તમારી ઓળખનું રક્ષણ કરવું

અમે ઈચ્છીએ છીએ કે જ્યારે તમે YouTube પર હો ત્યારે તમે સુરક્ષિત અનુભવો, તેથી જ અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ કે જો સાઇટ પરના વીડિયો અથવા કૉમેન્ટ તમારી પ્રાઇવસી અથવા સલામતીની ભાવનાનું ઉલ્લંઘન કરે છે તો અમને જણાવો.

જો કોઈ વ્યક્તિએ તમારી જાણ વગર તમારી વ્યક્તિગત માહિતી પોસ્ટ કરી હોય કે તમારો વીડિયો અપલોડ કર્યો હોય (ખાનગી કે સંવેદનશીલ પરિસ્થિતિઓ સહિત), તો  અપલોડકર્તાને કહો કે તે કન્ટેન્ટ કાઢી નાખે. જો તમે કોઈ કરાર વિશે અપલોડકર્તા સાથે સમાધાન કરી શકતા ન હો કે જો તમે તેમનો સંપર્ક કરવામાં અસ્વસ્થતા અનુભવતા હો, તો તમે અમારી પ્રાઇવસી ગાઇડલાઇનના આધારે કન્ટેન્ટને કાઢી નાખવાની વિનંતી કરી શકો છો. 

કન્ટેન્ટ કાઢી નાખવા માટે માપદંડ

અમારી પ્રાઇવસી ગાઇડલાઇન અમારી પ્રાઇવસીને લગતી ફરિયાદની પ્રક્રિયા સંબંધિત વિગતવાર સમજૂતી આપે છે. તે પ્રાઇવસી સંબંધિત દાવાઓનું મૂલ્યાંકન કરતી વખતે અમે જેને ધ્યાનમાં લઈએ છીએ તે પરિબળોને પણ સમજાવે છે.

કન્ટેન્ટને કાઢી નાખવાની બાબતને ધ્યાનમાં લેવા માટે, કોઈ વ્યક્તિ વિશિષ્ટ રીતે ઓળખી શકાય એવી હોવી જોઈએ અને તે વ્યક્તિએ કે તેમના કાનૂની પ્રતિનિધિએ ફરિયાદ સબમિટ કરવી આવશ્યક છે. જો તમે પ્રાઇવસીને લગતી ફરિયાદની પ્રક્રિયાનો ઉપયોગ કરવા માગતા હો, તો પ્રાઇવસીને લગતી ફરિયાદની પ્રક્રિયાનો ઉપયોગ કરતી વખતે કન્ટેન્ટમાં તમે વિશિષ્ટ રીતે ઓળખી શકાય એવી વ્યક્તિ હોવાની ખાતરી કરો. કોઈ વ્યક્તિ વિશિષ્ટ રીતે ઓળખી શકાય એવી છે કે નહીં, તેનું મૂલ્યાંકન કરતી વખતે, અમે નીચેના પરિબળોને ધ્યાનમાં લઈએ છીએ:

  • છબી અથવા અવાજ
  • પૂરું નામ
  • નાણાકીય માહિતી
  • સંપર્ક માહિતી
  • વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી અન્ય માહિતી

જ્યારે તમે પ્રાઇવસીને લગતી ફરિયાદની જાણ કરો છો, ત્યારે અમે અમારા અંતિમ નિર્ણયના પરિબળો તરીકે જાહેર હિત, સમાચાર યોગ્યતા અને સંમતિને, તેમજ વીડિયોમાં વ્યક્તિના મૃત્યુની ક્ષણ અથવા ગંભીર ઈજા દર્શાવવામાં આવી છે કે કેમ તેને ધ્યાનમાં લઈએ છીએ

મૃત વપરાશકર્તાઓની પ્રાઇવસી અને યાદગીરીનો આદર કરવા માટે, અમે વ્યક્તિના મૃત્યુની ચકાસણી પર નજીકના કુટુંબના સભ્યો અથવા કાનૂની પ્રતિનિધિઓની વિનંતીઓને ધ્યાનમાં લઈએ છીએ.

YouTube પર તમારી પ્રાઇવસીને કેવી રીતે સુરક્ષિત કરવી તે અંગે ટીપ:

  • તમે વ્યક્તિગત માહિતીને પોસ્ટ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. આમાં તમે જે શહેરમાં રહો છો, તમે જે શાળાએ જાઓ છો અને તમારા ઘરનું સરનામું જેવા ઉદાહરણોનો સમાવેશ થાય છે.
  • તમારા એકાઉન્ટના ડેટાને સુરક્ષિત કરો અને તમારો પાસવર્ડ અન્ય લોકો સાથે શેર કરશો નહીં. YouTubeના કર્મચારીઓ તમને ક્યારેય પણ તમારા પાસવર્ડ માટે પૂછશે નહીં. જો કોઈ YouTube પરથી હોવાનો ઢોંગ કરીને તમારો સંપર્ક કરે તો છેતરાઈ જશો નહીં.
  • પહેલાં પરવાનગી મેળવો. અન્ય લોકોનું શૂટિંગ કરતાં પહેલા અથવા તેમની વ્યક્તિગત માહિતી પોસ્ટ કરતાં પહેલાં પરવાનગી મેળવો.
  • ટૂલની સૂચિ મેળવવા માટે અમારા પ્રાઇવસી અને સલામતી સંબંધિત સેટિંગના પેજની મુલાકાત લો જેનો ઉપયોગ તમે સાઇટ પર તમારા કન્ટેન્ટ અને અનુભવને મેનેજ કરવા માટે કરી શકો છો.
  • તમારું Google એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટેના શ્રેષ્ઠ પ્રયાસો ચેક કરો.
  • Google એકાઉન્ટ માટે વધુ મજબૂત સુરક્ષા: 2-પગલાંમાં ચકાસણીની સુવિધા દ્વારા તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15943676461042114758
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false