કન્ટેન્ટ ચકાસણી ટૂલનો ઉપયોગ કરવો

નોંધ: તમે કન્ટેન્ટ ચકાસણી માટેના પ્રોગ્રામ (CVP)નું એકાઉન્ટ હજુ ધરાવતા ન હો, તમે આ ફોર્મ ભરીને તમારી યોગ્યતા ચેક કરી શકો છો.

કન્ટેન્ટ ચકાસણી માટેનું ટૂલ YouTube Studioના કન્ટેન્ટ મેનેજરમાં મળશે. તે ઍક્સેસ કરવા માટે તમે તમારા કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટમાં સાઇન ઇન થયેલા હોવાની ખાતરી કરો.

આ ટૂલ થકી તમે એન્ટરપ્રાઇઝ વેબફોર્મનો ઉપયોગ કરી શકો છો, જે કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતીઓ માટેના અમારા વેબફોર્મ જેવું જ છે, પરંતુ તેમાં તમે અધિકાર ધરાવતા હો તેવા કન્ટેન્ટ બાબતે સાર્વજનિક YouTube વીડિયો શોધવાની સુવિધાનો સમાવેશ થાય છે. તમને તમારા કન્ટેન્ટ સાથે મેળ ખાતા વીડિયો મળે, તો તમે સીધું જ એન્ટરપ્રાઇઝ ફોર્મમાંથી કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી શકો છો.

તમારા કન્ટેન્ટ સાથે મેળ ખાતા વીડિયો શોધો

કન્ટેન્ટ ચકાસણી માટેના ટૂલનો ઉપયોગ કરીને તમારા કન્ટેન્ટ સાથે મેળ ખાતા વીડિયો શોધવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, મેન્યુઅલ દાવો કરવો પસંદ કરો.
  3. ફિલ્ટર બારમાં , કીવર્ડ, વીડિયો ID દાખલ કરો અથવા ફિલ્ટર અને પછી લાગુ કરો પસંદ કરો.
    • તમારી શોધમાંથી કીવર્ડને બાકાત રાખવા માટે માઇનસ સિમ્બોલ "-" નો ઉપયોગ કરો.
    • કોઈ ચોક્કસ અપલોડકર્તાના વીડિયો શોધવા માટે તમે @વપરાશકર્તાનું નામ અથવા ચૅનલ ID દાખલ કરીને પણ શોધી શકો છો.
    • તમે આ ફિલ્ટરમાંથી પસંદ કરી શકો છો:
      • વ્હાઇટલિસ્ટેડ (વીડિયો તમારા વ્હાઇટલિસ્ટમાં હોય/ન હોય)
      • ચૅનલ ID
      • દાવાનું સ્ટેટસ (તમે અથવા અન્ય કોઈએ તેના પર દાવો કર્યો હોય/ન કર્યો હોય)
      • લાઇવસ્ટ્રીમ (વીડિયો લાઇવસ્ટ્રીમ હોય/ન હોય)
      • પબ્લિશ કર્યાની તારીખ
      • રિવ્યૂ કરેલ (દાવાનો રિવ્યૂ કરવામાં આવ્યો છે કે કેમ)
      • વીડિયોની લંબાઈ (<4 મિનિટ, 4-20 મિનિટ અથવા >20 મિનિટ)
  4. (વૈકલ્પિક) શોધ પરિણામોની સૂચિમાં પરિણામોને સુસંગતતા, પબ્લિશ થયા તારીખ અથવા કુલ વ્યૂના આધારે સૉર્ટ કરવા માટે તમે આ અનુસાર સૉર્ટ કરો પર ક્લિક કરી શકો છો.
ટિપ: એક પેજ પર વધુ પરિણામો જોવા માટે પેજ દીઠ પંક્તિઓની બાજુમાં આપેલા નંબર પર ક્લિક કરો જ્યાં તમે 30 (ડિફૉલ્ટ)ને બદલે 10, 50 કે 100 રાખી શકો છો.
કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતીઓ સબમિટ કરો

કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતીમાં જરૂરી વ્યક્તિગત માહિતી કઈ છે તેની તમને સમજ હોય તેની સબમિટ કરતા પહેલાં ખાતરી કરી લો.

કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતીમાં જરૂરી વ્યક્તિગત માહિતી કઈ છે તેની તમને સમજ હોય તેની સબમિટ કરતા પહેલાં ખાતરી કરી લો.

કાઢી નાખવાની વિનંતી સબમિટ કરો

એક વીડિયો માટે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરવા માટે:

  1. મેન્યુઅલ દાવો કરવો પેજ પર વીડિયોની પંક્તિને મોટી કરવા તેના પર ક્લિક કરો.
  2. પંક્તિની ટોચ પર દૂર કરવું ટૅબ પર ક્લિક કરો.
  3. અસેટ પસંદ કરો પર ક્લિક કરો.
  4. ટોચ પરના ટૅબનો ઉપયોગ કરીને, તમે પ્રવર્તમાન અસેટ પસંદ કરવા માટે અસેટ પસંદ કરો પસંદ કરી શકો અથવા નવી અસેટ બનાવવા માટે અસેટ બનાવો પસંદ કરી શકો. અસેટ બનાવવાની રીત જાણો.
  5. તમે પ્રવર્તમાન અસેટ પસંદ કરી રહ્યા હો તો પસંદ કરો પર ક્લિક કરો. તમે નવી અસેટ બનાવી રહ્યા હો તો બનાવો પર ક્લિક કરો.
  6. સહી બૉક્સમાં, તમારું નામ અને અટક (કંપનીનું નામ નહીં) દાખલ કરો.
  7. સ્વીકૃતિ હેઠળ નિવેદન વાંચો, પછી નિવેદનને સ્વીકારવા માટે ચેકબૉક્સ પર ક્લિક કરો.
  8. દૂર કરવું પર ક્લિક કરો.

એકથી વધુ કાઢી નાખવાની વિનંતીઓ સબમિટ કરવી

તમે બલ્કમાં કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતીઓ સબમિટ કરી શકો. એક અસેટ સાથે સંકળાયેલા એક કરતાં વધુ વીડિયોને કાઢી નાખવાની વિનંતી કરવા માટે:

  1. મેન્યુઅલ દાવો કરવો પેજ પર, તમે જે વીડિયોને કાઢી નાખવાની વિનંતી સબમિટ કરવા માંગો છો તેની બાજુના ચેકબૉક્સને ક્લિક કરો.
    • તમે એક સાથે વધુમાં વધુ 100 વીડિયો પસંદ કરી શકો છો. આમ કરવા માટે, પેજની નીચે, ખાતરી કરો કે પેજ દીઠ પંક્તિઓ 100 પર સેટ હોય, પછી શોધ પરિણામની ઉપરના ચેકબૉક્સ પર ક્લિક કરો.
  2. પેજમાં સૌથી ઉપર દૂર કરવું પર ક્લિક કરો.
  3. અસેટ પસંદ કરો પર ક્લિક કરો.
  4. ટોચ પરના ટૅબનો ઉપયોગ કરીને, તમે પ્રવર્તમાન અસેટ પસંદ કરવા માટે અસેટ પસંદ કરો પસંદ કરી શકો અથવા નવી અસેટ બનાવવા માટે અસેટ બનાવો પસંદ કરી શકો. અસેટ બનાવવાની રીત જાણો.
  5. તમે પ્રવર્તમાન અસેટ પસંદ કરી રહ્યા હો તો પસંદ કરો પર ક્લિક કરો. તમે નવી અસેટ બનાવી રહ્યા હો તો બનાવો પર ક્લિક કરો.
  6. સહી બૉક્સમાં, તમારું નામ અને અટક (કંપનીનું નામ નહીં) દાખલ કરો.
  7. સ્વીકૃતિ હેઠળ નિવેદન વાંચો, પછી નિવેદનને સ્વીકારવા માટે ચેકબૉક્સ પર ક્લિક કરો.
  8. સબમિટ કરો પર ક્લિક કરો.
કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતીઓ પાછી ખેંચવી કે રદ કરવી

કાઢી નાખવાની વિનંતીનું નિરાકરણ આવી ગયું હોય અને તેના પરિણામે કન્ટેન્ટ કાઢી નાખવામાં આવ્યું હોય, તો તે પાછી ખેંચી શકાય છે. જો કાઢી નાખવાની વિનંતીનું હજુ સુધી નિરાકરણ ન આવ્યું હોય (ઉદાહરણ તરીકે, દૂર કરવું વિલંબિત અને દૂર કરવું રિવ્યૂ હેઠળ), તો તેને રદ કરી શકાય છે.

કન્ટેન્ટ ચકાસણીના ટૂલનો ઉપયોગ કરીને સબમિટ કરેલી કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી પાછી ખેંચવા અથવા રદ કરવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, દાવો કરાયેલા વીડિયો પસંદ કરો.
  3. તમારી ઑરિજિનલ કાઢી નાખવાની વિનંતીમાંથી વીડિયો શોધો.
    • વીડિયોને વધુ ઝડપથી શોધવા માટે, ફિલ્ટર બાર પર  અને પછી દાવાનું સ્ટેટસ અને પછી દૂર કરવું, દૂર કરવું વિલંબિત, અથવા દૂર કરવું રિવ્યૂ હેઠળ ક્લિક કરો.
  4. વીડિયોના શિર્ષક પર ક્લિક કરો.
  5. વીડિયો પરના દાવાના વિભાગમાં દૂર કરવું, દૂર કરવું વિલંબિત, અથવા દૂર કરવું રિવ્યૂ હેઠળની બાજુમાં વિગતો પર ક્લિક કરો.
  6. જેનું હજુ સુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી (દૂર કરવું વિલંબિત અને દૂર કરવું રિવ્યૂ હેઠળ) તેવી દૂર કરવાની વિનંતી માટે 1 વાર દૂર કરવાનું રદ કરો પર ક્લિક કરો. નિરાકરણ આવી ગયું હોય તેવી દૂર કરવાની વિનંતીઓ માટે દૂર કરવાની 1 વિનંતી પાછી ખેંચી લો પર ક્લિક કરો.
 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16104211262131758495
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false