વધારાની પૉલિસીઓ

સેવાની શરતોના ઉલ્લંઘનોને પ્રોત્સાહન આપવામાં આવતું હોય

જો તમે અન્ય વપરાશકર્તાઓને અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરવા માટે પ્રોત્સાહિત કરે તેવું કન્ટેન્ટ પોસ્ટ કરો છો, તો કન્ટેન્ટ કાઢી નાખવામાં આવી શકે, તમારા એકાઉન્ટ પર દંડ લગાવવામાં આવી શકે અને કેટલાક કિસ્સામાં તમારું એકાઉન્ટ સમાપ્ત કરવામાં આવી શકે છે.

અગાઉ કાઢી નાખવામાં આવેલું કન્ટેન્ટ અથવા સમાપ્ત કરાયેલા અથવા પ્રતિબંધિત નિર્માતાઓનું કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવતું હોય

અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરવા માટે અગાઉ કાઢી નાખવામાં આવેલું કન્ટેન્ટ, હાલમાં જેમની ચૅનલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેવા નિર્માતાઓનું કન્ટેન્ટ અથવા જેમની સેવા સમાપ્ત કરવામાં આવી હોય તેવા નિર્માતાઓનું કન્ટેન્ટ પોસ્ટ કરવું એ અમારી સેવાની શરતો હેઠળ રનઅરાઉન્ડ માનવામાં આવે છે.

જો તમે આવું કન્ટેન્ટ પોસ્ટ કરો છો, તો તેને કાઢી નાખવામાં આવી શકે છે અને તમારી YouTube ચૅનલ પર દંડ લગાવવામાં આવી શકે છે અથવા તે સમાપ્ત થઈ શકે છે. આ તમારી માલિકીની અન્ય ચૅનલને પણ લાગુ થઈ શકે છે.

Google પ્રોડક્ટ પર ઉંમર સંબંધિત આવશ્યકતાઓ

જો અમને લાગે કે તમે YouTubeનો ઉપયોગ કરવા માટેની પર્યાપ્ત ઉંમરના નથી, તો અમે તમને તમારી ઉંમર કન્ફર્મ કરવા માટે કહી શકીએ. તમે આ પ્રક્રિયા વિશે અહીં વધુ જાણી શકો છો. 

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16645208623489228982
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false