YouTube ઍપ ડાઉનલોડ કરો

તમારા સ્માર્ટફોન અથવા ટૅબ્લેટ પર YouTube જોવા માટે, YouTube ઍપ ડાઉનલોડ કરો. મોબાઇલ ફોન, સ્માર્ટ ટીવી અને મીડિયા સ્ટ્રીમિંગ ડિવાઇસ સહિત વિવિધ પ્રકારના ઘણા ડિવાઇસ પર YouTube ઍપ ઉપલબ્ધ છે.  YouTube ક્યાં જોવું તે વિશે વધુ જાણો.

તમારા ટીવી પર YouTubeમાં સાઇન ઇન કરવાની રીત

તમે Google Play પર YouTube ઍપ ડાઉનલોડ કરી શકો છો.

Google Play પરથી Android ઍપ ડાઉનલોડ મેનેજ કરવા વિશે જાણવા માટે, Google Play સહાયતા કેન્દ્રની મુલાકાત લો.

નોંધ: ઍપ માત્ર Android વર્ઝન 6.0 અને તે પછીના વર્ઝન પર ચાલતા ફોન અથવા ટૅબ્લેટ પર કામ કરશે. 

નવા સ્માર્ટ ટીવી અને મીડિયા ડિવાઇસ પર YouTube

YouTube ઍપનું નવીનતમ વર્ઝન 2013 અને પછીના ડિવાઇસ મૉડલ અને 2012ના કેટલાક ડિવાઇસ મૉડલ પર ઉપલબ્ધ છે.

Android TV પર YouTube

જો તમારી પાસે Android TV ચલાવતું ડિવાઇસ હોય તો YouTube ઍપ ડિફૉલ્ટ રૂપે તમારી ઍપની સૂચિમાં ઉપલબ્ધ હશે.

Android TV માટે YouTube ઍપ વર્ઝન 1.0 હવે સપોર્ટ નથી કરતું.

Apple TV પર YouTube

જો તમારી પાસે 4થી જનરેશનના અથવા તેનાથી આધુનિક Apple TV હોય તો ઍપ સ્ટોર પરથી YouTube ઍપ ઇન્સ્ટૉલ કરી શકાશે.

નોંધ: ત્રીજી જનરેશનના અને તેથી જૂના Apple TVમાં હવે YouTube ઍપ સપોર્ટ નથી. જો તમે આમાંથી કોઈ એક ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યાં હો તો તમે YouTube સ્ટ્રીમ કરવા માટે ડિવાઇસ પર Airplayનો ઉપયોગ કરી શકો છો.

ગેમ કન્સોલ પર YouTube

તમે Nintendo, PlayStation, Xbox જેવા ઘણા ગેમ કન્સોલ સ્ટોર પરથી YouTube ડાઉનલોડ કરી શકો છો.

  1. તમારા ગેમ કન્સોલ સ્ટોર પર જાઓ અને YouTube શોધો.
  2. ડાઉનલોડ કરો પસંદ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13451102958480164414
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false