YouTube ઑપરેશંસ ગાઇડ

તમારો YouTube Analytics ડેટા ચેક કરો

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.
YouTube Analyticsનો ઉપયોગ કરીને તમે તમારા વીડિયો, ચૅનલ અને અસેટના કાર્યપ્રદર્શનનું નિરીક્ષણ કરી શકો છો. આ લેખ કન્ટેન્ટ મેનેજરના વપરાશકર્તાઓ માટે સૌથી ઉપયોગી હોય તેવા, YouTube Analyticsના મેટ્રિક અને સુવિધાને હાઇલાઇટ કરે છે. યાદ રાખો કે YouTube Analytics પર ડેટા જોઈ શકાય તેમાં થોડા દિવસનો વિલંબ થઈ શકે છે.

તમારી અસેટ વિશેનો ડેટા મેળવો

અસેટનું વિશ્લેષણ દર્શાવે છે કે તમારી અસેટ કેવું કાર્યપ્રદર્શન કરી રહી છે. તમે જોઈ શકશો કે કઈ અસેટ લોકપ્રિયતા મેળવી રહી છે, અન્ય અસેટ સાથે કાર્યપ્રદર્શનની તુલના કરી શકશો અને ટોચના વીડિયોનું અસરકારક અસેટ કાર્યપ્રદર્શન શોધી શકશો. આ ડેટા દૈનિક ધોરણે ઉપલબ્ધ હોય છે, પણ તેમાં થોડા દિવસનો વિલંબ થઈ શકે છે. તમારી અસેટ પરનો ડેટા જોવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Analytics  પસંદ કરો.
  3. ઓવરવ્યૂ ટૅબમાં, પ્રખ્યાત વિભાગ પર જાઓ. આ વિભાગ એ વીડિયો, ચૅનલ અને અસેટ બતાવે છે જેના ડેટામાં છેલ્લા 7 દિવસમાં સૌથી વધારે ફેરફાર થયા હોય.
  4. અસેટ ટૅબ પર ક્લિક કરો અને ક્રિયા પસંદ કરો:
    • અસેટ પર ક્લિક કરીને તે વિશેષ અસેટ વિશેનો ડેટા મેળવો.
    • અસેટના છેલ્લા 7 દિવસના કાર્યપ્રદર્શનની તુલના તેની અગાઉના 7 દિવસના ગાળાના કાર્યપ્રદર્શન સાથે કરવા માટે માઉસને અસેટ પર લઈ જાઓ અને તુલના કરો  આઇકન પર ક્લિક કરો.
અસેટના શીર્ષક પછી Analytics ટૅબ પર ક્લિક કરીને પણ તમે અસેટ પેજમાંથી આ ડેટા મેળવી શકો છો.
વ્યૂનો ડેટા જોતી વખતે, તમે કદાચ તમારા અસેટ કાર્યપ્રદર્શન રિપોર્ટની તુલનામાં YouTube Analyticsના આંકડામાં તફાવત જોશો. તેનું કારણ છે કે:
  • કાર્યપ્રદર્શનનો રિપોર્ટ માત્ર દાવો કરવામાં આવેલા વ્યૂની ગણતરી કરે છે
  • YouTube Analytics દાવો રદ થયેલા ભાગીદાર દ્વારા અપલોડ થયેલા વ્યૂ અને દાવો કરવામાં આવેલા વ્યૂની ગણતરી કરે છે

તમારી આવકના મેટ્રિક જુઓ

Analytics  પેજ પર, અંદાજીત કમાણીનો ડેટા જોવા માટે તમે આવક ટૅબ પર ક્લિક કરી શકો છો. યાદ રાખો કે:

  • YouTube Analyticsમાંનો અંદાજીત કમાણીનો ડેટા દૈનિક ધોરણે અપડેટ થાય છે.
  • YouTube Analyticsમાં અંદાજીત કમાણીનો ડેટા દેખાવામાં લગભગ 2 દિવસનો ડેટા વિલંબ થાય છે.
  • YouTube Analyticsમાંનો અંદાજીત કમાણીનો ડેટા એક જ સમયે અમાન્ય પ્રવૃત્તિની ગોઠવણો દર્શાવતો નથી. ડાઉનલોડ કરવા યોગ્ય નાણાકીય રિપોર્ટમાંનો અંતિમ આવક ડેટા YouTube Analytics ડેટા કરતાં ભિન્ન હોઈ શકે છે.

વિગતવાર મોડનો ઉપયોગ કરો

વિગતવાર મોડમાં YouTube Analytics થકી તમે તમારી ચૅનલ, અસેટ અને ઑડિયન્સ વિશે વધુ વિશિષ્ટ ડેટા જોઈ શકો છો. તમે કન્ટેન્ટના કાર્યપ્રદર્શનના મેટ્રિકની તુલના કરી શકો છો અને તમારા ડેટાની નિકાસ કરી શકો છો. વિગતવાર મોડનો ઉપયોગ કરવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Analytics  પસંદ કરો.
  3. સૌથી ઉપર જમણા ખૂણામાં, વિગતવાર મોડ પર ક્લિક કરો.
  4. આ પેજ પર તમે અહીં બતાવેલાં અનેક પગલાં લઈ શકો છો. કન્ટેન્ટ મેનેજરના વપરાશકર્તાઓ માટે, વધારાની ક્રિયાઓમાં નિમ્નલિખિતનો સમાવેશ થાય છે:
    • વ્યક્તિગત ચૅનલમાંથી ડેટા જોવા માટે ચૅનલ ટૅબ પર ક્લિક કરો.
    • વ્યક્તિગત અસેટમાંથી ડેટા જોવા માટે અસેટ ટૅબ પર ક્લિક કરો.
    • ચૅનલની માલિકી અથવા દાવાની સ્થિતિ અનુસાર ડેટા જોવા માટે વધુ  ટૅબ પર ક્લિક કરો.

યાદ રાખો કે કોઈપણ વિગતવાર પેજ પર, તમે ડેટાની નિકાસ કરવા ડાઉનાલોડ  આઇકન પર ક્લિક કરી શકો છો. YouTube Analyticsમાં વિગતવાર મોડ નો ઉપયોગ કરવા વિશે વધુ જાણો.

Analytics ગ્રૂપ વડે ડેટાને વ્યવસ્થિત કરો

ગ્રૂપ એ તમારા વીડિયો, ચૅનલ અથવા અસેટના કસ્ટમાઇઝ કરી શકાય તેવા સંગ્રહો છે. ગ્રૂપ થકી, તમે બધા ડેટાને એક જ સ્થાને જોવા માટે એકસમાન કન્ટેન્ટને ગોઠવી શકો છો, જે તમને કાર્યપ્રદર્શનનું વ્યવસ્થિત રીતે નિરીક્ષણ કરવામાં સહાય કરી શકે છે.

વિશ્લેષણના ગ્રૂપ બનાવવા અને મેનેજ કરવા વિશે વધુ જાણો.

YouTube Analyticsની સુવિધાઓ અને મેટ્રિક વિશે વ્યાપક માર્ગદર્શન માટે, મુખ્ય YouTube Analytics સહાયતા કેન્દ્ર પેજ પર જાઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11489922573129661831
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false