YouTube પર રમવાયોગ્ય

રમવાયોગ્ય મફતમાં રમી શકાતી ગેમ છે જે સીધી YouTube પર રમી શકાય છે.

કેવી રીતે રમવું

રમવાયોગ્ય એ મુખ્ય YouTube હોમ પેજ પર અથવા નવા રમવાયોગ્ય નિર્ધારિત સ્થાનના પેજ પર રમવાયોગ્ય શેલ્ફ પર જોવા મળી શકે છે જેના પર શોધખોળ કરો મેનૂમાંથી જઈ શકાય છે. અમે હંમેશાં વધુ ગેમ ઉમેરતા રહીએ છીએ, જેથી નવા શીર્ષકો માટે જોતા રહો.

ગેમપ્લેમાં જવા માટે કોઈપણ ગેમ કાર્ડ પર ક્લિક કરો. તમે કાર્ડમાંથી અથવા રમતી વખતે ત્રણ ડૉટ વધુ '' મેનૂ દ્વારા ગેમ શેર પણ કરી શકો છો.

રમવાયોગ્ય સંબંધિત સામાન્ય પ્રશ્નો

સપોર્ટેડ ડિવાઇસ અને આવશ્યકતાઓ

રમવાયોગ્ય માટે તમને કોઈ વધારાના હાર્ડવેર, સૉફ્ટવેર કે ડાઉનલોડની જરૂર પડતી નથી. તમને બસ YouTubeના એકદમ નવા વર્ઝનની, સપોર્ટેડ ડિવાઇસની જરૂર છે અને તમે વાઇ-ફાઇ અથવા ડેટા પ્લાન સાથે કનેક્ટ થયેલા હોવા જરૂરી છે (ડેટા રેટ લાગુ થઈ શકે છે).

રમવાયોગ્ય હાલમાં નીચે જણાવેલા ડિવાઇસ પર સપોર્ટેડ છે:

  • Android
    • YouTube ઍપ વર્ઝન: 18.33 અને તે પછીનું વર્ઝન
    • મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમ:
      • Android S અને તેના પછીનું વર્ઝન
      • Android O, P, Q, R (માત્ર 64 બિટ અથવા હાઇ મેમરી 32 બિટ ડિવાઇસ પર)
  • iOS
    • YouTube ઍપ વર્ઝન: 18.33 અને તે પછીનું વર્ઝન
    • મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમ: iOS 14 અને તે પછીનું વર્ઝન
  • ડેસ્કટૉપ વેબ
    • બ્રાઉઝર: Chrome, Safari અને Firefox

રમવાયોગ્યની ઉપલબ્ધતા

હાલમાં, રમવાયોગ્ય એ પ્રાયોગિક સુવિધા છે અને યોગ્ય દેશો/પ્રદેશોમાં પસંદગીના વપરાશકર્તાઓ માટે શરૂ કરવામાં આવી છે. વધુમાં, આ વિસ્તારોના કેટલાક વપરાશકર્તાઓને કદાચ YouTube પર રમવાયોગ્ય સરળતાથી શોધી શકવા યોગ્ય ન લાગે, પણ દરેક ગેમ માટે વિશિષ્ટ, શેર થાય એવી લિંક મારફતે હજી પણ તેને ઍક્સેસ કરી શકે છે. અમારું લક્ષ્ય ભવિષ્યમાં ઉપલબ્ધતા વધારવાનું છે.

જો તમારી પાસે YouTube Premium હોય અને તમારા દેશ/પ્રદેશમાં રમવાયોગ્ય ગેમ યોગ્યતા ધરાવતી હોય, તો રમવાયોગ્યના વહેલા ઍક્સેસ માટેના આ પગલાં અનુસરીને તમે પ્રાયોગિક સુવિધાઓ પસંદ કરી શકો છો.

જો તમે ઓછી રમવાયોગ્ય જોવાનું પસંદ કરતા હોય, તો તમે YouTubeમાં “રુચિ ધરાવતા નથી” પર ક્લિક કરીને રમવાયોગ્ય શેલ્ફને અથવા વ્યક્તિગત રમવાયોગ્યને અવનત કરી શકો છો.

ગેમની પ્રગતિ અને સાચવેલો ઇતિહાસ

ગેમની પ્રગતિ ઑટોમૅટિક રીતે સાચવવામાં આવશે અને તમે જ્યાં તમારા YouTube એકાઉન્ટમાં લૉગ ઇન કર્યું હોય તે કોઈપણ સપોર્ટેડ ડિવાઇસ પર સિંક કરવામાં આવશે

દરેક ગેમ માટે તમારી સાચવેલી પ્રગતિને YouTube ઇતિહાસ > ક્રિયાપ્રતિક્રિયાઓમાં પણ સ્ટોર કરવામાં આવે છે. ગેમ દીઠ માત્ર એક સાચવણી ફાઇલ હોય છે અને તમારી ગેમની પ્રગતિનો ઉપયોગ સુઝાવો માટે કરવામાં આવશે નહીં. જો તમે કોઈ ગેમ સાચવણી ફાઇલને ડિલીટ કરશો, તો તમે બધા ડિવાઇસ પર તે ગેમ માટે બધી પ્રગતિ ગુમાવશો.

રમવાયોગ્ય ઇતિહાસને YouTube ઇતિહાસમાં સ્ટોર કરવામાં આવે છે, જ્યાં તમે તાજેતરમાં રમેલી ગેમ શોધવાનું સરળ બને છે. જ્યારે તે ચાલુ હોય, ત્યારે ઇતિહાસની મદદથી અમે ગેમ માટે સંબંધિત સુઝાવો આપી શકીએ છીએ. તમે તમારો ગેમ સંબંધિત ઇતિહાસ ડિલીટ કરીને અથવા બંધ કરીને તમારા રમવાયોગ્યના ઇતિહાસને નિયંત્રિત કરી શકો છો. ઇતિહાસ બંધ હોય ત્યારે તમે રમશો તે કોઈપણ ગેમ YouTube ઇતિહાસમાં દેખાશે નહીં.  

તમારા YouTube ઇતિહાસના સેટિંગ બદલવા માટે

  1. myactivity.google.com પર જાઓ. 
  2. YouTube ઇતિહાસ પર ક્લિક કરો અને તેમાં તમારી પસંદગી મુજબ ફેરફાર કરો. 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7450021837605119146
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false