પ્લેલિસ્ટ પર સહયોગ કરો

તમે તમારા મિત્રોને તમારા પ્લેલિસ્ટમાં વીડિયો ઉમેરવાની મંજૂરી આપી શકો છો. જ્યારે તમે આ સુવિધા ચાલુ કરો ત્યારે તમે જેની સાથે પ્લેલિસ્ટ લિંક શેર કરો તે કોઈપણ તે પ્લેલિસ્ટમાં વીડિયો ઉમેરી શકે છે.

તમે શરૂ કરો તો પહેલા, પ્લેલિસ્ટ બનાવો. જો તમને મદદની જરૂર હોય, તો પ્લેલિસ્ટ બનાવવા માટે આ પગલાં અનુસરો.

પ્લેલિસ્ટમાં સહયોગીઓને ઉમેરો

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. પ્લેલિસ્ટ ટૅબ પર ક્લિક કરો.
  4. તમે અપડેટ કરવા માગતા હો તે પ્લેલિસ્ટની બાજુમાં, ફેરફાર કરો પર ક્લિક કરો.
  5. પ્લેલિસ્ટના શીર્ષકની નીચે, વધુ પર ક્લિક કરો.
  6. સહયોગ કરો પર ક્લિક કરો.
  7. “સહયોગીઓ આ પ્લેલિસ્ટમાં વીડિયો ઉમેરી શકે છે"ની બાજુના સ્લાઇડર પર ક્લિક કરો.
  8. "નવા સહયોગીઓને મંજૂરી આપો" ચાલુ કરો.
  9. પ્લેલિસ્ટની લિંકને કૉપિ કરો અને તમે જે લોકો સાથે સહયોગ કરવા માગો છો તેમની સાથે તેને શેર કરો.

જ્યારે પ્લેલિસ્ટ બદલાય અથવા નવા સહયોગીઓ જોડાય, ત્યારે પ્લેલિસ્ટના માલિકને એક નોટિફિકેશન મળશે.

પ્લેલિસ્ટમાં વીડિયો ઉમેરો

એકવાર તમને પ્લેલિસ્ટમાં ઉમેરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા પછી, તમે ભૂતકાળમાં ઉમેરેલ વીડિયો ઉમેરી શકો છો અથવા દૂર કરી શકો છો.

વીડિયો ઉમેરો
  1. પ્લેલિસ્ટ પેજ પર જવા માટે, તમને પ્લેલિસ્ટના માલિક પાસેથી મળેલી લિંકનો ઉપયોગ કરો.
  2. તમે સહયોગકર્તા બનવા માંગો છો તેની પુષ્ટિ કરવા માટે ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો. પ્લેલિસ્ટને ઑટોમૅટિક રીતે સાચવવામાં આવશે.
  3. તમારા કમ્પ્યૂટર અથવા મોબાઇલ ડિવાઇસમાંથી વીડિયો ઉમેરવા માટે, તમે જે વીડિયો ઉમેરવા માગતા હો, તેના પર જાઓ અને તે વીડિયોમાંથી સાચવો પસંદ કરો.

તમે વીડિયો ઉમેરો તે પછી, તમારું નામ પ્લેલિસ્ટમાં વીડિયોની બાજુમાં દેખાશે. જ્યારે પ્લેલિસ્ટમાં નવા વીડિયો ઉમેરવામાં આવશે ત્યારે બધા સહયોગીઓને નોટિફિકેશન મળશે.

વીડિયો દૂર કરો
  1. પ્લેલિસ્ટ પેજ પર જવા માટે, તમને પ્લેલિસ્ટના માલિક પાસેથી મળેલી લિંકનો ઉપયોગ કરો.
  2. વધુ '' પસંદ કરો.
  3. પ્લેલિસ્ટમાંથી કાઢી નાખો પસંદ કરો.

નોંધ: તમે ફક્ત તમારા દ્વારા પ્લેલિસ્ટમાં ઉમેરવામાં આવેલા વીડિયોને જ કાઢી નાખી શકો છો (અન્ય સહયોગીઓએ ઉમેરેલા વીડિયો નહીં).

યોગદાન મેનેજ કરો

પ્લેલિસ્ટમાં યોગદાન સ્વીકારવાનું બંધ કરો

તમે કોઈપણ સમયે શેર કરેલ પ્લેલિસ્ટ માટે યોગદાનને બંધ કરી શકો છો:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. પ્લેલિસ્ટ ટૅબ પર ક્લિક કરો.
  4. તમે અપડેટ કરવા માગતા હો તે પ્લેલિસ્ટની બાજુમાં, ફેરફાર કરો પર ક્લિક કરો.
  5. પ્લેલિસ્ટના શીર્ષકની નીચે, વધુ પર ક્લિક કરો.
  6. સહયોગ કરો પર ક્લિક કરો.
  7. "નવા સહયોગીઓને મંજૂરી આપો" બંધ કરો.
  8. “સહયોગીઓ આ પ્લેલિસ્ટમાં વીડિયો ઉમેરી શકે છે" પછીના સ્લાઇડર પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7263455193595661294
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false