સ્પ્રેડશીટ નમૂનાનો ઉપયોગ કરીને કન્ટેન્ટ ડિલિવર કરો

આ સુવિધાઓ માત્ર YouTubeનું કન્ટેન્ટ મેનેજર વાપરનારા પાર્ટનર માટે તેમના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટને મેનેજ કરવા માટે ઉપલબ્ધ છે.

YouTube દ્વારા પ્રદાન કરવામાં આવતા સ્પ્રેડશીટ નમૂનાનો ઉપયોગ તમે YouTube પર ડિલિવર કરી રહ્યાં છો તે કન્ટેન્ટ માટે મેટાડેટા પ્રદાન કરવા કરી શકો છો. સ્પ્રેડશીટની દરેક પંક્તિ YouTube અધિકારોની મેનેજમેન્ટ સિસ્ટમમાં છે તેઅસેટ માટે મેટાડેટાનું પ્રતિનિધિત્વ કરે છે.

YouTube પર અપલોડ કરી શકાય તેવા દરેક પ્રકારનાં કન્ટેન્ટ (ઑડિયો રેકોર્ડિંગ, મૂવી, ટેલિવિઝન શો અને વેબ વીડિયો સહિત)માં કમાણી કરવાની પ્રક્રિયાના વિવિધ વિકલ્પો, જેમ કે જાહેરાતો, ખરીદીઓ અથવા માત્ર સંદર્ભની આઇટમ માટે એક અલગ નમૂનો હોય છે.

ઉપલબ્ધ સ્પ્રેડશીટ નમૂના

સ્પ્રેડશીટ નમૂનાની મદદથી તમે અગાઉ ડિલિવર કરેલા વીડિયો માટે મેટાડેટા અપડેટ કરી શકો છો અને એકવારમાં એકથી વધુ વીડિયો અપડેટ કરી શકો છો. ઉપલબ્ધ સ્પ્રેડશીટના નમૂના આ છે:

નમૂનો હેતુ
Asset Update અગાઉ ડિલિવર કરેલા વીડિયોના અસેટ IDs અથવા કસ્ટમ IDs પ્રદાન કરીને તેના માટે મેટાડેટા અપડેટ કરો. (અન્ય ઉપલબ્ધ અપડેટ નમૂના વીડિયોને તેના વીડિયો IDs દ્વારા ઓળખે છે.) તમે નમૂનાનો ઉપયોગ કરીને મીડિયા ફાઇલોને બદલી શકતા નથી.
Audio - Art Tracks સાઉન્ડ રેકોર્ડિંગમાંથી આર્ટ ટ્રૅક બનાવો.
Audio - Composition મ્યુઝિકલ રચનાઓ માટે તમારા પબ્લિશ કરવાના અધિકારો વિશેની માહિતી આપો. તમે રચનાઓ માટે કોઈ મીડિયા ફાઇલો અપલોડ કરતા નથી; YouTube Content ID અથવા AudioSwap અધિકારોની માહિતીનો ઉપયોગ કરે છે.
Audio - Sound Recording Content ID અથવા AudioSwap સાથે ઉપયોગમાં લેવાયેલા સાઉન્ડ રેકોર્ડિંગ ડિલિવર અથવા અપડેટ કરો. તમે અપલોડ કરો છો તે સાઉન્ડ રેકોર્ડિંગમાં હોય તેવી રચનાઓ માટે જો તમે મ્યુઝિક પબ્લિશ કરવાના કોઈપણ અધિકારને નિયંત્રિત કરતા ન હોય, તો આ નમૂનાનો ઉપયોગ કરો. YouTube આ નમૂના સાથે અપલોડ કરેલા રેકોર્ડિંગ માટે આર્ટ ટ્રૅક બનાવતું નથી; આર્ટ ટ્રૅક બનાવવા માટે "Audio - Art Tracks" નમૂનાનો ઉપયોગ કરો.
Movie - Reference Only YouTube પર જોવા માટે ઉપલબ્ધ કરાવવાનો પ્લાન ન હોય તેવી મૂવી ડિલિવર કરો. Content IDનના મેળ માટે, YouTube મૂવી મીડિયા ફાઇલોનો ઉપયોગ કરે છે.
Movie - Rental or Purchase તમે ભાડે અથવા ખરીદી માટે ઉપલબ્ધ કરાવવાનો પ્લાન બનાવતા હોય તેવી મૂવી ડિલિવર કરો. તમારી પાસે વીડિયો ઑર્ડર ID હોય ત્યારે આ નમૂનાનો ઉપયોગ કરો.
Movie - Update અગાઉ (જાહેરાતો સાથે, ભાડે અથવા ખરીદી પર) ડિલિવર કરેલી મૂવી માટે મેટાડેટા અપડેટ કરો. તમે નમૂનાનો ઉપયોગ કરીને મીડિયા ફાઇલોને બદલી શકતા નથી.
Music Video પ્રીમિયમ મ્યુઝિક વીડિયો ડિલિવર કરો અને તેને YouTube પર જોવા માટે ઉપલબ્ધ કરાવો.
Music Video - Reference Only Content IDના મેળ માટે વીડિયો YouTube પર જોવા માટે ઉપલબ્ધ કરાવ્યા વિના પ્રીમિયમ મ્યુઝિક વીડિયો ડિલિવર કરો.
Music Video - Update અગાઉ ડિલિવર કરેલા મ્યુઝિક વીડિયો માટે મેટાડેટા અપડેટ કરો. તમે નમૂનાનો ઉપયોગ કરીને મીડિયા ફાઇલોને બદલી શકતા નથી.
પ્લેલિસ્ટ - મેનેજમેન્ટ પ્લેલિસ્ટમાં વીડિયો ઉમેરો અને તેમાંથી ડિલીટ કરો
સંદર્ભ - મેનેજમેન્ટ સંદર્ભોને સક્રિય, નિષ્ક્રિય અને ડિલીટ કરો
TV Episode - Rental or Purchase ટીવી શો શોના અલગ-અલગ એપિસોડ ડિલિવર કરો. એપિસોડ ડિલિવર કરતા પહેલાં તમારે ટીવી શો અને ટીવી સીઝન બનાવવી આવશ્યક છે.
TV Episode - Reference Only Content IDના મેળ માટે ટેલિવિઝન શોના અલગ-અલગ એપિસોડને YouTube પર જોવા માટે ઉપલબ્ધ કરાવ્યાં વિના તેને ડિલિવર કરો.
TV Episode - Update અગાઉ (જાહેરાતો સાથે અથવા ખરીદી પર) ડિલિવર કરેલા ટેલિવિઝન એપિસોડ માટે મેટાડેટા અપડેટ કરો. તમે નમૂનાનો ઉપયોગ કરીને મીડિયા ફાઇલોને બદલી શકતા નથી.
TV Show ટેલિવિઝન શો અસેટ બનાવો. તમે શો માટે સીઝન અથવા એપિસોડ શામેલ કરી શકો તે પહેલાં તમારે એક શો બનાવવો આવશ્યક છે.
TV Season અગાઉ બનાવેલા ટેલિવિઝન શો માટે સીઝન બનાવો. તમે શો માટે એપિસોડ ઉમેરી શકો તે પહેલાં તમારે સીઝન બનાવવી આવશ્યક છે.
મ્યુઝિક અસેટને અનલિંક કરો મ્યુઝિક અસેટને અનલિંક કરો.  લેબલ મ્યુઝિક વીડિયોને સાઉન્ડ રેકોર્ડિંગ અસેટથી અનલિંક કરી શકે છે.  પબ્લિશર સાઉન્ડ રેકોર્ડિંગને રચનાઓથી અનલિંક કરી શકે છે.
Video - Localization Update અગાઉ ડિલિવર કરેલા વીડિયો માટે સ્થાનિકીકરણ કરેલો મેટાડેટા, કૅપ્શન અને ઑડિયો પ્રદાન કરો.
Web Video વેબ વીડિયો ડિલિવર કરો અને તે YouTube પર જોવા માટે ઉપલબ્ધ કરાવો.
Web Video - Reference Only વીડિયોને YouTube પર જોવા માટે ઉપલબ્ધ કરાવ્યા વિના Content IDના મેળ માટે વેબ વીડિયો ડિલિવર કરો.
Web Video - Update અગાઉ ડિલિવર કરેલા વેબ વીડિયો માટે મેટાડેટા અપડેટ કરો. તમે નમૂનાનો ઉપયોગ કરીને મીડિયા ફાઇલોને બદલી શકતા નથી.

કન્ટેન્ટ ડિલિવર કરવા માટે નમૂનાનો ઉપયોગ કરો

સ્પ્રેડશીટ નમૂનાનો ઉપયોગ કરીને કન્ટેન્ટની ફાઇલો ડિલિવર કરવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.

  2. ડાબી બાજુના મેનૂમાંથી કન્ટેન્ટ ડિલિવરી  પસંદ કરો.

  3. નમૂના ટૅબ પર ક્લિક કરો.

  4. તમે ડિલિવર કરી રહ્યાં છો તે પ્રકારના કન્ટેન્ટ માટે યોગ્ય નમૂનો ડાઉનલોડ કરો. તમે નમૂનાને csv ફાઇલ તરીકે ડાઉનલોડ કરી શકો છો અથવા નમૂનાને Google Sheetsમાં ખોલી શકો છો (સુઝાવ આપ્યો છે).

    • ઉપલબ્ધ નમૂનાઓ વિશેની માહિતી માટે નીચે આપેલા કોષ્ટકનો સંદર્ભ લો. જો તમારા કન્ટેન્ટના પ્રકાર માટે સ્પ્રેડશીટ ઉપલબ્ધ ન હોય, તો તમારા પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

  5. સ્પ્રેડશીટમાં તમારા કન્ટેન્ટ માટેનો મેટાડેટા દાખલ કરો, પંક્તિ દીઠ એક આઇટમ.

  6. જો તમે Google Sheetsમાં ડેટા દાખલ કર્યો હોય, તો અલ્પવિરામથી વિભાજિત મૂલ્યો (.CSV) ફાઇલ તરીકે પૂર્ણ શીટ ડાઉનલોડ કરો.

  7. પૅકેજ અપલોડકર્તા, સુરક્ષિત ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકૉલ SFTP ડ્રૉપબૉક્સ અથવા Aspera ડ્રૉપબૉક્સનો ઉપયોગ કરીને સ્પ્રેડશીટ અને રેફરન્સવાળી મીડિયા ફાઇલો ડાઉનલોડ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10625258930259076266
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false