તમે જુઓ છો તે વીડિયો પર જાહેરાતોને મંજૂરી આપવી

YouTube પરની જાહેરાતો તમને ગમતા નિર્માતાઓને સપોર્ટ આપવામાં સહાય કરે છે અને વિશ્વભરના અબજો લોકોને સ્ટ્રીમિંગ સેવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. જ્યારે તમે YouTube જાહેરાતો બ્લૉક કરો છો, ત્યારે તમે YouTubeની સેવાની શરતોનું ઉલ્લંઘન કરો છો. જો તમે જાહેરાત બ્લૉક કરી શકતા સૉફટવેરનો ઉપયોગ કરશો, તો અમે તમને YouTube પર જાહેરાતોને મંજૂરી આપવાનું અથવા YouTube Premium માટે સાઇન અપ કરવાનું કહીશું. જો તમે જાહેરાત બ્લૉક કરી શકતા સૉફટવેરનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશો, તો અમે તમારા વીડિયો પ્લેબૅકને બ્લૉક કરી શકીએ છીએ. વિક્ષેપ ટાળવા માટે, YouTube પર જાહેરાતોને મંજૂરી આપો અથવા YouTube Premium માટે સાઇન અપ કરો.

નોંધ: તમારા બ્રાઉઝરના જાહેરાતો બ્લૉક કરનારા એક્સ્ટેન્શન કદાચ વીડિયોના પ્લેબૅકને અસર કરી શકે છે.

YouTube પર જાહેરાતોને મંજૂરી આપવાની રીત

જાહેરાત બ્લૉકિંગ એક્સ્ટેન્શન માટેની સૂચના અનુસરો.

AdBlock

AdBlock એક્સ્ટેન્શનમાં YouTubeને વ્હાઇટલિસ્ટ કરવા માટે:
  1. તમારા બ્રાઉઝર એક્સ્ટેન્શનના ઉપરના જમણા ખૂણામાં, AdBlock પર ક્લિક કરો. AdBlock એક નાના નંબર વડે ઢંકાયેલું હોઈ શકે છે.
  2. આ સાઇટ પરના પેજ પર ચલાવશો નહીં પર ક્લિક કરો.
  3. “આના પર AdBlock ચલાવશો નહીં” સંવાદમાં, બાકાત રાખો પર ક્લિક કરો. AdBlock આઇકન બદલાઈને 'મંજૂરી છે' થઈ જાય છે.
  4. YouTube ફરીથી લોડ કરો.
     

Adblock Plus

Adblock Plus એક્સ્ટેન્શનમાં YouTubeને વ્હાઇટલિસ્ટ કરવા માટે:
  1. તમારા બ્રાઉઝર એક્સ્ટેન્શનના ઉપરના જમણા ખૂણામાં, AdBlock Plus પર ક્લિક કરો. AdBlock Plus એક નાના નંબર વડે ઢંકાયેલું હોઈ શકે છે.
  2. તે ડાબી બાજુ સ્લાઇડ થઈ શકે તે માટે પાવર Power button icon પર ક્લિક કરો.
  3. YouTube ફરીથી લોડ કરવા માટે, રિફ્રેશ કરો બટન ક્લિક કરો.

uBlock Origin

uBlock Origin એક્સ્ટેન્શનમાં YouTubeને વ્હાઇટલિસ્ટ કરવા માટે:
  1. તમારા બ્રાઉઝર એક્સ્ટેન્શનના ઉપરના જમણા ખૂણામાં, uBlock Origin પર ક્લિક કરો. uBlock Origin એક નાના નંબર વડે ઢંકાયેલું હોઈ શકે છે.
  2. પાવર પર ક્લિક કરો. આઇકન રાખોડી રંગનું થઈ જશે જે દર્શાવે છે કે YouTube પરની જાહેરાતો હવે બ્લૉક કરેલી નથી.
  3. YouTube ફરીથી લોડ કરવા માટે, રિફ્રેશ કરો Refresh icon ક્લિક કરો.

જાહેરાત બ્લૉક કરી શકતા અન્ય સૉફટવેર

જાહેરાત બ્લૉક કરી શકતા અન્ય સૉફટવેર એક્સ્ટેન્શનમાં YouTubeને વ્હાઇટલિસ્ટ કરવા માટે:
  1. તમારા બ્રાઉઝર માટે જાહેરાત બ્લૉક કરી શકતા સૉફટવેર એક્સ્ટેન્શનના આઇકન પર ક્લિક કરો. તે સામાન્ય રીતે તમારા બ્રાઉઝરના ઉપરના જમણા ખૂણામાં હોય છે.
    1. નોંધ કરો કે તમારી પાસે એક કરતાં વધુ જાહેરાત બ્લૉક કરી શકતા સૉફટવેર ઇન્સ્ટૉલ કરેલા હોઈ શકે છે.
  2. YouTube માટે જાહેરાત બ્લૉક કરી શકતા સૉફટવેર બંધ કરવા માટેની સૂચના અનુસરો. તમારે મેનૂનો કોઈ વિકલ્પ પસંદ કરવો પડશે અથવા બટન પર ક્લિક કરવું પડશે.
  3. સૂચનાને અનુસરીને, અથવા તમારા બ્રાઉઝરના “રિફ્રેશ કરો” કે “ફરીથી લોડ કરો” બટનને ક્લિક કરીને YouTube ફરીથી લોડ કરો.
     

સમસ્યાની જાણ કરવાની રીત 

જો તમારી પાસે કોઈ જાહેરાત બ્લૉક કરી શકતું સૉફટવેર ન હોય અથવા તે પહેલેથી બંધ હોય અને છતાં તમને જાહેરાત બ્લૉક કરી શકતું સૉફટવેર બંધ કરવા માટેનો મેસેજ જોવા મળે તો અમને જણાવો. સમસ્યાની જાણ કરવા માટે, મેસેજ નીચેના ડાબા ખૂણા પર જાઓ અને સમસ્યાની જાણ કરો પર ક્લિક કરો.

YouTube પર દેખાતી જાહેરાતોને મેનેજ કરવાની રીત 

તમે જુઓ છો તે YouTube વીડિયો કે Shorts પર ચાલતી જાહેરાતો, તમારી રુચિઓ અનુસાર બતાવવામાં આવે છે. તમે જુઓ છો તે વીડિયો પરની જાહેરાતો વિશે વધુ જાણો. જો તમે તમને ગમતા નિર્માતાઓને સપોર્ટ આપતા રહીને YouTubeનો જાહેરાતમુક્ત અનુભવ લેવા માગતા હો, તો YouTube Premiumની મેમ્બરશિપના લાભ જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10102940003905095500
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false