YouTube પર અયોગ્ય વીડિયો, ચૅનલ અને બીજા કન્ટેન્ટની જાણ કરવા વિશે માહિતી

અમારા YouTube સમુદાયના સભ્યોને જે કન્ટેન્ટ અયોગ્ય લાગે તેની જાણ કરવા કે તેને ચિહ્નિત કરવા માટે અમે તેમના પર આધાર રાખીએ છીએ. કન્ટેન્ટની જાણ અનામી રીતે થાય છે, જેથી તેની જાણ કોણે કરી છે, તે બીજા વપરાશકર્તાઓ જાણી શકે નહીં.

હું કન્ટેન્ટની જાણ કરું પછી શું થાય છે?

જ્યારે કન્ટેન્ટની જાણ કરવામાં આવે છે ત્યારે તેને ઑટોમૅટિક રીતે દૂર કરવામાં આવતું નથી. જાણ કરવામાં આવેલા કન્ટેન્ટને આ દિશાનિર્દેશો મુજબ રિવ્યૂ કરવામાં આવે છે:

તમે જે વીડિયોની જાણ કરી છે, તેને કાઢવામાં આવ્યો છે કે નહીં, તે તપાસવા માટે તમે રિપોર્ટિંગનો ઇતિહાસ જોઈ શકો છો.

કન્ટેન્ટની જાણ કેવી રીતે કરવી

કોઈ વીડિયોની જાણ કરવી

જાણ કરવામાં આવેલા વીડિયોને YouTube દિવસમાં 24 કલાક અને અઠવાડિયામાં 7 દિવસ રિવ્યૂ કરે છે. YouTube પર અપલોડ થયા બાદ વીડિયોની ગમે ત્યારે જાણ કરી શકાય છે. જો અમારી રિવ્યૂ કરનારી ટીમના ધ્યાને કોઈ ઉલ્લંઘનો ન આવે, તો કોઈ પણ જાણ કરવાથી તેમાં ફેરફાર થશે નહીં અને વીડિયો અમારી સાઇટ પર બન્યો રહેશે.

  1. YouTube પર સાઇન ઇન કરો.
  2. તમે જે વીડિયોની જાણ કરવા માગતા હો, તેના પર જાઓ.
  3. વીડિયોની નીચે, વધુ 더보기 અને પછી જાણ કરો પર ક્લિક કરો.
  4. વીડિયો દ્વારા થયેલા ઉલ્લંન માટે સૌથી વધુ બંધ બેસતું કારણ પસંદ કરો.
  5. આગળ પર ક્લિક કરો.
  6. રિવ્યૂ કરનારી ટીમને નિર્ણય લેવામાં સહાય કરી શકે તેવી બીજી કોઈ વિગતો આપો. જો સંભવ હોય, તો ઉલ્લંઘનનો ટાઇમસ્ટેમ્પ કે વર્ણનો શામેલ કરો.
  7. જાણ કરો પર ક્લિક કરો.

નોંધ: તમે જે વીડિયોની જાણ કરી છે, તેનું સ્ટેટસ તપાસવા માટે, તમારા રિપોર્ટિંગના ઇતિહાસની મુલાકાત લો. તમારા રિપોર્ટિંગના ઇતિહાસ વિશે વધુ જાણો.

કોઈ Shortની જાણ કરવી

જાણ કરવામાં આવેલા વીડિયોને YouTube દિવસમાં 24 કલાક અને અઠવાડિયામાં 7 દિવસ રિવ્યૂ કરે છે. YouTube પર અપલોડ થયા પછી વીડિયોની ક્યારેય પણ જાણ કરી શકાય છે. જો અમારી રિવ્યૂ કરનારી ટીમના ધ્યાને કોઈ ઉલ્લંઘનો ન આવે, તો કોઈ પણ જાણ કરવાથી તેમાં ફેરફાર થશે નહીં અને વીડિયો અમારી સાઇટ પર બન્યો રહેશે.
તમે Shorts પ્લેયરમાંથી YouTube Shortsની જાણ કરી શકો છો.
  1. YouTube પર સાઇન ઇન કરો.
  2. તમે જે Shortની જાણ કરવા માગતા હો, તેના પર જાઓ.
  3. સૌથી નીચે જમણા ખૂણામાં, વધુ  અને પછી જાણ કરો પર ક્લિક કરો.
  4. વીડિયો દ્વારા થયેલા ઉલ્લંન માટે સૌથી વધુ બંધ બેસતું કારણ પસંદ કરો.
  5. આગળ પર ક્લિક કરો.
  6. રિવ્યૂ કરનારી ટીમને નિર્ણય લેવામાં સહાય કરી શકે તેવી બીજી કોઈ વિગતો આપો. જો સંભવ હોય, તો ઉલ્લંઘનનો ટાઇમસ્ટેમ્પ કે વર્ણનો શામેલ કરો.
  7. જાણ કરો પર ક્લિક કરો.
નોંધ: તમે જે વીડિયોની જાણ કરો છો તેનું કમ્પ્યૂટર પર સ્ટેટસ તપાસવા માટે તમારા રિપોર્ટિંગના ઇતિહાસની મુલાકાત લો. તમારા રિપોર્ટિંગના ઇતિહાસ વિશે વધુ જાણો.

કોઈ ચૅનલની જાણ કરવી

તમે વપરાશકર્તાઓ, અયોગ્ય બૅકગ્રાઉન્ડની છબીઓ કે અયોગ્ય પ્રોફાઇલ અવતારની જાણ કરી શકો છો.

  1. YouTube પર સાઇન ઇન કરો.
  2. તમે જે ચૅનલના પેજની જાણ કરવા માગતા હો, તેના પર જાઓ.
  3. સૌથી ઉપર, વિશે પર ક્લિક કરો.
  4. વપરાશકર્તાની જાણ કરો  પર ક્લિક કરો.
  5. તમે ચેનલની જે કારણથી જાણ કરવા માગતા હો, તેની સાથે સૌથી વધુ બંધ બેસતું કારણ પસંદ કરો:
    • કોઈ ચૅનલ આર્ટની જાણ કરવી
    • કોઈ પ્રોફાઇલ ફોટાની જાણ કરવી
    • કોઈ વપરાશકર્તાની જાણ કરવી
  6. વૈકલ્પિક: ખુલનારી વિન્ડો તમને વધુ વિગતો દાખલ કરવાનું પૂછી શકે છે. તમે શેર કરવા માગતા હો, તેવી બીજી કોઈ પણ વિગતો દાખલ કરો.
  7. સબમિટ કરો પર ક્લિક કરો.

નોંધ: જ્યારે તમે કોઈ ચૅનલની જાણ કરો છો ત્યારે અમે ચૅનલના વીડિયોને રિવ્યૂ કરતા નથી. ચૅનલ વિશે વધુ સમજ મેળવવા માટે અમે તમે રિપોર્ટ સાથે જે વીડિયો જોડો છો, તેને વાપરી શકીએ છીએ, પરંતુ અમે ઉલ્લંઘનો માટેના વીડિયો તપાસતા નથી. અમે ચૅનલની જે સુવિધાઓને રિવ્યૂ કરીએ છીએ, તેમાં ચૅનલનો પ્રોફાઇલ ફોટો, હૅન્ડલ અને વર્ણન શામેલ છે પરંતુ તે પૂરતું મર્યાદિત નથી. જો તમને લાગતું હોય કે ચૅનલના ચોક્કસ વીડિયો અમારી પૉલિસીનું ઉલ્લંઘન કરે છે, તો તમારે ચોક્કસ વીડિયોની જાણ કરવી જોઈએ.

કોઈ પ્લેલિસ્ટની જાણ કરવી

જો કોઈ પ્લેલિસ્ટનું કન્ટેન્ટ, શીર્ષક, વર્ણન કે ટૅગ અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા હોય, તો તમે તેની જાણ કરી શકો છો.
  1. YouTube પર સાઇન ઇન કરો.
  2. તમે જે પ્લેલિસ્ટની જાણ કરવા માગતા હો, તેના પર જાઓ.
  3. પ્લેલિસ્ટના શીર્ષકની નીચે, વધુ 더보기 અને પછી પ્લેલિસ્ટની જાણ કરો  પર ક્લિક કરો.
  4. સબમિટ કરો પર ક્લિક કરો.

કોઈ થંબનેલની જાણ કરવી

તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરનારા વીડિયો થંબનેલની જાણ કરી શકો છો.
  1. YouTubeમાં સાઇન ઇન કરો.
  2. તમારા હોમ પેજ પર, સૂચવેલા વીડિયોમાં કે શોધ પરિણામોમાંથી તમે જે વીડિયો વિશે જાણ કરવા માગતા હો, તેને શોધો. કોઈ વીડિયોના જોવાના પેજ પરથી તમે કોઈ થંબનેલની જાણ કરી શકશો નહીં.
  3. થંબનેલની નીચે, વધુ '' અને પછી જાણ કરો  પર ક્લિક કરો.
  4. થંબનેલની જાણ કરવા માટેનું તમારું કારણ પસંદ કરો.
  5. જાણ કરો પર ક્લિક કરો.

વીડિયોના વર્ણનમાં કોઈ લિંકની જાણ કરવી

કમ્પ્યૂટર પર, અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરનારા વર્ણનની લિંકની જાણ કરી શકો છો.
  1. YouTube પર સાઇન ઇન કરો.
  2. જે વીડિયોના વર્ણનમાં રહેલી લિંકની તમે જાણ કરવા માગો છો, તે વીડિયો પર જાઓ.
  3. વીડિયોની નીચે, વધુ  અને પછી જાણ કરો પર ક્લિક કરો.
  4. જે પૉલિસીનું લિંક ઉલ્લંઘન કરતી હોય, તેને પસંદ કરો.
  5. આ વીડિયોના વર્ણનમાં આવેલી લિંકને લાગુ પડે છેની બાજુમાં આવેલા બોક્સને ચેક કરો.
  6. આગળ પર ક્લિક કરો.
  7. રિવ્યૂ કરનારી ટીમને નિર્ણય લેવામાં સહાય કરી શકે તેવી બીજી કોઈ વિગતો આપો. જો સંભવ હોય, તો ઉલ્લંઘનના વર્ણનો શામેલ કરો.
  8. જાણ કરો પર ક્લિક કરો.
કોઈ કૉમેન્ટની જાણ કરવી
  1. YouTube પર સાઇન ઇન કરો.
  2. તમે જે વીડિયો પરની કૉમેન્ટની જાણ કરવા માગતા હો, તે વીડિયો પર જાઓ.
  3. કૉમેન્ટની બાજુમાં, વધુ '' અને પછી જાણ કરો પર ક્લિક કરો.
  4. કન્ટેન્ટની જાણ કરવા માટેનું તમારું કારણ પસંદ કરવું
  5. જાણ કરો પર ક્લિક કરો.
  6. વૈકલ્પિક: નિર્માતા તરીકે, તમે કોઈ કૉમેન્ટની જાણ કરી દો પછી તમે તમારી ચૅનલ પર તે વ્યક્તિની કૉમેન્ટ બતાવવાથી રોકી શકો છો. મારી ચૅનલ પર વપરાશકર્તા છુપાવોની બાજુમાં આવેલા બોક્સને ચેક કરો અને પછી ઓકે પર ક્લિક કરો.

મારી કૉમેન્ટને ખોટી રીતે સ્પામ તરીકે ચિહ્નિત કરવામાં આવી હતી

જો તમને લાગતું હોય કે તમારી કૉમેન્ટને ખોટી રીતે સ્પામ તરીકે ચિહ્નિત કરવામાં આવી હતી, તો તમે અપલોડકર્તાનો સંપર્ક કરી શકો છો અને તેમને તમારી કૉમેન્ટ ફરી ચાલુ કરવા માટે પૂછી શકો છો.

કોઈ લાઇવ ચૅટ મેસેજની જાણ કરવી

સમુદાયના સભ્યો લાઇવ સ્ટ્રીમ પર કરવામાં આવેલા અયોગ્ય મેસેજની જાણ કરી શકે છે.

  1. YouTube પર સાઇન ઇન કરો.
  2. તમે જે મેસેજની જાણ કરવા માગતા હો, તે મેસેજવાળા લાઇવ સ્ટ્રીમ પર જાઓ.
  3. તમે જે મેસેજની જાણ કરવા માગતા હો, તેના તરફ પૉઇન્ટ કરો.
  4. મેસેજની બાજુમાં,  વધુ '' અને પછી જાણ કરો પર ક્લિક કરો.
  5. તમે મેસેજની જે કારણથી જાણ કરતા હોય તેની સાથે સૌથી વધુ બંધ બેસતું કારણ પસંદ કરો.
  6. જાણ કરો પર ક્લિક કરો.
કોઈ જાહેરાતની જાણ કરવી

જો તમને કોઈ એવી જાહેરાત મળે કે જે અયોગ્ય હોય અથવા Googleની જાહેરાતની પૉલિસીનું ઉલ્લંઘન કરે છે, તો તમે તેની જાણ કરી શકો છો. આ ફોર્મ ભરો અને સબમિટ કરો.

કોઈ વીડિયોમાંની જાહેરાત વિશે જાણ કરવા માટે:

  1. જાહેરાત પર માહિતી પર ક્લિક કરો.
  2. જાહેરાતની જાણ કરો પસંદ કરો.
  3. ફોર્મ ભરો અને સબમિટ કરો. અમારી ટીમ તમે જાહેરાતની જે જાણ કરી છે, તેને રિવ્યૂ કરશે અને જો યોગ્ય લાગશે, તો તેના પર પગલું ભરશે.

નોંધ: તમે માત્ર YouTube મોબાઇલ કે કમ્પ્યૂટર પર જ જાહેરાતોની જાણ કરી શકો છો.

તમારા ટીવીમાંથી YouTube પર કન્ટેન્ટની જાણ કરવા માટે

તમે YouTube TV ઍપ પરથી સીધા જ વીડિયોની જાણ કરી શકો છો.

  1. YouTube ઍપ ખોલો.
  2. તમે જે વીડિયોની જાણ કરવા માગતા હો, તેના પર જાઓ.
  3. સેટિંગ  અને પછી જાણ કરો પર જાઓ. 
  4. તમારે વીડિયો વિશે રિપોર્ટ શા માટે કરવો છે તે કારણ પસંદ કરો
  5. કારણ પસંદ કર્યા પછી, કન્ફર્મેશન મેસેજ બતાવવામાં આવે છે.

જાણ કરવાના અન્ય વિકલ્પો

જો જાણ કરવાની પ્રક્રિયામાં તમારી સમસ્યા યોગ્ય રીતે કૅપ્ચર ન થાય, તો અમારી પાસે જાણ કરવા માટેની બીજી રીતો છે, જેને તમે વાપરી શકો છો.

પ્રાઇવસી બાબતે જાણ કરવી

પ્રાઇવસીને લગતી ફરિયાદ નોંધાવવા માટે, પ્રાઇવસીને લગતી ફરિયાદની પ્રક્રિયા શરૂ કરો. પ્રક્રિયા દરમિયાન તમારી પ્રાઇવસીનો હંમેશાં આદર કરવામાં આવે છે.
કાનૂની બાબતની જાણ કરવી
તમારા કે તમારા ક્લાયન્ટ વતી કાનૂની સમસ્યાની જાણ કરવા માટે:
  1. તમે જે વીડિયોની જાણ કરવા માગતા હો, તેના પર જાઓ. 
  2. વીડિયો હેઠળ, વધુ  અને પછી જાણ કરો પર ક્લિક કરો.
  3. સામે દેખાતી સૂચિ પર, મારા અધિકારોનું ઉલ્લંઘન કરે છે પર ક્લિક કરો. 
  4. ડ્રૉપ-ડાઉન મેનૂમાંથી સંબંધિત સમસ્યા પસંદ કરો. જો તમારી સમસ્યા કૅપ્ચર થઈ હોઈ નહીં, તો બીજી કાનૂની સમસ્યા પર ક્લિક કરો. 
  5. સૌથી નીચે, આગળ પર ક્લિક કરો.
  6. ફોર્મ ભરો અને તેને સબમિટ કરો. 
તમારા દાવાની તપાસ કરવાની અમારી ક્ષમતાને વેગ આપવા માટે, અમે તમને તમારો દાવો ફેક્સ કે પોસ્ટને બદલે, અમારા વેબફોર્મ વડે સબમિટ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ.
નોંધ લેશો કે અમારા કાનૂની ફોર્મનો દુરુપયોગ કરવાથી તમારું Google એકાઉન્ટ સમાપ્ત થઈ શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14080006154038027661
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false