Xbox 360 પર YouTube જુઓ

તમારા મનપસંદ YouTube વીડિયો અને સબ્સ્ક્રિપ્શન ને Xbox 360 પર આવેલી YouTube એપ્લિકેશન સાથે સરળતાથી શોધો.

તમે તમારા ફોન, ટૅબ્લેટ અથવા કમ્પ્યૂટર વડે Xbox 360 પર YouTubeને પણ નિયંત્રિત કરી શકો છો.

YouTube ઍપ્લિકેશન ડાઉનલોડ કરો

શરૂઆત કરવા YouTube ઍપ ડાઉનલોડ કરો.
YouTubeમાંથી સાઇન ઇન અથવા આઉટ કરો

જ્યારે YouTube ઍપ્લિકેશન પહેલી વખત ખુલે છે, ત્યારે તમારે તમારા Xbox Live એકાઉન્ટ સાથે સાઇન ઇન કરવાની જરૂર પડશે. સાઇન ઇન કરવા માટે A દબાવો. એકવાર તમે તમારા Xbox Live એકાઉન્ટમાં સાઇન ઇન કરી લો, પછી તમે YouTube ઍપ્લિકેશન સાઇન ઇન કરી શકો છો. અહીં તે કેવી રીતે કરવું તે સમજાવેલું છે:

તમારા Xbox 360 પર:

  1. YouTube ઍપ્લિકેશન ખોલો. 
  2. ડાબી બાજુએ આવેલી માર્ગદર્શિકા ખોલો અને સાઇન ઇન પસંદ કરો.

કમ્પ્યૂટર, ટૅબ્લેટ અથવા ફોન પર:

  1. ત્યાં www.youtube.com/activateપર જાઓ.
  2. જો એવું પૂછવામાં આવે, તો તમે કયા એકાઉન્ટમાં સાઇન ઇન કરવા માંગો છો તેને પસંદ કરો.
  3. Xbox 360 પર બતાવેલો સક્રિયકરણનો કોડ દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
  4. આગલી સ્ક્રીન પર, પસંદ કરો સ્વીકારોને પસંદ કરો.

તમારા Xbox 360 માંથીતમારા એકાઉન્ટને કેવી રીતે અનલિંક કરવું તે જાણો .

વિવિધ વીડિયો જુઓ અને શોધો

વીડિયો શોધો

YouTubeના મુખ્ય મેનૂ પર, વીડિયો શોધવા માટે Y દબાવો. શોધ કરતી વખતે, સ્પેસ ઉમેરવા માટે Y અને અક્ષરને કાઢી નાખવા માટે X દબાવો.
  • શોધ સંબંધિત સૂચન: તમને તમારી શોધમાં દાખલ થવાની સાથે જ, શોધ બૉક્સની નીચે સૂચનો દેખાશે. જ્યાં સુધી ઇચ્છિત શોધ હાઇલાઇટ ન થાય ત્યાં સુધી કીબોર્ડમાંથી, તમે ડી-પેડ અથવા ડાબી સ્ટિક પર દબાવી શકો છો. પછી, શોધવા માટે A દબાવો. 
  • વીડિયો બ્રાઉઝ કરો: શોધ કરતા જવાની સાથે, સંબંધિત વીડિયો સ્ક્રીનના તળિયે દેખાશે. વીડિયોના પરિણામો બ્રાઉઝ કરવા માટે, ડી-પેડ અથવા ડાબી સ્ટિક પર ડાબી અથવા જમણી બાજુએ દબાવો.
  • તમારી શોધમાં ફેરફાર કરો: તમારા શોધના શબ્દોને સંશોધિત કરવા માટે, શોધ બોક્સ પર પાછા આવવા માટે ડી-પેડ/ડાબી બાજુની સ્ટીક પર દબાવો.

વીડિયો નિયંત્રણો

જ્યારે વીડિયો ચાલી રહ્યો હોય, ત્યારે તમારા પ્લેયરના નિયંત્રણોને પ્રદર્શિત કરવા માટે Aદબાવો, જે તમને નીચેની બાબતો કરવાની મંજૂરી આપે છે:
  • રીવાઇન્ડ  - 10 સેકન્ડ પાછળ ખસેડો.
  • થોભાવો / પ્લે કરો  - વીડિયો થોભાવો અથવા પ્લેબૅકને ફરી શરૂ કરો.
  • ફાસ્ટ ફોર્વર્ડ કરો  - 10 સેકન્ડ આગળ વધો.
  • ઉપશીર્ષક  - જો વીડિયોમાં ઉપશીર્ષક ચાલુ હોય, તો આ સુવિધા ચાલુ કરવા માટે Aદબાવો . જો CC આઇકન નિષ્ક્રિય છે, તો ઉપશીર્ષક ઉપલબ્ધ નથી.
  • પાછળ જાઓ: પ્લેલિસ્ટમાં છોડીને પાછળના વીડિયો પર પરત ફરો.
  • આગળ વધો: પ્લેલિસ્ટમાં છોડીને આગળના વીડિયો પર જાઓ.
  • વધારાની સુવિધાઓને વધુ ક્રિયાઓપસંદ કરીને શોધી શકાય છે:
    • ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો.
    • વીડિયો પસંદ/નાપસંદ કરો.
    • એ વીડિયોની અયોગ્ય તરીકે જાણ કરો.
    • વીડિયો માટે શોધો.
Xbox ભૂલનો મેસેજ

જો તમે ભૂલનો મેસેજ જુઓ છો કે "YouTube હમણાં ઉપલબ્ધ નથી", તો તેનું કારણ એ હોઈ શકે છે કે તમારું ઇન્ટરનેટ કનેક્શન ધીમું છે.

સમસ્યાને ઠીક કરવામાં મદદ કરવા માટે અમારા સમસ્યા નિવારણ કરવા માટેના દિશાનિર્દેશોને અનુસરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1668008317446630592
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false