ભૂમિકા બનાવો અને મેનેજ કરો

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

જ્યારે તમે કોઈ વપરાશકર્તાને તમારા કન્ટેન્ટ મેનેજર પર આમંત્રિત કરો છો, તો તમે તેમને એક ભૂમિકા અસાઇન કરો છો. ભૂમિકા, તમારા કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટનો ઉપયોગ કરતી વખતે કોઈ વપરાશકર્તાને કઈ પરવાનગી છે તેનો ઉલ્લેખ કરે છે. ખાસ કરીને, કોઈ ભૂમિકા નિર્ધારિત કરે છે કે કઈ સુવિધાઓ ઍક્સેસિબલ છે અને કયા પ્રતિબંધો લાગુ કરવા જોઈએ.

ઍડમિનિસ્ટ્રેટરની ભૂમિકા પાસે કન્ટેન્ટ મેનેજરની તમામ સુવિધાઓના ઍક્સેસ છે. વપરાશકર્તાઓને વધુ વિશિષ્ટ ઍક્સેસ આપવા માટે, તમે કસ્ટમ ભૂમિકાઓ બનાવી શકો છો અને તેમાં જરૂર મુજબ ફેરફાર કરી શકો છો.

કસ્ટમ ભૂમિકાઓ બનાવો

કસ્ટમ ભૂમિકા બનાવવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ  પસંદ કરો. 
  3. પરવાનગીઓ પર ક્લિક કરો.
  4. ભૂમિકાઓને મેનેજ કરો પર ક્લિક કરો.
  5. ડ્રૉપડાઉન અને પછી નવી બનાવો પર ક્લિક કરો.
  6. ભૂમિકાના નામ હેઠળ, ભૂમિકાનું નામ દાખલ કરો.
    • ભૂમિકાને સરળતાથી ઓળખી શકાય અને તેને અન્ય ભૂમિકાઓથી અલગ તારવે તેવું નામ પસંદ કરો.
    • વધુમાં વધુ લંબાઈ 100 અક્ષર છે.
  7. તમે ભૂમિકાને સોંપવા માગતા હો તે સુવિધાઓ અને પ્રતિબંધોની પાસેના ચેકબૉક્સ પર ક્લિક કરો.
    • દરેક પરવાનગી વિશે વધુ માહિતી માટે, પ્રશ્ન ચિહ્નો  પર હોવર કરો.
  8. થઈ ગયું પર ક્લિક કરો.
  9. પરવાનગીઓ પેજ પર પાછા આવો, નવી ભૂમિકાને સાચવવા માટે સાચવો પર ક્લિક કરો.

હવે કન્ટેન્ટ મેનેજરના વપરાશકર્તાઓને આ નવી ભૂમિકા સોંપી શકાશે.

હાલની ભૂમિકાઓમાં ફેરફાર કરો

કોઈ ભૂમિકા બનાવ્યા પછી, ભૂમિકાના નામમાં ફેરફાર કરી શકો છો અથવા ભૂમિકાને સોંપેલી સુવિધાઓ અને પ્રતિબંધોને ગોઠવી શકો છો. ધ્યાનમાં રાખો કે જ્યારે તમે કોઈ ભૂમિકામાં ફેરફાર કરો, ત્યારે તમે કરેલા ફેરફારો ભૂમિકા સોંપેલી હોય તે તમામ વપરાશકર્તાઓની પરવાનગીઓ પર અસર કરશે.

હાલની ભૂમિકામાં ફેરફાર કરવા:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ  પસંદ કરો. 
  3. પરવાનગીઓ પર ક્લિક કરો.
  4. ભૂમિકાઓને મેનેજ કરો પર ક્લિક કરો.
  5. ડ્રૉપડાઉન પર ક્લિક કરો અને તમે ફેરફાર કરવા માગતા હો તે ભૂમિકા પસંદ કરો.
  6. તમારા ફેરફારો કરો. તમે ભૂમિકાનું નામ બદલી શકો છો અને ભૂમિકાને સોંપેલી સુવિધાઓ અને પ્રતિબંધોમાંથી તમને જોઈએ તેને તે મુજબ ગોઠવી શકો છો.
  7. થઈ ગયું પર ક્લિક કરો.
  8. ફેરફારોને સાચવવા માટે પરવાનગીઓના પેજ પર પાછા આવો, અને સાચવો પર ક્લિક કરો.

તમે કરેલા ફેરફારો હવે ભૂમિકા સોંપેલી હોય તે તમામ વપરાશકર્તાઓની પરવાનગીઓ પર અસર કરશે.

વપરાશકર્તાની ભૂમિકા બદલો

 વપરાશકર્તાને સોંપવામાં આવેલી ભૂમિકાને બદલવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ  પસંદ કરો.
  3. પરવાનગીઓ પર ક્લિક કરો.
  4. તમે અપડેટ કરવા માગતા હો એ વપરાશકર્તા શોધો.
    • સૂચિને સંકુચિત કરવા માટે, ફિલ્ટર પસંદ કરો  અને પછી કીવર્ડ પર ક્લિક કરો અને તેમનું નામ અથવા ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો.
  5. તેમને સોંપવામાં આવેલી ભૂમિકાના નામ પર ક્લિક કરો.
  6. તમે તેમને સોંપવા માગતા હો તે નવી ભૂમિકા પસંદ કરો.
  7. ફેરફારો સાચવવા માટે સાચવો પર ક્લિક કરો.
ભૂમિકા સોંપવામાં આવેલા વપરાશકર્તાઓ શોધો

 કોઈ વિશિષ્ટ ભૂમિકા સોંપવામાં આવેલા તમામ કન્ટેન્ટ મેનેજર વપરાશકર્તાઓની એક સૂચિ જોવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ  પસંદ કરો.
  3. પરવાનગીઓ પર ક્લિક કરો.
  4. ફિલ્ટર પસંદ કરો  અને પછી ભૂમિકાઓ પર ક્લિક કરો. તમે તમારા કન્ટેન્ટ મેનેજરમાં બનાવેલી તમામ ભૂમિકાઓની એક સૂચિ દેખાશે.
  5. તમે જેને ફિલ્ટર કરવા માગો છો તે ભૂમિકાની પાસેના બૉક્સ પર ચેક માર્ક કરો. સૂચિને ટૂંકી કરવા માટે તમે ભૂમિકાનું નામ દાખલ કરવાનું પણ શરૂ કરી શકો છો.
ભૂમિકા ડિલીટ કરો

જો કોઈપણ વપરાશકર્તાઓને ભૂમિકા સોંપાયેલી ન હોય, તો તમે તેને ડિલીટ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે સક્રિય વપરાશકાર્તાઓ સાથેની ભૂમિકાઓ ડિલીટ કરી શકાતી નથી.

કોઈ ભૂમિકા ડિલીટ કરવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ  પસંદ કરો.
  3. પરવાનગીઓ પર ક્લિક કરો.
  4. ભૂમિકાઓ મેનેજ કરો પસંદ કરો.
  5. તમે ડિલીટ કરવા માગતા હો તો ભૂમિકા શોધો.
  6. ભૂમિકા ડિલીટ કરો પર ક્લિક કરો.
  7. ફેરફારોને સાચવવા માટે પરવાનગીઓના પેજ પર પાછા આવો, અને સાચવો પર ક્લિક કરો.

પેજમાં સૌથી નીચે, ભૂમિકા સફળતાપૂર્વક ડિલીટ થઈ છે તે કન્ફર્મ કરતો એક મેસેજ દેખાશે.

 

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8250512322890831711
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false