YouTube વીડિયોમાં આવતી ભૂલોનું નિવારણ કરવું

જો તમને તમારો YouTube વીડિયો ચલાવવામાં સમસ્યા આવી રહી હોય, તમારી સમસ્યાના ઉકેલ માટે સમસ્યાનું નિવારણ કરવાના આ પગલાં અજમાવી જુઓ. સૌથી સામાન્ય ભૂલ મેસેજના કેટલાક ઉદાહરણ આ રહ્યાં:

  • કોઈ ભૂલ આવી છે.
  • પ્લેબૅક સંબંધિત ભૂલ. ફરીથી પ્રયાસ કરવા માટે ટૅપ કરો.
  • સર્વર સાથેનું કનેક્શન ગુમાવી દીધું છે
  • આ વીડિઓ અનુપલબ્ધ છે.
  • કંઈક ખોટું થયું. ફરીથી પ્રયાસ કરવા માટે ટૅપ કરો.
  • કૃપા કરીને તમારું નેટવર્ક કનેક્શન ચેક કરો (ફરી પ્રયાસ કરો).
  • આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

તમારા ઇન્ટરનેટની સ્પીડ ચેક કરો

  • તમારું ઇન્ટરનેટ કનેક્શન ફરી શરૂ કરો.
  • તમારું ઇન્ટરનેટ પસંદ કરેલા વીડિયો રિઝોલ્યુશનને સપોર્ટ આપે છે તેની ખાતરી કરવા માટે ઇન્ટરનેટ સ્પીડનું પરીક્ષણ ચલાવો. તમે તમારા અનુભવને બહેતર બનાવવા માટે તમારા વીડિયોની ક્વૉલિટી બદલી પણ શકો છો. નોંધ: એક જ નેટવર્ક પર એકથી વધુ ડિવાઇસનો ઉપયોગ કરવાથી તમારા ડિવાઇસની સ્પીડ ઓછી થઈ શકે છે.
  • YouTube વીડિયોનું રીઝોલ્યુશન અને વીડિયો ચલાવવા માટે જરૂરી સુઝાવ આપેલી સ્પીડ ચેક કરો. નીચે આપેલ કોષ્ટક દરેક વીડિયો ફોર્મેટ ચલાવવા માટે સુઝાવ કરેલી અંદાજિત સ્પીડ દર્શાવે છે.
 
વીડિયો રિઝોલ્યુશન સુઝાવ કરેલી શાશ્વત સ્પીડ
4K 20 Mbps
HD 1080p 5 Mbps
HD 720p 2.5 Mbps
SD 480p 1.1 Mbps
SD 360p 0.7 Mbps
 
  • જો તમને તમારા વીડિયો કેવી રીતે પ્લેબૅક કરવામાં આવે છે તેના વિશેની વધુ માહિતી જોવામાં રુચિ હોય, તો અભ્યાસુ માટેનાં આંકડા ચેક કરો.
તમે YouTubeમાં સાઇન ઇન કરેલું હોવાનું ચેક કરો

ખાતરી કરો કે તમે YouTubeમાં સાઇન ઇન કર્યુ છે.

YouTube સમુદાયને સુરક્ષિત રાખવા માટે, સાઇન આઉટ કરેલા વપરાશકર્તાઓ જ્યારે ઑફલાઇન ઉપયોગ માટે સામગ્રી ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરે ત્યારે અમે કદાચ તેઓને YouTube વીડિયો ઍક્સેસ કરવાથી રોકી શકીએ છીએ.

જો તમે તમારા શૈક્ષણિક સંશોધન માટે YouTube ડેટા ઍક્સેસ કરવાનો પ્રયાસ કરનારા સંશોધક છો, તો તમે YouTubeના સંશોધક પ્રોગ્રામમાં અરજી કરી શકો છો. તમે પ્રક્રિયા અને ઉપલબ્ધ ડેટા વિશે અહીં વધુ જાણી શકો છો.

YouTube ઍપ ફરી શરૂ કરો અથવા તમારા ડિવાઇસને રીબૂટ કરો

YouTube ઍપ બંધ કરીને અથવા તમારા ડિવાઇસને રીબૂટ કરીને પ્રયાસ કરો. તમે YouTube ઍપને અનઇન્સ્ટૉલ કરીને ફરી ઇન્સ્ટૉલ પણ કરી શકો છો. 

તમારું બ્રાઉઝર અપડેટ કરો અને તમારા એક્સ્ટેન્શન ચેક કરો

તમારું બ્રાઉઝર અપડેટ કરવાનો પ્રયાસ કરો અથવા તમારા બ્રાઉઝરની કૅશ મેમરી અને કુકી સાફ કરો. તમે એ પણ ચેક કરી શકો છો કે તમારા કોઈપણ બ્રાઉઝર એક્સ્ટેન્શન જે જાહેરાતોને બ્લૉક કરે છે, તે વીડિયો પ્લેબૅકને અસર કરે છે કે નહીં. બીજા વિકલ્પ તરીકે, બધા એક્સ્ટેન્શનને બંધ કરીને YouTubeને છૂપી વિન્ડોમાં ખોલવાનો પ્રયાસ કરો અને સમસ્યા ચાલુ રહે છે કે કેમ તે ચેક કરો.

YouTube ઍપ અપડેટ કરો

YouTube ઍપના સૌથી નવા ઉપલબ્ધ વર્ઝન પર અપડેટ કરવાનો પ્રયાસ કરો. તમે તમારા ડિવાઇસના ફર્મવેયર/સિસ્ટમ સૉફ્ટવેરને અપડેટ કરવાનો પ્રયાસ પણ કરી શકો છો.

તમારો ડેટા વપરાશ ચેક કરો 

તમે YouTube માટે ડેટા વપરાશ ચાલુ કરેલો છે તેની ખાતરી કરો:

  1. ડિવાઇસનાં સેટિંગ પર જાઓ.
  2. સેલ્યુલર પર ટૅપ કરો.
  3. "સેલ્યુલર ડેટા" વિભાગ હેઠળ, YouTube પર જાઓ.
  4. YouTubeની બાજુમાં આપેલા બટન પર ટૅપ કરો, જેથી તે ચાલુ થાય.

અન્ય પ્રકારની ભૂલો 

વીડિયો પ્લેયરમાં લીલા અથવા કાળા રંગની સ્ક્રીન

જો તમે YouTube વીડિયોનો ઑડિયો સાંભળી શકો છો, પરંતુ વીડિયો પ્લેયરનો રંગ લીલો અથવા કાળો છે, તો આ પ્રયાસ કરી જુઓ:

જો તે કામ ન કરે, તો આ સમસ્યા નિવારણની ટિપ અજમાવો.

ઑડિયોની સમસ્યાઓ

જો તમને YouTube વીડિયોમાંથી ઑડિયો સાંભળી શકતા ન હોય, તો આ પ્રયાસ કરી જુઓ:

  • તમારા બ્રાઉઝર અથવા ડિવાઇસ માટે સાઉન્ડ અથવા વૉલ્યૂમ ચાલુ કરેલું હોવાની ખાતરી કરો.
  • તમારા ડિવાઇસના સાઉન્ડ સેટિંગને ચેક કરો.
  • તમારા બ્રાઉઝર અથવા ડિવાઇસને ફરી શરૂ કરો.

વય-મર્યાદાવાળું કન્ટેન્ટ

કેટલીક વખત કન્ટેન્ટ અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતું નથી, પણ તે 18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે યોગ્ય હોઈ શકે નહીં. આવા કેસમાં, વીડિયો પર અમે કોઈ ઉંમર પ્રતિબંધ લગાવી શકીએ છીએ. નોંધ: કોઈ વીડિયોમાં પ્રતિબંધિત મોડ પણ ચાલુ હોઈ શકે છે.

વીડિયો ડાઉનલોડ કરવામાં આવતી સમસ્યાઓ

જો તમે YouTube Premium ધરાવતા ન હોય અથવા તમારા માટે વીડિયો ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ ન હોય, તો તમે વીડિયો ડાઉનલોડ કરી શકશો નહીં. જો તમે વીડિયો ડાઉનલોડ કરી શકો છો, પણ જો તમને સમસ્યાઓ આવી રહી હોય, તો ડાઉનલોડ કરવા સંબંધિત સમસ્યાનું નિવારણ કરવાની આ ટિપ અજમાવી જુઓ.

એકાઉન્ટમાં ભૂલ સંબંધિત સમસ્યાઓ

જો તમને તમારા એકાઉન્ટમાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો સમસ્યા નિવારણ માટેના આ લેખ અજમાવી જુઓ.

YouTubeની સશુલ્ક પ્રોડક્ટમાં સમસ્યાઓ

જો ઉપર આપેલા પગલાં કામ ન કરે અને તમે:

  • YouTube પર મૂવી અને ટીવી શો ખરીદેલ હોય અથવા
  • તમે YouTube Music, YouTube Premium અથવા YouTube TVનાં સક્રિય સશુલ્ક સભ્ય હો
તમે ખરીદીઓ અથવા મેમ્બરશિપમાં સપોર્ટ માટે અમારો સંપર્ક કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17883786069131975053
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false