બ્રાંડ એકાઉન્ટવાળા ચૅનલનાં માલિકો અને મેનેજરો બદલવા

પહેલેથી જ, Googleની વિવિધ સેવાઓ સાથે બ્રાંડ એકાઉન્ટનો ઉપયોગ કરી શકાતો હતો. જોકે 4 ઑગસ્ટ, 2021ના રોજથી બ્રાંડ એકાઉન્ટને માત્ર YouTube ચૅનલ સાથે લિંક કરી શકાશે અને તેને “(YouTube પૂરતું મર્યાદિત)" તરીકેની કૅટેગરીમાં રાખવામાં આવશે. આ અપડેટને કારણે વર્તમાન બ્રાંડ એકાઉન્ટ પર કોઈ અસર થશે નહીં, માત્ર 4 ઑગસ્ટ, 2021ના રોજ પછી બનાવવામાં આવેલા એકાઉન્ટ પર થશે.
 માત્ર વિશ્વાસુ વપરાશકર્તાઓને જ ઍક્સેસ આપવાની જવાબદારી ચૅનલનાં માલિકની છે. આમ કરવાથી, ચૅનલના મેનેજમેન્ટને લગતી સમસ્યાઓ ટાળવામાં મદદ મળશે. 

જો કોઈ YouTube ચૅનલ બ્રાંડ એકાઉન્ટ સાથે લિંક થયેલી હોય, તો બહુવિધ વપરાશકર્તાઓ તેમના Google એકાઉન્ટમાંથી ચૅનલ મેનેજ કરી શકે છે. તમારે બ્રાંડ એકાઉન્ટ સાથે YouTube ચૅનલો વાપરવા માટે વપરાશકર્તાનું નામ કે પાસવર્ડ અલગ કરવાની જરૂર નથી. બ્રાંડ એકાઉન્ટને YouTube સાથે લિંક કરી શકાય છે, પરંતુ બીજી Google સેવાઓ સાથે નહિ.

સૌપ્રથમ, તમારી ચૅનલ બ્રાંડ એકાઉન્ટ સાથે કનેક્ટ થયેલી છે કે નહિ, તે તપાસો. જો તે કનેક્ટ થયેલી ન હોય, તો તમે તમારી YouTube ચૅનલનું ઍક્સેસ આપવા કે કાઢી નાખવા માટેની સૂચનાઓ ફૉલો કરીને તમે ચૅનલના માલિકો અને મેનેજરો બદલી શકો છો.

બ્રાંડ એકાઉન્ટમાં ભૂમિકાઓ ઉમેરવા સંબંધિત સમસ્યા નિવારણ

તમારે તમારી ચૅનલ પર વપરાશકર્તાનો ઍક્સેસ મેનેજ કરવા માટે ચૅનલની પરવાનગીઓનો ઉપયોગ કરવો જોઈએ.

જો તમારે બ્રાંડ એકાઉન્ટની ભૂમિકાઓનો ઉપયોગ કરવાની જરૂર હોય (સુઝાવ આપવામાં આવતો નથી) અને અન્ય લોકોને ઉમેરવામાં મુશ્કેલી આવી રહી હોય, તો તમારે કદાચ ચૅનલની પરવાનગીઓને નાપસંદ કરવાની અને પછીથી પાછા પસંદ કરવાની જરૂર પડી શકે છે. તમારા બ્રાંડ એકાઉન્ટ પર પાછા સ્વિચ કરવા માટે, તમારે પ્રત્યેકને ફરીથી બ્રાંડ એકાઉન્ટમાં આમંત્રિત કરવા જરૂરી છે.

નાપસંદ કરવા માટે, YouTube Studioના સેટિંગ અને પછી પરવાનગીઓ હેઠળ “YouTube Studioમાં પરવાનગીઓ નાપસંદ કરો” પસંદ કરો. ચૅનલની પરવાનગીઓને નાપસંદ કરવાની રીત વિશે વધુ જાણો.

તમારા બ્રાંડ એકાઉન્ટમાં ભૂમિકાઓ જોવા કે ઉમેરવા વિશે

જો જરૂરી હોય તો જ બ્રાંડ એકાઉન્ટની ભૂમિકાઓનો ઉપયોગ કરો. સુરક્ષા સંબંધિત સમસ્યાઓ ટાળવા માટે, વપરાશકર્તાઓને યોગ્ય ઍક્સેસ લેવલ આપવું મહત્ત્વનું છે. પાસવર્ડ શેર કરવા જેવી અસુરક્ષિત રીતો ટાળો.  

તેમની બ્રાંડની માલિકીની વિગતો જાણવાની જવાબદારી ચૅનલના માલિકની છે. એકાઉન્ટની સુરક્ષા જાળવી રાખવા માટે, તમને બ્રાંડ એકાઉન્ટની પરવાનગીઓ નિયમિત ચેક કરતા રહેવાનો સુઝાવ આપવામાં આવે છે.

તમારું બ્રાંડ એકાઉન્ટ કોણ મેનેજ કરે છે, તે જાણવા માટે:

  1. તમારા Google એકાઉન્ટનાં બ્રાંડ એકાઉન્ટ વિભાગ પર જાઓ.
  2. "તમારા બ્રાંડ એકાઉન્ટ" હેઠળ તમે જે એકાઉન્ટ જોવા માગતા હો, તેને પસંદ કરો.
  3. પરવાનગીઓ મેનેજ કરો પસંદ કરો. તમને માલિકો સહિત, એકાઉન્ટ મેનેજ કરી શકે તેવા લોકોની કોઈ સૂચિ જોવા મળશે.

તમારા બ્રાંડ એકાઉન્ટમાં નવા લોકોને આમંત્રિત કરવા માટે:

  1. નવા લોકોને આમંત્રિત કરવા માટે, નવા વપરાશકર્તાઓને આમંત્રિત કરો Invite new users પસંદ કરો.
  2. તેમના ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો.
  3. તેમના નામની નીચે, તેમની ભૂમિકા પસંદ કરો:
    1. માલિકો સૌથી વધુ પગલાં લઈ શકે છે અને એકાઉન્ટને કોણ મેનેજ કરે, તે નિયંત્રિત કરી શકે છે. એકાઉન્ટમાં એક પ્રાથમિક માલિક હોવા જરૂરી છે.
    2. મેનેજરો બ્રાંડ એકાઉન્ટને સપોર્ટ કરનારી Googleની સેવાઓ વાપરી શકે છે (ઉદાહરણ તરીકે, Google Photos પર ફોટા શેર કરવા અથવા YouTube પર વીડિયો પોસ્ટ કરવા).
    3. કમ્યુનિકેશન મેનેજરો મેનેજર જે ક્રિયાઓ કરી શકે, તે બધી ક્રિયાઓ કરી શકે છે પરંતુ તેઓ YouTube વાપરી શકતા નથી.
  4. આમંત્રિત કરો અને પછી થઈ ગયું પર ટૅપ કરો.

તમે જેને પણ આમંત્રિત કરો છો, તે ઇમેઇલ મેળવશે, જેમાં તેઓ તમારું આમંત્રણ સ્વીકારી શકે છે.

તમને પોતાને તમારા બ્રાંડ એકાઉન્ટના પ્રાથમિક માલિક તરીકે સેટ કરવા

બ્રાંડ એકાઉન્ટનાં માલિક તરીકે તમે તમને પોતાને ગ્રાંડ એકાઉન્ટનાં પ્રાથમિક માલિક બનાવી શકો છો. આમ કરવા માટે, તમે ઓછામાં ઓછા 7 કે તેથી વધુ દિવસ માટે એકાઉન્ટના માલિક હોવા જરૂરી છે. જો આ શરત પૂરી ન થાય, તો તમને ભૂલનો મેસેજ મળશે.

બ્રાંડ એકાઉન્ટના એક પ્રાથમિક માલિક હોવા ઉપરાંત, તમારી પાસે ઓછામાં ઓછા બીજા એક માલિક તમારા બ્રાંડ એકાઉન્ટ સાથે સંકળાયેલા હોવા જોઈએ એવો સુઝાવ આપવામાં આવે છે.

જો તમે નવા પ્રાથમિક માલિક નિયુક્ત કરી શકતા ન હો, તો ખાતરી કરો કે તમે ચૅનલની પરવાનગીઓને નાપસંદ કરી છે. મેનેજરો પાસે પ્રાથમિક માલિકની ભૂમિકા બદલવાનો વિકલ્પ હશે નહિ.

  1. તમારા કમ્પ્યુટર પર, તમારા Google એકાઉન્ટનાં બ્રાંડ એખાઉન્ટ વિભાગ પર જાઓ.
  2. "તમારા બ્રાંડ એકાઉન્ટ" હેઠળ તમે જે એકાઉન્ટ મેનેજ કરવા માગતા હો, તેને પસંદ કરો.
  3. પરવાનગીઓ મેનેજ કરો પર ક્લિક કરો.
  4. સૂચિત નામ શોધો.
    • ટિપ: જો તમે તમારું નામ શોધી શકો નહિ, તો તમને ચૅનલના બીજા માલિકે માલિક તરીકે ઉમર્યાહોવા જોઈએ. આમંત્રણ સ્વીકારીને 7 દિવસ સુધી રાહ જોયા પછી, ફરીથી પગલાં 1થી ફરી શરૂ કરો.
  5. તમારા નામની બાજુમાં, નીચે તરફનું તીર અને પછી પ્રાથમિક માલિક અને પછી ટ્રાન્સફર કરો પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3643312989908699696
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false