તમારા કન્ટેન્ટ મેનેજરમાં એક નવી ચૅનલ બનાવો

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.
તમે તમારા કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે લિંક થયેલી નવી ચૅનલ બનાવવા માટે Studioના કન્ટેન્ટ મેનેજર નો ઉપયોગ કરી શકો છો. એકવાર તમે તમારા કન્ટેન્ટ મેનેજરમાં નવી ચૅનલ બનાવી લો, પછી તમે આ કરી શકો છો:
  • તે ચેનલ પરના વીડિયો માટે કમાણી કરવાની પ્રક્રિયાનું નિયંત્રણ 
  • જે તે ચૅનલ પરના વીડિયો માટે Content ID મેચિંગ ચાલુ કરવા
  • વ્યક્તિગત ચૅનલ માલિકો માટે પરવાનગીઓ સેટ કરવી
નોંધ: આનુષંગિક MCN નવી ચૅનલો બનાવવા માટે યોગ્ય નથી.

ચૅનલ બનાવી

તમારા કન્ટેન્ટ મેનેજર સાથે લિંક કરવા માટે નવી ચૅનલ બનાવવા માટે:

  1. YouTube Studio પર જાઓ.
  2. ડાબી બાજુથી, સેટિંગ પર ક્લિક કરો.
  3. ચૅનલ અને પછી વિગતવાર સેટિંગ પર ક્લિક કરો.
  4. નીચે સ્ક્રોલ કરો અને YouTube એકાઉન્ટ મેનેજ કરો પર ક્લિક કરો.
  5. તમારી ચૅનલ ઉમેરો અથવા મેનેજ કરોઅને પછી એક ચૅનલ બનાવો પર ક્લિક કરો.
    • અથવા એક ચૅનલ બનાવો પર ક્લિક કરો.
  6. તમે તમારી ચૅનલનું નામ દાખલ કરી શકો છો અને તમારી નવી ચૅનલ બનાવી શકો છો.

તે બની ગયા પછી તમે તમારા ચૅનલના પેજ પર નવી ચૅનલ જોઈ શકશો. તમારું Google એકાઉન્ટ નવી ચેનલનું માલિક હશે. તમે માલિક અને મેનેજર પણ ઉમેરી શકો છો અથવા ચેનલને બીજા એકાઉન્ટમાં ખસેડી શકો છો.

તમારી નવી ચૅનલની કમાણી કરો

તમારી નવી ચૅનલની કમાણી કરે તે માટે તે YouTube પાર્ટનર પ્રોગ્રામ યોગ્યતાના માપદંડને પૂર્ણ કરે તે આવશ્યક છે. એકવાર તમારી ચૅનલ જોવાયાનો સમય અને સબ્સ્ક્રાઇબરની સંખ્યાની મર્યાદા પાસ કરી લે તે પછી YouTube ઑટોમૅટિક રીતે રિવ્યૂ કરશે. રિવ્યૂ સામાન્ય રીતે મર્યાદા પર પહોંચ્યા પછી એક મહિના કે તેથી ઓછા સમયમાં પૂર્ણ થાય છે.

તમારી ચૅનલ રિવ્યૂ પૂર્ણ કરી લે તે પછી, તમને એક ઇમેઇલ નોટિફિકેશન પ્રાપ્ત થશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9768177058460191419
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false