તમારા પ્લેલિસ્ટ અને વીડિયોના ગ્રૂપ માટે વિશ્લેષણ મેળવો

તમે તમારા પ્લેલિસ્ટના વિશ્લેષણ સરળતાથી ઍક્સેસ કરી શકો છો અથવા તમારા વીડિયોનો ડેટા એકસાથે જોવા માટે, વીડિયોના ગ્રૂપ બનાવી શકો છો.

પ્લેલિસ્ટ

તમારું કન્ટેન્ટ ગોઠવવા માટે, તમે પ્લેલિસ્ટનો ઉપયોગ કરી શકો છો. તેઓ તમને એકસાથે વીડિયોના ગ્રૂપ બનાવવા અને તમારા વિશ્લેષણને એક જ જગ્યાએ સરળતાથી ઍક્સેસ કરવાની સુવિધા આપે છે. તમારા દરેક પ્લેલિસ્ટ માટે, પ્લેલિસ્ટમાંના તમારા બધા વીડિયો માટે એકીકૃત કરેલી જાણકારી શોધવા તમે ઓવરવ્યૂ, કન્ટેન્ટ, ઑડિયન્સ અને આવક ટૅબ ઍક્સેસ કરી શકો છો. તમારું પ્લેલિસ્ટ કેવી રીતે બનાવવું તે જાણો.

તમારા પ્લેલિસ્ટના વિશ્લેષણ ઍક્સેસ કરો

પ્લેલિસ્ટના વિશ્લેષણ જોવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
    • અથવા YouTube Studio ઍપ ખોલો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ  પસંદ કરો.
  3. પ્લેલિસ્ટ ટૅબ પસંદ કરો.
  4. તમે જોવા માગતા હો તે પ્લેલિસ્ટના શીર્ષક કે વર્ણનની બાજુમાં, વિશ્લેષણ પસંદ કરો.

એકથી વધુ પ્લેલિસ્ટના વિશ્લેષણની તુલના કરવા માટે: 

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
    • અથવા YouTube Studio ઍપ ખોલો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, વિશ્લેષણ  પસંદ કરો.
  3. કન્ટેન્ટ ટૅબઅને પછી પ્લેલિસ્ટ પસંદ કરો.
    • નોંધ: ડિફૉલ્ટ તરીકે, તમને છેલ્લા 28 દિવસના 5 લોકપ્રિય પ્લેલિસ્ટ જોવા મળશે.
  4. તમે એકથી વધુ પ્લેલિસ્ટની તુલના કરી શકો છો અથવા તમે જોવા માગતા હો તે વ્યક્તિગત પ્લેલિસ્ટ પર ક્લિક કરી શકો છો.

પ્લેલિસ્ટના વિશ્લેષણ કેવી રીતે કામ કરે છે

પ્લેલિસ્ટના વિશ્લેષણ પ્લેલિસ્ટમાંના તમામ વીડિયો માટે એકીકૃત વિશ્લેષણ બતાવવા માટે, વીડિયો ગ્રૂપ રિપોર્ટિંગનો ઉપયોગ કરે છે. તમારા દરેક પ્લેલિસ્ટ માટે, પ્લેલિસ્ટમાંના તમારા બધા વીડિયો માટે એકીકૃત કરેલી જાણકારી શોધવા તમે ઓવરવ્યૂ, કન્ટેન્ટ, ઑડિયન્સ અને આવક ટૅબ ઍક્સેસ કરી શકો છો. ઉપરાંત, દરેક પ્લેલિસ્ટમાંના દર્શકોની વર્તણૂકને સમજવામાં સહાય કરવા માટે મેટ્રિક ઉપલબ્ધ છે. પ્લેલિસ્ટના મેટ્રિક વિશે વધુ જાણો.
પ્લેલિસ્ટના વિશ્લેષણમાંથી બાકાત રાખેલા વીડિયો

તમારા પ્લેલિસ્ટના વિશ્લેષણમાંના કેટલાક મેટ્રિકમાં અન્ય ચૅનલની માલિકીના વીડિયો શામેલ હોતા નથી. આ મેટ્રિક વીડિયો પરની તમામ દર્શકની પ્રવૃત્તિને એકીકૃત કરે છે, પછી ભલે તે પ્લેલિસ્ટમાંથી અથવા YouTube પર બીજે ક્યાંકથી જોવાયો હોય. ઉદાહરણ તરીકે, કુલ વ્યૂ, ઑડિયન્સ અને આવકની જાણકારીમાં અન્ય ચૅનલના વીડિયો શામેલ હોતા નથી.

પ્લેલિસ્ટ પરથી મળેલા વ્યૂ, પ્લેલિસ્ટ જોવાયાનો સમય અને અન્ય પ્લેલિસ્ટની સરેરાશ અવધિ જેવા અન્ય મેટ્રિકમાં અન્ય ચૅનલના વીડિયો શામેલ હોય છે. આ મેટ્રિક માત્ર તમારા પ્લેલિસ્ટના સંદર્ભમાં દર્શકની પ્રવૃત્તિ દર્શાવે છે.

યાદ રાખો કે તમે સીધા YouTube Studioમાંથી તમારા પ્લેલિસ્ટમાંના વીડિયોને મેનેજ કરી શકો છો. તમારું પ્લેલિસ્ટ કેવી રીતે મેનેજ કરવું તે જાણો.

ગ્રૂપ

ગ્રૂપ એ તમારા 500 જેટલા વીડિયોનો કસ્ટમાઇઝ કરી શકાતો સંગ્રહ છે. તમે કન્ટેન્ટના સમાન ભાગોને એકસાથે ગોઠવી શકો છો અને ગ્રૂપ વડે તેમનો ડેટા એક જગ્યાએ જોઈ શકો છો.

ગ્રૂપ બનાવો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Analytics પસંદ કરો.
  3. વિસ્તૃત Analytics રિપોર્ટ જોવા માટે વિગતવાર મોડ પર ક્લિક કરો અથવા વધુ જુઓ પર ક્લિક કરો.
  4. ઉપર ડાબી બાજુએ, શોધ બારમાં તમારી ચૅનલના નામ પર ક્લિક કરો.
  5. Groups ટૅબ પસંદ કરો અને ત્યારબાદ નવું ગ્રૂપ બનાવો પસંદ કરો.
  6. તમારા ગ્રૂપનું નામ દાખલ કરો, વીડિયો પસંદ કરો અનેસાચવો.

ગ્રૂપ મેનેજ કરો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Analytics પસંદ કરો.
  3. વિસ્તૃત Analytics રિપોર્ટ જોવા માટે વિગતવાર મોડ પર ક્લિક કરો અથવા વધુ જુઓ પર ક્લિક કરો.
  4. ઉપર ડાબી બાજુએ, શોધ બારમાં તમારી ચૅનલના નામ પર ક્લિક કરો.
  5. Groups ટૅબ પસંદ કરો અને ત્યારબાદ ગ્રૂપ પસંદ કરો.
  6. તમારા groups માટે ફેરફાર કરો , કાઢી નાખો અને ડેટા ડાઉનલોડ  કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9116234793341230100
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false