત રિપોર્ટ અથવા મ્યુઝિક વીડિયો.
  • DTOs અથવા આંતરરાષ્ટ્રીય ડ્રગ વેપારને કોઈ વિષય તરીકે આવરી લેતો હોય તેવો રમૂજી કન્ટેન્ટ બતાવતો કોઈપણ વીડિયો.
  • પત્રકારત્વ સંબંધિત રિપોર્ટમાં આવરી લેવામાં આવેલી, સંબંધિત ગ્રૂપ વિશે સાર્વજનિક સેવાની ઘોષણાઓ.
  • પત્રકારત્વ સંબંધિત રિપોર્ટ જેમાં હિંસક પરિસ્થિતિઓ અને ક્રિયાઓના દૃશ્યો શામેલ છે, જેમ કે બંધકો અથવા DTOs દ્વારા કરવામાં આવતી પૂછપરછ.

વ્યાખ્યાઓ:

  • "ગંભીર રીતે ઈજાગ્રસ્ત”નો અર્થ છે એવી ઈજાઓ જેની યોગ્ય તબીબી સંભાળ વિના અથવા ઘરે સારવાર કરી શકાતી ન હોય જેમ કે તૂટેલા હાડકાં, હાડકાંના સાંધાની જોઈ શકાતી ઈજાઓ અથવા નોંધપાત્ર માત્રામાં લોહી.
  • શરીરમાં કરેલા ફેરફારમાં ટેટૂ, વીંધાવવું અથવા તબીબી સર્જરી જેવી બાબતો શામેલ હોઈ શકે છે.
  • “નાટકમાં રૂપાંતરિત”નો અર્થ છે સ્ક્રિપ્ટ પરથી બનેલું કન્ટેન્ટ જેમકે મૂવી અથવા કાલ્પનિક સેટિંગ.
આ કન્ટેન્ટ જાહેરાતની મર્યાદિત આવક મેળવે અથવા કોઈ આવક ન મેળવે તેવું બની શકે છે

કન્ટેન્ટ કે જે અવ્યાવસાયિક તેમજ અનિયંત્રિત વાતાવરણમાં કરેલા કૃત્યો સહિત, શારીરિક ઈજા અથવા તણાવ બતાવતું હોય પણ તેના પર ફોકસ ન કરતું હોય. જોખમી સંગઠનના આગેવાન સંબંધિત વિષયો અથવા તેને સંબંધિત સાર્વજનિક સેવાની ઘોષણાઓ.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

સામાન્ય નુકસાનદાયક અથવા જોખમી કૃત્યો

  • વધુ જોખમી પ્રવૃત્તિઓને શામેલ કરતા કૃત્યો જેમ કે ગગનચુંબી ઇમારત પર ચડવું અથવા ગંભીર ઈજાનું ચિત્રણ કરવું જેમ કે સ્કેટિંગ કરતી વખતે કૂદકો મારવાનું પરિણામ.
  • આના વિશે શૈક્ષણિક, દસ્તાવેજી અથવા સમાચારનો રિપોર્ટ: 
    • ગ્રાફિક ઈજાવાળા હાનિકારક અથવા જોખમી કૃત્યો.
    • જુગારમાં સંડોવાયેલા અથવા પુખ્ત વ્યક્તિઓના ઉપયોગ માટે બનાવવામાં આવેલાં મોટર વાહનો ચલાવતા બાળકો. 
  • મોટર વાહનો કે જે ખૂબ જ ઝડપે ચાલતા અથવા રસ્તા પર સ્લીપ થતા હોય અને જોખમી કરામતો કરતા હોય (દા.ત. આગળનું વ્હીલ જમીનથી અધ્ધર રાખીને અથવા હૅન્ડલ પર હાથ રાખ્યા વિના વાહન ચલાવવું) અથવા અન્ય લોકો માટે વારંવાર વિક્ષેપો ઊભા કરતા હોય (દા.ત. બે લેનની વચ્ચે ડ્રાઇવ કરવું). 
  • જોખમી કૃત્યો દર્શાવતું શૈક્ષણિક, નાટકીય અથવા મ્યુઝિક વીડિયો કન્ટેન્ટ જેમાં સહભાગી અથવા પીડિત તરીકે સગીરનો સમાવેશ થાય છે.

નિષ્ફ્ળ પ્રયાસોના સંકલનો

  • ગ્રાફિક ઈજાઓ સાથે પળોના ફોકલ ચિત્રણો કે જેનું પરિણામ મૃત્યુ કે લાંબા ગાળે મૃત્યુનું કારણ બનતી સ્થિતિઓ ન હોય (દા.ત. રસ્તા પર થયેલા બાઇકના અકસ્માતોનું વીડિયો સંકલન).

મજાક અને હરીફાઈઓ

  • મજાક અથવા હરીફાઈના કન્ટેન્ટ વિશે શૈક્ષણિક, દસ્તાવેજી અથવા સમાચારના રિપોર્ટ જેમાં આ શામેલ હોય:
    • પોતાની જાતને અથવા અન્ય લોકોને શારીરિક અથવા માનસિક હાનિ પહોંચાડવાની ધમકીઓ અથવા સલાહ આપવી જેમ કે ટ્રેનના પાટા વચ્ચે સૂઈ જવું. 
    • કાર્યો કે જેનું અનુકરણ ન કરવું જોઈએ જેમ કે બ્લીચ પીવાની હરીફાઈ અને જેના પરિણામે કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યને તાત્કાલિક અને ગંભીર હાનિ થઈ શકે છે.
  • મજાક અથવા હરીફાઈઓ કે જેમાં અતિશય ભાવનાત્મક તકલીફ થતી હોય જેમ કે શારીરિક તકરારો, અપમાજનક ભાષા અને અપમાન. આમાં વ્યક્તિના જીવન જીવવાના સ્ટેટસને જોખમમાં મૂકવું પણ શામેલ હોઈ શકે છે જેમ કે નોકરીમાંથી બરતરફ કરવાની મજાક અથવા સંબંધના સંદર્ભમાં કોઈ વ્યક્તિને ભાવનાત્મક રીતે ઉશ્કેરવી અથવા ડરાવવી (દા.ત. સંબંધ તોડી નાખવાની મજાક કે જ્યાં એક વ્યક્તિ ભાવનાત્મક રીતે અસ્વસ્થ થતી હોય અથવા સંબંધીઓની ધરપકડ કરાવવાની મજાક વગેરે).
  • મજાક કે જેમાં વિના કારણે શરીરના પ્રવાહીનો કે ગ્રાફિક હિંસાનો સમાવેશ હોય.
  • હરીફાઈઓ કે જેમાં ગ્લુ સ્ટીક અથવા પાળેલા પ્રાણીના ખોરાક જેવા બિન-ઝેરી કે બિન-ખાદ્ય પદાર્થો ખાવાનું શામેલ હોય. કેરોલિના રીપર મરી જેવા ખાદ્ય પદાર્થો ખાવા કે જે મોટા પ્રમાણમાં ખાવા હાનિકારક હોય અથવા એવા પદાર્થો ખાવા કે જે હળવી શારીરિક પ્રતિક્રિયાનું ચિત્રણ કરતા હોય. 

વૅપિંગ અને તમાકુ

  • તમાકુ પ્રોડક્ટના રિવ્યૂ અથવા તેમની વચ્ચે તુલના (દા.ત. વૅપિંગ જૂસની તુલના).
  • વ્યસન-મુક્તિ માટેની સેવાઓનો શૈક્ષણિક અથવા દસ્તાવેજી ઉલ્લેખ.

આલ્કોહોલ

  • સગીરોને આલ્કોહોલનું સેવન કરતા કે આલ્કોહોલ પર ફોકસ કરતી પ્રોડક્ટનું સેવન કરતા બતાવતું શૈક્ષણિક, દસ્તાવેજી અથવા નાટકીય કન્ટેન્ટ. 

વિદેશી આતંકવાદી સંસ્થાઓ (FTO)

  • FTOs અથવા આતંકવાદના રમૂજી વીડિયો સંદર્ભો.
  • FTOsના રમૂજી સંદર્ભો દર્શાવતા શૈક્ષણિક, દસ્તાવેજી અથવા મ્યુઝિક વીડિયો. 
  • FTO સંબંધિત છબીઓ શેર કરવામાં આવી હોય, પણ કન્ટેન્ટનો મુખ્ય વિષય અથવા થીમ નહીં. 

ડ્રગનો વેપાર કરતી સંસ્થાઓ (DTO)

  • સંબંધિત ગ્રૂપ વિશે સાર્વજનિક સેવાની ઘોષણાઓ જેને સંદર્ભ વિના શેર કરવામાં આવી હોય.
  • DTOs વિશે શૈક્ષણિક કે દસ્તાવેજી કન્ટેન્ટ અથવા સાર્વજનિક સેવાની ઘોષણાઓ.
    • મુખ્યત્વે અમુક ચોક્કસ DTOs અથવા DTOના આગેવાનો પર ફોકસ કરતું શૈક્ષણિક કન્ટેન્ટ.
    • હુમલાઓ કે તેના દુષ્પરિણામોની બિન-ગ્રાફિક પરિસ્થિતિઓ, બંધકની પરિસ્થિતિઓ વગેરે શામેલ હોઈ શકે છે.
    • સંબંધિત ગ્રૂપ વિશે સાર્વજનિક સેવાની ઘોષણાઓ.
    • હિંસક પરિસ્થિતિઓ અને ક્રિયાઓ જેમ કે બંધકો અથવા DTOs દ્વારા કરવામાં આવતી પૂછપરછ. 

વ્યાખ્યાઓ:

  • “હળવી શારીરિક પ્રતિક્રિયા”નો અર્થ છે સૂકી હાંફ, ઉધરસને કારણે ઊલટી થવા જેવી બાબતો.
આ કન્ટેન્ટ જાહેરાતની કોઈ આવક મેળવશે નહીં

કન્ટેન્ટ જે મુખ્યત્વે અકસ્માતો, વિજિલૅન્ટિઝમ, મજાક અથવા (અખાદ્ય પદાર્થો ખાવા કે પીવા જેવા) આરોગ્ય માટે જોખમી પ્રયોગો કે સ્ટન્ટ જેવા જોખમી કૃત્યો બતાવતું હોય; આ પ્રકારનું કન્ટેન્ટ બતાવતા વલણમાંના વીડિયો વિશેની ચર્ચાઓ. જોખમી સંગઠનોની પ્રશંસા, તેના માટે ભરતી અથવા ગ્રાફિક ચિત્રણ.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

સામાન્ય નુકસાનદાયક અથવા જોખમી કૃત્યો

  • નુકસાનદાયક અથવા જોખમી કૃત્યોની અથવા જોખમી માનવામાં આવતા કૃત્યોની પ્રશંસા.
    • મોટર વાહનો સાથે આઘાતજનક દૃશ્યો અને ઈજાઓ (દા.ત. અસરની પળ અથવા કોઈ વ્યક્તિ સાથે ટ્રક અથડાયા પછી તેને રસ્તા પર બેભાન અવસ્થામાં બતાવવી).
  • જુગારમાં સંડોવાયેલા અથવા પુખ્ત વ્યક્તિઓના ઉપયોગ માટે બનાવવામાં આવેલા મોટર વાહનો ચલાવતા બાળકો.
  • જોખમી કૃત્યો જેમાં સહભાગી અથવા પીડિત તરીકે સગીર શામેલ હોય.

નિષ્ફ્ળ પ્રયાસોના સંકલનો

  • નિષ્ફળ પ્રયાસોના સંકલનો જેમાં એવી પ્રવૃત્તિઓ શામેલ છે કે જેનું પરિણામ મૃત્યુ અથવા ગંભીર હાનિ (ઠીક ન કરી શકાય તેવી અથવા જે વ્યક્તિને મૂર્છા, મગજને હાનિ, લકવા વગેરે પરિસ્થિતિમાં મૂકી દેતી) હોય. 

મજાક અને ચૅલેન્જ

  • મજાક અથવા હરીફાઈઓ કે જેનું અનુકરણ ન કરવું જોઈએ જેમ કે ક્લોરિન પીવાની હરીફાઈ અને જેના પરિણામે કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યને તાત્કાલિક અને ગંભીર હાનિ થઈ શકે છે.
  • આના સંબંધિત મજાક અથવા હરીફાઈઓ: 
    • આત્મહત્યા, મૃત્યુ, આતંકવાદ જેમ કે નકલી બૉમ્બ વડે ડરાવવાની મજાક અથવા ઘાતક હથિયારો સાથે ધમકીઓ આપવી.
    • અનિચ્છનીય જાતીય કૃત્યો જેમ કે બળજબરીથી ચુંબન કરવું, અંગ દબાવવા, જાતીય શોષણ, કપડા બદલવાના રૂમમાં છૂપા કૅમેરા.
    • શારીરિક હાનિ અથવા તકલીફ પરંતુ જ્યાં આવી તકલીફ એ વીડિયોનું ફોકસ ન હોય.
    • સગીરની લાંબા ગાળા માટેની ભાવનાત્મક તકલીફ જેમ કે લાંબા સમય સુધી ચાલેલી મજાક જેના કારણે બાળક ડરી ગયું હોય કે અસ્વસ્થ થયું હોય. આમાં એવી મજાક શામેલ હોઈ શકે છે જેમાં બાળકોને તેમના માતાપિતા મૃત્યુ પામ્યા હોવા મનાવવામાં આવતું હોય.
    • પોતાની જાતને અથવા અન્ય લોકોને શારીરિક અથવા માનસિક હાનિ પહોંચાડવાની ધમકી અથવા સલાહ આપવી જેમ કે ટ્રેનના પાટા વચ્ચે સૂઈ જવું.
    • COVID-19 કે જે વાયરસના ઈરાદાપૂર્વક એક્સપોઝર જેવી જોખમી પ્રવૃત્તિઓનો પ્રચાર કરે છે અથવા જે ગભરાટ ઊભી કરે છે (દા.ત. ક્વૉરન્ટીન વિરોધી ગતિવિધિ અથવા પરીક્ષણનું પરિણામ પૉઝિટિવ આવ્યું હોવાનો સાર્વજનિક સ્થળે ઢોંગ કરવો).
    • અન્ય લોકોને હાનિ પહોંચાડવા માટે હથિયારોના ઉપયોગનો પ્રચાર કરવો.
    • એટલી માત્રામાં પદાર્થોનું સેવન બતાવવું કે તે ગ્રાફિકલી આઘાતજનક શારીરિક પ્રતિક્રિયામાં પરિણમે જેમ કે ભૂત કાળા મરી ખાધા પછી ઊલટી થવી.
    • એવી હરીફાઈઓ કે જેની નકલ કરવામાં આવે તો ગંભીર હાનિ થઈ શકે છે જેમ કે પોતાના શરીરને સળગાવવાની હરીફાઈ અથવા આંખે પાટા બાંધી રોજિંદું જીવન જીવવાની હરીફાઈ.
    • કપટપૂર્ણ અથવા ગેરકાનૂની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું (દા.ત. લૂંટના ઈરાદા સાથે ઇમારતમાં દાખલ થવું).

ખોટી તબીબી અને વૈજ્ઞાનિક માહિતી

  • આરોગ્ય સંબંધિત કે તબીબી દાવા અથવા પ્રણાલીઓ કે જે હાનિકારક હોય તેનો પ્રચાર કરવો:
    • આરોગ્યની સિદ્ધ પરિસ્થિતિઓ અસ્તિત્વમાં છે તે નકારવું, ઉદાહરણ તરીકે, HIV.
    • તબીબી પરિસ્થિતિઓ માટે વૈજ્ઞાનિક રીતે સાબિત ન થયેલા ઉપચારોને પ્રોત્સાહન આપતા અથવા તેના માટે સૂચનાઓ આપતા વીડિયો (દા.ત. આહારની પસંદગીઓ વડે કેન્સર મટાડવું).
    • સિદ્ધ તબીબી અને વૈજ્ઞાનિક તથ્યોને નકારતી ખોટી માહિતી ફેલાવવી, જેમ કે રસી-વિરોધી પ્રચાર કરવો.
    • સમલિંગી રૂપાંતરણની ચિકિત્સાના પ્રોગ્રામનો કે સેવાઓનો પ્રચાર કરતું અથવા તેને દરગુજર કરતું કન્ટેન્ટ.
  • COVID-19ની હાનિકારક ખોટી માહિતીનો પ્રચાર કરવો અથવા તેની સલાહ આપવી:
    • COVID-19ની રસી લેવા માટે હતોત્સાહિત કરતું કન્ટેન્ટ.
    • રસીની અસરો અથવા તેના વિતરણ વિશે ખોટા અથવા ભ્રામક દાવા. આ દાવામાં આનો સમાવેશ થઈ શકે છે:
      • રસીને કારણે વંધ્યત્વ થશે તેવા દાવા. 
      • રસીમાં માઇક્રોચિપ છે તેવા દાવા. 
      • રસીનો ઉપયોગ કેટલાક લોકોને પીડારહિત મૃત્યુ આપવા માટે કરવામાં આવી શકે છે તેવા દાવા.
    • માસ્ક અથવા સોશિયલ ડિસ્ટન્સિંગ COVID-19 થવાની અથવા તેના ફેલાવાની સંભાવના ઘટાડતું નથી તેવા દાવા.
    • COVID-19ના ફેલાવા અંગેના દાવા કે જે સિદ્ધ તબીબી અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત નથી (દા.ત. તે 5G વાયરલેસ સિગ્નલ વડે ફેલાય છે).
    • COVID-19ના વૈજ્ઞાનિક રીતે સાબિત ન થયેલા ઉપચારોને પ્રોત્સાહન આપતા અથવા તેના માટે સૂચનાઓ આપતા વીડિયો (દા.ત. હાઇડ્રોક્સિક્લોરોક્વિનનું ઇન્જેકશન આપવું).

હાનિકારક ખોટી માહિતી

  • એવા દાવા કરવા જે સ્પષ્ટપણે ખોટા હોય અને ચૂંટણી અથવા લોકશાહીની પ્રક્રિયામાં સહભાગિતાને અથવા વિશ્વાસને નોંધપાત્ર રીતે ઘટાડી શકતા હોય.
    • ઉંમર અથવા જન્મસ્થળ, ચૂંટણીના પરિણામો અથવા વસ્તી ગણતરીમાં સહભાગિતાના આધારે, સાર્વજનિક મતદાનની પ્રક્રિયાઓ, રાજકીય ઉમેદવારની યોગ્યતા વિશેની સ્પષ્ટપણે ખોટી માહિતી જે આધિકારિક સરકારી રેકોર્ડનું ખંડન કરતી હોય.
  • હાનિકારક ખોટી માહિતીનો પ્રચાર કરવો (દા.ત. Pizzagate, QAnon, StopTheSteal).
  • હાનિકારક ખોટી માહિતીનો પ્રચાર કરતા ગ્રૂપની હિમાયત કરવી.
  • હવામાનમાં થયેલા હાલના ફેરફારો અને તેના કારણો પર આધિકારિક વૈજ્ઞાનિક સંમતિનો વિરોધ દર્શાવતું કન્ટેન્ટ.

વૅપિંગ અને તમાકુ 

  • તમાકુ અને તમાકુ સંબંધિત પ્રોડક્ટનો અને તેના વપરાશનો પ્રચાર.
  • સગીરો દ્વારા વૅપિંગ/તમાકુ પ્રોડક્ટના સેવનનો ફૂટેજ.
  • વૅપિંગ/તમાકુ પ્રોડક્ટના વેચાણ માટે સુવિધા આપવી.
  • ઉત્પાદકનો ઈરાદો ન હોય તેવી રીતે વૅપિંગ/તમાકુ પ્રોડક્ટનો વપરાશ (દા.ત. વૅપ જૂસ પીવો). 

આલ્કોહોલ

  • સગીર વ્યક્તિઓ આલ્કોહોલનું સેવન કરતી હોય તેવું ચિત્રણ - આ બાબત વીડિયોનો મુખ્ય વિષય ન હોય તો પણ. 
  • સગીર વ્યક્તિઓમાં આલ્કોહોલના સેવનનો પ્રચાર.

વિદેશી આતંકવાદી સંસ્થાઓ (FTO)

  • બિન-શૈક્ષણિક વીડિયો કે જે FTOs અથવા આતંકવાદના વિષય પર ફોકસ કરતા હોય, જેમ કે: 
    • કેન્દ્રીય વિષય તરીકે આતંકવાદી હુમલાની ચર્ચાઓ.
    • કન્ટેન્ટમાં ક્યાંય પણ સંબંધિત ગ્રૂપ/આગેવાનની છબી અથવા તેમનું નામ (જેમ કે થંબનેલમાં).
  • આઘાતજનક, ગ્રાફિક અને/અથવા હિંસક છબી અથવા હિંસાને ઉશ્કેરતા કે તેની પ્રશંસા કરતા દૃશ્યો ધરાવતું કન્ટેન્ટ.
  • આતંકવાદી સંગઠનો દ્વારા કે તેમના સમર્થનમાં બનાવવામાં આવેલું કન્ટેન્ટ.
  • આતંકવાદી હુમલાઓની ઉજવણી કરતું અથવા તેને નકારતું કન્ટેન્ટ.

ડ્રગનો વેપાર કરતી સંસ્થાઓ (DTO)

  • અમુક ચોક્કસ DTOs, DTOના આગેવાનો અથવા આંતરરાષ્ટ્રીય ડ્રગ વેપાર પર ફોકસ કરતા બિન-શૈક્ષણિક વીડિયો.
    • આ વિષયની કોઈ વીડિયોમાં રેન્ડમ, અહેતુક ચર્ચાનો અર્થ છે “બિન-શૈક્ષણિક” કારણ કે તેમાં કોઈ સ્પષ્ટ ઘોષણા નથી કે વીડિયોનો હતું વિષય સમજાવવાનો.
  • DTO સંબંધિત છબી જેમ કે ઝંડા, સૂત્રો, બૅનર વગેરેના બિન-શૈક્ષણિક ચિત્રણો.
  • સંગઠનના સભ્યોની ભરતી.
  • “નાર્કોકોરિડો” કે અન્યથા DTOsની પ્રશંસા અથવા પ્રચાર કરતું મ્યુઝિક.
  • હિંસક પરિસ્થિતિઓ અને ક્રિયાઓ જેમ કે બંધકો અથવા DTOs દ્વારા કરવામાં આવતી પૂછપરછ.

આ દિશાનિર્દેશોમાં વપરાયેલા મુખ્ય શબ્દો વિશે વધુ જાણવા માટે, અમારું વ્યાખ્યાઓનું ટેબલ જુઓ.

દ્વેષપૂર્ણ અને અપમાનજનક કન્ટેન્ટ

કોઈ વ્યક્તિ અથવા લોકોના સમૂહ પ્રતિ નફરત પેદા કરે, તેમના પ્રતિ ભેદભાવનો પ્રચાર કરે, તેમની નિંદા કરે અથવા તેમને હલકા પાડે તેવું કન્ટેન્ટ જાહેરાત માટે યોગ્ય નથી. વ્યંગાત્મક અથવા રમૂજી કન્ટેન્ટને કદાચ છૂટ મળી શકે. તમારો હેતુ મજાક કરવાનો હોવાનું જણાવવું પર્યાપ્ત નથી અને તે કન્ટેન્ટ હજી પણ જાહેરાત માટે યોગ્ય ન હોય એવું બની શકે છે.

પૉલિસીની વિગત
જાહેરાતો માટે માર્ગદર્શન પ્રશ્નાવલીના વિકલ્પો અને વિગતો
આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે

કન્ટેન્ટ કે જે સંરક્ષિત ગ્રૂપનો સંદર્ભ આપતું હોય અથવા કોઈ વ્યક્તિના અભિપ્રાયોની અથવા કાર્યોની પીડાદાયક ન હોય તે રીતે નિંદા કરતું હોય.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

  • સમાચારનું કન્ટેન્ટ કે જે સંરક્ષિત ગ્રૂપને સામનો કરવો પડી શકતો હોય તેવા ભેદભાવનું વર્ણન દ્વેષપૂર્ણ ન હોય તે રીતે કરતું હોય કે તેનો રિપોર્ટ આપતું હોય જેમ કે સમલૈંગિકો પ્રત્યે ઘૃણા પર સમાચારનો રિપોર્ટ.
  • રમૂજી કન્ટેન્ટ કે જે સંરક્ષિત ગ્રૂપની નિંદા કરતું હોય અથવા તેમનો ઉપહાસ, અપમાન કે તેમને ઉતારી પાડતી કૉમેન્ટ કરવાનું સંકેત આપતું હોય.
  • સંરક્ષિત ગ્રૂપ વિરુદ્ધ દ્વેષ અને હિંસક સંઘર્ષને પ્રોત્સાહન આપ્યા વિના તેમના વિશે જાહેર ચર્ચાઓ.
  • કલાત્મક કન્ટેન્ટ કે જે દ્વેષપૂર્ણ ન હોય તે રીતે સંવેદનશીલ પરિભાષા અથવા પ્રતીકોનો ઉપયોગ કરતું હોય, જેમ કે લોકપ્રિય મ્યુઝિક વીડિયોમાં.
  • શૈક્ષણિક અથવા દસ્તાવેજી કન્ટેન્ટ કે જેમાં:
    • પ્રેક્ષકોને શિક્ષણ આપવાના હેતુથી સેન્સર કરેલી વંશીય ટિપ્પણીઓ અથવા અપમાનજનક શબ્દો (દા.ત. કા**યો) શામેલ હોય.
    • દ્વેષપૂર્ણ ફોકલ છબી શામેલ હોય.
  • ઉશ્કેરવા અથવા પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના કોઈપણ હેતુ વિના કોઈ વ્યક્તિના અથવા ગ્રૂપના અભિપ્રાય, મંતવ્યો અથવા ક્રિયાઓની ટીકા કરવી.

વ્યાખ્યાઓ:

“સંરક્ષિત ગ્રૂપ”નો અર્થ છે નીચે જણાવેલી લાક્ષણિકતાઓ ધરાવતા ગ્રૂપ. નીચે જણાવેલી લાક્ષણિકતાઓને આધારે કોઈ વ્યક્તિ અથવા લોકોના ગ્રૂપ પ્રતિ નફરત પેદા કરવી, તેમના પ્રતિ ભેદભાવનો પ્રચાર કરવો, તેમની નિંદા કરવી અથવા તેમને હલકા પાડવા તે જાહેરાતકર્તા માટે યોગ્ય કન્ટેન્ટ માનવામાં આવતું નથી.

  • રેસ
  • વંશ અથવા વંશીય મૂળ
  • રાષ્ટ્રીયતા
  • ધર્મ
  • અપંગતા
  • ઉંમર
  • વયોવૃદ્ધતા સ્થિતિ
  • જાતીય અભિગમ
  • લિંગની ઓળખ
  • પ્રણાલીગત ભેદભાવ રાખવા સાથે અથવા મુખ્ય પ્રવાહથી દૂર કરવા સાથે સંકળાયેલી અન્ય કોઈ લાક્ષણિકતા.
આ કન્ટેન્ટ જાહેરાતની મર્યાદિત આવક મેળવે અથવા કોઈ આવક ન મેળવે તેવું બની શકે છે

કન્ટેન્ટ કે જે વ્યક્તિઓ અથવા ગ્રૂપ માટે અપમાનજનક હોય, પણ શિક્ષણ, ન્યૂઝ માટે અથવા દસ્તાવેજીમાં તેનો ઉપયોગ થયો હોય.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

  • રાજકીય પ્રવચન અથવા ચર્ચા કે જેમાં અપમાનજનક ભાષા શામેલ હોઈ શકે છે પરંતુ જેનો હેતુ શિક્ષણ આપવાનો છે જેમ કે ટ્રાન્સજેન્ડરના અધિકારો વિશે રાજકીય ચર્ચા.
  • શૈક્ષણિક કન્ટેન્ટ કે જે:
    • પ્રેક્ષકોને શિક્ષણ આપવાના હેતુથી સેન્સર કર્યા વિનાની વંશીય ટિપ્પણીઓ અથવા અપમાનજનક શબ્દો (દા.ત. સેન્સર કર્યા વિના અથવા પૂરી જોડણી સાથે કા-શબ્દનો ઉપયોગ) શામેલ કરતું હોય.
    • નીચે જણાવેલા કૃત્યોનો સ્પષ્ટ રીતે પ્રચાર કે પ્રશંસા કર્યા વિના, આ કૃત્યો કરતી કોઈ વ્યક્તિનો ફેરફાર કર્યા વિનાનો ફૂટેજ શામેલ કરતું હોય:
      • કોઈ વ્યક્તિ અથવા ગ્રૂપને શરમાવવા અથવા અપમાનિત કરવા પર ફોકસ કરતું હોય.
      • શોષણ કે ઉત્પીડન માટે કોઈ વ્યક્તિને એકલું પાડી દેતું હોય.
      • કરુણ ઘટનાઓ થઈ હોવાનું નકારતું હોય અને ઢાંકપિછોડો કરતું હોય.
      • દુર્ભાવનાપૂર્ણ વ્યક્તિગત હુમલાઓ અને બદનક્ષી શામેલ કરતું હોય.
આ કન્ટેન્ટ જાહેરાતની કોઈ આવક મેળવશે નહીં

વ્યક્તિઓ કે ગ્રૂપ પ્રત્યે દ્વેષ અથવા ઉત્પીડન.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

  • નિવેદનો જેનો હેતુ સંરક્ષિત ગ્રૂપને ઉતારી પાડવાનો અથવા આડકતરી/સીધી રીતે તેમની હીનતાનો ઉલ્લેખ કરવાનો હોય જેમ કે "આ દેશના બધા લોકો ઘૃણાસ્પદ છે".
  • વંશીય ટિપ્પણી અથવા અપમાનજનક શબ્દો બતાવતું બિન-શૈક્ષણિક કન્ટેન્ટ.
  • અન્ય લોકો વિરુદ્ધ હિંસાનો પ્રચાર, પ્રશંસા કે તેને દરગુજર કરવી.
    • સંરક્ષિત ગ્રૂપ વિરુદ્ધ ભેદભાવને પ્રોત્સાહન આપવું, જેમ કે એવું કહેવું કે “તમારે આ દેશના તમામ વિકલાંગોને નફરત કરવી જોઈએ”.
  • દ્વેષ ફેલાવનાર ગ્રૂપ, દ્વેષ ફેલાવનાર પ્રતીકો અથવા દ્વેષ ફેલાવનાર ગ્રૂપના સાધનસરંજામનું પ્રમોશન કરવું.
  • વ્યક્તિ અથવા ગ્રૂપને દુર્ભાવનાપૂર્ણ રીતે શરમાવવું અથવા અપમાનિત કરવું.
  • શોષણ કે ઉત્પીડન માટે કોઈ વ્યક્તિ કે ગ્રૂપને એકલા પાડી દેવું.
  • કરુણ ઘટનાઓ ઘટી હોવાનું નકારતું અથવા તેના વખાણ કરતું હોય, પીડિતો અથવા બચી ગયેલા લોકોને કટોકટી માટેના અભિનેતાઓ તરીકે ખોટી રીતે બતાવતું હોય.
  • દુર્ભાવનાપૂર્ણ વ્યક્તિગત હુમલાઓ, નિંદા અને બદનક્ષી.
  • વિચારધારાઓ અથવા માન્યતાઓને સામાન્ય બતાવીને અથવા તેનું અપમાન કરીને દુર્ભાવનાપૂર્ણ ચિત્રણ કરવું.
    • વ્યક્તિઓ, ગ્રૂપ, વિચારધારાઓ અથવા માન્યતાઓનું નકારાત્મક રીતે વર્ણન કરવું, જેમ કે “સ્ત્રીઓની હિમાયત કરવી એ માનસિક રોગ છે” એમ કહેવું.

આ દિશાનિર્દેશોમાં વપરાયેલા મુખ્ય શબ્દો વિશે વધુ જાણવા માટે, અમારું વ્યાખ્યાઓનું ટેબલ જુઓ.

મનોરંજન માટેના ડ્રગ અને ડ્રગ સંબંધિત કન્ટેન્ટ

ગેરકાનૂની ડ્રગ, નિયંત્રિત કાનૂની ડ્રગ અથવા પદાર્થો અથવા અન્ય જોખમી પ્રોડક્ટના વેચાણ, ઉપયોગ અથવા દુરુપયોગને પ્રોત્સાહન આપતું અથવા બતાવતું કન્ટેન્ટ જાહેરાત માટે યોગ્ય નથી.

પૉલિસીની વિગત
જાહેરાતો માટે માર્ગદર્શન પ્રશ્નાવલીના વિકલ્પો અને વિગતો
આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે

મનોરંજન માટેના ડ્રગ અને ડ્રગ બનવવાની સામગ્રી વિશે શૈક્ષણિક, રમૂજી અથવા મ્યુઝિક-સંબંધિત સંદર્ભો, જેનો હેતુ ગેરકાનૂની ડ્રગના ઉપયોગનો પ્રચાર અથવા પ્રશંસા કરવાનો ન હોય. ગેમિંગ કન્ટેન્ટમાં બતાવાતા ડ્રગના સોદા. ડ્રગનો ઉપયોગ કરીને નાટકીય બનાવેલું કન્ટેન્ટ બતાવતી દસ્તાવેજી ફિલ્મ અથવા પત્રકારત્વના રિપોર્ટ.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો:

  • ડ્રગ અથવા ડ્રગની સામગ્રી વિશે શૈક્ષણિક કન્ટેન્ટ, જેમ કે ડ્રગના ઉપયોગની વૈજ્ઞાનિક અસરો અથવા ડ્રગની તસ્કરીનો ઇતિહાસ.
  • ડ્રગની લતમાંથી મુક્ત થવાના વ્યક્તિગત અનુભવ બતાવવા.
  • ડ્રગનું ક્ષણિક ચિત્રણ ધરાવતા મ્યુઝિક વીડિયો.
  • ડ્રગના સોદા બતાવતું ગેમિંગ કન્ટેન્ટ. 
  • ડ્રગની ખરીદી, બનાવટ, ઉપયોગ અથવા વિતરણ અંગેના દસ્તાવેજી અથવા પત્રકારત્વ સંબંધિત રિપોર્ટ, જેમ કે ડ્રગ જપ્ત કરવા વિશેની સ્ટોરી.
  • નાટકીય, દસ્તાવેજી અથવા પત્રકારત્વ સંબંધિત રિપોર્ટ જેમાં ડ્રગનું સેવન અથવા ઉપયોગ (જેમ કે ઇન્જેક્શન) ધરાવતા ગેમિંગ દૃશ્યો શામેલ છે.
આ કન્ટેન્ટ જાહેરાતની મર્યાદિત આવક મેળવે અથવા કોઈ આવક ન મેળવે તેવું બની શકે છે

(ઇન્જેક્શન સહિત) ગેરકાનૂની ડ્રગનો ઉપયોગ કરવા અથવા બનાવવા પર ફોકસ કરતું, શૈક્ષણિક અને માહિતીપ્રદ ન હોય તેવું કન્ટેન્ટ, જેનો હેતુ ગેરકાનૂની ડ્રગનો પ્રચાર કે પ્રશંસા કરવાનો ન હોય.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો:

  • નાટકીય કન્ટેન્ટ, જેમાં મનોરંજન માટેના ડ્રગનો ઉપયોગ બતાવતા મ્યુઝિક અને વીડિયો ગેમ શામેલ છે.
    • સ્ક્રિપ્ટ પરથી બનેલું કન્ટેન્ટ કે જેમાં નશો કરવા માટે ડ્રગના ઇન્જેક્શન લેતા દૃશ્યો બતાવેલા હોય.
આ કન્ટેન્ટ જાહેરાતની કોઈ આવક મેળવશે નહીં

ડ્રગના ઉપયોગનો પ્રચાર અથવા પ્રશંસા કરતું કન્ટેન્ટ, જેમ કે મનોરંજન સંબંધિત ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, ગેરકાનૂની ડ્રગ અથવા ડ્રગ બનાવવાની સામગ્રી ખરીદવા, બનાવવા, વેચવા અથવા શોધવા વિશે સૂચનાઓ પ્રદાન કરવી.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો:

  • ડ્રગના રિવ્યૂ અને ડ્રગની જાણકારીઓ શેર કરતું કન્ટેન્ટ.
    • મનોરંજન માટેના ડ્રગનો ઉપયોગ કરવા અથવા બનાવવા વિશે ટિપ અથવા સુઝાવ, જેમ કે ગાંજાની ખેતી.
    • ગાંજો વેચતા કૉફી શોપ, હેડ શોપ, ડીલર, ડિસ્પેન્સરી ટુર વગેરે.
    • ઑનલાઇન અથવા ઑફલાઇન ડ્રગનું વેચાણ અથવા ખરીદી.
      • ડ્રગની ખરીદી માટેની સાઇટની લિંક અથવા ડ્રગની ખરીદી કરવાના સ્થાનોના ભૌતિક સરનામા શેર કરતું કન્ટેન્ટ.

આ દિશાનિર્દેશોમાં વપરાયેલા મુખ્ય શબ્દો વિશે વધુ જાણવા માટે, અમારું વ્યાખ્યાઓનું ટેબલ જુઓ.

ફાયરઆર્મ સંબંધિત કન્ટેન્ટ

વાસ્તવિક અથવા નકલી ફાયરઆર્મના વેચાણ, અસેમ્બલી, દુરુપયોગ અથવા અયોગ્ય ઉપયોગ પર ફોકસ કરતું કન્ટેન્ટ જાહેરાત માટે યોગ્ય નથી.

પૉલિસીની વિગત
જાહેરાતો માટે માર્ગદર્શન પ્રશ્નાવલીના વિકલ્પો અને વિગતો
આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે

આસપાસના લોકો અથવા અન્ય લોકોની માલિકીની પ્રોપર્ટીને જોખમમાં મૂક્યા વિના, શૂટિંગ રેંજ અથવા ખુલ્લા વિસ્તાર જેવા સુરક્ષિત વાતાવરણમાં બતાવવામાં આવેલી, ઑટોમૅટિક ન હોય તેવી અને સેમી-ઑટોમૅટિક તેમજ ફેરફાર કર્યા વિનાની બંદૂકો. સમારકામ કે જાળવણી માટે ફાયરઆર્મ અને પેઇન્ટબૉલ ગનના ભાગોને જોડવા અને અલગ કરવા. એરસૉફ્ટ અથવા બૉલ બુલેટ (BB) બંદૂકોનો જવાબદારીપૂર્વક ઉપયોગ.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

  • બંદૂકના કાયદા અથવા બંદૂક પર નિયંત્રણની સમસ્યા વિશે ચર્ચાઓ.
  • બંદૂકનો રિવ્યૂ અને પ્રદર્શન.
  • ઑપ્ટિકલ સ્કોપ અને સાઇલન્સર બતાવતું કન્ટેન્ટ.
  • પ્રોપ બંદૂક, જ્યારે તેનો ઉપયોગ કોઈ વ્યક્તિ કે પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવ્યો ન હોય.

વ્યાખ્યાઓ:

  • “સલામત પર્યાવરણ”નો અર્થ છે શૂટિંગ રેન્જ અથવા ટાર્ગેટ પ્રેક્ટિસના હેતુથી બનાવવામાં આવેલા બંધ વિસ્તારો જેવા સ્થાનો.
  • “ફેરફારો”નો અર્થ એવી કોઈપણ વસ્તુઓ છે કે જે પ્રોડક્ટની આંતરિક કાર્યક્ષમતામાં વિક્ષેપ, વધારો અથવા ફેરફારો કરે છે, આ ઉપરાંત તેમાં હેર ટ્રિગર, બમ્પ સ્ટૉક અને વિસ્ફોટક/આગ લગાડનાર દારૂગોળો અથવા થર્મલ/ઇન્ફ્રારેડ સાઇટ કે પછી વધારે ક્ષમતાના મૅગેઝિન જેવા અન્ય જોડાણો પણ શામેલ છે. 
  • “પ્રોપ બંદૂક” એ ડિઝાઇનમાં અસલી જેવી દેખાતી કામ ન કરતી ફાયરઆર્મ છે. આ વ્યાખ્યામાં એવી બંદૂકો શામેલ છે, જે માત્ર આગ દેખાડવા (બ્લૅન્ક ફાયરિંગ બંદૂક) માટે ડિઝાઇન કરવામાં આવી છે. 
     
આ કન્ટેન્ટ જાહેરાતની મર્યાદિત આવક મેળવે અથવા કોઈ આવક ન મેળવે તેવું બની શકે છે

નિયંત્રિત વાતાવરણની બહાર બંદૂકોનો ઉપયોગ; કોઈપણ જાતના સુરક્ષા કવચ વિના અન્ય લોકો પર એરસૉફ્ટ અથવા બૉલ બુલેટ (BB) બંદૂકોનો ઉપયોગ.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

  • તૈયારી કે નિયંત્રણ વિનાના વાતાવરણમાં (દા.ત. ઘરની બહાર સાર્વજનિક શેરીમાં કે ગમે ત્યાં લોકો અથવા અન્ય લોકોની પ્રોપર્ટી જોખમમાં મૂકાય ત્યાં) બંદૂકોનો ઉપયોગ થતો બતાવવો.
આ કન્ટેન્ટ જાહેરાતની કોઈ આવક મેળવશે નહીં

કન્ટેન્ટ કે જે બંદૂક બનાવવાની અથવા (ભાગ જોડવા અને છૂટા કરવા સહિત) તેમાં ફેરફાર કરવાની રીત બતાવતું હોય, બંદૂકના નિર્માતાઓ અથવા વિક્રેતાઓનો પ્રચાર કરતું હોય અથવા બંદૂકના વેચાણની સુવિધા આપતું હોય, પુખ્ત વ્યક્તિના નિરીક્ષણ વિના સગીરોને બંદૂકો વાપરતા બતાવતું હોય. બમ્પ સ્ટૉક કે હેર ટ્રિગર, થર્મલ નાઇટ વિઝન કે ઇન્ફ્રારેડ સાઇટ અથવા થર્મલ, વિસ્ફોટક કે આગ લગાડતા દારૂગોળાનો ઉપયોગ કરીને ફેરફાર કરવામાં આવેલી બંદૂકો બતાવતું કન્ટેન્ટ. બંદૂક સાથે જોડેલા અથવા તેનાથી અલગ વધારે ક્ષમતાના મૅગેઝિન (30 રાઉન્ડ અથવા તેનાથી વધુ) બતાવતું કન્ટેન્ટ. કન્ટેન્ટ કે જે સંપૂર્ણ રીતે ઑટોમૅટિક બંદૂકો અથવા એક જ વાર ટ્રિગર દબાવવાથી એક કરતા વધુ રાઉન્ડ ફાયર કરવા માટેની ફેરફાર કરેલી બંદૂકો બતાવતું હોય.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

  • ફાયરઆર્મમાં બમ્પ સ્ટૉક કેવી રીતે ઉમેરવો તેના વિશેની માર્ગદર્શિકાઓ.
  • જેમની પાસેથી ફાયરઆર્મ ખરીદી શકાય તેવા ટોચના બંદૂક ઉત્પાદકો અથવા એકમોના સુઝાવો (દા.ત. “15 બંદૂકની શ્રેષ્ઠ દુકાનો”).
  • વપરાશકર્તાઓને સીધા બંદૂકના વેચાણની સુવિધા આપતી સાઇટ પર જવા રેફર કરવા.
  • ફાયરઆર્મ કે તેના ઘટકના વેચાણના પ્રચારો, જેમાં આ શામેલ છે પણ આટલા પૂરતું જ મર્યાદિત નથી:
    • ફાયરઆર્મ સાથે સંબંધિત એવા ભાગ કે ઘટકનું વેચાણ કે જે ફાયરઆર્મની કાર્યક્ષમતા માટે જરૂરી હોય કે તેને બહેતર બનાવતો હોય, જેમાં આ શામેલ છે:
    • બંદૂકના 80% પૂર્ણ ભાગો
    • દારૂગોળો
    • દારૂગોળાની ક્લિપ
    • સાઇલન્સર
    • દારૂગોળો રાખવાના પટ્ટા
    • સ્ટૉક
    • રૂપાંતરણ કિટ
    • બંદૂકની ગ્રીપ
    • સ્કોપ
    • સાઇટ
  • વીડિયો જે બંદૂકની દુકાનો માટે કન્ટેન્ટનો પ્રચાર કરતા હોય.
  • વીડિયો જે બંદૂકની દુકાનો માટે ઉત્પાદકો કે ડિસ્કાઉન્ટ કોડનો પ્રચાર કરતા હોય.
  • વીડિયો જેમાં ફાયરઆર્મ બનાવવા માટેની સૂચનાઓ (દા.ત. બંદૂકના ભાગો જોડવા/અલગ કરવાની ક્રિયા જેનું અનુકરણ કરી શકાતું હોય અથવા બંદૂકમાં ફેરફારો કરવા માટેના પગલાં), માર્ગદર્શિકાઓ કે સૉફ્ટવેર અથવા બંદૂકો કે બંદૂકના ભાગોના 3D પ્રિન્ટિંગ માટેનું સાધન શામેલ હોય.
  • ફેરફારો કરવાના હેતુથી ફાયરઆર્મને જોડવા/અલગ કરવાની ક્રિયા.

આ દિશાનિર્દેશોમાં વપરાયેલા મુખ્ય શબ્દો વિશે વધુ જાણવા માટે, અમારું વ્યાખ્યાઓનું ટેબલ જુઓ.

વિવાદાસ્પદ મુદ્દા

‘વિવાદાસ્પદ મુદ્દા' એવા વિષયો છે જે દર્શકોને અસ્વસ્થ કરી શકે છે, જે ઘણીવાર માનવ સાથે થયેલી કરુણ ઘટનાનું પરિણામ હોય છે. જો કન્ટેન્ટ માત્ર કૉમેન્ટરી હોય અથવા તેમાં કોઈ ગ્રાફિક છબી ન હોય, તો પણ આ પૉલિસી લાગુ થાય છે.

વિવાદાસ્પદ મુદ્દામાં બાળ શોષણ, પુખ્ત વ્યક્તિનું જાતીય શોષણ, જાતીય ઉત્પીડન, આત્મઘાત, આત્મહત્યા, ભોજન સંબંધિત વિકારો, ઘરેલું હિંસા, ગર્ભપાત અને ઇચ્છા મૃત્યુ શામેલ છે.

પૉલિસીની વિગત
જાહેરાતો માટે માર્ગદર્શન પ્રશ્નાવલીના વિકલ્પો અને વિગતો
આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે

વિવાદાસ્પદ મુદ્દાને ટાળવા સંબંધિત કન્ટેન્ટ. કોઈ વીડિયોમાં વિવાદાસ્પદ મુદ્દાઓનો સંક્ષિપ્તમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેમજ તે ગ્રાફિક અને વર્ણનાત્મક ન હોય તેવું કન્ટેન્ટ. ઘરેલું હિંસા, આત્મઘાત, પુખ્ત વ્યક્તિનું જાતીય શોષણ, ગર્ભપાત અને જાતીય ઉત્પીડન સંબંધિત ગ્રાફિક અને વર્ણનાત્મક ન હોય તેવું કન્ટેન્ટ.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો: 

  • વિવાદાસ્પદ મુદ્દાના મુખ્ય વિષયનું ગ્રાફિક વિના, વર્ણન વિના, સમાચારનું કવરેજ.
  • ગર્ભપાતનું ગ્રાફિક ન હોય એવું કન્ટેન્ટ, જેમાં વ્યક્તિગત અનુભવો, અભિપ્રાયના ભાગો અથવા તબીબી પ્રક્રિયાનું કન્ટેન્ટ શામેલ છે.
  • ગર્ભપાત સંબંધિત ઐતિહાસિક અથવા કાયદાકીય તથ્યોને આવરી લેતું કન્ટેન્ટ.
  • આત્મહત્યા/આત્મઘાત, પુખ્ત વ્યક્તિનું જાતીય શોષણ, ઘરેલું હિંસા, જાતીય ઉત્પીડન અથવા ઇચ્છામૃત્યુ સંબંધિત ગ્રાફિક અને વર્ણન વિનાના કન્ટેન્ટનું પત્રકારત્વના દૃષ્ટિકોણથી વિષય સંબંધિત રિપોર્ટિંગ.
  • વિવાદાસ્પદ મુદ્દાના નાટકીય અથવા કલાત્મક ચિત્રણો કે જે અત્યંત ગ્રાફિક ન હોય.
    • મૂવી જેમાં બ્રિજ પરથી છલાંગ લગાવતી કોઈ વ્યક્તિ બતાવી હોય પણ ગ્રાફિક મૃત દેહ ન બતાવ્યો હોય.
  • ઉશ્કેરણીજનક અથવા અનુકરણીય સંકેતો વિના ભોજન સંબંધિત વિકારોનો સામાન્ય સંદર્ભ.  

શીર્ષક અને થંબનેલ: 

  • ગ્રાફિક ન હોય તેવા વિવાદાસ્પદ મુદ્દાના સંદર્ભો.
    • રેઝરની ટેક્સ્ટ અથવા છબી.

વ્યાખ્યાઓ: 

  • ક્ષણિક સંદર્ભો એ (ફોકલ ન હોય એવા) કન્ટેન્ટનું ફોકસ નથી અને તેમાં વિવાદસ્પદ કે સંવેદનશીલની સૂચિમાં શામેલ હોય તેવા વિષયોના ટૂંકમાં સંદર્ભો આપવાનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, વિવાદાસ્પદ અથવા સંવેદનશીલ વિષયને ટૂંકમાં સ્વીકારવાને ફોકલ તરીકે નહીં, પરંતુ ક્ષણિક માનવામાં આવશે. 
    • જેમ કે “આવતા અઠવાડિયાના વીડિયોમાં આપણે આત્મહત્યાના ઘટતા દરો પર ચર્ચા કરીશું.”
  • ઉશ્કેરણીજનક અથવા અનુકરણીય સંકેતો:   
    • ન્યૂનતમ BMI અથવા વજન.
    • વધુ પડતું પાતળું અથવા ક્ષીણ શરીર બતાવવું.
    • વજન અથવા શરીરના આધારે શરમાવવું અથવા ધમકાવવું.
    • ભોજન લાંબો સમય ખાવાનો, છુપાવવાનો અથવા સંગ્રહ કરવાનો સંદર્ભ.
    • કૅલરીની ઉણપ ઊભી કરવા માટે વ્યાયામ કરવો.
    • ઊલટી કરવી અથવા જુલાબનો દુરુપયોગ કરવો.
    • વજન ઘટાડવાની પ્રગતિ ચેક કરવી.
    • ઉપરના કોઈપણ વર્તનને છુપાવવાનો સંદર્ભ.
આ કન્ટેન્ટ જાહેરાતની મર્યાદિત આવક મેળવે અથવા કોઈ આવક ન મેળવે તેવું બની શકે છે

વિવાદાસ્પદ મુદ્દા વિશેનું કન્ટેન્ટ કે જે વિઝ્યુઅલ રીતે વિચલિત કરે તેવું ન હોય, પણ જેમાં વર્ણનાત્મક ભાષા હોય. વિવાદાસ્પદ મુદ્દાઓની નાટકીય, કલાત્મક, શૈક્ષણિક, દસ્તાવેજી અથવા વૈજ્ઞાનિક ઢબે રજૂઆત. બાળ શોષણ સંબંધિત ગ્રાફિક અને વર્ણનાત્મક ન હોય તેવો મુખ્ય વિષય. પુખ્ત વ્યક્તિનું શારીરિક શોષણ, જાતીય ઉત્પીડન કે ઘરેલું હિંસા સંબંધિત ગ્રાફિક ન હોય, પરંતુ વર્ણનાત્મક હોય તેવું કન્ટેન્ટ.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે: 

  • વિગતવાર વર્ણનો અથવા ગ્રાફિક ચિત્રણો વિના મુખ્ય વિષય તરીકે બાળ શોષણની ચર્ચા કરતું કન્ટેન્ટ.
  • ઉશ્કેરણીજનક અથવા અનુકરણીય સંકેતો ધરાવતા ભોજન સંબંધિત વિકારોનું નાટકીય અથવા કલાત્મક ચિત્રણ. 
  • વિવાદાસ્પદ મુદ્દાના નાટકીય અથવા ઍનિમેટેડ ચિત્રણો કે જે શૈક્ષણિક અથવા કલાત્મક સંદર્ભ વિના અત્યંત ગ્રાફિક ન હોય. 
  • વિવાદાસ્પદ મુદ્દાના નાટકીય અથવા કલાત્મક ચિત્રણો જે સાધારણ રીતે ગ્રાફિક હોય. 
    • મૂવી જેમાં લોહી સાથે કોઈ વ્યક્તિને પોતાનું કાંડું કાપતા બતાવી હોય.
  • ભોજન સંબંધિત વિકારોથી રિકવર કરવાની વ્યક્તિની સ્ટોરી જેમ કે ખાઉધરાપણાથી છુટકારો મેળવવા માટેની વ્યક્તિની સફર.

શીર્ષક અને થંબનેલ: 

  • થંબનેલમાં વિવાદાસ્પદ મુદ્દાના ગ્રાફિક ચિત્રણો, જેમાં વાસ્તવિક, નાટકીય અને કલાત્મક ચિત્રણો શામેલ હોય. 
આ કન્ટેન્ટ જાહેરાતની કોઈ આવક મેળવશે નહીં

મુખ્ય વિષય તરીકે વિવાદાસ્પદ મુદ્દાના ગ્રાફિક ચિત્રણો અથવા વિગતવાર વર્ણનો. નીચેના કોઈપણ સંદર્ભ સાથે ભોજન સંબંધિત વિકારોનો અયોગ્ય સંદર્ભ: સૌથી ઓછું BMI કે વજન, વધુ પડતું પાતળું અથવા ક્ષીણ શરીર બતાવવું, વજન અથવા શરીરના આધારે શરમાવવું અથવા ધમકાવવું, ભોજન લાંબો સમય ખાવાનો, છુપાવવાનો અથવા સંગ્રહ કરવાનો સંદર્ભ, કૅલરીની ઉણપ ઊભી કરવા માટે વ્યાયામ કરવો, ઊલટી કરવી અથવા જુલાબનો દુરુપયોગ કરવો, વજન ઘટાડવાની પ્રગતિ ચેક કરવી, ઉપરોક્ત કોઈપણ વર્તનને છુપાવવાનો સંદર્ભ.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણોમાં આ પણ શામેલ છે:

  • પીડિત કે બચી ગયેલા લોકોના અનુભવનું વિગતવાર, આઘાતજનક વર્ણન કે જીવનચરિત્ર, જે આ બાબતે તેમના અગાઉના અનુભવોની ચર્ચા કરતું હોય:
    • બાળ શોષણ
    • બાળકો પ્રત્યે જાતીય આકર્ષણ
    • આત્મઘાત
    • આત્મહત્યા
    • ઘરેલું હિંસા
    • ઇચ્છા મૃત્યુ
  • કન્ટેન્ટ, શીર્ષક અથવા થંબનેલમાં વિવાદાસ્પદ મુદ્દાને પ્રોત્સાહન આપવું કે તેની પ્રશંસા કરવી જેમ કે "પોતાને કેવી રીતે મારી નાખવા અને સન્માનપૂર્વક રીતે મૃત્યુ પામવું.”
  • આત્મઘાતનું ગ્રાફિક ચિત્રણ, જેમાં ઈજાના નિશાન, લોહી અથવા ઈજા જોઈ શકાતી હોય. 
  • વિવાદાસ્પદ મુદ્દા થતા હોય ત્યારનો અયોગ્ય ઑડિયો.
  • ઉશ્કેરણીજનક અથવા અનુકરણીય સંકેતો ધરાવતા ભોજન સંબંધિત વિકારોનો અયોગ્ય સંદર્ભ.
  • વિવાદાસ્પદ મુદ્દાના ચિત્રણો જે શૈક્ષણિક અથવા કલાત્મક સંદર્ભ વિના સાધારણ રીતે ગ્રાફિક હોય.
    • ફેરફાર કર્યા વિનાનો ફૂટેજ જેમાં લોહી સાથે કોઈ વ્યક્તિને પોતાનું કાંડું કાપતા બતાવી હોય.
  • વિવાદાસ્પદ મુદ્દાનું ઍનિમેટેડ ચિત્રણ સનસનાટીભરી રીતે રજૂ કરવામાં આવ્યું હોય.   
    • અન્ય લોકોને ધમકાવતા પાત્રો બતાવવા.

વ્યાખ્યાઓ:

ફોકસ અથવા ફોકલનો અર્થ છે આપેલા વિવાદાસ્પદ મુદ્દા વિશેનું સેગ્મેન્ટ, સંપૂર્ણ વીડિયો અથવા સતત ચર્ચા. વિવાદાસ્પદ મુદ્દાનો સંદર્ભ આપવાને મુદ્દા પર ફોકસ કર્યું હોવાનું માનવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે, વિવાદાસ્પદ અથવા સંવેદનશીલ વિષય જેમ કે “આવતા અઠવાડિયાના વીડિયોમાં આપણે આત્મહત્યાના ઘટતા દરો પર ચર્ચા કરીશું"ને ટૂંકમાં સ્વીકારવાને ફોકલ માનવામાં આવશે નહીં, પણ વીડિયોનું જે સેગ્મેન્ટ આવા વિષય પર વિશેષ રૂપે વાત કરતું હોય, તેને ફોકલ માનવામાં આવશે. ફોકસ શાબ્દિક હોવું જરૂરી નથી. જો એવી કોઈ છબી કે ટેક્સ્ટ હોય કે જે સંવેદનશીલ મુદ્દા પર ફોકસ કરતી હોય, તો તેને પણ ફોકસ માનવામાં આવશે.

આ દિશાનિર્દેશોમાં વપરાયેલા મુખ્ય શબ્દો વિશે વધુ જાણવા માટે, અમારું વ્યાખ્યાઓનું ટેબલ જુઓ.

સંવેદનશીલ ઇવેન્ટ

સંવેદનશીલ ઇવેન્ટ એક એવી ઇવેન્ટ કે વિકસતી ઘટના હોય છે કે જે Googleની ઉચ્ચ ક્વૉલિટી, સંબંધિત માહિતી અને મૂળભૂત સત્ય પ્રદાન કરવાની અને પ્રાધાન્ય ધરાવતી તથા કમાણી કરવાની પ્રક્રિયાની સુવિધામાં અસંવેદનશીલ કે શોષણ કરતા કન્ટેન્ટને ઘટાડવાની ક્ષમતા સામે નોંધપાત્ર જોખમ ઊભું કરે છે. સંવેદનશીલ ઇવેન્ટ દરમિયાન, અમે આ જોખમોને ટાળવા માટે વિવિધ પગલાં લઈ શકીએ છીએ.

સંવેદનશીલ ઇવેન્ટના ઉદાહરણોમાં નાગરિક કટોકટીઓ, કુદરતી આફતો, જાહેર આરોગ્ય સંબંધિત કટોકટીઓ, આતંકવાદ અને સંબંધિત પ્રવૃત્તિઓ, સંઘર્ષ અથવા હિંસાના સામૂહિક કૃત્યો શામેલ હોઈ શકે છે. જો કન્ટેન્ટમાં કોઈ ગ્રાફિક છબી ન પણ શામેલ હોય, તો પણ આ પૉલિસી લાગુ થાય છે. 

પૉલિસીની વિગત
જાહેરાતો માટે માર્ગદર્શન પ્રશ્નાવલીના વિકલ્પો અને વિગતો
આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે

મૃત્યુ અથવા કરુણ ઘટના સાથે સંકળાયેલી ચર્ચાઓ જે તેનો ગેરલાભ ન લેતી હોય કે તેને બરતરફ ન કરતી હોય. 

અમુક ચોક્કસ સંજોગોમાં, પીડિતોના દુરુપયોગ અથવા શોષણને ટાળવા માટે અમે કદાચ સંવેદનશીલ ઇવેન્ટ સંબંધિત કોઈપણ કન્ટેન્ટ વડે કમાણી કરવાની પ્રક્રિયા અટકાવી શકીએ છીએ. સંદર્ભ મહત્ત્વપૂર્ણ છે: ઉદાહરણ તરીકે, જો કન્ટેન્ટ કોઈ સંવેદનશીલ ઇવેન્ટ વિશે આધિકારિક ન્યૂઝ રિપોર્ટિંગ, દસ્તાવેજી કન્ટેન્ટ અથવા ચર્ચાઓ બતાવતું હોય, તો અમે કદાચ તેને જાહેરાતની આવક કમાવવા માટે મંજૂરી આપી શકીએ છીએ.

આ કન્ટેન્ટ જાહેરાતની કોઈ આવક મેળવશે નહીં

નિર્માતાઓ એવા કન્ટેન્ટમાંથી કદાચ કમાણી ન કરી શકે જે સંવેદનશીલ ઇવેન્ટમાંથી નફો કરતું હોય અથવા તેનો દુરૂપયોગ કરતું હોય.

ઉદાહરણો (અપૂર્ણ): 

  • વપરાશકર્તાઓને દૃષ્ટિગોચર થતો કોઈ લાભ ન પહોંચતો હોય તેવી કરૂણ ઇવેન્ટમાંથી નફો કરતું હોય, દેખરેખ રાખતી સંબંધિત સંસ્થાઓ (ઉદાહરણ તરીકે, આપાતકાલીન રાહત સંસ્થાઓ, આરોગ્ય અધિકારીઓ અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ)ના સ્ટૅન્ડર્ડ અને/અથવા દિશાનિર્દેશોનું કદાચ પાલન ન કરતી હોય તેવી પ્રોડક્ટ અથવા સેવાઓનું વેચાણ કરતું હોય તેમ જણાતું હોય તેવું કન્ટેન્ટ. 
  • વધારાના ટ્રાફિકને વેગ આપવાનો પ્રયાસ કરવા માટે કોઈ સંવેદનશીલ ઇવેન્ટ સાથે સંબંધિત કીવર્ડનો ઉપયોગ કરતું કન્ટેન્ટ.

આ દિશાનિર્દેશોમાં વપરાયેલા મુખ્ય શબ્દો વિશે વધુ જાણવા માટે, અમારું વ્યાખ્યાઓનું ટેબલ જુઓ.

અપ્રામાણિક વર્તન શક્ય બનાવવું

અપ્રામાણિક વર્તનની પ્રશંસા કે પ્રચાર કરતું કન્ટેન્ટ, જેમ કે અતિક્રમણ, છેતરપિંડી અથવા કમ્પ્યૂટર હૅકિંગ જે વ્યક્તિગત અથવા સશુલ્ક હોય.

પૉલિસીની વિગત
જાહેરાતો માટે માર્ગદર્શન પ્રશ્નાવલીના વિકલ્પો અને વિગતો
આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે

અપ્રામાણિક વર્તન વિશે શૈક્ષણિક, રમૂજી અથવા મ્યુઝિક સંબંધિત સંદર્ભો અથવા વિધાનો. આચારસંહિતા વિરુદ્ધ દુરાચરણ વિશે પત્રકારત્વના રિપોર્ટ જેવા અપ્રામાણિક વર્તનને પ્રોત્સાહન ન આપતું કન્ટેન્ટ.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો:

અતિક્રમણ કરવું

  • પ્રેક્ષકો સાથે શેર કરવા અથવા તેમને શિક્ષિત કરવા માટે ત્યજી દેવાયેલી ઇમારતોમાં અથવા ઉપયોગમાં ન લેવાતા સ્થાનોની જાણકારી આપવી અને વર્ણનોમાં જણાવવું કે આમ કરવાની પરવાનગી મેળવી છે.
    • જરૂરી પરમિટ અને પરવાનગીઓ સાથે ચર્નોબિલ સાઇટ પર પ્રતિબંધિત ઝોનની ટુર કરવી.
  • આના વિશે પત્રકારત્વ સંબંધિત રિપોર્ટ:
    • રિટેલ સ્ટોર અથવા વ્યાવસાયિક ઇમારતની આચારસંહિતાનું ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ (જેમ કે બંધ થવાના સમય પછી સ્ટોરમાં આખી રાત રહેવું). 
    • સ્ટોરના માલિકની સંમતિ વિના સ્ટોરમાં રિટેલ સ્ટોરના કર્મચારી હોવાનો ઢોંગ કરવો (જેમ કે સ્ટોરનો યુનિફોર્મ પહેરવો અને ગ્રાહકોને વ્યાપારી સામાન અંગે માર્ગદર્શન આપવું). 

હૅકિંગ

  • પૅનિટ્રેશન ટેસ્ટિંગ (એક સેવા છે જે નૈતિક હૅકર કંપનીઓને ફિઝિકલ અને માહિતીની સુરક્ષા સંબંધિત જોખમોનું પરીક્ષણ કરવા માટે વેચે છે).
  • બગ બાઉન્ટી (પુરસ્કારો છે જે સિસ્ટમ અથવા પ્રોગ્રામમાં કમ્પ્યુટરની ખામીઓ શોધવા બદલ આપવામાં આવે છે).
  • ડિજિટલ હૅક, લાઇફહૅક, ટિપ અને યુક્તિઓ (દા.ત. ફોન જેલબ્રેક કરવો, ગેમમાં છેતરપિંડી, ગેમમાં સુધારા, VPN સેવાઓ).
  • સ્પર્ધાત્મક ઇ-સ્પોર્ટસમાં હૅકિંગ સૉફ્ટવેરના ઉપયોગ અથવા પ્રોત્સાહન વિશે શૈક્ષણિક, દસ્તાવેજી અથવા પત્રકારત્વ સંબંધિત રિપોર્ટ. 

ગુનો

  • ગુના વિશેની દસ્તાવેજીઓ.
  • ગુનાનો ભોગ બનેલા લોકોના જાત-અનુભવો.
આ કન્ટેન્ટ જાહેરાતની કોઈ આવક મેળવશે નહીં

કન્ટેન્ટ કે જેનો હેતુ દર્શકોને અનધિકૃત ઍક્સેસ મેળવવાની રીત કે સિસ્ટમ, ડિવાઇસ અથવા પ્રૉપર્ટીમાં દુર્ભાવનાપૂર્ણ રીતે અનધિકૃત ફેરફારો કરવાની રીત વિશે શિક્ષણ આપવાનો હોય. પ્રૉપર્ટીની આચારસંહિતા વિરુદ્ધ હોય તેવા કૃત્યો દર્શાવવા. એવી પ્રોડક્ટ કે સેવાઓ બતાવવી કે જે ગેરમાર્ગે દોરવા અથવા છેતરવામાં સહાય કરતી હોય, જેમ કે શૈક્ષણિક નિબંધ લખવા માટેની સેવાઓ અથવા સ્પર્ધાત્મક ઇ-સ્પોર્ટમાં જીતવા માટે હૅકિંગની પદ્ધતિઓ

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો:

અતિક્રમણ કરવું

  • કોઈ સુરક્ષિત ઇમારત પર અતિક્રમણ કરીને આખી રાત સ્ટંટ કરવાને પ્રોત્સાહન આપવું અથવા તેના વખાણ કરવા.
  • રીટેલ સ્ટોર અથવા વ્યાવસાયિક ઇમારતની આચારસંહિતાનું ઉલ્લંઘન કરવું.
  • પ્રોપર્ટીના માલિકની સંમતિ વિના રીટેલ સ્ટોરમાં સ્ટોરના કર્મચારીઓ હોવાનો ઢોંગ કરવો.
  • કોઈ વધારાના સંદર્ભ વિના કોઈ ઘરમાં ઘૂસતા બતાવવું, દા.ત. કોઈના ઘરમાં બળજબરીથી ઘૂસતા CCTV ફૂટેજ બતાવવા.

હૅકિંગ

  • દર્શકોને અન્ય વ્યક્તિ અથવા તેની પ્રવૃત્તિઓને સંમતિ વિના ડિજિટલ રીતે ટ્રૅક કરવા અથવા તેની દેખરેખ કરવા માટે પ્રેરિત કરવા અથવા સક્ષમ બનાવવા.
  • કોઈ વ્યક્તિના ફોનને તેની સંમતિ વિના કેવી રીતે વાયરટેપ કરવો તેના વિશે ટિપ.
  • સ્પર્ધાત્મક ઇ-સ્પોર્ટસમાં હૅકિંગ સૉફ્ટવેરનો ઉપયોગ કરવો અથવા તેના ઉપયોગને પ્રોત્સાહન આપવું

અનૈતિક પ્રોડક્ટ અથવા સેવાઓ

  • શૈક્ષણિક નિબંધ લખનારી સેવાઓ.
  • ડ્રગ પરીક્ષણોની છેતરપિંડી.
  • નકલી પાસપોર્ટ અથવા ઓળખના અન્ય દસ્તાવેજો બનાવવા અથવા તેમાં અનધિકૃત ફેરફાર કરવો.

આ દિશાનિર્દેશોમાં વપરાયેલા મુખ્ય શબ્દો વિશે વધુ જાણવા માટે, અમારું વ્યાખ્યાઓનું ટેબલ જુઓ.

બાળકો અને કુટુંબો માટે અનુચિત કન્ટેન્ટ

"બાળકો માટે યોગ્ય" કન્ટેન્ટ YouTube પર કમાણી કરવા માટે પરિવારના ઑડિયન્સ માટે યોગ્ય હોવું આવશ્યક છે. આનો અર્થ છે કે તેના દ્વારા YouTubeના બાળકો અને ફૅમિલી કન્ટેન્ટ માટે ક્વૉલિટીના સિદ્ધાંતો અને અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન થવું આવશ્યક છે.

પૉલિસીની વિગત

નકારાત્મક વર્તનને પ્રોત્સાહન આપતું કન્ટેન્ટ

બાળકો પર નકારાત્મક અસર કરી શકે તે પ્રકારે નકારાત્મક વર્તનને પ્રોત્સાહન આપવું.

જાહેરાતો માટે માર્ગદર્શન પ્રશ્નાવલીના વિકલ્પો અને વિગતો

આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે

કન્ટેન્ટ જે સકારાત્મક વર્તનને પ્રોત્સાહિત કરતું હોય અને બાળકો માટે હાનિકારક ન હોય.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો:

  • નકારાત્મક વર્તન પરનું શૈક્ષણિક કન્ટેન્ટ
  • સાર્વજનિક સેવાની ઘોષણાઓ (PSAs) અથવા બાળકોને ધમકાવવાની કે તેમનું અપમાન કરવાની નકારાત્મક અસરો વિશેના વીડિયો
  • આરોગ્યપ્રદ ખોરાક ખાવાની આદતો બતાવવી
  • રમતગમત અને ફિટનેસ વિશેના વીડિયો
  • DIY, ચૅલેન્જ કે મજાક જેમાં ઓછું જોખમ હોય અને બાળકોને કોઈ ગંભીર શારીરિક કે ભાવનાત્મક હાનિ ન પહોંચાડે, જેમ કે:
    • DIYs, ડેમો અથવા 'કેવી રીતે કરવું' જેમ કે સલામત અને યોગ્ય રીતે વાસણોનો ઉપયોગ કરીને બૅકિંગ કરવું કે રસોઈ બનાવવી
    • એવી મજાક કે જે બાળકોને આઘાત કે હાનિ ન પહોંચાડતી હોય
 
આ કન્ટેન્ટ જાહેરાતની કોઈ આવક મેળવશે નહીં

કન્ટેન્ટ કે જે છેતરપિંડી કરવા અને ધમકાવવા જેવા નકારાત્મક વર્તનનો પ્રચાર કરીને બાળકોને અસર કરી શકતું હોય અથવા કન્ટેન્ટ કે જે બાળકોને ગંભીર શારીરિક અથવા ભાવનાત્મક નુકસાન પહોંચાડી શકતું હોય.

આ કૅટેગરીમાં આવતા હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો:

  • બાળકો દ્વારા નકારાત્મક વર્તનને પ્રોત્સાહન આપતું કે તેનો પ્રચાર કરતું કન્ટેન્ટ અથવા બાળકોને નકારાત્મક રીતે અસર કરતું સામાજિક મુદ્દાઓ વિશેનું કન્ટેન્ટ.
    • પરીક્ષાઓમાં ચોરી કરવા જેવું અપ્રામાણિક વર્તન
    • બાળકો માટેના કન્ટેન્ટમાં સાચી કે વાસ્તવિક બંદૂક બતાવવી
    • લાંબો સમય ઉચ્ચ શર્કરાવાળો અથવા ઉચ્ચ ચરબીવાળો ખોરાક ખાવો
    • બાળકોને ધમકાવવું, તેમનું ઉત્પીડન અથવા અપમાન કરવું
    • વધુ પાતળા, વધુ સુડોળ દેખાવા માટે શરીરમાં ફેરફાર કરવાની રીત, કૅલરીનું પ્રમાણ પ્રતિબંધિત કરવું કે વધારવું, વગેરે વિશેનું કન્ટેન્ટ.
    • DIYs કે ચૅલેન્જ જે શારીરિક અથવા ભાવનાત્મક ઈજાનું વર્ણન કરતા હોય અથવા તેમાં પરિણમે શકે તેવા હોય, જેમ કે: 
      • પ્રતિબંધિત રસાયણો, વિસ્ફોટકોનો ઉપયોગ કરવો, દિવાસળીઓનો મોટો જથ્થો સળગાવવાનું DIY કન્ટેન્ટ, વગેરે. 
      • મહત્તમ ખોરાક ખાવાના ચૅલેન્જ કે જેનાથી કદાચ ગૂંગળામણ થઈ શકે 
      • બિન-ખાદ્ય પ્રોડક્ટ ખાવા માટે પ્રોત્સાહિત કરવું
 

બાળકોને લક્ષ્યમાં રાખીને બનાવેલું વયસ્ક લોકો માટેનું કન્ટેન્ટ

થીમ કે જે મોટે ભાગે કિશોરો અથવા પુખ્ત વયના ઑડિયન્સ સાથે સંકળાયેલી હોય છે જેમ કે વીડિયો, થંબનેલ અથવા શીર્ષકમાં નગ્નતા, સેક્સ, વાસ્તવિક લાગતી હિંસા, ડ્રગ, દારૂ અથવા અપશબ્દો.

કૅટેગરી મર્યાદિત જાહેરાતો અથવા કોઈ જાહેરાત નહીં
એવું કન્ટેન્ટ જે બાળકો અને કુટુંબો માટે યોગ્ય દેખાય તે રીતે બનાવ્યું હોય, પરંતુ પુખ્ત થીમ ધરાવતું હોય.
  • સેક્સ અને જાતીય કટાક્ષો
  • હિંસા, વાસ્તવિક હથિયારો 
  • મધ્યમ, મજબૂત અથવા અત્યંત ગંદા અપશબ્દો
  • માદક પદાર્થો અને દારૂ 
  • બાળકો અને બાળકોમાં લોકપ્રિય પાત્રોના અન્ય વર્ણનો જે બાળકો અને કુટુંબો માટે અયોગ્ય હોય

બાળકોને લક્ષિત કરતું આઘાતજનક કન્ટેન્ટ

કન્ટેન્ટ કે જે પુખ્ત વયના લોકો માટે સલામત હોય પરંતુ બાળકોને આઘાત પહોંચાડી અથવા ડરાવી શકે તેવું હોય, જેમ કે પુખ્ત વયના ડરામણા પાત્રો અથવા અપહરણની કે ડરામણી મૂવી વગેરે જેવી અચાનકથી ડરાવતી થીમ.

કૅટેગરી મર્યાદિત જાહેરાતો અથવા કોઈ જાહેરાત નહીં
એવું કન્ટેન્ટ જે બાળકો અને કુટુંબો માટે યોગ્ય દેખાય તે રીતે બનાવ્યું હોય, પણ તેમાં બાળકોને ડરાવવા અથવા આઘાત પહોંચાડવા માટેનું કન્ટેન્ટ હોય.
  • બાળકોને ડરાવવા માટે સર્જાયેલા પાત્રો, જેમ કે Momo અથવા વયસ્ક ડરામણા પાત્રો 
  • રક્તપાત કે અન્ય ગ્રાફિક હિંસા વર્ણવતું કન્ટેન્ટ
  • બાળકોને ડરાવતું ગ્રાફિક ન હોય તેવું કન્ટેન્ટ જેમ કે અપહરણ, ડરામણા દૃશ્યો, સિરિન્જનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય, વગેરે.

આ દિશાનિર્દેશોમાં વપરાયેલા મુખ્ય શબ્દો વિશે વધુ જાણવા માટે, અમારું વ્યાખ્યાઓનું ટેબલ જુઓ.

તમાકુ સંબંધિત કન્ટેન્ટ

તમાકુ અને તમાકુ સંબંધિત પ્રોડક્ટનો પ્રચાર કરતું કન્ટેન્ટ જાહેરાત માટે યોગ્ય નથી. આ પૉલિસી YouTube Studioમાં પોતે કરેલા પ્રમાણીકરણની પ્રશ્નાવલીમાં નુકસાનકારક અથવા જોખમી કૃત્યો હેઠળ આવે છે, તેથી વિગતવાર માર્ગદર્શન માટે તેને પણ ચેક કરવાની ખાતરી કરો.

ઉદાહરણો (અપૂર્ણ)
કૅટેગરી મર્યાદિત જાહેરાતો અથવા કોઈ જાહેરાત નહીં
તમાકુનો પ્રચાર કરવો
  • સિગરેટ, સિગાર, તમાકુ ખાવું
તમાકુ સંબંધિત પ્રોડક્ટનો પ્રચાર કરવો
  • હુકો, બીડી, વૅપ પેન
ધૂમ્રપાન કરતા હોય એવો દેખાવ કરવા માટે બનાવેલી પ્રોડક્ટનો પ્રચાર કરો
  • હર્બલ સિગરેટ, ઇ-સિગરેટ, વૅપિંગ

આ દિશાનિર્દેશોમાં વપરાયેલા મુખ્ય શબ્દો વિશે વધુ જાણવા માટે, અમારું વ્યાખ્યાઓનું ટેબલ જુઓ.

ઉશ્કેરણી અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી

કન્ટેન્ટ કે જે અનઆવશ્યક રીતે ઉશ્કેરનારું, ઉત્તેજક અથવા પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારું હોય તે કદાચ જાહેરાત માટે યોગ્ય ન પણ હોય. આ પૉલિસી YouTube Studioમાં પોતે કરેલા પ્રમાણીકરણની પ્રશ્નાવલીમાં દ્વેષપૂર્ણ અને અપમાનજનક કન્ટેન્ટ હેઠળ આવે છે, તેથી વિગતવાર માર્ગદર્શન માટે તેને પણ ચેક કરવાની ખાતરી કરો.

ઉદાહરણો (અપૂર્ણ)
કૅટેગરી મર્યાદિત જાહેરાતો અથવા કોઈ જાહેરાત નહીં
ઉશ્કેરતું અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતું કન્ટેન્ટ
  • કોઈ વ્યક્તિ અથવા ગ્રૂપને શરમાવવા અથવા અપમાનિત કરવા પર ફોકસ કરતું કન્ટેન્ટ
વ્યક્તિને અથવા વ્યક્તિઓના ગ્રૂપને હેરાન કરે, ડરાવે અથવા ધમકી આપે તેવું કન્ટેન્ટ
  • શોષણ કે ઉત્પીડન માટે કોઈ વ્યક્તિ એકલા પાડી દેતું કન્ટેન્ટ
  • કન્ટેન્ટ કે જે ઘટી ન હોય એવી કરૂણ ઘટના સૂચવતું હોય અથવા પીડિત અથવા તેના કુટુંબના સભ્યો અભિનય જગતમાં હોય અથવા તે છુપાવવાના કૃત્યમાં ભાગીદાર હોય
  • દુર્ભાવનાપૂર્ણ વ્યક્તિગત હુમલાઓ, નિંદા અને બદનક્ષી

આ દિશાનિર્દેશોમાં વપરાયેલા મુખ્ય શબ્દો વિશે વધુ જાણવા માટે, અમારું વ્યાખ્યાઓનું ટેબલ જુઓ.

વ્યાખ્યાઓ

જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા સામાન્યપણે જાહેરાત ટેક્નોલોજી આપતી કંપનીઓ દ્વારા વપરાતા શબ્દોને વધુ સારી રીતે સમજવામાં તમારી સહાય કરવા માટે, વ્યાખ્યાઓનું એક ટેબલ તૈયાર કર્યું છે.

વ્યાખ્યાઓ
શરતો વ્યાખ્યાઓ
મ્યુઝિક આનો અર્થ છે એવો કોઈપણ વીડિયો જેમાં મ્યુઝિક શામેલ હોય, જેમ કે આધિકારિક મ્યુઝિક વીડિયો, આર્ટ ટ્રૅક, બૅકિંગ ટ્રૅક, શરૂઆત/અંતમાં આવતું મ્યુઝિક, મ્યુઝિક વીડિયો માટેની પ્રતિક્રિયાઓ, ડાન્સ ટ્યૂટૉરિઅલ દરમિયાન વાગતું મ્યુઝિક, YouTubeના ટૂલ મારફતે ઉમેરેલું અથવા મેળવેલું મ્યુઝિક અથવા બૅકગ્રાઉન્ડમાં વાગતું મ્યુઝિક. આ કવિતા અને બોલેલા શબ્દના પર્ફોર્મન્સ પર લાગુ થતું નથી.
શૈક્ષણિક

“શૈક્ષણિક"નો અર્થ છે ઑડિયન્સને ખોટી માહિતી આપવાના ઈરાદા વિના કોઈ વિષય અંગે જાણકારી આપવી અથવા શિક્ષણ આપવું. શૈક્ષણિક કન્ટેન્ટ સહજ રીતે મંતવ્ય વ્યક્ત કરે છે, જેમ કે સુરક્ષિત સેક્સ અભ્યાસોની ચર્ચા. નીચે આપેલા શબ્દો સંદર્ભગત રીતે સંબંધિત છે:

  • "દસ્તાવેજી"નો અર્થ છે મૂળ દસ્તાવેજોની નકલ બનાવીને અથવા તથ્યોનું વર્ણન કરીને ઐતિહાસિક ઘટનાઓને યાદ રાખવી અને સાચવી રાખવી, જેમ કે પ્રાચીન ઇજિપ્તના ઇતિહાસ વિશે જણાવવું.
  • “વૈજ્ઞાનિક”નો અર્થ છે પ્રયોગ અને સિદ્ધાંતો મારફતે ઈજા બતાવવી, જેમ કે માનવ મનોવિજ્ઞાન વિશે ડેટા પ્રસ્તુત કરતી વખતે.
કલાત્મક “કલાત્મક”નો અર્થ છે કે માનવની સર્જનાત્મકતા વ્યક્ત કરવાનો હેતુ ધરાવતી કલા જેમ કે પેઇન્ટિંગ, ડ્રોઇંગ, સ્થાપત્ય, શિલ્પ, સાહિત્ય, કવિતા, મ્યુઝિક, પર્ફોર્મ કરવું અને સ્ક્રિપ્ટ પરથી બનાવેલું કન્ટેન્ટ. આનું ઉદાહરણ છે કાવ્ય-પઠનનો વીડિયો.
નાટકીય

“નાટકીય”નો અર્થ છે સ્ક્રિપ્ટ પરથી બનેલું કન્ટેન્ટ જેમ કે મૂવી કે કાલ્પનિક સેટિંગ જેમાં ઍનિમેટેડ કન્ટેન્ટ શામેલ છે.

ગ્રાફિક, ગ્રાફિકનેસ

"ગ્રાફિક” અથવા “ગ્રાફિકનેસ”નો અર્થ છે અયોગ્ય અને વાસ્તવિક ચિત્રણોનો સમાવેશ જે નીચે આપ્યા મુજબ છે:

  • શેરીની લડાઈઓ જેવા હિંસક કૃત્યોના પરિણામે રક્તપાત અથવા ખુલ્લા ઘા.
  • પ્રાણીઓ વિરુદ્ધ હિંસક કૃત્યો, જેમ કે લાત મારવી.
  • જાતીય કૃત્યો, શરીરના અંગો અને પ્રવાહીના વિઝ્યુઅલ.
હકીકત

“હકીકત”નો અર્થ છે તીવ્રતાના ત્રણ લેવલ:

  • “ઓછી હકીકત”: હકીકતથી વધુ ભ્રમિત કરવું, જેમ કે વાત કરતી બિલાડી.
  • “મધ્યમ હકીકત”: હકીકતથી વધુ ભ્રમિત કરવું, જેમ કે વાસ્તવિક દુનિયાની આકૃતિઓનું વર્ણન કરતા અતિશયોક્તિવાળા ગ્રાફિક જેમ કે વીડિયો ગેમમાં મનુષ્યો અથવા ઍનિમેટ કરેલા પાત્રો.
  • “અતિ હકીકત”: મુખ્ય પાત્રો તરીકે મનુષ્યોનું વર્ણન કરતી વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓ, જેમ કે શેરીમાં થતી લડાઈ બતાવવી.
સ્પષ્ટ, સ્પષ્ટતા

“સ્પષ્ટ” અથવા “સ્પષ્ટતા”નો અર્થ છે કન્ટેન્ટમાં ઉલ્લંઘનકારી વિષયને કેવી રીતે પ્રસ્તુત કરવો અથવા દેખાડવો. કેટલાક ઉદાહરણોમાં આનો સમાવેશ થાય છે:

  • ગર્ભપાતની પ્રક્રિયા બતાવતો અથવા તેનું ચિત્રણ કરતો વીડિયો.
  • એવા ઑડિયો અથવા અવાજો કે જેમાં કોઈનું શોષણ થતું હોય એવું જણાતું હોય.
સૂચિત, ગર્ભિત

“સૂચિત” અથવા “ગર્ભિત”નો અર્થ છે સૂચક, ઉલ્લંઘનકારી વિષયની અપ્રત્યક્ષ હાજરી અથવા દૃશ્યતા. કેટલાક ઉદાહરણોમાં આનો સમાવેશ થાય છે:

  • જાતીય કૃત્યો સૂચવવા માટે કામુક અવાજો સાથે હલતો પલંગ બતાવતો અથવા તેનું ચિત્રણ કરતો વીડિયો.
  • મૃત્યુની પળ સૂચવવા માટે ધડાકા સાથે ઉડતા વાહનો બતાવતો અથવા તેનું ચિત્રણ કરતો વીડિયો.
ફોકસ, ફોકલ

“ફોકસ” અથવા “ફોકલ”નો અર્થ છે કે સેગ્મેન્ટ કે પૂર્ણ વીડિયો આપેલા વિષય વિશેનો છે અને તે કે તેમાં રિપીટ થતો સંદર્ભ છે અને વિષય પર ફોકસ કરે છે. વિવાદાસ્પદ અથવા સંવેદનશીલની સૂચિમાં શામેલ હોય તેવા વિષયોનો ટૂંકમાં સંદર્ભ આપવો એ 'કોઈ જાહેરાત નથી' માટેનું કારણ નથી. ઉદાહરણ તરીકે, વિવાદાસ્પદ અથવા સંવેદનશીલ વિષય (દા.ત. "આવતા અઠવાડિયાના વીડિયોમાં આપણે આત્મહત્યાના ઘટતા દરો પર ચર્ચા કરીશું.")ને ટૂંકમાં સ્વીકારવાને ફોકલ માનવામાં આવશે નહીં, પણ વીડિયોનું જે સેગ્મેન્ટ આવા વિષય પર વિશેષ રૂપે વાત કરતું હોય, તેને ફોકલ માનવામાં આવશે. ફોકસ શાબ્દિક હોવું જરૂરી નથી. જો એવી કોઈ છબી કે ટેક્સ્ટ હોય કે જે સંવેદનશીલ મુદ્દા પર ફોકસ કરતી હોય, તો તેને પણ ફોકસ માનવામાં આવશે. કેટલાક ઉદાહરણોમાં આનો સમાવેશ થાય છે:

  • આત્મઘાત કરવા પર ફોકસ કરતા હોય એવા વીડિયો.
  • કન્ટેન્ટ કે જેનું ફોકસ અન્ય સંદર્ભ કે કારણ વિના ફક્ત ખૂબ ગંદા અપશબ્દોનો ઉપયોગ કરવા પર હોય.
ક્ષણિક

"ક્ષણિક"નો અર્થ છે એવી પળો (ફોકલ ન હોય એવા) કન્ટેન્ટનું ફોકસ નથી અને તેમાં વિવાદસ્પદ કે સંવેદનશીલની સૂચિમાં શામેલ હોય તેવા વિષયોના ટૂંકમાં સંદર્ભો આપવાનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, વિવાદાસ્પદ અથવા સંવેદનશીલ વિષય (દા.ત. “આવતા અઠવાડિયાના વીડિયોમાં આપણે આત્મહત્યાના ઘટતા દરો પર ચર્ચા કરીશું.”)ને ટૂંકમાં સ્વીકારવાને ફોકલ નહીં, પરંતુ ક્ષણિક માનવામાં આવશે.

સનસનાટીભરી રીત

તેનો અર્થ છે એવી રીત જેનો હેતુ ખાસ કરીને અતિશયોક્તિભરી, ગ્રાફિક અથવા સંવેદનશીલ વિગતો શામેલ કરીને, ઉત્સુકતા અથવા વ્યાપક રુચિ જાગૃત કરવાનો હોય.

  • “સનસનાટીભરી રીતે ખાવું” જેમ કે પ્રાણી અથવા પ્રાણીના જીવંત અથવા હજી પણ દેખીતી રીતે હલનચલન કરતા અંગો ખાવા.
  • “સનસનાટીભરી રીતે તૈયારી કરવી અથવા ખાવું” જ્યાં તૈયારી કરવી અથવા ખાવું નાટકીય બની જાય, જેમ કે “મુકબંગ” અથવા ASMR પર્ફોર્મન્સના ભાગ તરીકે.
  • “વિવાદાસ્પદ મુદ્દાનું સનસનાટીભરી રીતે ચિત્રણ” કે જ્યાં ધમકાવવા જેવા સંવેદનશીલ વિષયો મનોરંજનની મુખ્ય થીમ બની જાય, ખાસ કરીને નકારાત્મક પાત્રની ક્રિયાપ્રતિક્રિયાઓ થકી.

YouTube પર અપલોડ કરેલા બધા વીડિયો YouTubeની સેવાની શરતો અને સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરતા હોય તે જરૂરી છે. જાહેરાતોથી કમાણી કરવાની યોગ્યતા મેળવવા માટે, તમારે YouTube કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસીઓ અને પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરવું જરૂરી રહેશે.

તમારી ચૅનલનું મોટાભાગનું કન્ટેન્ટ કોઈપણ જાહેરાતકર્તા માટે યોગ્ય ન હોય અથવા જો ચૅનલ ગંભીર અથવા વારંવાર ઉલ્લંઘનો (દા.ત. ઝગડા કરાવનારું, પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારું અથવા દ્વેષપૂર્ણ કન્ટેન્ટ અપલોડ કરવું) કરતી હોય, તો અમે તમારી આખી ચૅનલ પર જાહેરાતો બંધ કરવાનો અધિકાર આરક્ષિત રાખીએ છીએ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5796605202120414452
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false