તમારા વીડિયોને બદલે બીજો મુકવો કે તેને ડિલીટ કરવો

તમે તમારી YouTube ચૅનલ પર અપલોડ કરેલો કોઈપણ વીડિયો ડિલીટ કરી શકો છો. તમે કોઈ વીડિયોને બદલે બીજો વીડિયો મૂકી ન શકો કારણ કે નવા વીડિયો અપલોડને નવું URL મળશે, પરંતુ તમે હાલના વીડિયોમાં ફેરફાર કરી શકો. 

તમારા પોતાના વીડિયો ડિલીટ કરવા

તમે તમારા પોતાના Google એકાઉન્ટમાંથી અપલોડ કર્યા હોય તેવા વીડિયો કાઢી નાખી શકો છો. જો તમે કોઈ વીડિયો ડિલિટ કરો છો, તો તે કાયમી ધોરણે ડિલિટ કરવામાં આવે છે — તમે તેને YouTube દ્વારા રિકવર કરી શકતા નથી. તમારે ભવિષ્યમાં વીડિયો જોવો હોય, તો તમે બૅકઅપ સાચવેલું હોવાની ખાતરી કરો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમારે ડિલીટ કરવો હોય તે વીડિયો તરફ પૉઇન્ટ કરો અને વધુ '' અને પછી કાયમ માટે ડિલીટ કરો  પસંદ કરો.
  4. તમારો વીડિયો કાયમ માટે ડિલીટ કરવામાં આવશે તે સ્વીકારવા માટે બૉક્સને ચેક કરો.
  5. કાયમ માટે ડિલીટ કરો પસંદ કરો.

તમે તમારી YouTube ચૅનલમાંથી વીડિયો ડિલીટ કરવાનું પસંદ કરો ત્યારે અમે કાઢી નાખવાની પ્રક્રિયા તરત જ શરૂ કરીએ છીએ અને તે પછીથી YouTubeમાં શોધી શકાય તેમ રહેશે નહીં. જોવાયાના સમય જેવો વીડિયો સાથે સંકળાયેલો ડેટા હજુ પણ ઍગ્રિગેટ રિપોર્ટનો હિસ્સો રહેશે, પરંતુ તે કાઢી નાખેલા વીડિયોને લાગુ કરાશે નહીં. બલ્કમાં વીડિયો કેવી રીતે ડિલીટ કરવા તે જાણો.

વીડિયોને બદલે બીજો વીડિયો મુકવો 

તમે કોઈ વીડિયોને બદલે બીજો વીડિયો મૂકી ન શકો કારણ કે તમે YouTube પર અપલોડ કરેલા નવા વીડિયોને નવું URL મળશે. તેને બદલે તેમ હાલના વીડિયોમાં ફેરફાર કરી શકો છો: 

  • તમારો વીડિયો ટ્રિમ કરો: કમ્પ્યુટર પર, તમે તમારા વીડિયોને શરૂઆતમાં, વચ્ચે કે અંતમાં કાપી શકો છો.
  • તમારા વીડિયોમાં કાર્ડ ઉમેરવા: તમારા વીડિયોમાં નવા એલિમેન્ટ ઉમેરવા માટે તમે કાર્ડનો ઉપયોગ કરી શકો છો. કાર્ડ ચોક્કસ વેબસાઇટ અને અન્ય બાબતો બતાવી શકે છે.
  • તમારા વીડિયોના શીર્ષક અને વિવરણમાં ફેરફાર કરો: તમે તમારા વીડિયોના શીર્ષક, કૅટેગરી, વિવરણ અને પ્રાઇવસી સેટિંગને ગોઠવી અને તેમાં ફેરફાર કરી શકો છો. 
દુરુપયોગ, ઉત્પીડન, અનુચિત કન્ટેન્ટ અથવા પ્રાઇવસીને લગતી ફરિયાદો બાબતે રિપોર્ટ કરવા, સુરક્ષા કેન્દ્રની મુલાકાત લો. કૉપિરાઇટને લગતી બાબતો માટે, કૉપિરાઇટ કેન્દ્રની મુલાકાત લો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17017570318723228509
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false