તમારા YouTube વીડિયોમાં ટૅગ ઉમેરો

ટૅગ એ એવા વર્ણનાત્મક કીવર્ડ છે જેને તમે તમારા દર્શકોને તમારું કન્ટેન્ટ શોધવામાં સહાય કરવા માટે તમારા વીડિયોમાં ઉમેરી શકો છો. તમારા વીડિયોનું શીર્ષક, થંબનેલ અને વર્ણન તમારા વીડિયોની શોધ માટેના મેટાડેટાના વધુ મહત્વપૂર્ણ ભાગો છે. માહિતીના આ મુખ્ય ભાગો દર્શકોને કયો વીડિયો જોવો તે નક્કી કરવામાં સહાય કરે છે. 

જો તમારા વીડિયોની કન્ટેન્ટમાં સામાન્ય રીતે જોડણીની ભૂલ હોય, તો ટૅગ ઉપયોગી થઈ શકે છે. અન્યથા, એ ટૅગ તમારા વીડિયોની વિસ્તૃત શોધમાં સાવ મામૂલી ભૂમિકા ભજવશે.
નોંધ: તમારા વીડિયોના વર્ણનમાં વધુ પડતા ટૅગ ઉમેરવા એ અમારી સ્પામ, છેતરામણા આચરણો અને સ્કૅમ પરની પૉલિસીઓ વિરુદ્ધ છે.

YouTube વીડિયોમાં ટૅગ ઉમેરવા માટે 

નવા વીડિયો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ટોચના જમણી બાજુના ખૂણામાં, બનાવો પર ક્લિક કરો અને પછી વીડિયો અપલોડ કરો.
  3. તમે જેને અપલોડ કરવા માંગો છો તે ફાઇલને પસંદ કરો.
  4. અપલોડ ફ્લોમાં, વધુ વિકલ્પો પર ક્લિક કરો અને તમારા ટૅગ ઉમેરો. 

અપલોડ કરેલા વીડિયો માટે

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરીને તમારો વીડિયો પસંદ કરો.
  3. તમારા ટૅગ ઉમેરો. 

તમે YouTube ઍપમાં મોબાઇલ પર પણ ટૅગમાં ફેરફાર કરી શકો છો. મોબાઇલ પર અપલોડ કરેલા વીડિયોમાં કેવી રીતે ફેરફાર કરવા તેના વિશે જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17827424085756404717
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false