YouTube ઑપરેશંસ ગાઇડ

એક અસેટ બનાવો

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

અસેટ શું છે?

YouTubeમાં અધિકારોના મેનેજમેન્ટ માટેની સિસ્ટમ, અસેટ એક બૌદ્ધિક સંપદાના ભાગ વિશેની માહિતીનો સંગ્રહ છે. કૉપિરાઇટ માલિકો YouTube સ્ટુડિયોના કન્ટેન્ટ મેનેજરમાં અસેટ બનાવે છે જેથી તેઓ YouTube પર તેમની કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટને મેનેજ કરી શકે.

અસેટ YouTube વીડિયો નથી. જ્યારે અસેટ પર દાવો થયો હોય ત્યારે તે YouTube વીડિયો સાથે લિંક થાય છે. કૉપિરાઇટના માલિકો દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયો પર દાવો થઈ શકે છે અથવા જ્યારે અન્ય વપરાશકર્તાના વીડિયોમાં એવું કન્ટેન્ટ શામેલ હોય જે કૉપિરાઇટના માલિકના અસેટ સાથે મેળ ખાતું હોય તો ત્યારે તેના વીડિયો પર દાવો થઈ શકે છે.

અસેટના ભાગો

કોઈ અસેટ આમાંથી બનેલું હોય છે:

  • રેફરન્સ ફાઇલ: કોઈ મ્યુઝિક વીડિયો જેવું વાસ્તવિક કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ.
  • Metadata: કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ વિશે માહિતી, જેમ કે તેનું શીર્ષક.
  • માલિકી સંબંધિત માહિતી: તમારી પાસે ક્યાં કન્ટેન્ટના અધિકારો છે અને તમે કેટલા કન્ટેન્ટના માલિક છો.
  • પૉલિસીઓ: એવી સૂચનાઓ જે YouTube ને એમ જણાવે છે કે જ્યારે તમારી કન્ટેન્ટ સાથે મેળ જોવા મળે ત્યારે શું કરવું.

એક અસેટ બનાવો

એક અસેટ બનાવવું આવશ્યક છે જેથી અમારા અધિકારોના મેનેજમેન્ટ સંબંધિત યોગ્ય ટૂલ તમારા કન્ટેન્ટ સાથે મેળ શોધી શકે અને તેના પર કાર્ય કરી શકે. અસેટ બનાવવાની કેટલીક રીત છે:

અસેટના પ્રકારો

જ્યારે તમે કોઈ અસેટ બનાવો છો, ત્યારે તમને એ અસેટનો પ્રકાર પસંદ કરવાનું કહેવામાં આવે છે. અસેટના વિવિધ પ્રકારો આ પ્રમાણે છે:

અસેટનો પ્રકાર વર્ણન ઉદાહરણ મેટાડેટા
સાઉન્ડ રેકોર્ડિંગ એક ઑડિયો રેકોર્ડિંગ.
  • ISRC
  • કલાકાર
  • આલ્બમનું શીર્ષક
કમ્પોઝિશન શેર કોઈ સંગીતની રચનાની માલિકીનો હિસ્સો.
  • ISWC
  • લેખકો
મ્યુઝિક વીડિયો ઑડિયોવિઝ્યુઅલ મ્યુઝિક કન્ટેન્ટ, સામાન્ય રીતે મ્યુઝિક લેબલ દ્વારા પ્રદાન કરવામાં આવે છે.
  • વીડિયો ISRC
  • ગીતનું શીર્ષક
  • કલાકારો
આર્ટ ટ્રૅક સાઉન્ડ રેકોર્ડિંગ અને સ્થિર છબી ધરાવતો વીડિયો. આર્ટ ટ્રેકનો ઉપયોગ એવા ગીતો માટે થાય છે કે જેમાં પ્રીમિયમ મ્યુઝિક વીડિયો નથી.
  • ગીત ISRC
  • ગીતનું શીર્ષક
  • કલાકારો
મૂવી એક ફીચર ફિલ્મ.
  • ISAN
  • EIDR
  • નિર્દેશકો
ટીવી એપિસોડ એક ટેલિવિઝન શોમાંથી એપિસોડ.
  • સીઝન નંબર
  • એપિસોડ નંબર
વેબ કોઈપણ અન્ય પ્રકારનું એવું વીડિયો કન્ટેન્ટ કે જેને અસેટના અન્ય પ્રકારો દ્વારા આવરી લેવામાં આવતું નથી.
  • શીર્ષક
  • વર્ણન

અસેટનો પ્રકાર શા માટે મહત્વપૂર્ણ છે?

અમુક કારણોસર યોગ્ય અસેટનો પ્રકાર પસંદ કરવો મહત્વપૂર્ણ છે:

  • અસેટના વિવિધ પ્રકારોમાં મેટાડેટા સંબંધિત અલગ વિકલ્પો હોય છે
  • અસેટનો પ્રકાર સરળતાથી બદલી શકાતો નથી
  • YouTube સાથેના તમારા કરારના આધારે, અસેટનો પ્રકાર એ નક્કી કરી શકે છે કે તમે દાવો કરાયેલ વીડિયો દ્વારા કમાણી કરી શકો છો કે નહીં

જો તમને એ ખાતરી ન હોય કે કયા પ્રકારનો ઉપયોગ કરવો, તો મદદ મેળવવા માટે તમારા પાર્ટનર મેનેજર અથવા YouTube સપોર્ટનો સંપર્ક કરો. તમે અસેટ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓપણ તપાસી શકો છો.

સંયુક્ત અસેટ

ઘણીવાર ગીત અથવા મ્યુઝિક વીડિયોની રચનામાં વિવિધ લેખકો, કલાકારો અને કંપનીઓ શામેલ હોય છે. તેમની શેર કરેલી માલિકીનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરવા માટે, કેટલીક સંગીત અસેટને અન્ય સાથે શામેલ કરી શકાય છે.

 

સંગીતની રચનાના શેરના અસેટ   ધ્વનિ રેકોર્ડિંગ અસેટ   મ્યુઝિક વીડિયો અસેટ

સંગીતની રચનાના શેરના અસેટ ગીતકારના અધિકારોનું પ્રતિનિધિત્વ કરે છે.

એક અથવા વધુ સંગીતની રચનાના શેરના અસેટને ધ્વનિ રેકોર્ડિંગ અસેટમાં શામેલ કરી શકાય છે.

 

ધ્વનિ રેકોર્ડિંગ અસેટ ગીતના નિર્માતા અને કલાકારના અધિકારોનું પ્રતિનિધિત્વ કરે છે.

એક ધ્વનિ રેકોર્ડિંગ અસેટને મ્યુઝિક વીડિયો અસેટ સાથે શામેલ કરી શકાય છે.

  મ્યુઝિક વીડિયો અસેટ એ મ્યુઝિક વીડિયોના નિર્માતાના અધિકારોનું પ્રતિનિધિત્વ કરે છે.

 

એક સાઉન્ડ રેકોર્ડિંગ કે જે ઘણા વિવિધ માલિકો ધરાવતું હોય તેના માટે સંપૂર્ણ માલિકી સંબંધિત માહિતી રજૂ કરવા માટે સાઉન્ડ રેકોર્ડિંગ શેરનો પણ ઉપયોગ કરી શકે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11868809922636646206
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false