Twitter પર @TeamYouTube તરફથી સહાય મેળવવા માટે

TeamYouTube, જે YouTubeની સપોર્ટ અને જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવનારી ટીમ છે, જે Twitter @TeamYouTube પર નિર્માતાઓ, દર્શકો અને શુલ્કવાળા સબ્સ્ક્રાઇબરને સમયસર અપડેટ આપે છે અને તેમના પ્રશ્નોના જવાબ આપે છે. આ રહી, અમારા વિશે થોડી વધુ માહિતી:

  • અમારા હૅન્ડલને પેસિફિક સમય મુજબ સોમવારે સવારે 9 વાગ્યાથી શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધી સતત મૉનિટર કરવામાં આવે છે.
  • અમારી ટીમ અંગ્રેજી, સ્પેનિશ, પોર્ટુગીઝ, જર્મન, ફ્રેન્ચ, રશિયન, જાપાનીઝ, ઇન્ડોનેશિયન, અરબી, હિન્દી અને કોરિયન ભાષામાં અપડેટ શેર કરે છે અને પ્રશ્નોના જવાબો આપે છે.
  • અમે YouTubeના અન્ય આધિકારિક હૅન્ડલ જેમ કે @YouTube કે @YouTubeCreators પર સપોર્ટ માટે ટૅગ કરેલા પ્રશ્નો અને વિનંતીઓને મૉનિટર કરવાનો બનતો પ્રયાસ કરીએ છીએ, પરંતુ સૌથી વધુ ઝડપથી સહાય મેળવવાની રીત @TeamYouTubeને ટૅગ કરવાની છે.

Twitter પર @TeamYouTube વિશે વધુ જાણવા

@TeamYouTubeનો સંપર્ક કરતી વખતે મારે શું શામેલ કરવું જોઈએ?

જો તમે સાર્વજનિક રીતે ટ્વિટ કરી રહ્યાં હો, તો વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી કોઈપણ માહિતી શામેલ કરશો નહીં, જેમ કે તમારું ઇમેઇલ ઍડ્રેસ, ફોન નંબર અથવા ક્રેડિટ કાર્ડની વિગતો જેવી અન્ય માહિતી.

સહાય માટે @TeamYouTubeને ટૅગ કરતી વખતે, સંબંધિત માહિતી શામેલ કરવાની ખાતરી કરો, જેમ કે:

  • ચૅનલ કે વીડિયોનું URL.
  • તમને જોવા મળતી હોય તે ચોક્કસ સમસ્યા કે વિષયના સ્ક્રીનશૉટ.
  • તમે ઉપયોગ કરી રહ્યાં હો તે ડિવાઇસ, જેમ કે કોઈ iPhone.
  • જો તમને YouTube TVમાં સમસ્યા આવતી હોય, તો તમારા અભ્યાસુ માટેના આંકડાનો સ્ક્રીનશૉટ.

શું એવી કોઈ પરિસ્થિતિ છે કે જેમાં @TeamYouTube સહાય કરી શકતી ન હોય?

અમુક પરિસ્થિતિઓ છે, જેમાં @TeamYouTube સહાય કરી શકતી નથી:

  • Google સિવાયની પ્રોડક્ટમાં આવતી સમસ્યાઓ, જેમ કે Amazon Fire Stick કે Roku કે અન્ય કોઈ સેવા.
  • કોઈ અધિકાર ધારક સાથે કૉપિરાઇટ બાબતે મતભેદો.
  • કાનૂની મતભેદો.
  • Google AdSense એકાઉન્ટને પુનઃસક્રિય કરવા અથવા કાઢી નાખવા.
  • જો તમારી ચૅનલ હૅક થઈ જાય, તો નિર્માતા માટે સપોર્ટ ટીમનો સંપર્ક કરો.
  • તમે પૉલિસી સંબંધિત કોઈ નિર્ણયથી અસંમત હો.

મને YouTubeની શુલ્કવાળી પ્રોડક્ટમાં સમસ્યા આવી છે, શું @TeamYouTube સહાય કરી શકશે?

તમે સશુલ્ક પ્રોડક્ટથી સંબંધિત ઝડપી પ્રશ્નો અથવા પ્રતિસાદ માટે Twitter પર @TeamYouTubeનો સંપર્ક કરી શકો છો.

તમારા એકાઉન્ટ અથવા મેમ્બરશિપને લગતી સપોર્ટ સંબંધિત સમસ્યાઓ માટે, સશુલ્ક પ્રોડક્ટ માટે ઇમેઇલ, ફોન કે ચૅટ મારફતે YouTube સપોર્ટ ટીમનો સંપર્ક કરવો હિતાવહ છે કારણ કે તેમાં તમારા ફોન નંબર કે ઇમેઇલ જેવી વ્યક્તિગત માહિતી જરૂરી હોઈ શકે છે. આમાં આનાથી સંબંધિત પ્રશ્નો શામેલ હોઈ શકે છે

  • બિલિંગ
  • પૅકેજ ઉમેરવા કે કાઢી નાખવા
  • કોઈ સબ્સ્ક્રિપ્શન મેનેજ કરવા
  • પાસવર્ડ ભૂલી જવા અને એકાઉન્ટ લૉક થઈ જવું
  • ચૅનલની સમાપ્તિઓ, જેના માટે પહેલેથી અપીલ કરવામાં આવી હોય

તમે નીચે આપેલી લિંક પર YouTube સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો:

શું રિફંડમાં સહાયની જરૂર છે?

@TeamYouTube રિફંડ મેળવવામાં સહાય કરી શકતી નથી, પણ ઘણી પ્રોડક્ટ માટે તમે તમારી જાતે રિફંડ પ્રક્રિયા શરૂ કરી શકો છો. સશુલ્ક પ્રોડક્ટના રિફંડ મેળવવા વિશે અહીં થોડી વધારે માહિતી આપેલી છે.

શું YouTubeના અન્ય હૅન્ડલ પણ છે?

હા, YouTubeના અન્ય આધિકારિક હૅન્ડલમાં આ શામેલ છે:
  • @YouTube
  • @YouTubeCreators
  • @YouTubeTV
  • @CreatorLiason
  • @YTCretadores
  • @YTCriadores
  • @YTCreatorsIndia
  • @YTCreatorsJapan
  • @YTCreatorsDe
  • @YouTubeIndia
  • @YouTubeJapan
  • @YouTubeKorea
  • @YouTubeLATAM
  • @YouTubeMusic
  • @YouTubeInsider

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16606762168897814124
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false