તમારા બ્રાંડેડ કન્ટેન્ટને કોઈ જાહેરાતકર્તા સાથે લિંક કરવું

જો તમે કોઈ જાહેરાતકર્તા સાથે બ્રાંડેડ કન્ટેન્ટની ઝુંબેશમાં પાર્ટનરશિપ કરી હોય, તો તેઓ હવે ઝુંબેશના કન્ટેન્ટને તેમના Google Ads એકાઉન્ટ સાથે લિંક કરવાની વિનંતી મોકલી શકે છે. જો તમે તેમની વિનંતી સ્વીકારો, તો જાહેરાતકર્તાઓ Google Adsમાં કન્ટેન્ટના પર્ફોર્મન્સ સંબંધિત મેટ્રિક જોઈ શકે છે. YouTube, Google Adsના પ્લૅટફૉર્મ મારફતે આપવામાં આવેલી પરવાનગીઓ અનુસાર જાહેરાતકર્તા (અને જાહેરાતકર્તાના Google Ads એકાઉન્ટ સાથે લિંક કરેલા બધા એકમો)ને તમારા YouTube વીડિયોના દર્શકોને લક્ષિત જાહેરાતો બતાવવાની પણ મંજૂરી આપશે.

તમારા બ્રાંડેડ કન્ટેન્ટને તમારા જાહેરાતકર્તા સાથે લિંક કરવાથી તમને આ બાબતોમાં સહાય મળી શકે છે:

  • બ્રાંડ સાથે પાર્ટનરશિપ મેનેજ કરવી
  • વીડિયોના ઑર્ગેનિક મેટ્રિક શેર કરવા
  • જાહેરાતકર્તાઓ તમારા કન્ટેન્ટનું પ્રમોશન કરે એવી સંભાવના વધારવી

લિંક કરવાની મોટા ભાગની વિનંતીઓ તમે અગાઉ જેમની સાથે કામ કર્યું હોય એવા જાહેરાતકર્તાઓ તરફથી આવશે, પણ જેમની સાથે તમે પાર્ટનરશિપ ન કરી હોય એવી બ્રાંડ તરફથી પણ તમને વિનંતીઓ આવી શકે છે. તમે કોઈ જાહેરાતકર્તા સાથે કામ કર્યું હોય કે ન કર્યું હોય, તેમની તરફથી આવતી લિંક કરવાની વિનંતી સ્વીકારવી કે નહીં એ સંપૂર્ણ રીતે તમારા પર નિર્ભર કરે છે. તમારે હંમેશાં તમારી ચૅનલ માટે જે કંઈ શ્રેષ્ઠ હોય તે કરવું જોઈએ.

જો તમે તેમની વિનંતી સ્વીકારો તો યાદ રાખો કે તમારે જાહેરાતકર્તાને પર્યાપ્ત અધિકારો આપવા જરૂરી રહેશે, જેથી તેઓ તેમની જાહેરાત કરતી વખતે તમારા વીડિયોનો ઉપયોગ કરી શકે અને એ પણ યાદ રાખો કે YouTube એ કરારમાં શામેલ નથી. તમે જાહેરાતકર્તા સાથેના જે કોઈપણ કરાર પર સહી કરો, તેની શરતો તમે સમજો છો એ ખાતરી કરો.

લિંક કરવાની વિનંતી સ્વીકારવી

જ્યારે કોઈ જાહેરાતકર્તા તેમના Google Ads એકાઉન્ટ સાથે તમારું કન્ટેન્ટ લિંક કરવા માગે, ત્યારે અમે તમને YouTube તથા YouTube Studioમાં ઇમેઇલ અને નોટિફિકેશન મારફતે સૂચિત કરીશું. તમે YouTube Studio, YouTube Studio મોબાઇલ ઍપ અને YouTube મોબાઇલ ઍપમાં વિનંતીઓનો રિવ્યૂ કરી શકો છો અને તેમનો જવાબ આપી શકો છો.

જો તમે તમારા ઇમેઇલમાં 'લિંક કરો' પસંદ કરો, તો તમને સીધા “બ્રાંડ લિંક કરવાની વિનંતી”ના પેજ પર લઈ જવામાં આવશે, જ્યાં તમે તમારો વીડિયો લિંક કરી શકો છો અથવા વિનંતીને નકારી શકો છો.

તમે YouTube Studioમાં વિનંતીઓનો રિવ્યૂ કરી શકો છો અને તેમનો જવાબ પણ આપી શકો છો:

  1. કમ્પ્યૂટરમાં, YouTube Studio પર જાઓ.
  2. ડાબી બાજુના મેનૂમાં, કન્ટેન્ટ પર ક્લિક કરો.
  3. સંબંધિત વીડિયો શોધો અને વીડિયોની થંબનેલની બાજુમાં, વિગતો પર ક્લિક કરો.
  4. “બ્રાંડ લિંકિંગ” વિભાગમાં જાહેરાતકર્તાની બાજુમાં, લિંક કરવાની વિનંતીનો રિવ્યૂ કરો પર ક્લિક કરો.
  5. તમે તમારો વીડિયો લિંક કરવા માગો છો કે નહીં તે પસંદ કરો અથવા વિનંતીને નકારો.

તમારા કન્ટેન્ટને અનલિંક કરવું

તમે અથવા જાહેરાતકર્તા કોઈપણ સમયે લિંક કરેલા વીડિયોને અનલિંક કરી શકો છો. કોઈ જાહેરાતકર્તાનો વીડિયો અનલિંક કરવા માટે, તમારા વીડિયોના “બ્રાંડ લિંકિંગ” વિભાગ પર નૅવિગેટ કરો અને જાહેરાતકર્તાની આગળ દેખાતા અનલિંક કરો પસંદ કરો.

સામાન્ય પ્રશ્નો

વીડિયો લિંક કરવા માટેની વિનંતીઓ કેટલા સમય સુધી સક્રિય રહે છે?

આમ તો વીડિયોને લિંક કરવાની વિનંતીઓની સમયસીમા કોઈપણ ચોક્કસ અવધિ બાદ સમાપ્ત થતી નથી, જોકે લિંક કરવાની બાકી રહેલી વિનંતીને જાહેરાતકર્તા રદ કરી શકે છે. તમે કોઈપણ સમયે વીડિયો અનલિંક પણ કરી શકો છો. તમારા કન્ટેન્ટને અનલિંક કરવાથી જાહેરાતકર્તાની આ બાબતો કાઢી નાખવામાં આવશે:
  • કન્ટેન્ટના પર્ફોર્મન્સ સંબંધિત મેટ્રિકનો ઍક્સેસ
  • લિંક કરેલા કન્ટેન્ટના દર્શકોને લક્ષિત જાહેરાતો બતાવવાની ક્ષમતા
આ ઉપરાંત, જો વિનંતી કરવામાં આવેલો વીડિયો ડિલીટ કરવામાં આવે કે ખાનગી તરીકે માર્ક કરવામાં આવે, તો તેને લિંક કરવા માટેની વિનંતીની સમયસીમા સમાપ્ત થઈ જશે.

જો કોઈ જાહેરાતકર્તા પહેલેથી જ તેમની જાહેરાતમાં મારા વીડિયોનો ઉપયોગ કરી રહ્યાં હોય, તો શું મારે મારા બ્રાંડેડ કન્ટેન્ટને તેમના Google Ads એકાઉન્ટ સાથે લિંક કરવાની જરૂર છે?

જાહેરાતો ચલાવવા માટે જાહેરાતકર્તાઓએ તેમના એકાઉન્ટને તમારા કન્ટેન્ટ સાથે લિંક કરવું જરૂરી નથી, પરંતુ અમે તમારા બ્રાંડેડ કન્ટેન્ટને તેમના એકાઉન્ટ સાથે લિંક કરવાનો સુઝાવ આપીએ છીએ. લિંક કરવાથી તમને તમારી બ્રાંડ પાર્ટનરશિપ વધુ અસરકારક રીતે મેનેજ કરવામાં સહાય મળે છે અને તેને કારણે જાહેરાતકર્તાને વીડિયોનું ઑર્ગેનિક પર્ફોર્મન્સ જોવા મળે છે. આ ઉપરાંત, તમે માત્ર કોઈ એક વીડિયો લિંક કરીને તમારી ચૅનલના કન્ટેન્ટનો ઍક્સેસ મર્યાદિત કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7265100264313679442
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false