કૉમેન્ટ જુઓ, ગોઠવો અથવા ડિલીટ કરો

YouTube પરની કૉમેન્ટ પોસ્ટ કરવાની અને તેની સાથે શામેલ થવાની રીત

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

જો વીડિયોના માલિકે કૉમેન્ટનો વિકલ્પ ચાલુ કર્યો હોય, તો તમે વીડિયો પર કૉમેન્ટ પોસ્ટ કરી શકો છો અને અન્ય કૉમેન્ટને પસંદ, નાપસંદ કરી શકો છો અથવા તેનો જવાબ આપી શકો છો

વીડિયો પરની કૉમેન્ટ જુઓ

વીડિયો પરની કૉમેન્ટ જોવા માટે, સ્ક્રોલ કરીને વીડિયોના પેજ પર જાઓ. વાતચીતોને ફૉલો કરવાનું સરળ બનાવવા માટે, જવાબોને થ્રેડમાં ઉમેરવામાં આવે છે. YouTube કૉમેન્ટ સાર્વજનિક હોય છે અને તમે પોસ્ટ કરેલી કૉમેન્ટનો કોઈપણ વ્યક્તિ જવાબ આપી શકે છે.

જો તમને નોટિફિકેશન મળે, તે પછી તમે કૉમેન્ટ શોધી ન શકતા હો, તો એ શક્ય છે કે કૉમેન્ટ પહેલેથી કાઢી નાખવામાં આવી હોય. ઑરિજિનલ કૉમેન્ટ પોસ્ટ કરનાર કે ચૅનલના માલિક દ્વારા અથવા પૉલિસીના ઉલ્લંઘનો બદલ કન્ટેન્ટને કાઢી નાખવામાં આવી શકે છે.

જો તમને લાગતું હોય કે કૉમેન્ટ અનુચિત છે, તો તમે તેની જાણ સ્પામ અથવા દુરુપયોગ તરીકે કરી શકો છો. જો તમે નિર્માતા હો, તો તમે તમારા વીડિયો પરની કૉમેન્ટ મેનેજ કરવા માટે, કૉમેન્ટ મૉડરેશન ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો.
તમારો કૉમેન્ટનો ઇતિહાસ જુઓ

તમે સમગ્ર YouTube પર જે સાર્વજનિક કૉમેન્ટ કરી છે, તેને જોઈ શકો છો.

  1. કૉમેન્ટના ઇતિહાસ પર જાઓ.
  2. તમે જ્યાં તમારી કૉમેન્ટ પોસ્ટ કરી છે તે મૂળ જગ્યા પર જવા માટે, કન્ટેન્ટ પર ક્લિક અથવા ટૅપ કરો.

જો તમે ડિલીટ કરેલા વીડિયો પર કૉમેન્ટ કરી હોય અથવા પૉલિસીના ઉલ્લંઘન બદલ YouTube દ્વારા તમારી કૉમેન્ટ કાઢી નાખવામાં આવી હોય, તો તે આ ઇતિહાસમાં બતાવવામાં આવશે નહીં.

કૉમેન્ટ માટે શેર થાય એવી લિંક મેળવો

'હાઇલાઇટ કરેલી કૉમેન્ટ' લિંક બનાવવા માટે, તમે કૉમેન્ટના ટાઇમસ્ટેમ્પ પર ક્લિક અથવા ટૅપ કરી શકો છો. આ પગલું તમને તે ચોક્કસ કૉમેન્ટ અને તેના થ્રેડ માટે ઍડ્રેસ બારમાં શેર થાય એવી લિંક આપશે.

કઈ કૉમેન્ટ પહેલાં દેખાશે તેમાં ફેરફાર કરો

વેબ પર, તમે વીડિયો નીચે કૉમેન્ટ કેવી રીતે દેખાય છે, તેમાં ફેરફાર કરી શકો છો. લોકપ્રિય કૉમેન્ટ અથવા નવીનતમ પહેલાં પસંદ કરવા માટે આ મુજબ સૉર્ટ કરો વિકલ્પ પસંદ કરો.

'હાઇલાઇટ કરેલી કૉમેન્ટ' લિંક બનાવવા માટે ટાઇમસ્ટેમ્પ પર ક્લિક કરો. આ પગલું તમારી કૉમેન્ટના થ્રેડને અલગ કરશે અને ઍડ્રેસ બારમાં શેર થાય એવી લિંક આપશે.

કૉમેન્ટ ડિલીટ કરો
  1. કૉમેન્ટના ઇતિહાસ પર જાઓ.
  2. વીડિયોની લિંક પર ક્લિક અથવા ટૅપ કરો.
  3. YouTubeમાં કૉમેન્ટની બાજુમાં, વધુ '' પસંદ કરો.
    1. ફેરફાર કરો  અથવા ડિલીટ કરો  પસંદ કરો.

તમારા સ્માર્ટ ટીવી પર કૉમેન્ટ વડે ક્રિયાપ્રતિક્રિયા કરો

તમે હવે તમારા સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ પર કન્ટેન્ટ જોતી વખતે કૉમેન્ટ જોઈ અને તેના વડે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો. વીડિયો માટેની કૉમેન્ટ જોવા માટે, વીડિયો જોવાના પેજ પર જાઓ અને વીડિયોનું શીર્ષક પસંદ કરો. વીડિયોની કૉમેન્ટ પૅનલ બતાવતો 'પરિચય' વિભાગ સામે દેખાશે. વીડિયો માટેની કૉમેન્ટની સંપૂર્ણ સૂચિ જોવા, કૉમેન્ટની ટાઇલ પસંદ કરો, જેમાં આ શામેલ છે:

  • નિર્માતાએ પિન કરેલી કૉમેન્ટ
  • પસંદ કરેલી કૉમેન્ટની સંખ્યા
  • જવાબની સંખ્યા 

કોઈ કૉમેન્ટને પસંદ કરો જેથી તેને પૂરી વાંચી શકો, તેના જવાબો જોઈ શકો, તેને પસંદ અથવા નાપસંદ કરી શકો.

કૉમેન્ટ પોસ્ટ કરવા અથવા તેનો જવાબ આપવા માટે, તમારા સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલને તમારા ફોન સાથે સિંક કરો અને તમારા ફોનનો ઉપયોગ કરીને કૉમેન્ટ કરો. 

કૉમેન્ટ ઉમેરવા અથવા તેનો જવાબ આપવા માટે:

  1. તમારા ફોનમાં YouTube ઍપ ખોલો.
  2. ખાતરી કરો કે તમે બન્ને ડિવાઇસ પર એક જ Google એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું છે. 
  3. તમારી YouTube ઍપ પર પૉપ-અપ ખુલશે, જે તમને તમારા ટીવી પર YouTube સાથે કનેક્ટ કરવા માટે જણાવશે.
  4. 'કનેક્ટ કરો' પર ટૅપ કરો.
  5. તમે તમારા ટીવી પર જોઈ રહ્યાં છો તે વીડિયો માટેની કૉમેન્ટ YouTube ઍપ પર લોડ થશે, જેનાથી તમે કોઈ વિક્ષેપ વિના કૉમેન્ટ પોસ્ટ કરી શકશો અને તેમના વડે ક્રિયાપ્રતિક્રિયા કરી શકશો.
નોંધ: જ્યારે તમે સાઇન આઉટ કર્યું હોય, ત્યારે તમે કૉમેન્ટ જોઈ શકશો, પણ કૉમેન્ટનો જવાબ નહીં આપી શકો અથવા તમારી પોતાની કૉમેન્ટ પોસ્ટ નહીં કરી શકો.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3207507677034426869
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false