પ્રતિસાદ મોકલો

કોઈ YouTube સમસ્યાની જાણ કરો

  1. YouTubeમાં સાઇન ઇન કરો.
  2. તમારો પ્રોફાઇલ ફોટો પસંદ કરો.
  3. પ્રતિસાદ મોકલો પસંદ કરો.
  4. તમે અનુભવી રહ્યાં છો તે સમસ્યાનું વર્ણન કરો. તમે તમારી રિપોર્ટમાં જેટલી વધુ માહિતી શામેલ કરશો, અમારા માટે તે તેટલી વધુ સહાયરૂપ હશે.
  5. જો તમારે સ્ક્રીનશૉટનો સમાવેશ કરવો હોય, તો તે પસંદ કરો. તમે સ્ક્રીન પર માહિતીને હાઇલાઇટ કરી શકો છો અથવા વ્યક્તિગત માહિતી કાઢી નાખી શકો છો.
  6. મોકલો પર ક્લિક કરો.
તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

સ્માર્ટ ટીવી, Chromecast અને ગેમ કન્સોલ

  1. તમારા ડિવાઇસ પર YouTube ઍપ ખોલો.
  2. કોઈપણ વીડિયોના જોવાના પેજ પર, સેટિંગ પસંદ કરો.
  3. પ્રતિસાદ પસંદ કરો.
  4. તમારા પ્રતિસાદ માટેનું કારણ પસંદ કરો.
  5. રિપોર્ટ સબમિટ કરો પસંદ કરો.

અમે પ્રતિસાદનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ

અમે પ્રશંસા કરીએ છીએ કે તમે અમને પ્રતિસાદ મોકલવા માટે સમય ફાળવ્યો. તમારો પ્રતિસાદ સીધો જ YouTube પર જાય છે અને અમે તેનો ઉપયોગ સમસ્યાનું નિવારણ કરવા, પ્રોડક્ટમાં સુધારાઓ કરવા અને સમસ્યાઓને ઉકેલવા માટે કરીએ છીએ. વીડિયો નિર્માતાઓને "પ્રતિસાદ મોકલો" ટૂલ મારફતે મોકલવામાં આવતો કોઈપણ પ્રતિસાદ દેખાતો નથી. બને કે અમે દરેક રિપોર્ટનો જવાબ ન આપી શકીએ, છતાં અમે સમસ્યાઓનો રિવ્યૂ કરીએ છીએ અને શક્ય તેટલી ઝડપથી તેને ઉકેલવા માટે કાર્ય કરીએ છીએ.

તમે તમારા મોબાઇલ ડિવાઇસ પરના YouTubeથી સીધા જ પ્રતિસાદ મોકલો છો ત્યારે, તમે મહત્ત્વપૂર્ણ વિગતો શામેલ કરવાનું પસંદ કરી શકો છો. આ વિગતો સમસ્યાઓનું નિદાન કરવામાં સહાય કરે છે, જેમ કે ઍપનું વર્ઝન અને સિસ્ટમ ડેટા. તમે તમારી રિપોર્ટમાં જેટલી વધુ માહિતી શામેલ કરશો, અમારા માટે તે તેટલી વધુ સહાયરૂપ હશે. ઉદાહરણ તરીકે, અમુક ચોક્કસ પ્રકારની સમસ્યાઓનું નિવારણ કરતી વખતે, એકાઉન્ટ-વિશિષ્ટ માહિતી અને સ્ક્રીનશૉટ, સમસ્યાને શોધવા અને ઉકેલવામાં ખૂબ સારી સહાય કરે છે.

અમે હાલમાં કઈ સમસ્યાઓને ઉકેલવાનું કામ કરી રહ્યાં છીએ તે જોવા માટે તમે અમારા જાણીતી સમસ્યાઓનું પેજનો ઉપયોગ કરી શકો છો. તમે YouTube સહાય ચર્ચામંચમાં સમસ્યાઓમાં સહાય માટે અન્ય YouTube વપરાશકર્તાઓને પણ પૂછી શકો છો. ઉપરાંત, જો તમે YouTube નિર્માતા છો, તો આ લેખ વડે કેવી રીતે સહાય મેળવવી તે જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5491565072165624977
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false