કૉપિરાઇટના પ્રતિવાદ માટેની આવશ્યકતાઓ

જો તમે ઇમેઇલ, ફૅક્સ અથવા ટપાલથી કૉપિરાઇટનો પ્રતિવાદ સબમિટ કરી રહ્યા હો, તો તેમાં નીચે સૂચિબદ્ધ બધી આવશ્યક માહિતીનો સમાવેશ હોવો જરૂરી છે. જો નીચે જણાવેલી માહિતીમાંથી કશું ખૂટતું હશે, તો અમે પ્રતિવાદની પ્રક્રિયા નહીં કરી શકીએ.
 

જો વ્યક્તિગત માહિતી જાહેર કરવા વિશે ચિંતા હોય, તો અધિકૃત પ્રતિનિધિ (જેમ કે કોઈ વકીલ) અપલોડકર્તા વતી પ્રતિવાદ સબમિટ કરી શકે છે.

શરૂ કરો

તમે શરૂ કરો તે પહેલાં, કૃપા કરીને નીચે આપેલી બાબતો ધ્યાનમાં રાખો:

  • ઇમેઇલ દ્વારા મોકલેલા પ્રતિવાદમાં નીચે આપેલી માહિતીનો ઇમેઇલના મુખ્ય ભાગમાં (કોઈ અલગ જોડાણ તરીકે નહીં) સમાવેશ થયો હોવો અને copyright@youtube.com પર મોકલાયો હોવો જરૂરી છે.
  • પ્રતિવાદ વિવાદાસ્પદ કન્ટેન્ટના મૂળ અપલોડકર્તા દ્વારા સબમિટ થાય તે જરૂરી છે.
  • મૂળ અપલોડકર્તાએ પ્રતિવાદમાંની માહિતી દાવેદાર સાથે શેર કરવાની સંમતિ આપવી જરૂરી છે.
ખોટી માહિતી સબમિટ ન કરો. કપટપૂર્ણ દસ્તાવેજો સબમિટ કરવા, વગેરે અમારી પ્રક્રિયાઓનો દુરુપયોગ તમારા એકાઉન્ટની સમાપ્તિ અથવા અન્ય કાનૂની પરિણામોમાં પરિણમી શકે છે.

આવશ્યક માહિતી પ્રદાન કરો

કોઈ ઇમેઇલના મુખ્ય ભાગમાં નીચે આપેલી બધી આવશ્યક માહિતી (કોઈ અલગ જોડાણ તરીકે નહીં) copyright@youtube.com પર મોકલો. તમે તેને ફૅક્સ કે ટપાલ દ્વારા પણ મોકલી શકો છો.

તમારી સંપર્ક માહિતી

તમારા પ્રતિવાદ વિશે તમારી સાથે અથવા તમારા વતી કાર્ય કરવા અધિકૃત પ્રતિનિધિ સાથે સંપર્કમાં રહેવા માટે નીચેની માહિતી આવશ્યક છે:

  • પૂરું કાનૂની નામ: નામ અને અટક, પણ કંપનીનું નામ નહીં. જો તમે અધિકૃત પ્રતિનિધિ હો, તો કૃપા કરીને અપલોડકર્તા સાથેના તમારા સંબંધનો સમાવેશ કરો.
  • ભૌતિક સરનામું
  • ટેલિફોન નંબર

ફૉર્મેટ કરેલી કન્ટેન્ટની લિંક

પ્રતિવાદમાં કન્ટેન્ટની એ લિંકનો સમાવેશ પણ હોવો જરૂરી છે કે જે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીના કારણે કાઢી નખાઈ હતી. લિંક વિશેષ ફૉર્મેટમાં મોકલવી જરૂરી છે (નીચે જુઓ). ચૅનલનું નામ કે ચૅનલના URL જેવી સામાન્ય માહિતી સ્વીકાર્ય નથી.

  • વીડિયો માટેનું માન્ય URL ફૉર્મેટwww.youtube.com/watch?v=xxxxxxxxxxx
  • વીડિયો સિવાયના કન્ટેન્ટ માટે URLનું માન્ય ફૉર્મેટ: નીચે URLનું માન્ય ફૉર્મેટ વિભાગ હેઠળ સૂચિબદ્ધ છે.
    • નોંધ:ચૅનલના પ્રોફાઇલ ફોટા Google દ્વારા હોસ્ટ થતા હોવાથી, ચૅનલના પ્રોફાઇલ ફોટા માટેના પ્રતિવાદ Googleના વેબફોર્મ મારફત સબમિટ થવા જરૂરી છે.

      માન્ય URL ફૉર્મેટ

      કન્ટેન્ટ માટે માત્ર એ URLsનો સમાવેશ કરો જે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીના કારણે કાઢી નાખવામાં આવ્યું છે જેનો તમે વિરોધ કરી રહ્યાં છો. અલગ ચૅનલ પર URLs માટે અલગથી પ્રતિવાદ સબમિટ કરો.
      કન્ટેન્ટનો પ્રકાર માન્ય URL ફૉર્મેટ URL ક્યાં શોધવું
      ચૅનલના બૅનરની છબીઓ

      www.youtube.com/channel/UCxxxxxxxxxxxxxxxxxxxxx

      અથવા

      www.youtube.com/user/xxxxxxxxx

      ચૅનલના પેજ પર જાઓ અને પછીઍડ્રેસ બાર પર રાઇટ ક્લિક કરો અને પછી કૉપિ કરો.

      ચૅનલના વર્ણનો www.youtube.com/user/xxxxxxxxx/about

      ચૅનલના પરિચય વિભાગ પર જાઓ અને પછી ઍડ્રેસ બાર પર રાઇટ ક્લિક કરો અને પછી કૉપિ કરો.

      ક્લિપ www.youtube.com/clip/xxxxxxxxxxxxxxxxxxxxxxxxxx ક્લિપના શીર્ષક પર ક્લિક કરો અને પછી ઍડ્રેસ બાર પર રાઇટ ક્લિક કરો અને પછી કૉપિ કરો.
      વીડિયો કૉમેન્ટ www.youtube.com/watch?v=xxxxxxxxxx&lc=xxxxxxxxxxxxxxxxxx કૉમેન્ટની ઉપર પોસ્ટ કર્યાની તારીખ પર ક્લિક કરો (પેજ ફરીથી લોડ થશે) અને પછી ઍડ્રેસ બાર પર રાઇટ ક્લિક કરો અને પછી કૉપિ કરો.
      કૉમેન્ટ પોસ્ટ કરો www.youtube.com/channel/xxxxxxxxxxx/community?lc=xxxxxxxxxxxx&lb=xxxxxxxxxxxx કૉમેન્ટની ઉપર પોસ્ટ કર્યાની તારીખ પર ક્લિક કરો (પેજ ફરીથી લોડ થશે) અને પછી ઍડ્રેસ બાર પર રાઇટ ક્લિક કરો અને પછી કૉપિ કરો.
      સમુદાય પોસ્ટ https://www.youtube.com/post/xxxxxxxxxxxxxxxxxxx સમુદાય પોસ્ટની પોસ્ટ કર્યાની તારીખ પર ક્લિક કરો (પેજ ફરીથી લોડ થશે) અને પછી ઍડ્રેસ બાર પર રાઇટ ક્લિક કરો અને પછી કૉપિ કરો.
      મેમ્બરશિપ બૅજ, ઇમોજી અથવા નિર્માતાના લાભના વર્ણનો yt3.ggpht.com/xxxxxથી શરૂ થાય છે છબી પર રાઇટ ક્લિક કરો અને પછી છબીના ઍડ્રેસની કૉપિ કરો

      ચૅનલનું URL પણ શામેલ કરો:

      www.youtube.com/channel/UCxxxxxxxxxxxxxxxxxxxxx

      અથવા

      www.youtube.com/user/xxxxxxxxx

      ચૅનલના પેજ પર જાઓ અને પછીઍડ્રેસ બાર પર રાઇટ ક્લિક કરો અને પછી કૉપિ કરો.
      પ્લેલિસ્ટના વર્ણનો

      www.youtube.com/playlist?list=xxxxxxxxxxxxxxxx

      પ્લેલિસ્ટના શીર્ષક પર ક્લિક કરો અને પછી ઍડ્રેસ બાર પર રાઇટ ક્લિક કરો અને પછી કૉપિ કરો.

      પ્રોફાઇલ ફોટા
      Super Stickers lh3.googleusercontent.com/xxxxxથી શરૂ થાય છે લાઇવ ચૅટમાં ડૉલરના ચિહ્ન પર ક્લિક કરો  અને પછી Super Sticker અને પછી છબી પર રાઇટ ક્લિક કરો અને પછી છબીના ઍડ્રેસની કૉપિ કરો.

      ચૅનલનું URL પણ શામેલ કરો:

      www.youtube.com/channel/UCxxxxxxxxxxxxxxxxxxxxx

      અથવા

      www.youtube.com/user/xxxxxxxxx

      ચૅનલના પેજ પર જાઓ અને પછી ઍડ્રેસ બાર પર રાઇટ ક્લિક કરો અને પછી કૉપિ કરો.

       

કાનૂની વિધાનો:

નીચેના આવશ્યક કાનૂની વિધાનો સાથે સંમત થાઓ અને તેમનો સમાવેશ કરો:

  • "જે જિલ્લામાં મારું સરનામું આવે છે હું તેના ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના અધિકાર ક્ષેત્ર માટે સંમતિ આપું છું, અથવા મારું સરનામું યુનાઇટેડ સ્ટેટ્સ, તે અધિકારક્ષેત્ર કે જેમાં YouTube સ્થિત છે, તેની બહારનું છે, તો દાવેદાર તરફથી પ્રક્રિયાની સેવાને હું સ્વીકારીશ."
  • હું ખોટી જુબાનીના દંડ અંતર્ગત સોગંદ લઉં છું કે મને સદ્ભાવનાપૂર્ણ વિશ્વાસ છે કે સામગ્રીને ભૂલના પરિણામે અથવા કાઢી નાખવા કે બંધ કરવા માટેની સામગ્રી તરીકે ખોટી ઓળખ કરવાના પરિણામે કાઢી નાખવામાં અથવા બંધ કરવામાં આવી હતી.

દાવેદાર માટેનું વિધાન

તમારા પોતાના શબ્દોમાં, તમારે દાવેદારને નિવેદન કરવું જરૂરી છે કે જે સ્પષ્ટતાથી અને ટૂંકમાં સમજાવતું હોય કે વિવાદાસ્પદ કન્ટેન્ટ કાઢી નાખવું તે ભૂલ અથવા ખોટી ઓળખ છે તેમ તમે શા માટે માનો છો. ખોટી ઓળખમાં કૉપિરાઇટના અપવાદના કિસ્સાઓનો સમાવેશ થાય છે, જેમ કે ઉચિત ઉપયોગ અથવા ઉચિત વ્યવહાર.

તમારી સહી

પૂર્ણ અને માન્ય પ્રતિવાદ માટે અપલોડકર્તાની અથવા તેમના વતી પગલાં લેવા માટે અધિકૃત પ્રતિનિધિની વાસ્તવિક અથવા ઇલેક્ટ્રોનિક સહી જરૂરી છે.

આ આવશ્યકતા પૂરી કરવા માટે, અપલોડકર્તા અથવા અધિકૃત પ્રતિનિધિ પ્રતિવાદની એકદમ નીચે તેમની સહી તરીકે તેમનું પૂરું કાનૂની નામ દાખલ કરી શકે છે. પૂરા કાનૂની નામમાં કંપનીનું નામ નહીં, પણ નામ અને અટક હોવા જોઈએ.

વધુ માહિતી

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11151940829928261947
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false