કૉમેન્ટ સંબંધી વિષયો વિશે શોધખોળ કરવી

કૉમેન્ટ સંબંધી વિષયો, YouTube વીડિયો પરની કૉમેન્ટને ગોઠવવા માટે તેમજ તેનો સારાંશ આપવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરે છે. આ સુવિધા તમને કૉમેન્ટ વિભાગમાંથી થીમ શોધવામાં અને દરેક કૉમેન્ટ વાંચ્યા વિના ચર્ચામાં જોડાવામાં સહાય કરી શકે છે.

કૉમેન્ટ સંબંધી વિષયો બધા વીડિયો પર દેખાશે નહીં. હાલમાં આ સુવિધા, માત્ર YouTube મોબાઇલ ઍપના કૉમેન્ટના મોટા વિભાગોમાં અંગ્રેજીમાં હોય એવા વીડિયો અને કૉમેન્ટ માટે જ ઉપલબ્ધ છે.

શરૂ કરવા માટે, YouTube મોબાઇલ ઍપ પર વીડિયોનો કૉમેન્ટ વિભાગ ખોલો. કૉમેન્ટ સંબંધી વિષયો બ્રાઉઝ કરવા માટે જો ઉપલબ્ધ હોય તો વિષયો  પર ટૅપ કરો. 

વિષયોનો સારાંશ માનવ દ્વારા નહીં, પરંતુ AI દ્વારા આપવામાં આવતો હોવાથી દરેક વીડિયો માટેની તેની ક્વૉલિટી અને સચોટતામાં ફરક હોઈ શકે છે.

સામાન્ય પ્રશ્નો

શું હું કૉમેન્ટ સંબંધી વિષયોની સુવિધા બંધ કરી શકું?

ના. હાલમાં, તમે કૉમેન્ટ સંબંધી વિષયોની સુવિધા બંધ કરી શકતા નથી. 

જો કોઈ વિષય સંબંધિત એવી બાબત હોય કે જેના પર તમે પ્રતિસાદ સબમિટ કરવા માગતા હો, તો નીચે જણાવેલા પગલાં અનુસરો. 

જો તમે નિર્માતા હો, તો કૉમેન્ટ સંબંધી વિષયોમાં મૉડરેટ કરવા વિશે વધુ જાણો.

શું હું કૉમેન્ટ સંબંધી વિષયો પર પ્રતિસાદ સબમિટ કરી શકું?

તમે વિષયો વિશે શું વિચારો છો તે અમને જણાવી શકો છો અથવા પ્રતિસાદ સબમિટ કરીને ભૂલોની જાણ કરી શકો છો. 

પ્રતિસાદ આપવા માટે:

  1. YouTube ઍપ પરના કોઈ વીડિયોનો કૉમેન્ટ વિભાગ ખોલો. 
  2. વિષયો  પર ટૅપ કરો.
  3. વધુ '' પર ટૅપ કરો.
  4. પ્રતિસાદ મોકલો પર ટૅપ કરો. 

તમારા પ્રતિસાદનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે?

પ્રતિસાદ:

  • જેનો રિવ્યૂ વિશેષ રીતે પ્રશિક્ષિત ટીમ દ્વારા કરવામાં આવે છે. લાગુ થતા કાયદા હેઠળ જરૂરી હોય એ મુજબ, પ્રતિસાદમાં જણાવવામાં આવેલી સંભવિત સમસ્યાઓને ઓળખવા, તેનું નિરાકરણ કરવા અને તેની જાણ કરવામાં સહાય માટે માનવ દ્વારા રિવ્યૂ થવો જરૂરી છે.
  • આનો ઉપયોગ અમારી પ્રાઇવસી પૉલિસી અનુસાર કરવામાં આવે છે. અમારી પ્રાઇવસી પૉલિસીમાં વધુ વિગતવાર સ્પષ્ટ કરવામાં આવ્યું છે એ મુજબ, YouTubeની પ્રોડક્ટ, સેવાઓ અને મશીન લર્નિંગ ટેક્નોલોજી પ્રદાન કરવા, તેમને બહેતર બનાવવા અને તેમને વિકસાવવા માટે YouTube દ્વારા આ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3459262388933405868
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false