તમારા કન્ટેન્ટ મેનેજર પર વપરાશકર્તાને આમંત્રિત કરો

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.
જ્યારે તમારી સંસ્થા કન્ટેન્ટ મેનેજર બનાવે છે, ત્યારે એક વપરાશકર્તા ઍડમિનિસ્ટ્રેટર તરીકેની સેવા આપે છે. ઍડમિનિસ્ટ્રેટર, કન્ટેન્ટ મેનેજ કરવા માટે અન્ય લોકોને આમંત્રિત કરી શકે છે. 

ઍડમિનિસ્ટ્રેટર અલગ ભૂમિકાઓ પણ બનાવી શકે છે જે ઉલ્લેખ કરી શકે કે કયા વપરાશકર્તાને કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે અને કયા પ્રતિબંધો લાગુ થવા જોઈએ. ભૂમિકાઓ બનાવવા વિશે અને તમારા કન્ટેન્ટ મેનેજરને સેટ કરવા વિશે વધુ જાણો.

એકવાર આમંત્રણ મોકલ્યા પછી, તેની સમયસીમા 30 દિવસ પછી સમાપ્ત થાય છે.

આમંત્રણ મોકલો

તમે કોઈ આમંત્રણ મોકલો તે પહેલાં, તમે આમંત્રિત કરવા માગતા હો તે વપરાશકર્તા પાસે Google એકાઉન્ટ છે તેની ખાતરી કરો. માત્ર Google એકાઉન્ટ ધરાવતા ઇમેઇલ ઍડ્રેસ પર જ આમંત્રણ મોકલી શકાશે.

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ પર ક્લિક કરો.
  3. પરવાનગીઓ પર ક્લિક કરો. આ પેજ કન્ટેન્ટ મેનેજરનો ઍક્સેસ ધરાવતા વપરાશકર્તાઓની અને તેમને સોંપવામાં આવેલી ભૂમિકાની સૂચિ બતાવે છે.
  4. આમંત્રિત કરો પર ક્લિક કરો.
  5. ઇમેઇલ ફીલ્ડમાં, તમે આમંત્રિત કરવા માગતા હો તે વપરાશકર્તાનું ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો.
  6. ઍક્સેસ ફીલ્ડમાં, આમંત્રિત વપરાશકર્તાને તમને જોઈતી ભૂમિકા પસંદ કરો. ભૂમિકાઓ વિશે વધુ જાણો.
  7. થઈ ગયું પર ક્લિક કરો.
  8. પરવાનગીઓના પેજ પર પાછા જાઓ, અને આમંત્રણ મોકલવા માટે સાચવો પર ક્લિક કરો.
    • ધ્યાનમાં રાખો, આમંત્રણોની સમયસીમા 30 દિવસ પછી સમાપ્ત થાય છે.

કન્ફર્મ કરો કે આમંત્રણ મોકલાયું હતું

એકવાર આમંત્રણ મોકલી દીધા પછી, પરવાનગીઓના પેજમાં સૌથી નીચે એક કન્ફર્મેશન મેસેજ દેખાશે. તમે પછી પરવાનગીઓના પેજ પર પાછા જઈ શકો છો અને કન્ફર્મ કરી શકો છો કે તમે આમંત્રણ મોકલ્યું હતું:

  1. ફિલ્ટર પસંદ કરો પર ક્લિક કરો.
  2. કીવર્ડ પસંદ કરો.
  3. આમંત્રિત કરેલા વપરાશકર્તાનું ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો.
  4. લાગુ કરો પર ક્લિક કરો.
  5. તપાસો કે તેમના ઇમેઇલ ઍડ્રેસની પાસે આમંત્રિતનું આઇકન  દેખાય છે.
    • જો ત્યાં આમંત્રિતનું આઇકન હોય, તો તેનો અર્થ છે કે તમે આમંત્રણ સફળતાપૂર્વક મોકલ્યું છે. હવે તે વ્યક્તિએ તેમના ઇમેઇલમાં આપેલી લિંકનો ઉપયોગ કરીને આમંત્રણ સ્વીકારવાની જરૂર છે.
    • જો ત્યાં આમંત્રિતનું આઇકન નથી, તો તેનો અર્થ છે કે વ્યક્તિએ પહેલેથી જ આમંત્રણ સ્વીકાર્યું છે અને હવે કન્ટેન્ટ મેનેજ કરી શકે છે.
    • જો તેમનું ઇમેઇલ ઍડ્રેસ સૂચિબદ્ધ નથી, તો તેનો સંભવિત અર્થ છે કે આમંત્રણ સફળતાપૂર્વક મોકલાયું નહોતું. કન્ફર્મ કરો કે તમારી પાસે યોગ્ય ઇમેઇલ ઍડ્રેસ છે અને આમંત્રણ ફરીથી મોકલો.
નોંધ: કેટલાક ત્રીજા પક્ષના એક્સ્ટેન્શન વપરાશકર્તાઓ અથવા ભૂમિકાની સૂચિને વિકૃત કરી શકે છે. જો તમને પરવાનગી સાથે કોઈ સમસ્યાઓ હોય, તો ત્રીજા પક્ષના એક્સ્ટેન્શન બંધ કરો અને તમરા ફેરફારોને ફરીથી કરવાનો પ્રયાસ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8299326090149372239
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false