YouTube પર પ્રતિબંધિત મોડ ચાલુ અથવા બંધ કરવા

પ્રતિબંધિત મોડ એ વૈકલ્પિક સેટિંગ છે જેનો તમે YouTube પર ઉપયોગ કરી શકો છો. આ સુવિધા જેને તમે અથવા તમારા ડિવાઇસનો ઉપયોગ કરતા અન્ય લોકો જોવાનું પસંદ નથી કરતા તેવા સંભવિત રીતે વયસ્કો માટેના કન્ટેન્ટને સ્ક્રીન પરથી દૂર કરવામાં મદદ કરી શકે છે. 

લાઇબ્રેરી, યુનિવર્સિટી અને અન્ય સાર્વજનિક સંસ્થાઓના કમ્પ્યૂટરમાં નેટવર્ક ઍડમિન દ્વારા પ્રતિબંધિત મોડ ચાલુ થઈ શકે છે.

નોંધ: પ્રતિબંધિત મોડ ચાલુ કરવો એ ઉંમરને પ્રતિબંધ કરતા વીડિયો જેવું નથી. વય-મર્યાદાવાળા કન્ટેન્ટ વિશે વધુ જાણો.

How to turn Restricted Mode on and off

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

પ્રતિબંધિત મોડ ચાલું અથવા બંધ કરો

  1. તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો
  2. સૌથી ઉપર જમણી બાજુએ, તમારા પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો.
  3. સૌથી નીચે, પ્રતિબંધિત મોડ પર ક્લિક કરો.
  4. સૌથી ઉપર જમણે ખુલે છે તે બૉક્સમાં, પ્રતિબંધિત મોડને ચાલુ અથવા બંધ કરવા માટે પ્રતિબંધિત મોડને સક્રિય કરો પર ક્લિક કરો.

પ્રતિબંધિત મોડને બંધ કરીને સમસ્યા નિવારણ કરો

જો તમે તમારું વપરાશકર્તા નામ અને પાસવર્ડ દાખલ કર્યો હોય અને પ્રતિબંધિત મોડ ચાલુ રહે તો તમે વધુ માહિતી માટે YouTube કન્ટેન્ટ પ્રતિબંધો પેજ પર તમારા સેટિંગ તપાસી શકો છો. ટૂલ મૂલ્યાંકન કરશે કે શું ઍડમિનિસ્ટ્રેટર આ પ્રતિબંધો સેટ કરે છે, અથવા તો તે તમારા વ્યક્તિગત એકાઉન્ટ પર છે કે નહીં. સંબંધિત પ્રતિબંધની બાજુમાં એક ચેક માર્ક ડિસ્પ્લે થશે. જો વધુ મદદની જરૂર હોય, તો ટૂલ તમને સમસ્યા નિવારણ કરવા માટેના આગળના પગલા તરફ માર્ગદર્શન આપશે.

નોંધ: કેટલાક મોબાઇલ નેટવર્ક પ્રદાતા કન્ટેન્ટનું ફિલ્ટર ઑફર કરે છે. આ ફિલ્ટર્સ જ્યારે તમારું ડિવાઇસ તેમના મોબાઇલ નેટવર્કથી કનેક્ટ થયેલ હોય ત્યારે તમે ઍક્સેસ કરી શકો છો તેવા વેબ કન્ટેન્ટના પ્રકારને પ્રતિબંધિત કરે છે. તમારી ઉપર કોઈ નેટવર્ક અથવા એકાઉન્ટ લેવલના પ્રતિબંધો છે કે કેમ તે જોવા માટે YouTube કન્ટેન્ટ પ્રતિબંધો પેજ તપાસો. સંબંધિત પ્રતિબંધની બાજુમાં એક ચેક માર્ક પ્રદર્શિત થશે, અને નીચેનું ટેક્સ્ટ પ્રતિબંધ લેવલ સૂચવે છે. જો તમારા DNS પ્રતિબંધો ચાલુ હોય અને લેવલ "મધ્યમ" અથવા "કડક" પર સેટ કરાવેલો હોય તો તમારી પાસે કન્ટેન્ટનું ફિલ્ટર ચાલુ છે. આ સેટિંગને કેવી રીતે મેનેજ કરવું અથવા બંધ કરવું તે જાણવા માટે તમારા મોબાઇલ નેટવર્ક પ્રદાતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરો.

તમારા કુટુંબ માટે પ્રતિબંધિત મોડને નિયંત્રિત કરો

જો તમે Family Link ઍપનો ઉપયોગ કરતા માતાપિતા હો તો તમે તમારા બાળક YouTube પર નિરીક્ષિત અનુભવ માટે યોગ્ય ન હોય તો તેમનાના એકાઉન્ટ માટે પ્રતિબંધિત મોડ ચાલુ કરી શકો છો. Family Link ઍપના સેટિંગમાં પ્રતિબંધિત મોડ કેવી રીતે ચાલુ કરવો તે જાણો.

જ્યારે Family Link માં પ્રતિબંધિત મોડ ચાલુ હોય, ત્યારે તમારું બાળક તેમણે સાઇન ઇન કરેલા કોઈપણ ડિવાઇસ પર પ્રતિબંધિત મોડ સેટિંગ બદલી શકતું નથી.

નોંધ: તમે તમારા બાળક માટે પ્રતિબંધિત મોડ સેટ કરી શકતા નથી જો તેઓ:

પ્રતિબંધિત મોડ વિશે વધુ જાણો.

  • સંભવિત વયસ્ક લોકો માટેના કન્ટેન્ટને ઓળખવા અને ફિલ્ટર કરવા માટે અમે ઘણા સિગ્નલનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે પસંદ કરેલા વીડિયોના શીર્ષક, વર્ણન, મેટાડેટા, સમુદાયના દિશાનિર્દેશો રિવ્યૂ અને ઉંમર પ્રતિબંધો.
  • પ્રતિબંધિત મોડ દરેક ભાષામાં ઉપલબ્ધ છે, પરંતુ સાંસ્કૃતિક ધોરણો અને સંવેદિતામાં તફાવત હોવાને કારણે ગુણવત્તામાં તફાવત હોઈ શકે છે.
  • જ્યારે પ્રતિબંધિત મોડ ચાલુ હોય, ત્યારે તમે જે વીડિયો જુઓ તેના પર કૉમેન્ટ જોઈ શકતા નથી.
  • પ્રતિબંધિત મોડ બ્રાઉઝર અથવા ડિવાઇસ લેવલ પર કાર્ય કરે છે, તેથી તમારે તેને તમે ઉપયોગ કરો છો તે દરેક બ્રાઉઝર માટે ચાલુ કરવું આવશ્યક છે. જો તમારું બ્રાઉઝર અથવા ડિવાઇસ એક કરતા વધારે પ્રોફાઇલને સપોર્ટ કરે તો તમારે દરેક પ્રોફાઇલ માટે આ મોડ ચાલુ કરવો આવશ્યક છે.
  • નિર્માતા: પ્રતિબંધિત મોડ તમારા કન્ટેન્ટને કેવી રીતે પ્રભાવિત કરે છે તે વિશે જાણો.

Assistant સ્પીકર અને સ્માર્ટ ડિસ્પ્લે

  1. તમારા મોબાઇલ ડિવાઇસ પર Home ઍપ ખોલો.
  2. તમે જે સ્પીકર અથવા સ્માર્ટ ડિસ્પ્લેમાં ફેરફાર કરવા માગતા હો તેના પર ટૅપ કરો.
  3. સેટિંગ પર ટૅપ કરો.
  4. નોટિફિકેશન અને Digital Wellbeing પર ટૅપ કરો
  5. YouTube સેટિંગ પર ટૅપ કરો.
  6. તમારા સ્માર્ટ ડિસ્પ્લે માટે તમે પ્રતિબંધિત મોડ સેટિંગને બે રીતે નિયંત્રિત કરી શકો છો:
    1. તમે તમારા માટે પ્રતિબંધિત મોડને ચાલુ અથવા બંધ કરી શકો છો, અને
    2. જો તમે ડિવાઇસ મેનેજર હો તો તમે અન્ય તમામ વપરાશકર્તાઓ માટે પ્રતિબંધિત મોડને ચાલુ અથવા બંધ કરી શકો છો.
નોંધ: પ્રતિબંધિત મોડ ડિવાઇસ લેવલ પર સેટ કરેલો છે. કન્ટેન્ટ તમારા ડિવાઇસ મારફતે ચાલતું ન હોય, તો તમારા પ્રતિબંધિત મોડના સેટિંગ ચેક કરો. 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
861980048572198266
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false