શિક્ષકો માટેના સંસાધનો

જો તમે એક શિક્ષક છો, તો YouTube ની શૈક્ષણિક કન્ટેન્ટનો ઉપયોગ કરવામાં તમારી રુચિ હોઈ શકે છે. તમને અને તમારા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઑનલાઇન રહેવામાં સમર્થ કરવામાં સહાય માટે અહીં કેટલાક સંસાધનો પ્રસ્તુત છે.

ઉત્તેજક પાઠ અને શૈક્ષણિક સંસાધનો માટે, youtube.com/teachers, youtube.com/education, અને youtube.com/schools. ની મુલાકાત લો

વર્ગખંડમાં વીડિયોનો ઉપયોગ કરો

આ સાઇટ પર પોસ્ટ કરેલી કન્ટેન્ટની YouTube પાસે માલિકી નથી અને તેથી અમે તેનો ઉપયોગ કરવાની તમને પરવાનગી આપવાની સ્થિતિમાં નથી. માત્ર કન્ટેન્ટના વાસ્તવિક માલિક જ આવી પરવાનગી આપી શકે છે. કોઈ વીડિયોના માલિક સાથે સંપર્ક કરવા માટે, તેમની ચૅનલ પર ક્લિક કરો. અમુક નિર્માતાઓ તેમની ચૅનલમાં તેમનો સંપર્ક કરવાની વિવિધ રીત દર્શાવતી સૂચિ દેખાડે છે.

સંભવિત રીતે વાંધાજનક કન્ટેન્ટને ટાળો

તમને કદાચ પ્રતિબંધિત મોડ ચાલુ કરવાનું ગમશે, તે એક એવી સુવિધા છે જે તમને YouTube પર સંભવિત રીતે જેની સામે વાંધો લઈ શકાય તેવી કન્ટેન્ટને જો તમે જોવા માંગતા ન હો તો તેના વિશે સ્પષ્ટ રીતે સૂચના આપવા દેશે

રિપોર્ટ કરવા વિશેની માહિતી

  • અનુચિત કન્ટેન્ટ: જો તમે કોઈ એવો વીડિયો જુઓ છો જે તમને અનુચિત લાગે છે, તો વીડિયોના અયોગ્ય કન્ટેન્ટની જાણ કરો. આ સંભવિત અનુચિત કન્ટેન્ટને અમારા ધ્યાનમાં લાવવા માટેની આ સૌથી ઝડપી રીત છે. YouTube ની પૉલિસીના નિષ્ણાત લોકો દિવસના 24 કલાક, અઠવાડિયાના 7 દિવસ ચિહ્નિત વીડિયોના અયોગ્ય કન્ટેન્ટનું રિવ્યૂ કરે છે.
  • પ્રાઇવસી: જો તમને અચાનક એવો કોઈ વીડિયો મળે કે જે તમને લાગે કે વિદ્યાર્થી, સાથી શિક્ષક અથવા શાળાના કર્મચારીની પ્રાઇવસીનું ઉલ્લંઘન કરે છે, તો કૃપા કરીને તેમને અથવા તેમના માતાપિતાને અમારી પ્રાઇવસી ગાઇડલાઇન અને પ્રાઇવસીને લગતી ફરિયાદની પ્રક્રિયા તરફ નિર્દેશિત કરો. પ્રાઇવસીને લગતી ફરિયાદ માટે, જો દર્શાવેલા વ્યક્તિ(ઓ) સ્પષ્ટ રૂપે ઓળખાય તેવા હોય, તો જ અમે કન્ટેન્ટને કાઢી નાખીશું. હજુ પણ વધુ જાણવા માટે અમારા સુરક્ષા કેન્દ્રના પ્રાઇવસી વિભાગની મુલાકાત લો.
  • ઉત્પીડન: બાળક વતી માત્ર માતાપિતા અથવા કાયદેસર વાલી જ કોઈ ફરિયાદ ફાઇલ કરી શકે છે. જો કોઈ વિદ્યાર્થી અથવા શિક્ષકને YouTube પર ઉત્પીડન અંગે ચિંતા હોય., તો તમે અમારા ઉત્પીડન અને સાઇબર ધમકીઓ સંબંધિત લેખમાં શામેલ સંસાધનોનો સંદર્ભ લઈ શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2304202399837753725
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false