સ્ટ્રીમિંગ અંગે ટિપ

Intro To Live Streaming on YouTube

નેટવર્ક અંગેની ટિપ

  • તમારા સ્ટ્રીમિંગનો કુલ બિટરેટ ઉપલબ્ધ અપલોડ બૅન્ડવિડ્થ કરતાં વધુ ન હોઈ શકે. થોડો અવકાશ છોડો (20%નો સુઝાવ આપી શકાય છે).
  • તમારી ઑફિસમાં ઉચ્ચ-ગતિનું કનેક્શન હોઈ શકે, પરંતુ જો ઘણા લોકો તે નેટવર્ક શેર કરી રહ્યા હોય, તો તમારું વ્યક્તિગત કનેક્શન સીમિત થઈ શકે.
  • સ્પીડ પરીક્ષણ કરો. ઇનબાઉન્ડ બૅન્ડવિડ્થ (ડાઉનલોડની ગતિ) મોટે ભાગે આઉટબાઉન્ડ (અપલોડ) કરતાં વધારે હોય છે. તમારા સ્ટ્રીમનો બિટરેટ મોકલવા માટે તમારું આઉટબાઉન્ડ કનેક્શન પૂરતું હોવાની ખાતરી કરો. પ્રાથમિક + બૅકઅપ + 20%નો સુઝાવ આપી શકાય છે.
  • તમે વિશ્વસનીય નેટવર્ક પર હોવાની ખાતરી કરો. તમારી કનેક્ટિવિટીમાં ખલેલ પડે એટલે સ્ટ્રીમ તૂટે.
એન્કોડિંગ ટિપ
  • એન્કોડરનું લાઇવ સ્ટ્રીમ માટે ઓછામાં ઓછા 2 કલાક પહેલાં સેટઅપ કરો.
  • ઇવેન્ટ શરૂ થવાના શેડ્યૂલની ઓછામાં ઓછી 15 મિનિટ પહેલાં એન્કોડર શરૂ કરો.
  • સ્ટ્રીમિંગ શરૂ કરો પર ક્લિક કરતાં પહેલાં, લાઇવ નિયંત્રણ રૂમમાં પ્રીવ્યૂ ચેક કરો.
  • પરીક્ષણ એન્કોડર ફેલઓવર માટે, પ્રાથમિક એન્કોડર બંધ કરો (અથવા તેના ઇથરનેટ કેબલને અનપ્લગ કરો) અને પ્લેયર બૅકઅપ એન્કોડર પર રોલ ઓવર કરે તેની ખાતરી કરો.
  • બધી સ્થાનિક આર્કાઇવ ફાઇલોની સંપૂર્ણતાની ચકાસણી કરો. ચેક કરો કે સ્થાનિક આર્કાઇવની ફાઇલનું કદ વધી રહ્યું છે.
  • ચકાસણી કરો કે ચૅનલ અને જોવાના પેજ દ્વારા ઇવેન્ટ ઍક્સેસિબલ છે.
  • ચકાસણી કરો કે મોબાઇલ ડિવાઇસ દ્વારા ઇવેન્ટ ઍક્સેસિબલ છે.
  • ઑડિયો અને વીડિયો ક્વૉલિટી માટે સ્ટ્રીમનું સતત નિરીક્ષણ કરો.
  • YouTube પર તમારી ઇવેન્ટ બંધ થઈ જાય તે પછી, એન્કોડર બંધ કરો.
વેબકૅમનો ઉપયોગ કરવો
  • તમે લૅપટૉપ અને વેબકૅમ વડે સ્ટ્રીમ કરી શકો છો, જોકે જેટલું સારું સાધન તેટલી જ સારી લાઇવ સ્ટ્રીમની ક્વૉલિટી.
  • તમે સૉફ્ટવેર એન્કોડિંગ પ્રોગ્રામનો ઉપયોગ કરી શકો છો, જેમ કે Wirecast અથવા www.youtube.com/webcam.
  • ઉચ્ચ પ્રોડક્શન મૂલ્યવાળી ઇવેન્ટ માટે, અમે વ્યાવસાયિક ધોરણનાં હાર્ડવેર એન્કોડરનો સુઝાવ આપીએ છીએ.
  • તમારી ઇવેન્ટ પહેલાં તમે તમારા સેટઅપનું બરાબર પરીક્ષણ કર્યું હોવાની ખાતરી કરો.
લાઇવ સ્ટ્રીમમાં સલામત રહેવું
  • કન્ટેન્ટ: કયા પ્રકારના વીડિયો સ્ટ્રીમ કરવા તે જાણો. તમારા મિત્રો, સહાધ્યાયીઓ અથવા કિશોરોના વીડિયોનું ફિલ્માંકન કરતી વખતે યાદ રાખો કે તે ક્યારેય જાતીય રીતે સૂચક, હિંસક અથવા જોખમી ન હોવા જોઈએ. નોંધ લો કે આ નિયમ લાઇવ ચૅટને પણ લાગુ પડે છે. અમારા સમુદાયના દિશાનિર્દેશો વિશે વધુ જાણો.
  • વ્યક્તિગત માહિતી: તમારા લાઇવ સ્ટ્રીમ દરમિયાન અને લાઇવ ચૅટમાં કોઈપણ વ્યક્તિગત માહિતી શેર કરવા વિશે સજાગ રહો. તમારી ચૅનલનો ઍડમિન ઍક્સેસ માત્ર તમને વિશ્વાસ હોય તેને જ આપવો જોઈએ. YouTube તમારી પાસેથી સ્ટ્રીમમાં મૉડરેશનના વિશેષાધિકારો માગશે નહીં.
  • નિયંત્રણ: તમને અથવા અન્ય લોકોને અસ્વસ્થતાનો અનુભવ કરાવે તેવા અયોગ્ય વીડિયો બાબતે રિપોર્ટ કરો અથવા તેવા વપરાશકર્તાઓને ચૅટમાંથી બ્લૉક કરો. લાઇવ ચૅટ મેનેજ કરવા વિશે વધુ જાણો.
  • પ્રાઇવસી: તમે પોસ્ટ કરેલા લાઇવ સ્ટ્રીમ કોણ જોઈ શકે તેના પર મર્યાદા મૂકવામાં તમને સહાય કરતી સુવિધાઓ YouTube પાસે છે. વ્યક્તિગત લાઇવ સ્ટ્રીમને "ખાનગી" અથવા "ફક્ત લિંક સાથે દેખાતા" પર સેટ કરીને તમારી પ્રાઇવસીનું રક્ષણ કરો. સાઇટ પર તમારા અનુભવને મેનેજ કરવામાં તમારી સહાય માટે ઉપલબ્ધ ટૂલ વિશે શોધખોળ કરવા પ્રાઇવસી અને સલામતી સેટિંગના પેજનો ઉપયોગ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13910797219406142945
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false