ઑનલાઇન સુરક્ષિત રહેવા માટે ટિપ

ફિશિંગ

ફિશિંગ એટલે જ્યારે કોઈ વ્યક્તિ તેમની વ્યક્તિગત માહિતી, જેમ કે ક્રેડિટ કાર્ડ નંબર અથવા અન્ય નાણાકીય ડેટા આપવા માટે છેતરાય છે. જ્યારે કોઈની પાસે તે માહિતી હોય છે, ત્યારે તેઓ સામાન્ય રીતે તેનો ઉપયોગ તમારા પૈસા, પ્રોપર્ટી અથવા ઓળખની ચોરી કરવા માટે કરશે.

યાદ રાખો, YouTube ક્યારેય તમને તમારો પાસવર્ડ, ઇમેઇલ ઍડ્રેસ અથવા અન્ય એકાઉન્ટ માહિતી માટે પૂછશે નહીં. જો કોઈ વ્યક્તિ YouTubeથી હોવાનો ઢોંગ કરીને તમારો સંપર્ક કરે તો છેતરાશો નહીં.

જો YouTube પર તમને એવી વીડિયો મળે જે તમારા વિચારે સ્પામ અથવા ફિશિંગ હોઈ શકે છે, તો કૃપા કરીને YouTube ટીમ દ્વારા રિવ્યૂ કરવા માટે તેમને રિપોર્ટ કરો. સ્પામ અને ફિશિંગ વિશે વધુ જાણવા માટે, નેશનલ સાઇબર સિક્યુરિટી અલાયન્સની મુલાકાત લો.

જો તમે ચિંતિત હોવ કે તમારા Google એકાઉન્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા છે, તો હૅક થયેલા અથવા ચેડાં થયેલા Google એકાઉન્ટને કેવી રીતે સુરક્ષિત કરવું તે જાણો.

એકાઉન્ટની સિક્યુરિટી

અમે સ્ટોર કરીએ છીએ તે માહિતીને સુરક્ષિત રાખવા માટે YouTube યોગ્ય સિક્યુરિટી પગલાં લે છે. વધુ માહિતી માટે, Google પ્રાઇવસી પૉલિસી વાંચો.

યાદ રાખો કે તમારો પાસવર્ડ સુરક્ષિત રાખવાનું કામ તમારા પર નિર્ભર છે. તમારો પાસવર્ડ ક્યારેય અન્ય લોકો સાથે શેર કરશો નહીં.

તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખો

તમારા કમ્પ્યુટર, બ્રાઉઝર, Gmail, અને Google એકાઉન્ટ સુરક્ષિત રાખવામાં તમારી સહાય કરવા માટે અમે ઉપયોગમાં સરળ ચેકલિસ્ટ બનાવી છે. અમે તમને સંપૂર્ણ ચેકલિસ્ટ જોવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, પરંતુ નીચેના પગલાંને હાઇલાઇટ કરવા માંગીએ છીએ જે તમારી YouTube ચૅનલને સુરક્ષિત રાખવામાં તમારી સહાય કરી શકે છે.
  • તમારા Google એકાઉન્ટ પર એક રિકવરી ફોન નંબર અને દ્વિતીય સુરક્ષિત ઇમેઇલ ઉમેરો. ફોન નંબર અને સુરક્ષિત ઇમેઇલ બંને વગર, કોઈ તમારા સુરક્ષા પ્રશ્નને જાણીને અથવા અનુમાન લગાવીને તમારા એકાઉન્ટમાં પ્રવેશી શકે છે. તમે સિક્યુરિટી માહિતીને અહીં અપડેટ કરી શકો છો.
  • તમારી રિકવરીની માહિતીને સુરક્ષિત અને અપ ટૂ ડેટ રાખો.
  • તમારા Google એકાઉન્ટ માટે એક અનન્ય, સશક્ત પાસવર્ડ બનાવો (અને અન્ય સાઇટ માટે તે જ સાઇન-ઇન અને પાસવર્ડનો ઉપયોગ કરશો નહીં). એક સશક્ત પાસવર્ડ બનાવવામાં તમારી સહાય કરવા માટે અહીં કેટલીક ટિપ આપી છે:
    • તમારો પાસવર્ડ લંબાઈમાં ઓછામાં ઓછો આઠ અક્ષરનો હોવો જોઈએ, સંખ્યાઓ અને અક્ષરોનું સંયોજન હોવું જોઈએ, અને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતાં શબ્દો ન હોવા જોઈએ.
    • કોઈ શબ્દ અથવા ટૂંકાક્ષર પસંદ કરો અને કેટલાક અક્ષરો વચ્ચે સંખ્યાઓ શામેલ કરો.
    • વિરામચિહ્નને શામેલ કરો.
    • કેપિટલ અને લોઅરકેસ અક્ષરોને ભેગા કરો.
    • અન્ય કોઈપણ પ્રકારના એકાઉન્ટ સાથે સંકળાયેલ પાસવર્ડનો ફરીથી ઉપયોગ કરશો નહીં.
    • જો તમારું એકાઉન્ટ કોઈ કંપની અથવા સંસ્થા માટે સેટઅપ કરવામાં આવ્યું હોય, તો જ્યારે કોઈ તમારી કંપની છોડીને જાય ત્યારે તમારો પાસવર્ડ અને રિકવરીની માહિતી અપડેટ કરો.

જો તમને લાગે કે તમારા એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે, તો તમે અહીં તેની રિપોર્ટ કરી શકો છો.

Google સ્કૅમને કેવી રીતે ટાળવા અને તેની રિપોર્ટ કરવી તે જાણો.

Google સુરક્ષા કેન્દ્ર

Google અને વેબ પર તમારા ડેટાને સમજો. તમારા ડેટાને નિયંત્રિત કરવા અને ઑનલાઇન સુરક્ષિત રહેવા માટે કેટલીક સલાહ અને ટિપ વાંચો.

Google ડિજિટલ નાગરિકતા અભ્યાસક્રમ

Google ડિજિટલ નાગરિકતા અભ્યાસક્રમ શિક્ષકો અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એક ક્રિયાપ્રતિક્રિયા અને વપરાશકર્તા માટે ઉપયુક્ત અભ્યાસક્રમ છે. અમુક ટૂંકા પાઠોમાં, પ્રાઇવસી, પૉલિસી અને જવાબદાર સાઇબર નાગરિક કેવી રીતે બનવું તે વિશે જાણો.

Google કુટુંબ સુરક્ષા કેન્દ્ર

તમારા કુટુંબને ઑનલાઇન સુરક્ષિત રાખવા માટે Google કુટુંબ સુરક્ષા કેન્દ્ર પાસે ટિપ અને સલાહ છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7808542834176289377
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false