ચૅનલના સેટિંગને મેનેજ કરવા

તમે YouTube Studioમાં તમારા ચૅનલના સેટિંગને મેનેજ કરી શકો છો. તમારા દેશ/પ્રદેશથી લઈને તમારી ચૅનલની દૃશ્યતા સુધી બધું બદલો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ પસંદ કરો.
  3. ડાબી બાજુના મેનૂમાંથી, ચૅનલ પસંદ કરો.
  4. ચૅનલનું સેટિંગ સેટ કરો અને સાચવો પસંદ કરો.

મૂળભૂત માહિતી

નિવાસનો દેશ

તમે નીચેની ઍરો કીનો ઉપયોગ કરીને તમારી YouTube ચૅનલ માટે દેશ/પ્રદેશ પસંદ કરી શકો છો. YouTube પાર્ટનર પ્રોગ્રામ માટેની યોગ્યતા તમે અહીં પસંદ કરેલા દેશ/પ્રદેશના સેટિંગ પર આધારિત છે.

કીવર્ડ

તમે આ સેટિંગ સાથે તમારી ચૅનલ સાથે સંબંધિત કીવર્ડ ઉમેરી શકો છો.

વિગતવાર સેટિંગ

તમારા ચૅનલની ઑડિયન્સ સેટ કરો

ચૅનલ સેટિંગ પસંદ કરીને તમારા વર્કફ્લોને સરળ બનાવો. આ સેટિંગ હાલના અને ભવિષ્યના વીડિયોને અસર કરશે. જો તમે સેટિંગ પસંદ ન કરવાનું પસંદ કરો છો, તો તમારે તમારી ચૅનલ પરના દરેક વીડિયોને ઓળખવો જરૂરી રહેશે જે બાળકો માટે યોગ્ય છે. વ્યક્તિગત વીડિયો માટેની સેટિંગ ચૅનલ સેટિંગને ઓવરરાઇડ કરશે.
તમને તમારી ચૅનલ પરની અમુક સુવિધાઓથી પણ પ્રતિબંધિત કરવામાં આવશે. જો તમને ખાતરી ન હોય કે તમારા વીડિયો બાળકો માટે યોગ્ય છે કે નહીં, તો આ સહાયતા કેન્દ્ર પરના લેખ જુઓ.

Google Ads એકાઉન્ટ લિંક કરવા વિશે

જાહેરાતો બતાવવાની મંજૂરી આપવા માટે તમે તમારી YouTube ચૅનલને Google Ads એકાઉન્ટ સાથે લિંક કરી શકો છો. આ જાહેરાતો તમારી ચૅનલના વીડિયો સાથેની ક્રિયાપ્રતિક્રિયા પર આધારિત છે અને જાણકારીની ઍક્સેસ આપે છે. વધુ જાણો.

ઑટોમૅટિક સબટાઇટલ

તમે અયોગ્ય હોવાની સંભાવના હોય તેવા શબ્દોને બદલે ઑટોમૅટિક સબટાઇટલ સાથે ડિફૉલ્ટ તરીકે ઓપન બ્રૅકેટ, બે અન્ડરસ્કોર અને ક્લોઝ્ડ બ્રૅકેટ "[ __ ]" મૂકવાનું પસંદ કરી શકો છો.

જાહેરાતો

જો તમે આ વિકલ્પ પસંદ કરો છો, તો દર્શકની રુચિઓ અથવા રીમાર્કેટિંગ જાહેરાત પર આધારિત મનગમતી બનાવેલી જાહેરાતો બંધ થઈ જશે. આ સેટિંગને બંધ કરવાથી તમારી ચૅનલની આવક ઘટી શકે છે. વધુમાં, ઉપાર્જિત ક્રિયાઓના રિપોર્ટ અને રીમાર્કેટિંગ સૂચિઓ તમારી ચૅનલ માટે કામ કરવાનું બંધ કરશે.
ચૅનલ પર રીડાયરેક્ટ

તમે તમારી ઑડિયન્સને અન્ય ચૅનલ પર રીડાયરેક્ટ કરવા માટે તમારા કસ્ટમ URLના ટૂંકા વર્ઝનનો ઉપયોગ કરી શકો છો. રીડાયરેક્ટ URL ફીલ્ડમાં, તમારું રીડાયરેક્ટ URL કઈ વેબસાઇટ પર દોરી જવું જોઈએ તેનું URL દાખલ કરો.

નોંધ: રીડાયરેક્ટ URL પાર્ટનર અને જાહેરાતકર્તાઓ માટે ઉપલબ્ધ છે જેમણે તેમના પાર્ટનર મેનેજર અથવા વેચાણ પ્રતિનિધિ દ્વારા આ સુવિધા ચાલુ કરી છે.

ઉદાહરણ તરીકે, જો તમારું URL www.youtube.com/c/YouTubeCreators છે, તો તમે તમારું ટૂંકું URL (www.youtube.com/YouTubeCreators) www.youtube.com/user/youtubenationમાં અથવા રીડાયરેક્ટ URL ફીલ્ડમાં www.youtube.com/channel/UCUD4yDVyM54QpfqGJX4S7ng દાખલ કરીને YouTube મૂળ ચૅનલ પર દર્શકોને મોકલી શકો છો.

 
ચૅનલની દૃશ્યતા

તમે આ વિકલ્પ પસંદ કરીને તમારી ચૅનલને હંગામી રીતે છુપાવી શકો છો. તમારા વીડિયો, પ્લેલિસ્ટ અને ચૅનલની વિગતો હવે દર્શકોને દેખાશે નહીં. 

ચૅનલના માલિક તરીકે, તમે હજુ પણ નીચે આપેલું જોઈ શકો છો:

  • તમારી ચૅનલનું પેજ
  • તમારી ચૅનલના આર્ટ અને આઇકન
  • તમારા વીડિયો અને પ્લેલિસ્ટ
  • તમારી કૉમેન્ટ અને વિશ્લેષણ
  • તમારી સમુદાય પોસ્ટ

તમે કોઈપણ સમયે તમારી ચૅનલને ફરીથી દૃશ્યમાન બનાવી શકો છો અને તમારું કન્ટેન્ટ દર્શકો માટે સાર્વજનિક થશે.

નોંધ: ચૅનલ દૃશ્યતા પાર્ટનર અને જાહેરાતકર્તાઓ માટે ઉપલબ્ધ છે જેમણે તેમના પાર્ટનર મેનેજર અથવા વેચાણ પ્રતિનિધિ દ્વારા આ સુવિધા ચાલુ કરી છે.

અન્ય સેટિંગ

તમે YouTube પર તમારી હાજરી મેનેજ કરી શકો છો અને આ સેટિંગ વડે તમારા કન્ટેન્ટને કાયમી રીતે કાઢી નાખી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15816919823405635198
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false