PlayStation પર YouTube જુઓ

હવે તમે PlayStation પર YouTube વીડિયો જોઈ શકો છો. YouTube ઍપમાં તમે તમારી સબ્સ્ક્રાઇબ કરેલી ચૅનલો જોઈ શકો છો અને YouTube ઍપમાં કન્ટેન્ટ શોધી શકો છો. તમારા ફોન, ટૅબ્લેટ અથવા કમ્પ્યૂટર નો રિમોટ તરીકે કેવી રીતે ઉપયોગ કરવો તે જાણો.

YouTube ઍપ ડાઉનલોડ કરો

શરૂ કરવા માટે YouTube ઍપ ડાઉનલોડ કરો.

તમારા Google એકાઉન્ટ સાથે તમારૂં PlayStation એકાઉન્ટ લિંક કરો

તમે તમારા કન્સોલમાંથી YouTube પર ગેમપ્લેનું બ્રોડકાસ્ટ કરવા માટે અને શેર કરવા માટે તમારા Google અને PlayStation એકાઉન્ટને લિંક કરી શકો છો.

તમારા PlayStation પર તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કેવી રીતે કરવું તે જાણો. જો તમારી પાસે હવે ડિવાઇસનો ઍક્સેસ નથી, તો તમે એકાઉન્ટ સ્વિચ કરી શકો છો અથવા સાઇન આઉટ પણ કરી શકો છો.

નોંધ: તમારા Google એકાઉન્ટ સાથે તમારૂં PlayStation એકાઉન્ટ લિંક કરવાથી તમે YouTube માં સાઇન ઇન થશો નહીં. તમારે હજુ પણ YouTube ઍપમાં સાઇન ઇન કરવું પડશે.
વીડિયો નિયંત્રણો
એકવાર તમે ચલાવવા માટે વીડિયો પસંદ કરી લો, પછી એક પ્લેયરનું કન્ટ્રોલ બાર ખુલશે જે તમને નીચેની ક્રિયાઓ કરવા માટે પરવાનગી આપે છે:
  • થોભાવો/ફરી શરૂ કરો : વીડિયોને થોભાવવા માટે અથવા ફરી શરૂ કરવા માટે ફોકસમાં વિડિયો પ્રોગ્રેસ બાર સાથે તમારા રિમોટ પર X દબાવો.
  • ફાસ્ટ ફોરવર્ડ : વીડિયોને જલ્દીથી આગળ વધારવા માટે, વીડિયોના પ્રોગ્રેસ બારને પસંદ કરી, કન્ટ્રોલરના જમણી બાજુના બટનને દબાવો.
  • રીવાઇન્ડ : વીડિયોમાં પાછળ જવા માટે, વીડિયોના પ્રોગ્રેસ બારને પસંદ કરી, કન્ટ્રોલરના ડાબી બાજુના બટનને દબાવો.
  • ઉપશીર્ષક : જો વીડિયોમાં કૅપ્શન છે, તો વીડિયોના ઉપશીર્ષકને ચાલુ અને બંધ કરવા માટે તેમજ કૅપ્શનના ડિસ્પ્લે સેટિંગ બદલવા માટે પસંદ કરો.
  • અયોગ્ય કન્ટેન્ટની જાણ કરો : અનુચિત કન્ટેન્ટ ધરાવતા વીડિયોની જાણ કરો

વીડિયો ચલાવતી વખતે, તમે વધુ ક્રિયાઓપસંદ કરીને વધુ વિકલ્પો શોધી શકો છો. ત્યાં તમને આ મળશે:

  • ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.
  • વીડિયોને રેટ કરો.
  • સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરનાર વીડિયોની જાણ કરો.
નોંધ: વીડિયોને 60 ફ્રેમ પ્રતિ સેકન્ડની ગતિથી 4K ક્વૉલિટી સુધી ચલાવી શકાય છે.

વીડિયો માટે શોધો

તમે વૉઇસ શોધનો ઉપયોગ કરીને YouTube ઍપમાં વીડિયો શોધી શકો છો. તે કેવી રીતે એ અહીં સમજાવેલું છે:

  1. તમારા DualShock® કન્ટ્રોલર સાથે માઇકને કનેક્ટ કરો (અથવા બિલ્ટ-ઇન માઇક સાથે PlayStation® કૅમેરાને કનેક્ટ કરો).
  2. YouTube ઍપ ખોલો અને Search પેજ પર જાઓ.
  3. માઇકને પસંદ કરવા માટે ઑન-સ્ક્રીન કીબોર્ડની ડાબી બાજુએ (અથવા શૉર્ટકટ માટે, L2 દબાવો તમારા કન્ટ્રોલર પર).
  4. માઇકમાં બોલીને તમારે જે શોધવું છે તે કહો.
  5. તમારા પરિણામો પૉપ-અપ થશે.

360 વીડિયો જુઓ

તમે તમારા PlayStation 4 અથવા 5 પર 360 ડિગ્રી વ્યૂવાળો વીડિયો જોઈ શકો છો. 360 વીડિયો જોતી વખતે, જોડાયેલા કન્ટ્રોલર પરની ડાબી અને જમણી જૉયસ્ટિકનો વીડિયોની આસપાસ પૅન કરવા માટે ઉપયોગ થઈ શકે છે.

તમારા PlayStation સાથે બીજા ડિવાઇસને જોડો

તમે તમારા ફોન, ટૅબ્લેટ અથવા કમ્પ્યૂટરનો રિમોટ કન્ટ્રોલ તરીકે ઉપયોગ કરી શકો છો. YouTube વેબસાઇટ અથવા મોબાઇલ ઍપ દ્વારા તમારા PlayStation સાથે લિંકકેવી રીતે થવું તે જાણો .

વીડિયો અપલોડ કરો

તમે તમારા PlayStation પર શેર કરો બટનનો ઉપયોગ કરીને સીધા જ YouTube પર ગેમપ્લે વીડિયો અપલોડ કરી શકો છો. તે કેવી રીતે એ અહીં સમજાવેલું છે:

  1. તમારા PS4 કન્ટ્રોલર પર શેર કરો બટન દબાવો અને પસંદ કરો વીડિયો ક્લિપ અપલોડ કરોને પસંદ કરો.
  2. તમે અપલોડ કરવા માંગતા હો તે ક્લિપ પસંદ કરો અને YouTubeપસંદ કરો.
  3. શરૂઆતના અથવા છેલ્લા પૉઇન્ટને ટ્રિમ કરીને, કોઈ શીર્ષક, વર્ણન અને ટૅગ ઉમેરો.
  4. પ્રાઇવસી સેટિંગની ખાતરી કરો અને સાથે જ તમે સાચી ચૅનલ પર ક્લિપ અપલોડ કરી રહ્યાં છો તે ચેક કરો.
  5. શેર કરો પસંદ કરો.

હવે તમારી ક્લિપ અપલોડ થવાનું શરૂ થશે. તમે તમારા PS4 અથવા PS5ના નોટિફિકેશન પેજની મુલાકાત લઈને તમારી ક્લિપનું અપલોડ સ્ટેટસ જોઈ શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2417458492609630409
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false