ચૅનલ કે એકાઉન્ટની સમાપ્તિ વિશે જાણકારી

જો તમારી ચૅનલ સમાપ્ત કરી દેવામાં આવી હોય, તો તમને તેનું કારણ સમજાવતો ઇમેઇલ મળશે. જો તમારી YouTube ચૅનલ સમાપ્ત કરી દેવામાં આવી છે, તો તમને બીજી કોઈ YouTube ચૅનલ વાપરીને કે બનાવીને સમાપ્તિને અવરોધવા પર અથવા અન્યોને તેમની સમાપ્તિ બાયપાસ કરવા માટે તમારી ચૅનલ વાપરવા દેવાની મનાઈ છે.  

આ તમારી હાલની બધી ચૅનલ, તમે બનાવો કે પ્રાપ્ત કરો તે કોઈપણ નવી ચૅનલ અને એવી કોઈપણ ચૅનલ કે જેમાં તમને વારંવાર કે સ્પષ્ટપણે બતાવવામાં આવતા હોય, તેના પર લાગુ પડે છે.

YouTube પાર્ટનર પ્રોગ્રામના સહભાગીઓની ચૅનલ જો સમાપ્ત કરી દેવામાં આવે, તો ત્યારબાદ તેમની પાસે કોઈપણ આવક મેળવવાનો અધિકાર રહેતો નથી. અમે ચુકવણી કરી ન હોય એવી કમાણી વિથ્હોલ્ડ કરી શકીએ છીએ અને તેમાંથી જાહેરાતકર્તાઓને અથવા યોગ્ય અને શક્યતા હોય એવા કિસ્સામાં ચૅનલ પરથી ખરીદી કરનારા દર્શકોને રિફંડ પણ આપી શકીએ છીએ. 

સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતી ચૅનલ કે એકાઉન્ટને સમાપ્ત કરવું

ચૅનલ કે એકાઉન્ટ સમાપ્ત કરવા માટેના કારણો:

  • કન્ટેન્ટના કોઈ પણ સ્વરૂપમાં સમુદાયના દિશાનિર્દેશો કે સેવાની શરતોનું વારંવાર ઉલ્લંન (જેમ કે દુરુપયોગવાળા, દ્વેષપૂર્ણ અને/અથવા ઉત્પીડન કરનારા વીડિયો કે કૉમેન્ટ વારંવાર પોસ્ટ કરવી)
  • ગંભીર દુરુપયોગનો કેસ (જેમ કે હિંસક વર્તન, સ્પામ કે અશ્લીલતા)
  • વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરવું (જેમ કે દ્વેષયુક્ત ભાષણ, ઉત્પીડન કે ઢોંગ)

જો તમને લાગતું હોય કે તમારી ચૅનલ/એકાઉન્ટની સમાપ્તિ ભૂલથી કરવામાં આવી છે, તો તમે આ ફોર્મનો ઉપયોગ કરીને અપીલ કરી શકો છો.

  • એક કરતાં વધુ વખત અપીલ માટેની વિનંતી સબમિટ કરશો નહીં. બહુવિધ વિનંતીઓ રિવ્યૂની સંખ્યા વધારે છે અને તેના કારણે અમને જવાબ આપવામાં વિલંબ થાય છે.
  • તમારા ચૅનલ ID સહિત ફોર્મમાં જેમ બને એમ વધુ માહિતી આપો. તમે અમને જેટલી વધુ માહિતી આપો છો, તમારી વિનંતી પર પ્રક્રિયા કરવાનું એટલું વધુ સરળ બને છે.

કૉપિરાઇટ સમાપ્તિઓ

જો તમારી ચૅનલ કૉપિરાઇટ ઉલ્લંનના દાવાના લીધે સમાપ્ત કરવામાં આવી હોય અને તમને લાગતું હોય કે દાવા ખોટા છે, તો તમે પ્રતિવાદ ફાઇલ કરી શકો છો. જેમની ચૅનલ સમાપ્ત કરી નાખવામાં આવી હોય, એવા નિર્માતાઓ માટે હજી પણ પ્રતિવાદ ફાઇલ કરવાની પ્રક્રિયા ઉપલબ્ધ છે, પરંતુ તેઓ તેનું વેબફોર્મ ઍક્સેસ કરી શકશે નહીં. તમે ઇમેઇલ, ફૅક્સ કે ટપાલ મારફતે પણ પ્રતિવાદ સબમિટ કરી શકો છો.

પ્રતિવાદ પ્રક્રિયા પર વધુ માહિતી માટે કૉપિરાઇટ કેન્દ્ર પર જાઓ.

નોંધ: પ્રતિવાદ ફાઇલ કરવાથી કાનૂની પ્રક્રિયા શરૂ થાય છે.

ચૅનલ સમાપ્તિઓ માટેનો ડેટા ડાઉનલોડ કરવો

જો તમારી ચૅનલ સમાપ્ત કરવામાં આવી હોય, તો તમે તમારા YouTube કન્ટેન્ટને હવે ડાઉનલોડ કરી શકશો નહીં. જોકે, તમારી પાસે તમારો Google ડેટા ડાઉનલોડ કરવાની ક્ષમતા જળવાઈ રહેશે. તમારો Google ડેટા ડાઉનલોડ કરવાની રીત જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2502233452478066598
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false