તમે જુઓ છો તે વીડિયો પરની જાહેરાતો

તમે જુઓ છો તે YouTube વીડિયો કે Shorts પર ચાલતી જાહેરાતો, તમારી રુચિઓ અનુસાર બતાવવામાં આવે છે. આ તમારા Google જાહેરાત સેટિંગ, તમે જોયેલું કન્ટેન્ટ અને તમે સાઇન ઇન કર્યું છે કે નહીં, તેના પર આધારિત છે.

How to personalize the ads you see on YouTube and Google

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

જ્યારે તમે સાઇન ઇન કર્યું હોય, ત્યારે તમને કઈ જાહેરાતો બતાવવામાં આવે તે આ અનામી સિગ્નલ નિર્ધારિત કરી શકે છે:

  • તમે જોયેલા વીડિયોના પ્રકારો
  • તમારા ડિવાઇસ પરની ઍપ અને ઍપનો તમારો ઉપયોગ
  • તમે મુલાકાત લો છો તે વેબસાઇટ
  • તમારા મોબાઇલ ડિવાઇસ સાથે સંકળાયેલા અનામી ઓળખકર્તાઓ
  • Googleની જાહેરાતો કે જાહેરાત સેવાઓ સાથેની અગાઉની ક્રિયાપ્રતિક્રિયાઓ
  • તમારું ભૌગોલિક લોકેશન
  • ઉંમરની શ્રેણી
  • લિંગ
  • YouTube વીડિયો વિશે ક્રિયાપ્રતિક્રિયાઓ

આ જાહેરાતો તમે જોયેલા વીડિયોના કન્ટેન્ટ પર આધારિત છે, પછી ભલે તમે સાઇન ઇન કર્યું હોય કે નહીં.  

જાહેરાતો માટે પ્રાઇવસી સેટિંગ મેનેજ કરો

તમે તમારા Google એકાઉન્ટના જાહેરાત સેટિંગના આધારે જુઓ છો, તે જાહેરાતોને તમે નિયંત્રિત કરી શકો છો. તમે તમારો YouTube જોવાયાનો ઇતિહાસ જોઈ, ડિલીટ કે તેને થોભાવી પણ શકો છો.

જાહેરાતો બંધ કરો

જો તમે YouTube પર જાહેરાતો બંધ કરવા માગતા હો, તો કોઈ જાહેરાતમુક્ત અનુભવ માટે અમારી સશુલ્ક મેમ્બરશિપ અજમાવી જુઓ. 

કોઈ ચોક્કસ જાહેરાતની જાણ કર્યા વિના તેને જોવાનું બંધ કરવા માટે, જાહેરાત પર વધુ '' કે માહિતી અને પછી જાહેરાત બ્લૉક કરો   પસંદ કરો. મારી જાહેરાતોનું કેન્દ્રમાં તમને દેખાતી જાહેરાતો જો તમે કસ્ટમાઇઝ કરવાનું પસંદ કરો, માત્ર ત્યારે જ આ વિકલ્પ ઉપલબ્ધ રહે છે.

કોઈ જાહેરાતની જાણ કરવા વિશે

જો તમને નાપસંદ હોય તેવી કોઈ જાહેરાત દેખાય, તો તમારા જાહેરાત સેટિંગને મેનેજ કરવા માટે ઉપરોક્ત માહિતીનો ઉપયોગ કરો. જો તમને એવી કોઈ જાહેરાત દેખાય કે જે અયોગ્ય હોય અથવા તો Googleની જાહેરાતની પૉલિસીઓનું ઉલ્લંઘન કરતી હોય, તો તમે તેની જાણ કરી શકો છો. 

જાહેરાતની જાણ કરવા માટે, વધુ '' કે માહિતી અને પછી જાહેરાતની જાણ કરો   પસંદ કરો અથવા આ ફોર્મ ભરો અને સબમિટ કરો પસંદ કરો. અમારી ટીમ પછી તમારી જાહેરાતના રિપોર્ટનો રિવ્યૂ કરશે અને જો યોગ્ય લાગશે, તો રિપોર્ટ પર કાર્યવાહી કરશે. 

જાહેરાતો વિશે જાણ કરવાની સુવિધા માત્ર YouTube મોબાઇલ અને કમ્પ્યૂટર પર ઉપલબ્ધ છે.

લીડ ફોર્મ ભરો

જ્યારે તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું હોય અને તમે YouTube પર વીડિયો ઝુંબેશમાં કોઈ લીડ ફોર્મ ખોલો, ત્યારે અમુક ફીલ્ડ પહેલેથી ભરેલી હોય છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13353910475823890042
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false