કૉપિરાઇટ વિશેના સામાન્ય પ્રશ્નો

આ વીડિયોમાં, અમે કૉપિરાઇટ વિશેના કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબ આપ્યા છે:

Copyright Permissions - Copyright on YouTube

કૉપિરાઇટ વિશેના સામાન્ય પ્રશ્નો

ઉચિત ઉપયોગ શું છે?

ઉચિત ઉપયોગ એ કાનૂની સિદ્ધાંત છે જે જણાવે છે કે તમે અમુક ચોક્કસ પરિસ્થિતિઓ હેઠળ કૉપિરાઇટના માલિકની પરવાનગી મેળવ્યા વિના કૉપિરાઇટ-સંરક્ષિત કન્ટેન્ટનો ફરી ઉપયોગ કરી શકો છો.

યુનાઇટેડ સ્ટેટ્સમાં, માત્ર કોર્ટ જ નક્કી કરી શકે છે કે ઉચિત ઉપયોગ તરીકે શું લાયક છે.

કેસના આધારે ઉચિત ઉપયોગ નક્કી કરવા માટે અદાલતો ચાર પરિબળો પર આધાર રાખે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • ઉપયોગનો હેતુ અને ચરિત્ર
  • કૉપિરાઇટ કરેલા કાર્યની પ્રકૃતિ
  • કૉપિરાઇટ કરેલા કાર્યની માત્રા અને મહત્ત્વ
  • કૉપિરાઇટ કરેલા કાર્યના મૂલ્ય અથવા સંભવિત બજાર પર અસર

અમારા ઉચિત ઉપયોગના સામાન્ય પ્રશ્નોમાં વધુ જાણો.

સાર્વજનિક ડોમેન શું છે?

કાર્યો આગળ જતા તેમની કૉપિરાઇટ સુરક્ષા ગુમાવે છે અને "સાર્વજનિક ડોમેન" માં આવે છે, જેનો દરેક વ્યક્તિ કોઈ કિંમત વિના ઉપયોગ કરી શકે છે. કાર્યોને સાર્વજનિક ડોમેનમાં આવતાં સામાન્ય રીતે ઘણા વર્ષો લાગે છે.

કૉપિરાઇટ સંરક્ષણની મુદતની અવધિ આ પરિબળોના આધારે બદલાય છે:

  • કાર્ય ક્યાં અને ક્યારે પબ્લિશ થયું હતું
  • શું કાર્યને ભાડે આપવાના કામ તરીકે મંજૂર કરવામાં આવ્યું હતું

યુ.એસ. ફેડરલ સરકારી એજન્સીઓ દ્વારા નિર્મિત અમુક કાર્યો પબ્લિકેશન પછી તરત જ સાર્વજનિક ડોમેનમાં આવે છે. ધ્યાન રહે કે સાર્વજનિક ડોમેન માટેના નિયમો દેશ પ્રમાણે બદલાય છે.

તમે કોઈ કાર્યને YouTube પર અપલોડ કરો તે પહેલાં તે સાર્વજનિક ડોમેનમાં છે કે નહીં તે ચકાસવાની જવાબદારી તમારી છે. સાર્વજનિક ડોમેનમાં કાર્યોની કોઈ સત્તાવાર સૂચિ નથી. જો કે, ત્યાં ઉપયોગી ઑનલાઇન સંસાધનો છે જે તમને મદદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, કોર્નેલ યુનિવર્સિટી સાર્વજનિક ડોમેનમાં આવતા કાર્યો માટે માર્ગદર્શિકા ઑફર કરે છે. ધ્યાન રહે કે YouTube સહિત આમાંનું કોઈપણ એકમ બાંહેધરી આપી શકતું નથી કે તેની સાથે જોડાયેલા તમામ કાર્યો કૉપિરાઇટ સુરક્ષાથી મુક્ત છે.

પ્રકાશિત નકલ શું છે?

તમારે કૉપિરાઇટ માલિકના ઑરિજિનલ કન્ટેન્ટના આધારે કાર્યો બનાવવા માટે તેમની પરવાનગી જરૂરી છે. પ્રકાશિત નકલમાં ફૅનફિક્શન, સિક્વલ, અનુવાદ, સ્પિન-ઑફ, મૂળ કન્ટેન્ટથી પ્રેરણા લઇ બનાવવામાં આવેલું કન્ટેન્ટ વગેરેનો સમાવેશ થઈ શકે છે. પાત્રો, સ્ટોરીલાઇન અને કૉપિરાઇટ-સંરક્ષિત સામગ્રીના અન્ય એલિમેન્ટ પર આધારિત વીડિયો અપલોડ કરતા પહેલાં નિષ્ણાત પાસેથી કાનૂની સલાહ લેવાનો પ્રયાસ કરો.

મને યુ.એસ.ની બહારના કૉપિરાઇટ અંગેની વધુ માહિતી ક્યાંથી મળી શકે?

તમારી યુરોપની વેબસાઇટ માં યુરોપિયન યુનિયનના દેશો/પ્રદેશોમાં કૉપિરાઇટ વિશે કેટલીક ઉપયોગી માહિતી અને લિંક આપેલી છે.

વિશ્વ બૌદ્ધિક સંપદા સંસ્થા (WIPO) પાસે આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા અને કૉપિરાઇટ ઑફિસની સૂચિ છે જ્યાં તમે તમારા વિસ્તારના કૉપિરાઇટ કાયદા વિશે જાણી શકો છો.

ઉપરોક્ત સાઇટ ફક્ત શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે સંદર્ભિત છે અને YouTube દ્વારા સમર્થન આપવામાં આવતું નથી.

YouTube પર અપલોડ કરવા વિશે પ્રશ્નો

મને મારા વીડિયોમાં અન્ય કોઈના કન્ટેન્ટના ઉપયોગની પરવાનગી કેવી રીતે મળે?

જો તમારી વીડિયોમાં કૉપિરાઇટ-સંરક્ષિત સામગ્રીને શામેલ કરવાની યોજના હોય, તો તમારે સામાન્ય રીતે આમ કરવા માટે પહેલા પરવાનગી લેવી પડશે. YouTube તમને આ અધિકારો આપી શકતું નથી અને જેઓ તમને આ અધિકારો આપી શકે એવા પક્ષોને શોધવામાં અમે તમને મદદ કરી શકતા નથી. તમારે તમારી જાતે અથવા વકીલની મદદથી સંશોધન અને આ પ્રક્રિયાને મેનેજ કરવી પડશે.

દાખલા તરીકે, YouTube તમને પહેલાથી જ સાઇટ પર અપલોડ કરવામાં આવેલા કન્ટેન્ટનો ઉપયોગ કરવાના અધિકાર આપી શકતું નથી. જો તમે કોઈ અન્યના YouTube વીડિયોનો ઉપયોગ કરવા માગતા હો તો તમે તેમનો સીધો સંપર્ક કરવાનું પસંદ કરી શકો છો. અમુક નિર્માતાઓ તેમની ચૅનલમાં તેમનો સંપર્ક કરવાની વિવિધ રીત દર્શાવતી સૂચિ દેખાડે છે.

તમારા YouTube વીડિયો માટે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અથવા સાઉન્ડ ઇફેક્ટ શોધવાની એક સરળ રીત YouTubeની ઑડિયો લાઇબ્રેરીછે. તમે એવા મ્યુઝિકની શોધ કરી શકો છો જે કોઈ કિંમત વિના તમે ઉપયોગમાં લઈ શકો.

જો તમે તમારા વીડિયોમાં કોઈ બીજાના મ્યુઝિકનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યાં હો તો મ્યુઝિકનો ઉપયોગ કરવાના તમારા વિકલ્પો વિશે વધુ જાણો:

Options for using music in your videos

હું ત્રીજા પક્ષના કન્ટેન્ટનું લાઇસન્સ કેવી રીતે મેળવી શકું?

તમે YouTube પર વીડિયો અપલોડ કરો તે પહેલાં, તમારે તમારા વીડિયોના તમામ એલિમેન્ટના અધિકારો મેળવવા આવશ્યક છે. આ એલિમેન્ટમાં કોઈપણ મ્યુઝિક (ભલે તે માત્ર બેકગ્રાઉન્ડમાં જ વાગી રહ્યું હોય), વીડિયો ક્લિપ્સ, ફોટા વગેરેનો સમાવેશ થાય છે.

સૌપ્રથમ, કૉપિરાઇટના માલિકો અથવા અધિકારધારકોનો સીધો સંપર્ક કરો અને તમારા ઉપયોગ માટે યોગ્ય લાઇસન્સની વાટાઘાટો કરો.

પછી, લાઇસન્સની તપાસ કરો. લાઇસન્સમાં કન્ટેન્ટનો ઉપયોગ કરવા માટેની સ્પષ્ટ પરવાનગી હોય છે અને તેમાં મોટેભાગે કન્ટેન્ટના ઉપયોગની મર્યાદાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. કયા અધિકારો આપવામાં આવે છે અને માલિક કયા અધિકારો અનામત રાખે છે તેની ખાતરી કરવા માટે કોઈપણ લાઇસન્સના કરાર માટે કાનૂની સલાહ મેળવો.

તમે YouTubeની કોઈ કિંમત વિના મ્યુઝિક અને સાઉન્ડ ઇફેક્ટની લાઇબ્રેરીનો પણ ઉપયોગ કરી શકો છો, જેનો વીડિયોમાં ઉપયોગ ઉલ્લેખિત શરતો અનુસાર કરી શકાય છે.

નોંધ: જો તમે કવર ગીત પર્ફોર્મ કરો તો ખાતરી કરો કે તમારી પાસે કૉપિરાઇટના માલિકો (એટલે કે, ગીતકાર અથવા મ્યુઝિક પબ્લિશર) પાસેથી પરવાનગી છે. તમને મૂળ સાઉન્ડ રેકોર્ડિંગનું પુનઃઉત્પાદન કરવા, વીડિયોમાં ગીતનો સમાવેશ કરવા અથવા ગીતના શબ્દો દર્શાવવા માટે વધારાના લાઇસન્સની જરૂર પડી શકે છે.

મારી પાસે જે કન્ટેન્ટનો ઉપયોગ કરવાની પરવાનગી છે તેને શા માટે કાઢી નાખવામાં કે બ્લૉક કરવામાં આવી હતી?

જો તમારી પાસે તમારા વીડિયોમાં કૉપિરાઇટ-સંરક્ષિત સામગ્રીનો ઉપયોગ કરવાના અધિકારો હોય, તો તમારા વીડિયોનું શીર્ષક અને URL કૉપિરાઇટના ઑરિજિનિલ માલિકને આપો. આ ક્રિયા તમને ભૂલથી કાઢી નાખવાના અથવા બ્લૉક કરવાની ઘટનાને ટાળવામાં મદદ કરી શકે છે.

જો તમારો વીડિયો ભૂલમાં કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી દ્વારા કાઢી નાખવામાં આવ્યો હોય તો તમે આ કરી શકો છો:

જો કોઈ Content IDના દાવાને લીધે તમને લાગે કે ભૂલથી તમારો વીડિયો બ્લૉક કરવામાં આવ્યો છે:

  • તમે તેને મતભેદમાં લઈ જઈ શકો છો

જો કે, તમે મતભેદ સબમિટ કરો અથવા પ્રતિવાદ મોકલો તે પહેલાં, થોડા પ્રશ્નો તમારી જાતને પૂછી લો:

  1. તમે તમારા વીડિયોની સામગ્રીના કૉપિરાઇટના માલિક છો?
  2. શું તમારી પાસે તમારા વીડિયોની તમામ ત્રીજા પક્ષની સામગ્રી માટે યોગ્ય કૉપિરાઇટ માલિકની પરવાનગી છે?
  3. શું તમારો વીડિયો યોગ્ય કૉપિરાઇટના કાયદા હેઠળ ઉચિત ઉપયોગ, ઉચિત વ્યવહાર અથવા સમાન અપવાદ દ્વારા આવરી લેવામાં આવ્યો છે?

જો ઉપરોક્ત પરિસ્થિતિઓ પૈકીની કોઈ તમારા વીડિયો પર લાગુ થતી હોય, તો તમે સૌથી વધુ ઉચિત મતભેદની પ્રક્રિયા શોધવાનું અથવા વકીલની સલાહ લેવાનું વિચારી શકો. જો નહિ, તો તમે કૉપિરાઇટના કાયદાઓના ઉલ્લંઘનમાં શામેલ હોઈ શકો છો.

મેં સ્વયં રેકોર્ડ કરેલા અથવા ખરીદેલા કન્ટેન્ટને શા માટે કાઢી નાખવામાં આવ્યું હતું?

તમે કન્ટેન્ટ ખરીદ્યું છે માત્ર એ કારણે તેનો અર્થ એમ નથી કે તમે તેને YouTube પર અપલોડ કરવાના અધિકારો ખરીદ્યા છે. જો તમે કૉપિરાઇટના માલિકને ક્રેડિટ આપો અને પોસ્ટ કરેલા વીડિયોમાં તમે ખરીદેલું કન્ટેન્ટ શામેલ હોય તેમ છતાં કૉપિરાઇટ કાયદાનું ઉલ્લંઘન થઈ શકે છે.

ઉપરાંત, તમે જાતે કંઈ રેકોર્ડ કરો એનો અર્થ હંમેશા એવો નથી થતો કે તમે તેને YouTube પર અપલોડ કરવાના તમામ અધિકારો ધરાવો છો. જો તમારા રેકોર્ડિંગમાં કોઈ અન્યનું કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ શામેલ હોય જેમ કે કૉપિરાઇટવાળું મ્યુઝિક બૅકગ્રાઉન્ડમાં વાગતું હોય તો પણ તમારે યોગ્ય અધિકારોના માલિકોની પરવાનગીની જરૂર પડશે.

શા માટે YouTube એ દુરુપયોગ કરનાર દાવેદારને મારો વીડિયો કાઢી નાખવા દીધો?
અમારી કૉપિરાઇટ દૂર કરવાની પ્રક્રિયાઓમાં દુરુપયોગ અને દુરુપયોગના કિસ્સાઓને સંબોધવા માટે YouTube પગલાં લે છે. જ્યારે અમે ચોક્કસ કેસ અથવા અમારી પ્રક્રિયાઓ પર કૉમેન્ટ કરી શકતા નથી, પરંતુ અમે અમારા કૉપિરાઇટ ટૂલ અને પ્રક્રિયાઓના દુરુપયોગની તપાસ કરીએ છીએ. અમે દુરુપયોગ કરનાર માન્યા હોય તેવા દાવેદાર માટે પણ અમારી પાસે ઝીરો ટૉલરન્સ પૉલિસી છે. કૉપિરાઇટની પ્રક્રિયાનો દુરુપયોગ (કાઢી નાખવાની વિનંતીઓ અને પ્રતિવાદ બંને માટે) એકાઉન્ટને સમાપ્ત કરી શકે છે.
અસ્વીકાર: આ લેખની માહિતી કાનૂની સલાહ નથી. અમે તે માહિતીપૂર્ણ ઉદ્દેશ્યો માટે પ્રદાન કરેલી છે. જો તમારે કાનૂની સલાહ જોઈતી હોય તમે વકીલનો સંપર્ક કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6327612148593016567
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false