વીડિયોમાં માહિતી કાર્ડ ઉમેરો

તમે તમારા વીડિયોને વધુ ક્રિયાપ્રતિક્રિયાશીલ બનાવવા માટે માહિતી કાર્ડનો ઉપયોગ કરી શકો છો. માહિતી કાર્ડમાં વીડિયો, પ્લેલિસ્ટ, ચેનલ અથવા લિંક સુવિધા હોઈ શકે છે. બાળકો માટે યોગ્યવીડિયો પર કાર્ડ ઉપલબ્ધ નથી.

વીડિયોમાં કાર્ડ ઉમેરો

વીડિયોમાં કાર્ડ ઉમેરવા માટે, નીચેના પગલાં અનુસરો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમારે જેમાં ફેરફાર કરવો હોય તે વીડિયો પર ક્લિક કરો.
  4. ડાબી બાજુના મેનૂમાંથી, એડિટર પસંદ કરો.
  5. માહિતી કાર્ડ પસંદ કરો  અને તમે ઉમેરવા માંગો છો તે કાર્ડ પસંદ કરો. નોંધ: તમે એક વીડિયોમાં 5 જેટલા કાર્ડ ઉમેરી શકો છો.
    • વીડિયો: આ માહિતી કાર્ડ તમને તમારા દર્શકો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે સાર્વજનિક YouTube વીડિયો સાથે લિંક કરવાની મંજૂરી આપે છે. 
    • પ્લેલિસ્ટ: આ માહિતી કાર્ડ તમને તમારા દર્શકોને જોવા માટે સાર્વજનિક YouTube પ્લેલિસ્ટ સાથે લિંક કરવાની મંજૂરી આપે છે.
    • ચૅનલ: આ માહિતી કાર્ડ તમને તમારા દર્શકો સાથે જોડાવા માટે YouTube ચેનલ સાથે લિંક કરવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, તમે તમારા વીડિયોમાં મદદ કરનાર ચૅનલનો આભાર માનવા અથવા દર્શકોને બીજી ચૅનલની ભલામણ કરવા માટે માહિતી કાર્ડનો ઉપયોગ કરી શકો છો.
    • લિંક: જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો તો આ માહિતી કાર્ડ તમને તમારા દર્શકો સાથે શેર કરવા માટે બાહ્ય વેબસાઇટ સાથે લિંક કરવાની મંજૂરી આપે છે. તમે તમારા વીડિયોમાં સમાપ્તિ સ્ક્રીન પણ ઉમેરી શકો છો. નોંધ: ખાતરી કરો કે તમારી લિંક કરેલી વેબસાઇટ અમારા સમુદાયના દિશાનિર્દેશો અને અમારી સેવાની શરતો સહિતની પૉલિસીનું પાલન કરે છે. ઉલ્લંઘનના પરિણામે કાર્ડ કે લિંક કાઢી નખાય, સ્ટ્રાઇક મળે અથવા તમારા Google એકાઉન્ટને સમાપ્ત કરવામાં આવે તેમ બની શકે.
  6. વીડિયો નીચે કાર્ડ માટે શરૂ થવાનો સમય બદલો.
  7. વીડિયો વિશે વૈકલ્પિક મેસેજ અને ટીઝર ટેક્સ્ટ ઉમેરો. નોંધ: ચેનલ કાર્ડ માટે મેસેજ અને ટીઝર ટેક્સ્ટ આવશ્યક છે.
  8. સાચવો પર ક્લિક કરો.

દર્શકો કાર્ડ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે

કાર્ડ વીડિયોને પૂરક બનાવવા અને સંબંધિત માહિતી સાથે દર્શકોના અનુભવને સુધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. જેમ સિસ્ટમ વિકસિત થાય તેમ અમે પર્ફોર્મન્સ, દર્શકોની વર્તણૂક અને તેઓ જે ઉપકરણનો ઉપયોગ કરી રહ્યાં છે તેના આધારે સૌથી વધુ સુસંગત ટીઝર અને કાર્ડ બતાવવા માટે તેને સુધારવાની યોજના બનાવી રહ્યા છીએ.

દર્શકોને કેવી રીતે કાર્ડ મળે છે

  • જ્યારે કોઈ દર્શક તમારો વીડિયો જોઈ રહ્યો હોય ત્યારે તેમને તમે નિયુક્ત કરેલા સમયે એક ટીઝર જોવા મળશે.
  • જ્યારે ટીઝર દેખાતું ન હોય, ત્યારે દર્શકો પ્લેયર પર હોવર કરી શકે છે અને કાર્ડ આઇકન પર ક્લિક કરી શકે છે. મોબાઇલ પર દર્શકોને જ્યારે પણ પ્લેયર કંટ્રોલ દેખાય તેઓ કાર્ડ આઇકન જોઈ શકે છે.
  • જ્યારે તેઓ ટીઝર અથવા આઇકન પર ક્લિક કરે છે, ત્યારે તેઓ વીડિયો પર કાર્ડ બ્રાઉઝ કરી શકે છે.

કાર્ડ તમારા કન્ટેન્ટને કેવી રીતે ફેરફાર લાવી શકે છે

વીડિયો પર કાર્ડ કેવી રીતે દેખાય છે

કાર્ડ, વીડિયોના વર્ણનની નીચે બતાવવામાં આવે છે. જો કોઈ વીડિયો પર એકથી વધુ કાર્ડ હોય, તો વીડિયો જોતી વખતે દર્શકો તેમાંથી સ્ક્રોલ કરી શકે છે.

કાર્ડ કોણ જોઈ શકે?

આ સુવિધા YouTube ઍપ વર્ઝન 10.07 અને આગળના વર્ઝન ચલાવતા મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરતા દર્શકો માટે ઉપલબ્ધ છે. આ સુવિધા Adobe Flash પર ઉપલબ્ધ નથી.

બાળકો માટે બનાવેલ તરીકે સેટ કરેલ વીડિયો પર દર્શકો કાર્ડ જોઈ શકતા નથી.
 

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15468362120446644640
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false