એંગેજમેન્ટ મેટ્રિક કેવી રીતે ગણવામાં આવે છે

YouTube એંગેજમેન્ટ મેટ્રિક (વ્યૂ, પસંદ, નાપસંદ અને સબ્સ્ક્રિપ્શન) પ્રતિબિંબિત કરે છે કે તમારા YouTube વીડિયો અથવા ચૅનલ સાથે કેટલી વખત ક્રિયાપ્રતિક્રિયા કરવામાં આવી છે. આ મેટ્રિક તમારા વીડિયો અથવા ચૅનલની એકંદર લોકપ્રિયતાનું મહત્ત્વનું માપ હોઈ શકે છે.

અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે તમારા મેટ્રિક ઉચ્ચ ક્વૉલિટીના છે અને તે કમ્પ્યુટર પ્રોગ્રામથી નહીં પરંતુ વાસ્તવિક માનવોમાંથી આવે છે. કયા વ્યૂ, પસંદ, નાપસંદ અને સબ્સ્ક્રિપ્શન કાયદેસર છે તે શોધવામાં અમારી સિસ્ટમને થોડો સમય લાગે છે.

નોંધ: તમારો વીડિયો પબ્લિશ થયાના પ્રથમ થોડા કલાકો દરમિયાન તમારા મેટ્રિકને અમારી સિસ્ટમમાં દેખાવામાં સમય લાગી શકે છે.

મેટ્રિકમાં ફેરફાર

કાયદેસર એંગેજમેન્ટના ઇવેન્ટની ગણતરી પછી, તમારી મેટ્રિક ગણતરી વારંવાર અપડેટ થવી જોઈએ. આ ફેરફારોનો સમય વીડિયો અથવા ચૅનલની લોકપ્રિયતા અને વ્યૂના આધારે બદલાય છે. ધ્યાનમાં રાખો કે અમે એંગેજમેન્ટના ઇવેન્ટની સતત પુષ્ટિ અને ગોઠવણ કરીએ છીએ.

કેટલાક વીડિયો અને ચૅનલ પર, તમારા મેટ્રિકની ગણતરી સ્થિર લાગે છે અથવા તમે અપેક્ષા રાખતા મેટ્રિક બતાવતા નથી. કન્ટેન્ટ નિર્માતા, જાહેરાતકર્તા અને દર્શક માટે વાજબી અને સકારાત્મક અનુભવ જાળવવા માટે મેટ્રિકની ઍલ્ગોરિધમ પ્રમાણે પુષ્ટિ કરવામાં આવે છે. મેટ્રિક સચોટ છે તે ચકાસવા માટે, YouTube કામ ચલાઉ ધોરણે તમારી મેટ્રિક ગણતરીને ધીમી કરી શકે છે, સ્થિર કરી શકે છે અથવા બદલી શકે છે અને હલકી ક્વૉલિટીવાળા પ્લેબૅકને કાઢી નાખી શકે છે.

નોંધ: એક જ વીડિયો જોવા માટે અમુક ડિવાઇસનો ઉપયોગ કરવો અને તે જ વીડિયોને અમુક વિન્ડો અને ટૅબ પર સ્ટ્રીમ કરવું એ હલકી ક્વૉલિટીવાળા પ્લેબૅકના ઉદાહરણો છે.

પેઇડ જાહેરાતના વ્યૂ

જો તમારા વીડિયોનો ઉપયોગ YouTube પર જાહેરાત તરીકે કરવામાં આવે છે, તો અમે તમારી જાહેરાતના વ્યૂની ગણતરી તમારા વીડિયો પરના વ્યૂ તરીકે કરી શકીએ છીએ. આ પેઇડ જાહેરાતના વ્યૂને વ્યૂ તરીકે ગણવામાં આવે છે કારણ કે તે સૂચવે છે કે દર્શકે વીડિયો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી હતી.

  • છોડી શકાય તેવી ઇન-સ્ટ્રીમ જાહેરાત: જ્યારે પેઇડ જાહેરાત વ્યૂને વ્યૂ તરીકે ગણવામાં આવશે:
    • કોઈ વ્યક્તિ 11-30 સેકન્ડ લાંબી સંપૂર્ણ જાહેરાત જુએ છે
    • કોઈ વ્યક્તિ 30 સેકન્ડથી વધુ લાંબી જાહેરાતને ઓછામાં ઓછી 30 સેકન્ડ જુએ છે
    • કોઈ વ્યક્તિ જાહેરાત સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે
  • ઇનફીડ વીડિયો જાહેરાત: જ્યારે કોઈ જાહેરાત પર ક્લિક કરે છે અને વીડિયો ચાલવાનું શરૂ થાય છે ત્યારે પેઇડ જાહેરાત વ્યૂની ગણતરી કરવામાં આવશે

YouTube Analytics સાથે વ્યૂની સંખ્યા ચેક કરો

જો તમે અપલોડ કરેલો વીડિયો જોઈ રહ્યાં છો, તો તમે YouTube Analyticsનો ઉપયોગ કરીને તમારા વ્યૂને વધુ નજીકથી મોનિટર કરી શકો છો. ધ્યાનમાં રાખો કે રિઅલ ટાઇમ પ્રવૃત્તિ માત્ર સંભવિત વ્યૂ પ્રવૃત્તિના અંદાજો દર્શાવે છે. તે તમે જોવાનું પેજ પર જુઓ છો તે સંખ્યા સાથે કદાચ મેળ ખાતી નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12381972901460986349
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false