મોબાઇલ બ્રાઉઝર પર YouTubeનો ઉપયોગ કરો

તમે તમારા ફોન પર YouTube for Mobile અથવા ડેસ્કટૉપ મોડનો ઉપયોગ કરી શકો છો.

સાઇન ઇન કરો

YouTubeમાંથી સૌથી વધુ લાભ મેળવવા માટે, તમારા મનપસંદ વીડિયો, પ્લેલિસ્ટ અને વધુ જોવા માટે સાઇન ઇન કરો.

સાઇન ઇન કરવા માટે:

  1. સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં, પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
  2. સાઇન ઇન  પર ટૅપ કરો.
  3. તમારા Google એકાઉન્ટ સાથે સાઇન ઇન કરો.
જો તમે તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરી શકતા નથી, તો તમે તમારું Google એકાઉન્ટ રિકવર કરી શકો છો. વધુ સહાય માટે, Google એકાઉન્ટ ચર્ચામંચની મુલાકાત લો.

મોબાઇલ બ્રાઉઝર પર ફેરફાર કરવા અને અપલોડ કરવું શક્ય નથી. પરંતુ, તમે YouTube ઍપ ડાઉનલોડ કરી શકો છો અને તેમાં કેવી રીતે અપલોડ અને ફેરફાર કરવા તે જાણી શકો છો.

નોંધ: YouTube મોબાઇલ સાઇટનો ઉપયોગ કરવા માટે તમારું બ્રાઉઝર Javascriptને સપોર્ટ કરતું હોવું આવશ્યક છે.

YouTube નો ઉપયોગ કેવી રીતે કરવો તે શોધો

તમે સાઇન ઇન કરી લો તે પછી, સૌથી મહત્વની સુવિધાઓ નીચે આપેલા ચાર ટૅબમાં ઉપલબ્ધ થશે:

હોમ

જ્યારે તમે મોબાઇલ ઍપ અથવા બ્રાઉઝરમાં YouTube ખોલો છો, ત્યારે તમે હોમ પર પહોંચશો. અહીં તમને ખાસ તમારા માટે સુઝાવ આપેલા વીડિયો દેખાશે. તમારી પસંદગીઓ અને પ્રવૃત્તિઓ YouTube પર તમારા વીડિયો સુઝાવોને પ્રભાવિત કરશે.

જો તમે પહેલેથી જ મ્યુઝિક વીડિયો જોયા હોય, તો તમને લોકપ્રિય કન્ટેન્ટ અને YouTube મિક્સ પણ દેખાશે. તમે હોમ પર ટૅપ કરીને કોઈપણ સમયે હોમ ફીડ શોધી શકો છો.

તમારો અગાઉનો જોવાયાનો ઇતિહાસ ખાસ નોંધપાત્ર ન હોય, તો YouTube હોમપેજ પરના સુઝાવો જેવા વીડિયો માટેના સુઝાવો આપવા માટે તમારા જોવાયાના ઇતિહાસ પર આધાર રાખતી YouTubeની સુવિધાઓ કાઢી નખાય છે. ઉદાહરણ તરીકે, તમે નવા વપરાશકર્તા હો તો કોઈપણ વીડિયો જોયા પહેલાં અથવા તમે તમારો જોવાયાનો ઇતિહાસ સાફ કરી બંધ કરી દેવાનું પસંદ કરો તો આ લાગુ થાય છે.

વલણમાં

વલણમાં ટૅબ તમને YouTube પર શું વલણમાં છે તે શોધવા દે છે. તે હાલમાં લોકપ્રિય હોય તેવા વીડિયોની વિશાળ શ્રેણી દર્શાવે છે. તમે તે વિષય પરના વીડિયો જોવા માટે વીડિયોમાં સ્ક્રોલ કરી શકો છો અથવા કોઈ ચોક્કસ કૅટેગરી (જેમ કે મ્યુઝિક અથવા ગેમિંગ) પસંદ કરી શકો છો.

સબ્સ્ક્રિપ્શન

સબ્સ્ક્રિપ્શન ટૅબમાં તમે સબ્સ્ક્રાઇબ કરેલી હોય તે ચૅનલના જ વીડિયો દેખાશે. તે ચૅનલને પેજની ટોચ પર પણ સૂચિબદ્ધ કરવામાં આવશે. ચૅનલ આર્ટવર્કને ટૅપ કરવાથી તમને તે ચૅનલ પર લઈ જવામાં આવશે.

 લાઇબ્રેરી

લાઇબ્રેરી ટૅબ તમારા જોવાયાનો ઇતિહાસ, પ્લેલિસ્ટ, અપલોડ અને ખરીદીઓનું ઘર છે.

સેટિંગ

મોબાઇલ વેબસાઇટ પર સેટિંગને ઍક્સેસ કરવા, સહાય મેળવવા અથવા અમને પ્રતિસાદ મોકલવા માટે તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1873181413881348951
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false