YouTube ચૅનલનું લેઆઉટ કસ્ટમાઇઝ કરો

તમે તમારી YouTube ચૅનલના લેઆઉટને કસ્ટમાઇઝ કરી શકો છો, જેથી દર્શકો જ્યારે તમારી ચૅનલના હોમ ટૅબ પર આવે, ત્યારે તેઓ તમારી ચૅનલની ઑફરનું ટ્રેલર, ખાસ પસંદ કરેલો વીડિયો અને વૈશિષ્ટિકૃત વિભાગો તથા “તમારા માટે” તેમજ "સમુદાયની લોકપ્રિય ક્લિપ" વિભાગો જોઈ શકે.

સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય એવા લોકો માટે ચૅનલની ઑફરનું ટ્રેલર બનાવવા

તમારી ચૅનલની ઑફરનું ટ્રેલર તમારી ચૅનલનો પ્રીવ્યૂ ઑફર કરે છે, જેથી દર્શકો વધુ જાણી શકે અને સબ્સ્ક્રાઇબ કરી શકે. ડિફૉલ્ટ તરીકે, તમારી ચૅનલની ઑફરના ટ્રેલરમાં જાહેરાતો બતાવવામાં આવશે નહીં, સિવાય કે તમારા કન્ટેન્ટમાં ત્રીજા પક્ષ દ્વારા દાવો કરાયેલું કન્ટેન્ટ શામેલ હોય.
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કસ્ટમાઇઝેશન અને પછી લેઆઉટ પસંદ કરો.
  3. વીડિયો સ્પૉટલાઇટ હેઠળ, તમારી ચૅનલની ઑફરના ટ્રેલર માટે ઉમેરો પર ક્લિક કરો અને વીડિયો પસંદ કરો.
  4. પબ્લિશ કરો પર ક્લિક કરો.

પાછા આવનારા સબ્સ્ક્રાઇબર માટે ખાસ પસંદ કરેલો વીડિયો

પાછા આવનારા સબ્સ્ક્રાઇબર જ્યારે તમારી ચૅનલના હોમ ટૅબ પર જાય, ત્યારે તેઓ જોઈ શકે તે માટે તમે YouTube પર તમારો વીડિયો અથવા કોઈપણ વીડિયો હાઇલાઇટ કરી શકો છો.
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કસ્ટમાઇઝેશન અને પછી લેઆઉટ પસંદ કરો.
  3. વીડિયો સ્પૉટલાઇટ હેઠળ, ઉમેરો પર ક્લિક કરો અને બતાવવા માટે વીડિયો પસંદ કરો.
  4. પબ્લિશ કરો પર ક્લિક કરો.

વૈશિષ્ટિકૃત વિભાગો

તમે તમારી ચૅનલના હોમ ટૅબના લેઆઉટને વધુમાં વધુ 12 કસ્ટમ વિભાગો વડે કસ્ટમાઇઝ કરી શકો છો. ડિફૉલ્ટ તરીકે, તમારું લેઆઉટ ઑટોમૅટિક રીતે ભરેલા 4 વિભાગો બતાવશે: Short વીડિયો, અપલોડ, બનાવેલા પ્લેલિસ્ટ અને તમે સાર્વજનિક કરેલા સબ્સ્ક્રિપ્શન.

વિભાગ બનાવો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કસ્ટમાઇઝેશન અને પછી લેઆઉટ પસંદ કરો.
  3. સૌથી નીચે, ઉમેરો વિભાગ પર ક્લિક કરો.
  4. તમારું કન્ટેન્ટ પસંદ કરવા માટે સ્ક્રોલ કરો.
    1. વીડિયો: તમારા વીડિયો, Shorts અને લાઇવ સ્ટ્રીમ હાઇલાઇટ કરવા માટે પસંદ કરો.
    2. પ્લેલિસ્ટ: સિંગલ, બનાવેલા અને એકથી વધુ પ્લેલિસ્ટ હાઇલાઇટ કરવા માટે પસંદ કરો.
    3. મેમ્બરશિપ: મેમ્બરશિપ સુવિધા ચાલુ કરેલી ચૅનલ ફક્ત સભ્યો માટેના વીડિયો અને બીજું ઘણું હાઇલાઇટ કરવાનું પસંદ કરી શકે છે.
    4. ચૅનલ: સબ્સ્ક્રિપ્શન અને વૈશિષ્ટિકૃત ચૅનલ હાઇલાઇટ કરવાનું પસંદ કરો.
    5. 'તમારા માટે' વિભાગ: તમારા દર્શકોની રુચિઓના આધારે તેઓને કન્ટેન્ટનો સુઝાવ આપવાનું પસંદ કરો.
    6. 'સમુદાયની લોકપ્રિય ક્લિપ' વિભાગ: તમારી ચૅનલના હોમ ટૅબમાં તમારા વીડિયોની લોકપ્રિય ક્લિપ બતાવવાનું પસંદ કરો.
  5. પબ્લિશ કરો પર ક્લિક કરો.

વિભાગમાં ફેરફાર કરો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કસ્ટમાઇઝેશન અને પછી લેઆઉટ પસંદ કરો.
  3. તમે ફેરફાર કરવા માગતા હો, તે વિભાગ પર લઈ જાઓ અને વિકલ્પો '' અને પછી ફેરફાર કરો વિભાગ કન્ટેન્ટ  પર ક્લિક કરો.
  4. ફેરફાર કરો વિભાગમાં, વિભાગનું કન્ટેન્ટ બદલો.
  5. પબ્લિશ કરો પર ક્લિક કરો.

તમારી ચૅનલ પર વિભાગોનો ક્રમ ફરીથી ગોઠવો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કસ્ટમાઇઝેશન અને પછી લેઆઉટ પસંદ કરો.
  3. તમે ખસેડવા માગતા હો તે વિભાગ પર ઊભા બાર પર ક્લિક કરો, પછી ફરીથી ક્રમ ગોઠવવા માટે ખેંચો અને છોડો.
  4. પબ્લિશ કરો પર ક્લિક કરો.

"તમારા માટે" વિભાગ

તમારી ચૅનલના હોમ ટૅબની મુલાકાત લેતી વખતે “તમારા માટે” વિભાગ તમારા ઑડિયન્સને અનુરૂપ અનુભવ આપે છે. વ્યક્તિગત દર્શકે શું જોયું છે, તેના આધારે આ વિભાગ મનગમતા બનાવેલા કન્ટેન્ટનું મિક્સ બતાવે છે. તમે પસંદ કરી શકો છો કે કયા પ્રકારનું કન્ટેન્ટ બતાવવા માગો છો તેમજ માત્ર છેલ્લા 12 મહિનામાં પોસ્ટ કરેલું કન્ટેન્ટ જ બતાવવાનું પણ પસંદ કરી શકો છો.

“તમારા માટે” વિભાગ મેનેજ કરવો

YouTube Studio

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી કસ્ટમાઇઝેશન અને પછી લેઆઉટ પસંદ કરો.
    • આ વિભાગ ઉમેરવા માટે, નીચે સ્ક્રોલ કરીને "વૈશિષ્ટિકૃત વિભાગો"ની બાજુમાં વિભાગ ઉમેરો અને પછી 'તમારા માટે પસંદ કરો' પર ક્લિક કરો.
    • આ વિભાગ કાઢી નાખવા માટે, 3-ડૉટ મેનૂ ''માંના "તમારા માટે" શેલ્ફ પર ક્લિક કરો અને કાઢી નાખો વિભાગને પસંદ કરો.

YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ  ખોલો.
  2. તમારા પ્રોફાઇલ ફોટા  અને પછી ચૅનલમાં ફેરફાર કરો  પર ટૅપ કરો.
  3. "તમારા માટે" વિભાગને ચાલુ કે બંધ કરો.

"તમારા માટે" વિભાગમાં ફેરફાર કરો

YouTube Studio

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી કસ્ટમાઇઝેશન  અને પછી લેઆઉટ પસંદ કરો.
  3. નીચે સ્ક્રોલ કરીને “તમારા દર્શકો માટેના સુઝાવો” પર જાઓ અને વધુ સેટિંગ પર ક્લિક કરો.
  4. કન્ટેન્ટના કયા પ્રકારો બતાવવા માગો છો તેમજ શું તમે માત્ર છેલ્લા 12 મહિનાની પોસ્ટ બતાવવા માગો છો કે નહીં, તે પસંદ કરો.
  5. થઈ ગયું પર ક્લિક કરો.
  6. પબ્લિશ કરો પર ક્લિક કરો.

YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ  ખોલો.
  2. તમારા પ્રોફાઇલ ફોટા  અને પછી ચૅનલમાં ફેરફાર કરો  પર ટૅપ કરો.
  3. "તમારા માટે" હેઠળ, વધુ સેટિંગ પર ટૅપ કરો.
  4. તમે બતાવવા માગતા હો, તે કન્ટેન્ટના પ્રકારો પસંદ કરો. તમે તમારું બધું કન્ટેન્ટ અથવા તો છેલ્લા 12 મહિનામાં પોસ્ટ કરેલું કન્ટેન્ટ બતાવવાનું પસંદ કરી શકો છો.
  5. સાચવો પર ટૅપ કરો.

"સમુદાયની લોકપ્રિય ક્લિપ" વિભાગ

તમે તમારા વીડિયોની લોકપ્રિય ક્લિપ તમારી ચૅનલના હોમ ટૅબ પર બતાવી શકો છો. આ ક્લિપ તમારા અથવા તમારા દર્શકો દ્વારા બનાવવામાં આવી હોઈ શકે છે. એકવાર તમારા હોમ ટૅબમાં ઉમેરવામાં આવે, પછી ક્લિપને સાર્વજનિક રીતે જોઈ શકાય છે અને લોકપ્રિયતા તથા તેને અપલોડ કરવાનો સમય કેટલો તાજેતરનો છે, એ મુજબ તેને ગોઠવવામાં આવે છે. "સમુદાયની લોકપ્રિય ક્લિપ" વિભાગને મેનેજ કરવાની રીત જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3072827586082137791
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false